વેકેશન.....બાળપણની એ સોનેરી યાદો I AM ER U.D.SUTHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

વેકેશન.....બાળપણની એ સોનેરી યાદો

વેકેશન....આ શબ્દ સાંભળતાં જ નાના ભૂલકાઓથી માંડીને ઘરના મોટા સભ્યો જાણે સૌ કોઈના ચહેરા પર સ્મિત આવી જાય છે. તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ જેઓ વર્ષની શરૂઆતથી જ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. અને પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વેકેશન શરૂ થાય એટલે ખુશીથી ઝુમી ઉઠે છે

હમણાં જ પરીક્ષાનો માહોલ પૂર્ણ થયો અને વેકેશનનો માહોલ જામી ગયો છે. 'એક પાંજરામાં પુરાયેલ પંખી જયારે બહાર નીકળે છે ત્યારે એ જેટલું પ્રફુલ્લિત થતું હોય છે, તેટલો જ એક વિદ્યાર્થી શાળારૂપી પાંજરામાંથી પરીક્ષા આપી છુટ્ટા થયા બાદ અનુભવે છે. જયારથી પરીક્ષા ચાલુ થાય ત્યારથી વેકેશન પડવાની તારીખના દિવસોની ઊંઘી ગણતરી શરૂ થઈ જાય છે. અને વેકેશન શરૂ થતાં જ ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે ફરવા કયાં જવું તેમજ આખું વેકેશન શું કરવું, કેવી રીતે પસાર કરવું, જાણે આખી જીંદગી આ એકાદ-બે માસમાં જ જીવી લેવાની હોય તેમ ઘણું બધું વિચારી નાખવું તેમજ કોઈ કચાસ ના રહી જાય તે રીતે આગોતરું આયોજન કરી નાખે છે. આ બધું જોતા જ મનમાં મને એક વિચાર આવે છે. જેમાં યાદ આવી જાય છે, પોતાના બાળપણના એ સોનેરી દિવસો...

 

દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા સાથે વેકેશનમાં અલગ - અલગ માંગણીઓ કરતાં હોય છે. કોઈ કયાંક ફરવા જવાના, તો કોઈ વિડીયો ગેમના, તો કોઈ વળી સાયકલની, અત્યારે પણ વેકેશનમાં માંગણીઓ તો થતી જ હોય છે, પણ આજે તે માંગણીમાં વસ્તુઓ થોડા ઘણાં અંશે બદલાઈ ગઈ છે....પહેલાં વિડીયો ગેમ માંગતાં હતાં. જયારે અત્યારે પ્લેસ્ટેશનની માંગણી કરતાં થયા છે. વેકેશનમાં મામાના ઘરે જવાના બદલે તેનું સ્થાન આજે હિલ સ્ટેશનોએ લીધું છે. આજથી લગભગ ૧૪-૧૫ વર્ષ એટલે કે મારા વખતના વેકેશનની વાત કરું તો વેકેશન એટલે મામા, માસી કે ફોઈના ઘરે જઈ જલસા કરવાના, ત્યાં નવા ભાઈબંધો સાથે રમવાનું, ખાઈ-પીને ફરવાનું...પણ, અત્યારના વિદ્યાર્થીઓને વેકેશન માણતા જોઉં તો તરત જ મનમાં એક વિચાર આવે છે કે જો આ લોકો આજથી ૧૪-૧૫ વર્ષ પહેલાના વેકેશનમાં હોત તો શું સ્થિતિ હોત ? ઘણી વાર તો મને પોતાને એમ થાય છે કે મારે ભગવાનનો (અને મારા માતા-પિતાનો પણ) આભાર માનવો જોઈએ કે મને એ ૧૪-૧૫ વર્ષ પહેલાનું વેકેશન ભોગવવાનો લાભ આપ્યો. એ વખતે આજના જેટલી સુખ-સુવિધાઓ ન હતી, તેથી રમતો પણ એ જ પ્રકારે રમાતી. જેમાં લખોટીઓનું એક આગવું સ્થાન હતું, ભર બપોરે કે ત્રણ વાગ્યાના બળબળતાં તડકામાં પણ સોસાયટીમાં છોકરાઓ અને છોકરીઓ લખોટીઓના દાવ(રમત) ની મજા માણતાં હતા (હા, છોકરીઓ પણ રમતી હતી.) લખોટીઓ તો તે વખતની સૌથી લોકપ્રિય રમત હતી. એમાં પણ જેની પાસે સૌથી વધારે લખોટીઓ હોય તે વ્યક્તિનું તો તે રમતના જગતમાં બહું મોટું નામ ગણાતું આવી જ રીતે એક રમત ગિલ્લી દંડા પણ એટલી જ લોકપ્રિય હતી અને બીજી એવી કેટલીયે રમતો જે મહત્તમ કુદરતી અને પ્રકૃતિના ખોળે જ રમાતી અને આ બધી રમતો ફરજિયાતપણે માટીમાં જ રમાતી. ના કોઈને તે વખતે માટીથી કોઈ એલર્જી થતી કે ન કોઈ ઈન્ફેક્શન અને ના તો કોઈને તડકામાં લૂ પણ લાગતી.આ ઉપરાંત ઘરમાં પણ મનોરંજન માટે મોબાઈલ કે લેપટોપ (કમ્પ્યૂટર) કઈ આટલા હાથવગા નહોતા અને આમાંના એક પણ ગેજેટ્સ કદાચ એ જમાનામાં ભાગ્યે જ કોઈ પાસે હશે તેમજ ઘરની અંદર પણ ટીવીમાં પણ ચેનલ પર જે ફિલ્મ બતાવવામાં આવે તે ફરજિયાત પણ જોવી જ પડતી તેમ છતાં પણ તેમાં ખૂબ રસ પડતો.એ વખતે મારા ઘરે છાપુ (પેપર) નહોતું આવતું તેથી બાજુવાળા પડોશીના ઘરે જઈને લઈ આવતો અને કઈ ચેનલ પર કેટલા વાગ્યે કઈ ફિલ્મ આવવાની છે તેનું એક લીસ્ટ બનાવી નાખતો અને કદાચ એ ચેનલ ના પણ આવતી હોય તો મિત્રના ઘરે જઈ મિત્રની સાથે બેસીને જોતાં. (અત્યારે મોબાઈલ કે કમ્પ્યૂટરમાં ૨૦ થી રપ મનગમતી ફિલ્મો હોવા છતાં પણ તે જોવાનો સમય નથી.)

