આજનો ભારતીય યુવાન ... I AM ER U.D.SUTHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજનો ભારતીય યુવાન ...

આજનો ભારતીય યુવાન .....

("શિક્ષિત પણ બેરોજગાર,બેજવાબદાર અને દેવાદાર ભારતીય યુવાન")

 

==========================================================================================

              આમ તો વિષય પર લખવા બેસીએ તો ઘણાં પાસા ધ્યાન માં લઇ ને આ વિષય પર ઘણું બધું લખી શકાય અને કહી શકાય પણ અહી આજે હું એક ખાસ અને અગત્યની વાત રજૂ કરવા માગું છું કદાચ આ વિશે ચર્ચા થાય તો સામસામે સારા ખરાબ બંને પાસા પર ઘણી વિગતવાર ચર્ચા થઈ શકે પણ હું અહી આજની જે પરિસ્થિતિ છે એ ધ્યાને લઈ મારા વિચારો રજૂ કરું છું ...કદાચ અત્યારે એની શરૂઆત ગણીએ તો આ સ્થિતિ લાંબા સમયે વિકટ પરિસ્થિતિમાં ના પરિણમે એ બાબતે ખરેખર વહેલી તકે વિચારવા જેવું રહ્યું...

·       હવે વાત થોડી વિષય તરફ કરું તો ... શિક્ષિત પણ બેરોજગાર...

