સ્વમુલ્યાંકન- દૃષ્ટિકોણ I AM ER U.D.SUTHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વમુલ્યાંકન- દૃષ્ટિકોણ

મિત્રો સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા દરેક વ્યક્તિની આંખોથી અલગ છે. સફળતા એટલે શું? એવું જો કોઈને પૂછવામાં આવે તો દરેક વ્યકિત-વ્યકિતએ એની વ્યાખ્યા અલગ - અલગ હશે, હું એમ કહું તો પણ ચાલે, મતલબ કે દરેક વ્યકિતનો પોતાનો એક અલગ દષ્ટિકોણ હોય છે. દરેક વ્યકિત સફળ થવા માગે છે અને સફળતા હાંસલ કરવા માટે કોઈને કોઈ જગ્યાએ કોઈ કાર્યમાં ભાગ જરૂર લે છે. અને દરેક વ્યકિતને સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ અને તે બાબતે પાછળ પણ ન રહેવું જોઈએ. પણ પરિસ્થિતિ ત્યારે વિકટ બને છે જયારે વ્યકિત તેને કરેલા દરેક કાર્યમાં નિપુણતા મેળવવાની આશા સાથે કાર્ય કરે છે અને તે મેળવવા તે દિશામાં ચાલતા-ચાલતા અમુક સમય પછી સફળતા નહિ મળે એવું જણાઈ આવે તો પછી તેના મનમાં નિરાશાનો ઉદ્ભવ થાય છે અને એ નિરાશાને દૂર કરવા માટે જે-તે વ્યકિત અમુક પ્રેરકવાણી, પ્રેરક વાર્તાઓ અને બીજી અન્ય ઘણી બધી વસ્તુઓનો આશરો લે છે. અને પોતાની નિરાશા દૂર કરવાના પ્રયત્નો કરે છે ને વળી પાછો ઉત્સાહ સાથે એના કાર્યમાં લાગી જાય છે. પરંતુ તેમ છતાં અમુક એવાં કાર્ય હોય છે. જેમાં જલદી સફળતા મળતી નથી અને ગમે તેટલા પ્રયત્ન કરો એમાં સતત નિરાશા જ હાથ લાગતી હોય છે અને લક્ષ્ય મેળવવામાં સફળ થઈ શકાતું નથી. ત્યારે આપણને અમુક પ્રશ્ન ચોક્કસ થાય છે. જેમ કે, આવું જીવનમાં શા માટે થાય છે? શા માટે આટલી સખત મહેનત કરવા છતાં હું મારા લક્ષ્યને પામી શક્તો નથી ? શા માટે મારા લક્ષ્ય મેળવવા કાર્યમાં અવરોધ આવે છે? વગેરે...

સામાન્ય રીતે બધાની જેમ મને પણ આ બધા પ્રશ્નો થયા કરે છે. હું પણ કોઈ કાર્યમાં સફળતા મેળવવામાં નિષ્ફળ જાઉં અથવા તો મારું લક્ષ્ય ચૂકી જાઉં છું. અને વધારે નિરાશ થાઉં છું ત્યારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો. મહાપુરુષોની પ્રેરક વાર્તાઓ, પ્રેરક કિસ્સાઓ વગેરેમાંથી જવાબ મેળવવાની કોશિશ કરતા આ પ્રશ્નનો જવાબ મળ્યો પણ ખરો. જે હું તમને સ્વામી વિવેકાનંદની એક વાર્તા દ્વારા આપવાનો પ્રયત્ન કરીશ. એકવાર સ્વામી વિવેકાનંદ પાસે એક માણસ આવ્યો જે ખુબ જ ઉદાસ અને અસ્વસ્થ હતો. તેણે વિવેકાનંદને કહ્યું કે સ્વામીજી હું મારા તમામ કામો ખુબ જ મહેનત સાથે કહું છું છતાંય હું એમાં સફળ થતો નથી. જયારે મારી સાથેના કેટલાય એવા લોકો છે જે મારા કરતા પણ ઓછી મહેનત કરે છે છતાં તે એ કાર્યમાં સફળતા મેળવીને એ કાર્ય પૂર્ણ કરે છે. હું જ કેમ અટવાઈ જાઉં છું ? મને મારી આ સમસ્યાનો ઉકેલ નથી મળતો આપ મારી આ સમસ્યાનો ઉકેલ મને જણાવો. આ વાત જાણી સ્વામી વિવેકાનંદ થોડુંક હસ્યા અને કહ્યું એક કામ કર મારા આ પાલતું કુતરાને તું ફરવા લઈ જા તને તારા આ પ્રશ્નનો ઉકેલ ત્યાંથી જ મળશે. પેલો માણસ તો સ્વામીજીની વાત માનીને તેમના પાલતું કૂતરા સાથે ત્યાંથી નિકળી પડયો. કેટલાક સમય પછી જયારે એ માણસ કૂતરા સાથે પાછો ફર્યો ત્યારે તેના ચહેરા પર ખૂબ જ ઉત્સાહ જણાઈ આવતો હતો જયારે બીજી તરફ સાથે આવેલો કૂતરો સંપૂર્ણ પણે થાકીને લોથપોથ થઈ ગયો હતો. આ જોઈ સ્વામી વિવેકાનંદ એ તે વ્યકિતને બોલાવ્યો અને પૂછ્યું કે તું મારા આ કૂતરાને સાથે લઈને ફરવા ગયો હતો પરંતુ આ કૂતરો ખુબ જ થાકેલો જણાઈ આવે છે તેજ થાક મને તારા ચહેરા પર કયાંય જણાઈ આવતો નથી.