 

આથી પણ વિશેષ સોસાયટીમાં કે આસપાસની સોસાયટીમાં જયાં પણ કોઈના મકાનનું કામ ચાલુ હોય ત્યારે તો બહું જલસા જ પડી જતાં (આવો શબ્દ પ્રયોગ કરવા પાછળનો હેતુ એજ છે કે હવે રેતી વિશે હું જે કંઈ પણ લખું છું એ લખતાં મારું મન ખુશીથી ઝૂમી ઉઠે છે.) કોઈનું ઘર બનતું હોય એટલે રેતી આવે અને અને રેતી આવે એટલે જાણે અમારો આખો બગીચો આવી ગયો હોય એવું લાગે. સાંજે ઠંડક થાય એટલે રેતીના ઢગલામાં ખાડો કરી, તેમાં ખુરશી બનાવી તેમાં જ બેસતાં, રમતા, વળી તે જ રેતીમાં હાથ ખુંપી રમત રમતા, રેતીના ઘર અને કિલ્લા બનાવતાં.અત્યારે પણ એક સિવિલ એન્જિનીયર તરીકે કોઈ સાઈટ પર મુલાકાત દરમિયાન કોઈ મકાનના કામ અર્થે રેતી ટ્રકમાંથી થલવાતી જોઉં ત્યારે એ જ જુના દિવસો યાદ આવી જાય છે. અત્યારના બાળકોને વેકેશનમાં જયારે એ પ્રકારની રમતો રમતાં હું જોતો નથી ત્યારે વારંવાર મનમાં એ જ સવાલ આવી જાય છે. કે 'ખરેખર કયાં ગયાં બાળપણનાં એ મારા સોનેરી દિવસો'

વેકેશન તો તે વખતે પણ આવતાં અને આજે પણ આવે જ છે, બસ તેને માણવાની પધ્ધતિઓ બદલાઈ ગયી છે. બસ નથી તો એ માટી....અને એ કુદરતના ખોળે રમાતી રમતો.....

 

લેખન : યુ.ડી.સુથાર