PIyu s Marriage Life books and stories free download online pdf in Gujarati

પિયુનું લગ્નજીવન

શરૂઆત હું ત્યાંથી કરીશ કે, મારી વાર્તાનું શીર્ષક પિયુ કેમ છે? આશ્વર્યની વાત એ છે કે, મને કોઇ દિવસ હુલામણું નામ ગમતું નહી અને આજે મારું પોતાનું હુલામણું નામ છે. લગ્નન બાદ મારા પતિ દ્વારા મને આ નામ આપવામાં આવ્યું. મને બહુ ગમતું જયારે તે મને આ હુલામણા નામથી બોલાવતા. આજે લગ્નનનાચાર વર્ષ પછી પણ મારા અને મારા પતિના પ્રેમમાં કોઇ ઉણપ આવેલ નથી. વાત હજી ગઇ કાલની જ છે જયારેે મને જમવાનું બનવાનું આવડતું ન હતું અને આજે લગ્નના ચાર વર્ષ પછી પણ સાસરીમાં મે રોટલી જ બનાવી. હા કોઇ દિવસ રસાવાળું શાાક બનાવાનું થતું ત્યારે બનાવતી અને બધાને તે ગમતું પણ.

કાલની જ વાત છે જયારે હું, મારો બાબો રુદ્રાંશ અને મારા પતિ પ્રતિક ત્રણેય સંબંધીઓના ઘરે મળવા ગયેલા. ત્યાં મારા રુદ્રાંશેે બહુ જ મસ્તી કરેલી અને હવે તો તે ચાલતા પણ શીખી ગયેલો. આથી ત્યાં તેને મસ્તી કરતો અને અશીં થી તહી ચાલતો જોઇને મને બહુ જ ગમતું. થોડી વાતચીત બાદ અમે ત્રણેય ત્યાંથી ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચતા અમને લગભગ ૬ વાગ્યા હતા. મે અગાઉ કહ્યું તેમ મે કોઇ દિવસ રસોઇ કરી ન હતી અને આજે પહેલીવાર મારે જાતે બધું જ સગવડ કરવાની હતી.

પ્રતિકે મારા સાસુને ફોન લગાવ્યો, મમ્મી અમે ઘરે આવી ગયા છે તમને કેટલી વાર લાગશે? અને જમવાનું શું કરવાનું છે? આના જવાબમાં મારા સાસુએ કહ્યું કે, જમવાનું પાયલને બનાવતા નહી આવડે. તમે બહારથી કોઇ શબજી મંગાવી લો એટલે તે રોટલી બનાવી લેશેે.પ્રતિે કહ્યું કે, સારું મમ્મી. આ બધું મે સાંભળ્યું પછી મને બહુ જ ખોટું લાગ્યું કે, હું ઘરે છું તો પણ પ્રતિકને કહારથી જમવાનું મંગાવવું પડશે. આથી મે પ્રતિકને કહ્યું કે, તમે રુદ્રાંશને રાખો અને હું આપણે નકકી કર્યું હતું સવારે એ મુજબ ઢોસા બનાવી દઉં છું. પ્રતિમ મારી સામે આશ્વર્ય સાથે તાકીને જોઇ રહ્યા. એમણે મને પૂછયું કે, તું જાતે જ બધું બનાવી લઇશ. મે કહ્યું કે, હા હું બનાવી લઇશ. તમે ચિંતા ના કરો.

ત્યારપછી મે અન્નપૂર્ણા માતાજીનું નામ લઇ જમવાનું બનાવવાની શરૂઆત કરી. ત્યારે મને પણ પોતાના પર અવિશ્વાસ થવા લાગ્ય કે હું બધું જમવાનું બનાવી શકીશ.