આ સાંભળતાં જ તે વ્યકિત બોલ્યો. સ્વામીજી હું મારા રસ્તામાં સીધા રસ્તા પર જ ચાલતો ગયો પરંતુ આ કૂતરો એ રસ્તામાં આવતાં તમામ ગલીઓના કૂતરાઓ સામે ભસતો અને તેમની પાછળ એ ગલીઓમાં ભાગતો

અને ફરી પાછો મારી પાસે આવી જતો. આથી જ સરખો રસ્તો હોવા છતાં તે મારા કરતાં વધારે માણે એટલે વધારે થાકી ગયો.

 

એ ટાણું સાભળીને સ્વામી વિવેકાનંદ એ કહ્યું કે બસ આજતકરો છો. પરંતુ એ કરમિયાં અને એક આમ વ્યક્તિ બંને એક જ સમાન રસ્તા પર ચાલો છો. એક સરખી મહેનત કરો છો, પરંતુ એ કરમિયાન તુ તારી તુલન બાજિલાને સાથે કરે છે. તેમની દેખાદેખી કરે છે. તું એ લોકોનું જીવન જીવવાની કોશિશ કરે છે. જેના કારણેન તારી પોતાની ખાસિયત ગુમાવી દે છે અને પોતાના રસ્તા પરથી ભટકી જાય છે. પરિણામે પથ લાંબો થઈ જાયણ ને તું થાકી જાય છે અને ધીમે ધીમે હતાશ થઈ જાય છે.

આથી જો તું તારા કોઈ પણ કામમાં પૂર્ણ રીતે સફળ થવા માંગતો હોય તો તારા કાર્યને ખૂબ જ મહેનત અને લગન (વિશ્વાસ) થી પોતાની રીતે કર, કોઈની સાથે દેખાદેખી કે તારી તુલના કોઈ અન્ય સાથે કરીને નહિ. સફળતા મેળવવા માટે અન્ય લોકોમાંથી પ્રેરણા લઈ શકાય, કંઈક શીખી શકાય પરંતુ એમની નકલ કરીને કે ઈર્ષ્યા કરીને પોતાની સર્જનાત્મકતા ગુમાવી ન દેવાય.

સફળ લોકો કયારેય પોતાની સરખામણી અન્ય સાથે કરતાં નથી, કે નથી કયારેય કોઈ સાથે સ્પર્ધા કરતાં. તેઓ પોતાની ભૂલોમાંથી કંઈક શીખ લે છે. આ દુનિયામાં સફળતા અને નિષ્ફળતાં જેવું કંઈ જ નથી. એક ગરીબ માણસ પણ સફળ થઈ શકે છે. અને એક અમીર માણસને પણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમારો અભિગમ જ સફળતા અને નિષ્ફળતા નક્કી કરે છે. તેથી જ તમારા ધ્યેયો જાતે નક્કી કરો અને સીધી રીતે તે મેળવવા માટે

પ્રયત્ન કરો જેથી પથ લાંબો ન થઈ જાય.. અને સફળતા મેળવવામાં વિલંબ ના થાય.