તું જળ નહીં...
|| Quote_Daily ||
તરસ શોધ...
ખુશીનું એક બહાનું...
સરસ શોધ...
તું પ્રેમ નહીં....
વિશ્વાસ શોધ...
બે મન વચ્ચે...
મળતો પ્રાસ શોધ...
તું પ્રકાશ નહીં...
સવાર શોધ...
નવી પરોઢે સકારાત્મક...
નવો વિચાર શોધ...
તું શબ્દો નહીં...
તેના ઊંડાણ શોધ...
નયનથી વાંચે ને હૃદયે ઉતરે...
એવો એક "મિત્ર" શોધ...!!!
|| Stay_Positive||...........(1)
|| Quote_Daily ||
|| માનવજાત ||
પંખીઓને જોઈ,આવ્યા ઘણા વિચાર,
નથી બેંકમાં ધન, અનાજ કે નથી ઘરબાર.
શું ખાવા મળશે ને ક્યાં,નથી કોઈ ખબર,
તાપને ઠંડી સહન કરે છે,બારેમાસ બેસુમાર.
છતાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ.
પ્રભુ પર શ્રધ્ધા રાખી,જીવે છે દિવસ અને રાત.
અને જુઓ વિશ્વમાં સૌથી શક્તિશાળી આ માનવજાત,
બધું હોવા છતાય,કરે છે રોજ રોજ પ્રભુને અનેક ફરિયાદ.
|| Stay_Positive||
|| કાવ્ય ||..................(2)
માપપટ્ટી
માપવી તી ઊંચાઈ મારે…
આ ધરાતલ થી સ્વર્ગ સુધી…
કીડીના દર થી છેક ઈશ્વર ના ઘર સુધી…
પણ,બનાવી આપે એવી માપ પટ્ટી….
નથી મળ્યો એવો કારીગર મને હજી આજ દિન સુધી….
|| Stay_Positive||...........(3)
શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે.
હંમેશા કામ માટે ઘરથી દૂર રહેવાવાળા, ઘરમાં જ રહેવા મજબૂર હશે.
સરસ મજાનું ઉનાળાનું વૅકેશન,સ્કૂલ-કોલેજો બંધ હશે,
તેમ છતાં બહાર ફરવા જવા પર લોકોને પાબંદી હશે.
શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે.
હંમેશા વૅકેશન ની રાહ જોનારા ને ,પણ દરરોજ રવિવાર હશે.
ઘરમાં બેસીને જ કામ કરવાનું,ઓફિસે જવાની મનાઈ હશે.
ઘરે બેસી કામ કરતા, ખાતા માં પગાર હશે.
શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે.
હવા બનશે શુદ્ધ અને ચોખ્ખી, છતાં મોઢે માસ્ક હશે.
સુંદર મજાના હાસ્યવાળા, ચહેરા પર પણ નકાબ હશે.
દૂર રહેલા પર્વતો રળિયામણા, એકદમ નીકટ હોવાનો અહેસાસ થશે.
પંખીઓ આકાશમાં ઉડતા, ને માણસ પિંજરામાં હશે.
શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે.
મંદિર,મસ્જિદ, ચર્ચ,ગુરુદ્વારા, બંધ કરીને ભગવાન હોસ્પિટલ અને રસ્તાઓ પર હશે.
વિશ્વની અન્ય તમામ આર્થિક ગતિવિધિઓ બંધ, ને વિશ્વ આખું lockdown હશે.
એકવીસમી સદી ના બીજા દશક નો અંત, અને વર્ષ 2020 હશે
શું કોઈએ વિચાર્યું હતું કે, જીવનમાં એક દિવસ આવો પણ હશે.
|| Stay_Positive||...........(4)
યાદ રાખજે કે જ્યારે તું સંઘર્ષ કરે છે ત્યારે તું એકલો છો, પણ જ્યારે તેને સફળતા મળશે ત્યારે તારી આજુબાજુ આખી દુનિયા ઊભી હશે, યાદ રાખશો જેની જેની ઉપર આ દુનિયા હસે છે, તેમણે ઈતિહાસ રચ્યો છે
આપણે સૌ જાણીએ છીએ કે તારાની વચ્ચે રહીને પણ ચાંદ એકલો ઝગમગે છે, મુશ્કેલીમાં એકલા માણસ જગમગે છે, કાંટાથી ગભરાશો નહિ મારા મિત્રો કેમ કે કાંટામાં જ એકલું ગુલાબ હાસ્ય કરે છે......✍
|| Stay_Positive||...........(5)
બધું જ લોકડાઉન નથી!
સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન લોકડાઉન નથી!
ચંદ્ર , તારા , ગ્રહો, ઉપગ્રહો લોકડાઉન નથી!
પંખીનાં ટહૂકા, પશુઓનાં અવાજ લોકડાઉન નથી!
પ્રેમ,દયા, સહાનુભૂતિ કશું જ લોકડાઉન નથી!
પરિવાર અને સગા વ્હાલાનો સ્નેહ લોકડાઉન નથી!
વાતચીત,સંવાદ, પ્રત્યાયન લોકડાઉન નથી!
સર્જન, અનુભૂતિ, સંવેદના, સ્મૃતિ લોકડાઉન નથી!
કલ્પના ,આશા, ઈચ્છા, તમન્ના લોકડાઉન નથી!
સપના, ઊંઘ, ભૂખ, તરસ કશું જ લોકડાઉન નથી!
પ્રાર્થના, ધ્યાન, સ્મરણ પણ લોકડાઉન નથી!
ઉત્સાહ, ઉમંગ, ઊર્મિઓ લોકડાઉન નથી!
જોયું ને!?
આપણી 'હાયહોય' અને 'આંધળી દોટ' સિવાય કશું જ લૉકડાઉન નથી!
જે છે તેને જાણીએ , માણીએ ને વખાણીએ
માત્ર મન અને હૃદય લોકડાઉન ન થવા દઈએ
વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લોકડાઉન ન થવા દઈએ
કંઈક નવું, અનોખું, અભિનવ કરવાની ઈચ્છાઓને લોકડાઉન ન થવા દઈએ
|| Stay_Positive||...........(6)