          જ્યારે સમાજમાં કોઇ કાર્યક્રમ કે કોઇ પ્રસંગમાં કોઇ યુવાનના અભ્યાસ બાદ શુ કરી રહ્યો છે ?  એ બાબતે કોઇ ચર્ચા છેડાઇ જાય તો તેમાં કોઇ નોકરી કરે છે,કોઈ નાનો-મોટો ધંધો કરે છે એવું જાણવા મળે ત્યાં સુધી તો ઠીક પણ કોઈ બેરોજગાર છે અથવા તો નોકરીની શોધમાં છે એવું જાણવા મળે તો એની ચર્ચા ને અંતે છેલ્લે તો એ તારણ પર જ પહોંચે કે ... સરકારી નોકરી મેળવવા માટે જ પ્રયત્ન કરી રહ્યો છું પણ કોઇજ સફળતા મળતી નથી સરકારી નોકરી હોય  તો  સારું દર માસે ખાતામાં સેલેરી જમાં થઈ જાય એટલે ભવિષ્યની  કોઈ ચિંતા નહિ જીંદગી સેટ થઈ જાય બીજું કે લાયકાત મુજબની ખાનગી નોકરી કે એ મુજબ યોગ્ય મહેંતાણું મળે એમ છે નહી ને પોતાનો ધંધો સ્થાપવા માટે જરુરી એવો સપોર્ટ કે અનુભવ છે નહી તો આવી વિચારસણી ધરાવતા માણસો જ બેરોજગારી વધારવાનું કામ કરે છે એટલેજ  મારા એવા સ્વજનો ,વડીલો કે યુવાન મિત્રોને જણાવવાનું કે પ્રયત્ન કરો ..જ્યા સુધી તમારું લક્ષ્ય ન મળે ત્યાં સુધી પણ જો એ પ્રાપ્ત ન થાય તો એમાં હતાશ થવાની જરૂર નથી બની શકે કુદરત એ તમારા માટે બીજા કોઈ માર્ગની વ્યવસ્થા કરી હોય બસ તમારે એ માર્ગને શોધીને મહેનતના વાહન દ્વારા ત્યાં પહોંચવાની જ રાહ જોવાતી હોય તમે એ માર્ગ શોધો ને એ તરફ પુરુષાર્થ કરવા લાગો તો સફળતા તમને પણ ચોકકસ મળશે જ ..ને સરકારી નોકરી જ બધું નથી.જોવા જઈએ તો પહેલાના સમયમાં ભણતર ઓછું હતું સામે નોકરી મુજબ ના લાયકાત વાળા માણસો ઓછા હતા કારણકે એ સમય એટલા લાયક થવા માટે આગળ ભણવા માટે પણ લોકો પાસે પૈસા ન હતા ,જરૂરી સગવડ ન હતી  કોઈ વ્યવસ્થા ન હતી પણ તેમ છતાં જે લોકો એ પરિસ્થિતિને ચીરી ને ભણીગણી ને આગળ આવ્યા એ લોકો એ ચોક્કસ સરકારી નોકરી મેળવી જ હતી ને જે નહોતા મેળવી શક્યા એ પણ પોતાના શિક્ષણ થકી મહેનત થકી નાના પાયે શરૂઆત કરી પોતાનો ધંધો આગળ વધારી  સફળતા પ્રાપ્ત કરી જ છે પ્રગતિ કરી જ છે અને આજે પણ તેઓ  પ્રગતિ અને સફળતાનો સ્વાદ ચાખી રહ્યા છે...અને આજે જ્યારે પરિસ્થિતિ વિપરીત છે શિક્ષણ નું પ્રમાણ વધ્યું છે જરૂરી બધી સગવડો મળી રહે છે એટલે સામે એ મુજબ સરકારી નોકરી મળે એમ છે નહિ કારણ કે ગુજરાત ની સાડા છ કરોડની વસતી સામે માત્ર ૧%  કે ૨% લોકો ને જ નોકરી મળી શકે ને આજ કારણે ફક્ત સરકારી નોકરી મળી જાય એજ આશાએ બેસી રહેતા યુવાનો જ આજે શિક્ષિત બરોજગાર તરીકે ઓળખાય છે .નોકરી માટે ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ધીરજ રાખીને ધ્યાન ભટકાવ્યા વિના  સખત મહેનત કરી શકે એજ  સફળ થઈ શકશે એ જ નોકરી  મેળવી શકશે ...બાકીના ૯૮% એ તો બીજો કોઈ માર્ગ જ પકડવો રહ્યો. ભણેલા છો એટલે જ નોકરી મળે એવું હવે આજના સમયમાં શક્ય નથી ...એટલે જ કહું છું કે મેહનત કરો સરકારી નોકરી મળી તો સારુ, ના મળે તો સૌથી સારું એમાં કોઈ હતાશ થવાની જરૂર નથી ...જો તમે સમાજમાં તથા તમારી આસપાસ નજર કરશો તો પણ તમે ચોક્કસ પણે જોઈ શકશો કે સરકારી નોકરી ન કરી પોતાનો ધંધો કે રોજગાર કરનારા લોકો પણ જીવનમાં ઘણા આગળ હશે ....એટલે નોકરી જ બધું છે એવું નથી તમારા માં આવડત હોવી જોઈએ પોતાના શિક્ષણ નો યોગ્ય ઉપયોગ કરી ને જીવનમાં પ્રગતિ કરવાની ...શિક્ષણ જીવનમાં પ્રગતિ કરી શકાય એ માટે મેળવવું જરૂરી છે નહિ કે સરકારી નોકરી મેળવી શકાય એ માટે. મે મહેનત  કરી પણ  મને જોઈએ એવી સફળતા ન  મળી એટલે અત્યારે હું મારા એજ મહેનતના શસ્ત્ર થકી બીજો માર્ગ પકડી આગળ વધવાની કોશિશ કરીશ એવી દ્રઢ માનસિકતા હોવી જોઈએ. અંતે નોકરી કરો કે ધંધો કરો બંનેમાં ધીરજ અને પુરુષાર્થ સરખો જ છે ખાલી સરકારી નોકરી મળી જવાથી જીવન સફળ થઈ જતું નથી ત્યાં પણ જીવનના પડકારો અને સમસ્યાઓ તો માર્ગમાં આવે જ છે તથા ધંધો કરો કે નોકરી મુળ હેતુ તો જીવનમાં સફળતા જ મેળવવાનો હોવો જોઈએ

 

·       હવે એક બીજી વાત પર ખાસ ધ્યાન દોરવા માગીશ..... બેજવાબદાર અને દેવાદાર ભારતીય યુવાન...

 

          પહેલા નાં જમાનામાં એક કમાનાર અને 10 ખાનાર હતાં છતાંય કોઈ દિવસ દેવું કરવાની જરૂર નહોતી પડતી કેમ કે ખર્ચ ફક્ત જરૂરત ની વસ્તુ પર થતો, શોખ મર્યાદિત હતા, પોતાના મન પર કાબૂ હતો, જતું કરવાની (ચાલશે,ફાવશે અને ભાવશે ) ની ભાવના હતી, બીજાના મહેલ જોઈને પોતાના ઝૂપડા ના બળાય એ સમજ દરેક વ્યકિત માં હતી.હવે અત્યારે માં બાપ કે પરિવારની જવાબદારી માટે પૈસા નથી પણ લોકો ને દેખાડો કરવા ,લોકોને બતાવવા  માટે હેસિયત બહાર જઈને મોંઘા ફોન, સ્માર્ટવોચ, મોંઘા રેસ્ટોરેન્ટ માં નાસ્તા પાણી , મોંઘી પિકચર ની ટીકીટ વિગેરે માટે પૈસો ખર્ચ  કરવો મોટાભાગના ને ગમે છે પણ એક વસ્તુ નડે છે. કમાણી એટલી હોતી નથી કે અવારનવાર આવા ખર્ચા થાય...અને પરિસ્થિતિ ને સમજવાની સમજદારી પણ હવે મહદઅંશે ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે ..ભલે ને પરિસ્થિતિ ખરાબ જ કેમ ના હોય ...શરમ અને સંકોચ ને લીધે પણ નતમસ્તક થયી ને પણ આવા હેસિયત બહાર ના ખર્ચા કરવાની જાણે ફરજ પડી ગયી હોય એમ લોકો જોડાઈ જાય છે. સામાજિક સ્તરે પણ દેવું કરીને લોકોને દેખાડો કરવા ધૂમધામ થી લગ્નનું ઘરઆંગણે આયોજન કરે છે પણ સમાજ દ્વારા બધીજ સગવડ સાથે આયોજિત કરવામાં આવતાં સમૂહ લગ્નોમાં કોઈ જોડાવા માંગતા નથી...આજ હાલત પરણેલાની પણ છે. ફોરેન ફરવા જવું, દર અઠવાડિયે પંદર દિવસે રિસોર્ટ માં જવું, અઠવાડિયા માં 2-3 વાર બહાર જમવા જવું, સ્વીગી અને ઝોમાટો માંથી અગણિત વાર નાસ્તા પાણી મંગાવવા, બીજા કંઈ કરે કે ખરીદે એટલે પોતે પણ એ કરવાની જીદ હોવી . પણ આ બધા ની સામે પણ એ જ પ્રોબ્લેમ. કમાણી ઓછી અને ઇચ્છાઓ મોંઘી.આ દેખાડો, બિનજરૂરી ચીજો અને મોંઘા શોખ ને પહોંચી વળવા યુવાનો તરત જ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે અને બિન્દાસ ખર્ચ કરે છે. બેંકો પણ હોશિયાર છે. આજીવન કોઈપણ ફી વગરનાં કાર્ડ મોટી લિમિટ સાથે આપી દે છે. એટલે પછી મોટાં ખર્ચા અને ભરવાનો ટાઈમ આવે ત્યારે હપ્તા માં રૂપાંતર કરી પ્રતિદિન 2.5 ટકા સુધીનું વ્યાજ ભરે છે.જે બેંકને પાછા આપવાના બાકી છે. આમાં કોઈ ધંધાની લોન નથી. આ રોજિંદા ખર્ચા અને મોજશોખ છે જે ક્રેડિટ કાર્ડ મારફતે કરવામાં આવે છે. મહત્તમ ખર્ચની પ્રથમ બે કેટેગરી છે ટ્રાવેલ અને ઓનલાઇન શોપિંગ. હદ વગરનું રખડવું અને બિનજરૂરી વસ્તુનું શોપિંગ.

