ઋણાનુબંધ પ્રેમ Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ પ્રેમ

ઋણાનુંબંધ પ્રેમ 

પ્રણય અને પ્રિતી ઘણા સમય બાદ એકાંતની ક્ષણમાં એકબીજામાં ખોવાઇને બેઠા હતા. પ્રણય એ પ્રિતીનો હાથ પકડી રાખ્યો હતો જ્યારે પ્રિતી તે પ્રણયના ખભા પર માથું ઢાળીને બેઠી હતી. તેઓ બંને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા પણ એકબીજાને પ્રેમનો એકરાર હમણા જ કર્યો હતો. બંને દુનિયાની પરવા કર્યા વગર એકબીજામાં એટલા ખોવાઇ ગયા હતા કે કયાંય કોઇની પરવા જ નહતી. અચાનક પ્રિતી પ્રણયનો હાથ છોડી ઉઠે છે. પ્રણય આશ્ચર્યથી તેની સામે જોઇ રહે છે અને ફરીથી તેનો હાથ પકડે છે. 

પ્રિતી : પ્રણય, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. 
પ્રણય : મારો પ્રેમ પણ કયાં ઓછો છે તારાથી ? 

‘‘તુમસે પ્યાર ઐસા નહી હૈ, જૈસે ફિલ્મો મે હોતા હૈ,
યે થોડા સા શાંત હૈ, થોડા સા રોજ કા હૈ,
જૈસે બિના બતાયે, તુમ્હારી આદત બન જાના,
ઔર ફીર ઉસ આદત કા કભી ના છૂટના’’

પ્રિતી : જીવનમાં એક બંધનમાં બંધાઇ ગયા બાદ મે આજ સુધી કોઇનો વિચાર નહોતો કર્યો. પણ પછી તમે આવ્યા જીવનમાં........... આકર્ષણ તો હતું જ તમારું. પણ એ આકર્ષણ પ્રેમમાં પરિવર્તિત થઇ ગયું એની તો મને પણ ખબર ન રહી.  
પ્રણય : હમમમ. ..... સાચી વાત..... આટલા સમયથી સાથે હોવા છતાં મને એ એહસાસ જ ન થયો કે હું પણ તને પ્રેમ કરું છું. 
પ્રિતી : ને હવે તમારા વગર દરેક પળ હવે અધૂરી લાગે છે. એમ લાગે છે કે મારા હોવા છતાં પણ તમે મારા નથી. હક ન હોવા છતાં તને પામવાની ઇચ્છા થાય છે. પણ મારું મન મને રોકી લે છે.   
પ્રણય : મને પણ આ જ વિચાર આવે છે. ઘણી વખત ખોટું થયાનો પણ આભાસ થાય છે. પછી વિચાર આવે છે કે ગયા જનમનું કંઇક ઋણ બાકી હશે એટલે જ આપણે મળ્યા છીએ. ભલે ને એ થોડા સમય માટે પણ કેમ ના હોય !!!!  
પ્રિતી : મને લાગે છે કે આપણે આગળ ના વધવું જોઇએ. એક મર્યાદા રાખવી જરૂરી છે. જયાં આપણે સામાજીક બંધનમાં બંધાઇ ગયા હોઇ, એ બધું જ છોડીને એકબીજાના થઇ શકીએ તેમ નથી. ત્યાં સત્યનો સ્વીકાર કરવો જ રહ્યો.  
પ્રણય : તું જ કહે છે એ સાચી વાત છે. પ્રેમમાં મર્યાદા તો જોઇએ જ... એટલે જ મર્યાદા સાથે પ્રેમ જાળવી રાખ્યો છે અને તારી આ વાત જ મને ગમે છે. કેમ કે, તું બહુ જ સમજદાર છે. પણ આપણે બંને એકબીજા વગર રહી શકીશું એ મારા દિલને કંઇ રીતે સમજાવું ??? કયાંક તો તારે મારા માટે વિચારવું પડશે..... 
પ્રિતી : (પ્રણયને પકડી થોડો વધારે નજીક લાવે છે.) તમારું જ વિચારું છું. એટલે જ દૂર રહુ છું પણ તમને એક પ્રોમીસ જરૂરથી આપવા માંગુ છું. 
પ્રણય : બોલ..... (પ્રિતીનો હાથ પકડીને) 
પ્રિતી : જયારે જીવનમાં એમ લાગશે કે હવે કોઇ જવાબદારી કે ફરજો પૂરી કરવાની બાકી નથી અને ત્યારે તમે પણ બધી જ જવાબદારીમાંથી મુકત હશો ત્યારે પણ એકબીજા સાથે હકકથી રહીશું. 