મે મારું મન મકકમ કરી દીધું કે આજે જમવાનું મારે જ બનાવાનું છે. એટલે હું મારા કામે લાગી ગઇ. જોતજોતામાંં બધુંં જ કામ બહુ આરામથી થવા લાગ્યું અને વચ્ચે પ્રતિક પણ મને જોવા આવતા કે આને કોઇ મદદની જરૂર હોય તો હું કરી દઉં અને એ બાબત મનેે બહુ જ ગમી. ત્યારબાદ મે ઘડિયાળમાં જોયું તો લગભગ ૭ વાગતા હતા. આથી મે કામમાંંજરીક ઉતાવળ કરી. મને એમ કે, સાસુ અને સસરા આવે એ પહેલા શાક અને દાળ બનાવીને એમને આશ્વર્યકિત કરી દઉં અને મારી કરેલ ગણતરી મુજબ જ થયું. સાડા સાતની આસપાસ મારા સાસુ - સસરા આવ્યા અને એમણે જોયું કે મે જમવાનું બનાવી દીધું છે અને રસોડું સાફ કરીને હું મારા બીજા કામે લાગી છું. કદાચ હું જે વિચારતી હોય એ મુુુજબ મારા સાસુને વિશ્વાસ ન આવ્યો કે વહુ એ રસોઇ કરી દીધી છે આથી તે શાક અને દાળ ટેસ્ટ કરવા લાગ્યા. આથી મે ઉત્સાહપૂર્વક પૂછી જ નાખ્યું કે, મમ્મી કેવું છે જમવાનું? એના જવાબમાં એમણે ફકત સારું છે એમ જ કહ્યું અને મારું મન બેસી ગયું. કે મારા સાસુ તો બહુ ચટાકેદાર અને વધારે મરચું હોય તેવું જમવાનું બના છે. તો કદાચ મારું જમવાનું ફીકકું પડી જશે એમ મને મનમાં લાગવા માંડ્યું.

પોણા આઠની આસપાસ મે પ્રતિકને ઢોસા ઉતારવા કહ્યું. અજીબ છે પણ મારી સાસરીમાં સાઉથ ઇન્ડીયન જમવાનું મારા પતિ જ બનાવે છે અને મને તેમના હાથનું બહુ જ ગમે છે. એટલે પ્રતિકેેઢોસા ઉતારવા માંડયા. ત્યારે રસોડામાં હું અને પ્રતિક જ હતા. તે જ સમયે મારા સાસુ આવીને કહ્યું કે, તમે અને વહુ બંને જમી લો અને હું ને તારા પપ્પા પછી જમીશું. કેેમ કે , રુદ્રાંશ હજી ઉંઘે છે અને હમણા જાગી જશે. મને અને પ્રતિકને આ વાત યોગ્ય લાગી. આથી હું અને પ્રતિક પહેલા જજમવા બેસી ગયા.

જમવા બેસતા જ મને ડર લાગતો હતો કે આજે મે જમવાનું બનાવ્યું છે તો સ્વાદ મારા સાસુ જેવો આવશે કે નહી? મે ધીમેથી પ્રતિકને પૂછ્યું કે, કેવું છે જમવાનું? એના જવાબમાં મારા આશ્વર્યની વચ્ચે પ્રતિકે કહ્યું કે, સાચું કહું? મારા ધબાકારા વધી ગયા. મને લાગ્યું કે મારાથી ભૂલ થઇ ગઇ જમવાનું બનાવવામાં. આથી મે પ્રતિકને ગભરાતા કહ્યું કે, હા બોલો. એના જવાબમાં મારા આશ્વર્યની વચ્ચે પ્રતિકે કહ્યું કે, આજે જમવાનું બહુ જ સારું બન્યું છે અને બીજી વાત એ છે મને મારી અને તારી મમ્મીનું જમવાનું વધારે ગમે છે, પરંતુ ઘણી વાર તું જે અમુક શાાક બનાવે છે એ પણ મને તારા સિવાય કોઇના નથી ગમતા. પણ આજે તે બહુ જ સરસ જમવાનું બનાવ્યું મારા મમ્મી કરતાં પણ સારું. આ સાંભળીને હું તો રાજીના રેડ થઇ ગઇ. મેેતરત જ ઉત્સાહમાં આવીને એમને કહ્યું કે, હવેથી દર રવિવારે હું તમારા માટે કંઇક અલગ જ જમવાનુંં બનાવીશ. એ સાંભળી પ્રતિક હસી પડયા અને કહ્યું કે, આટલા વર્ષથી હું તને આજ સમજાવતો હતો કે મને તારા હાથનું ખાવું છે અને મને ગમ્યું કે તે આજે સામેથી જમવાનું બનાવાની વાત કરી. એ પછી કદાચ મારા કામ કરવાના ઉત્સાહમાં પણ વધારો થઇ ગયો. કદાચ આ જ લગ્ન જીવન હોય - પિયુુુુનું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED