ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ I AM ER U.D.SUTHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ

ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ

આજના જમાનામાં ટેકનિકલ અને ઈજનેરી પ્રક્રિયા વધુ સક્ષમ અને ખૂબ જ અસરકારક બની છે. પહેલા એક સમય હતો તેમાં કાષ્ઠકલા ખુબ જ પ્રચલિત હતી. કાષ્ઠકલા દ્વારા બનાવેલી મૂર્તિઓ કાષ્ઠકલાના નમૂના ખૂબ જ અદ્ભૂત હતાં. આ સાથે દરેક જગ્યાએ કાષ્ઠનો ખુબ જ ઉપયોગ થતો લોકો પોતાના ઘરમાં પણ કાષ્ઠ (લાકડાનો) ખૂબ જ ઉપયોગ કરતાં. ઘરની છત, બીમ, ફલોર વગેરે દરેક જગ્યાએ બસ લાકડાનો ઉપયોગ જ કરતાં, પણ હવે જમાનો બદલાયો લાકડાની માંગ અને ઉપયોગ વધારે છે પણ તેની સામે લાકડું મોંધુ અને નહિવત પ્રાપ્ય થતું જાય છે. તેથી તેનો ઉપયોગ પણ હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે. આજે લાકડાની જગ્યાએ પ્લાસ્ટીક ફાઈબર અને સ્ટીલ જેવા મટીરીયલ્સનો ઉપયોગ વધતો જાય છે અને હવે તો મકાનોની બારી દરવાજાની ફ્રેમમાંથી પણ લાકડાનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. હવે લાકડું ઘરમાં ફકત ફર્નીચર બનાવવાને માટે જ ઉપયોગમાં લેવાય છે.આજે ઓછા લાકડાનો ઉપયોગ કરી તેનો બગાડ અથવા વેસ્ટ ન થાય અથવા પ્રમાણમાં ઓછો થાય તે રીતે સુંદર ફર્નીચરોની ડિઝાઈનોની રચના કરવામાં આવે છે અને આ ફર્નીચરોની ડિઝાઈનોને આધારે કેટલું અથવા કેટલા પ્રમાણનું લાકડું જોઈશે તે પ્રકારનો અંદાજ કાઢવામાં આવે છે .સાથે સાથે બનનાર ફર્નીચરકેવું હશે તેને પણ અગાઉથી જોઈ શકાય છે અને આ પ્રકારની ઈજનેરી પ્રક્રિયા અથવા ટેકનિક એટલે ઈન્ટીરિયર ડિઝાઈનીંગ...

ઈન્ટીરિયર ડિઝાઈનર પોતાની કલ્પનાશકિત દ્વારા ગ્રાહકો . માટે તેમની ઈચ્છાનુસાર આરામદાયક અને સુંદર ફર્નીચરની ડિઝાઈનોની રચના કરે છે અને તેના આધારે કારપેન્ટર દ્વારા ફર્નીચરની રચના થાય છે. પણ આમાં ઈન્ટીરીયર ડિઝાઈનર દ્વારા અપાતી ડિઝાઈનમાં કેટલાક કારીગર ભાઈઓ જે નોન-ટેકનીકલ હોય ,ટેકનિકલ બાબતોથી અજાણ હોય તેમને ડિઝાઈન સમજવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે છે અને આની અસર તેમના કામકાજ પર પણ પડે છે. જો તે ડિઝાઈન સમજવામાં ભૂલ કરે તો કામની ડિઝાઈન અને રિયલ વર્કમાં ખૂબ જ તફાવત જોવા મળે છે માટે જ અહી કેટલાક મેઝરમેન્ટસ આપેલા છે જે કદાચ કોઈ વ્યકિતને ડિઝાઈન સમજવામાં કામ લાગી શકે.

ઈન્ટીરિયર ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરેલા ફર્નીચરના પ્લાન અથવા ડિઝાઈનમાં ત્રણ પ્લાન્સનો સમાવેશ થાય છે. પ્લાન, એલીવેશન અને સેકશન......

હવે આ પ્લાન, એલીવેશન અને સેકશન વિશે વાત કરું તો ..

પ્લાન: પ્લાનએ તૈયાર થતા ફર્નીચરનો ઉપરનો ભાગ (દેખાવ) પ્રદર્શિત કરે છે. જેમાંથી ફર્નીચરની પહોળાઈ અને લંબાઈના માપ મળે છે.

એલીવેશન: એલીવેશનએ તૈયાર થતા ફર્નીચરનો સામેનો દેખાવ પ્રદર્શિત કરે છે. જેમાંથી ફર્નીચરની લંબાઈ અને ઊંચાઈના માપ મેળવી શકાય છે.

સેકશન : જે તૈયાર થતા ફર્નીચરને કાલ્પનિક રીતે કાપ્યા પછી દેખાતો ભાગ પ્રદર્શિત કરે છે.

મેઝરમેન્ટ: હવે વાત કરું જો મેઝરમેન્ટની તો મોટેભાગે ઈન્ટીરીયર ડિઝાઈનીંગમાં માપ સેન્ટીમીટરમાં આપેલા હોય છે અને કારીગર ભાઈઓ ઈંચમાં માપણી કરે છે તો ઈંચના સે.મી. કેવી રીતે થાય તે સમજવું પડે.  ૧ ઈંચ બરાબર ૨.૫ સે.મી. થાય પણ જો માપ આ પ્રમાણે આપેલા હોય તો ..

(1)    1/8 = 3 mm,

(2)    3/8 = 9 mm,

(3)    5/8 = 16 mm,

(4)    7/8 = 22 mm,

(5)    1/4 = 6 mm,

(6)    1/2 = 12.5 mm,

(7)    3/4 = 19 mm,

કેટલીક વખત ઈન્ટીરીયર ડિઝાઈનર કોઈ એક પ્લાનમાં કોઈ ઝીણી વિગત દર્શાવવા માટે ડિટેઈલ પ્લાન બનાવી પ્લાન થોડો મોટો (ઝૂમ) કરીને પ્રદર્શિત કરે છે

 

જેથી કરીને થનાર ફર્નીચરની નાનામાં નાની માહિતી મેળવી શકાય.

આમ ઈન્ટીરીયર ડિઝાઈનીંગમાં પ્લાનીંગ દરમિયાન નાનામાં નાની વિગતોને ધ્યાનમાં રાખીને  ફર્નીચરની રચનાની ડિઝાઈન કરવામાં આવે છે અને સુથાર કારીગર ભાઈઓ આ ડિઝાઈનને જો સારી રીતે સમજીને એ પ્રમાણે કામ કરે તો આરામદાયક સુંદર અને ખુબજ ઓછા પ્રમાણમાં લાકડાનો વેસ્ટ કરી સારું અને ટકાઉ ફર્નીચર બનાવી શકાય છે અને સાથે જ જો મટીરીયલના રિ-યુઝ (ફરીથી ઉપયોગ)ને ધ્યાનમાં રાખવામાં આવે તો પર્યાવરણ અને પ્રકૃતિ માટે વધુ ફાયદાકારક બાબત ગણી શકાય અને આમ પ્રકૃતિને ભવિષ્ય માટે બચાવી શકાય....