‘‘હું તને પ્રેમ કરું છું એવું કહેવું સરળ છે,
પણ તને ગુમાવીને પણ પ્રેમ કરવો...... એ સાચું હોય છે.
તું મારી પાસે નથી આજે,
પણ હજી પણ મારી દરેક વાતમાં તું જ હોય છે.......
તું મારી કિસ્મત નહોતી,
પણ મારી કહાનીનો સાંથી સુંદર ભાગ તો તું જ છે.
અને કદાચ એ જ પ્રેમ છે....
જયાં મળવું જરૂરી નથી,
પણ ભૂલવું અશકય બની જાય છે.....’’ 
 
પ્રણય : ઓહોહોહોહોહો........ તમે બહુ દૂરનું વિચારી લીધું. પણ ત્યાં સુધી આપણા બંનેમાંથી કોઇ એક હયાત નહી હોય તો ? 
પ્રિતી : (તે પ્રણયના હોઠ પર આંગળી મૂકી દે છે) જો હાલ મળ્યા છે તો આગળ પણ મળીશું. એ નસીબ છે આપણું. કયાંક ગયા જનમનું બાકીમાં હશે ત્યારે જ મળ્યા છીએ. બાકી નસીબના ખેલ છે અને આવતા જનમાં મને વહેલા મળજો તમે... 

‘‘અગલે જનમ મે મુજસે અઠારહ કી ઉમ્ર મે મિલના,
હા, અગલી બાર થોડા જલ્દી આ જાના,
ઇસ જનમ મે તુમ બહુત દેર સે મિલે હો,
સુનો ના... અગલી બાર મુજે તુમ્હારા પુરા જીવન ચાહીયે,
પહેલી ધડકન સે આખરી સાંસ તક’’

પ્રણય : ચલ માની લઇએ. એ સમયે આપણે બંને એકબીજા સાથે રહીએ પણ આપણી ઉંમર જતી રહી હશેને ??? 
પ્રિતી : અરે ઉંમરને શું લેવા દેવા છે ? આપણું મનથી મિલન થવું જરૂરી છે. આપણે એકબીજાના સાથમાં હોઇએ એનાથી વિશેષ ખુશી આપણી કઇ હોય !!!! 
પ્રણય : હા વાતો તો સાચી. પણ પછી સામાજીક બંધનો ? પરિવાર ? આ બધું અવરોધમાં નઇ આવે ? 
પ્રિતી : સામાજીક બંધનોની જવાબદારી આપણે પૂરી કરી લીધી હશે....... અને આપણે એકબીજાનું ત્યારે જ વિચારવાનું જયારે આપણે બંને સામાજીક રીતે એકલા હોઇએ. ત્યારે આપણે સાથે રહીશું.  
પ્રણય : (પ્રિતીનો હાથ હાથમાં લઇને) અને આ સમયની હું આતુરતાથી રાહ જોઇશ... 
પ્રિતી : મને તમારા કરતાં વધારે એ સમયની આતુરતા છે. ત્યારે તમે ૭૦ વર્ષની ઉંમરના હશો. કદાચ ઉંમર પ્રમાણે પ્રેમ પણ વધી ગયો હશે.... (ને પ્રણયની સામે જોવે છે.) 
પ્રણય : હા ચોકકસથી. પણ આટલો સમય આપણે એકબીજાની રાહ જોઇ શકીશું ?  
પ્રિતી : હા જોઇ શકીશું ને...... પ્રેમ છે એમ થોડી ભૂલી જવાય... (ને પ્રણયના ખભા પર માથું મૂકી દે છે.) 

‘‘શાયદ યે સચ હૈ કે ઉમ્મીદે કભી નહી મરતી......
મૈ આજ ભી તુમ્હારે નામ કે
શખ્સ કો એકબાર પલટ કર જરૂર દેખતી હૂ’’

પ્રણય : હમમ..... હું ભુલવા પણ નઇ દઉં....... 
પ્રિતી : ચલો.... તો પછી આજથી આપણો વનવાસ ચાલુ થાય છે.  
પ્રણય : ઋણાનુબંધ પ્રેમનો વનવાસ....... 
  ને પછી પ્રિતી અને પ્રણય એકબીજાની બાહોમાં લાંબા સમય માટે ખોવાઇ જાય છે જયારે આ સમય હવે તેમને કેટલા વર્ષો પછી મળશે..... 

‘‘તુમ્હે છૂના હમેશા રોમાંસ હીં હોતા,
તુમ્હારી રુહ સે અપની રુહ કો થોડી દેર કે લીયે જોડ લેને જૈસા હોતા હૈ
તુમ્હે ગલે લગાના,
માનો સારે ડર, સારી થકાન, એક હી પલ મે પિઘલ જાયે,
બસ એક હી કસક રહતી હૈ તુમ આઓ...
ઔર મુજે યૂ થામ લો જૈસે મૈ તુમ્હારી હી ધડકન હૂ’’

- પાયલ ચાવડા પાલોદરા