 

હવે ખાલી એટલું વિચારો કે જેમ જેમ સમય આગળ વધે છે એમ એમ યુવાનોતો માર્ગ પરથી ભટકી  રહ્યાં છે તો પછી આ દેવાની રકમ ક્યાં જઈને અટકશે.

 

આ મારો લેખ સમાજના યુવાનો  સમક્ષ મારો એક વિચાર છે  આજની પરિસ્થિતિ જોતા એક પ્રકારે અરીસો દેખાડવાની વાત  છે. હું કોઈની જિંદગી  જીવવાની રીત ને સારી કે ખરાબ નથી કહેવા માંગતો પણ આ બધું ખર્ચ જો તમારી આવકના ૨૦% ખર્ચ માં થઈ શકતું હોય તો કરો એમાં કોઈ વાંધો ના હોવો જોઈએ કારણકે  માણસ  પોતે કમાણી  મોજશોખ થી પોતાનું જીવન જીવી શકાય એ માટે જ કરતો હોય છે કે જેથી આરામદાયક જીવનનું પોતાના માટે ને પોતાના પરિવાર માટે સર્જન કરી શકે  પણ એ જીવન દેવું કરીને ઊભું કરો એ ખરેખર કેટલા અંશે વાજબી ગણી શકાય. કોઈપણ પ્રકારનું દેવું એ તમારા આખા પરિવાર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

 

જો અત્યારના યુવાનો પોતાના મન પર થોડો કાબૂ, ભવિષ્યનો થોડો વિચાર, અને એમના જીવનસાથી થોડા સમજું બનીને રહે તો ભવિષ્ય નર્ક બનતા બચાવી શકાય છે. ઘણા તો એવા જોયા છે કે જિંદગી માં સાપુતારા થી આગળ ગયા નાં હોય અને લગ્ન પછી યુરોપ ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે અને પછી બચેલા પૈસામાં ઉતરતા વિસ્તારમાં ઓછા ભાડા વાળા ઘર શોધી પોતાની અને પોતાના પરિવાર ની સેફ્ટી જોખમમાં મૂકે છે. બાળકો માટે સારી સ્કૂલ ની ફી ભરવાની હેસિયત રહેતી નથી. માં બાપ ને તો ગણતા જ નથી એટલે એની ચર્ચા કરવી વ્યર્થ જ છે.

 

આ વાંચીને વાંચનાર દરેક ના મનમાં  એક ખૂબ કોમન સવાલ આવવાની  શક્યતા છે.

 

જીવન એન્જોય કરવા માટે અને  સપના પુરા કરવા માટે છે તો પછી  એનાં માટે જે રીતે પૈસા ભેગા કરવા પડે એ અમારે જોવાનું.. તો એનો એક જ જવાબ છે. જીવન એન્જોય કરવા કે સપના પૂરા કરવા માટે છે પણ પ્રમાણિક પણે મહેનત કરીને ,બચત કરીને,  પોતાની જવાબદારી સમજી તેને પૂર્ણ કરીને  પછી બધા જ શોખ પૂરા કરે.તમે જે ધીરજ અને સહનશક્તિ થી પરિસ્થિતિ ને સમજી ને જે પ્રગતિ કરી છે એના માટે તમે જ હકદાર  છો.

 

 

છેલ્લે એક વિનંતી:

મોજશોખ નું અસ્તિત્વ જવાબદારીને પૂર્ણ કર્યા પછી જ જન્મ લેવું જોઈએ નહિતર તમારા પોતાના ભવિષ્ય નું અસ્તિત્વ જોખમ માં મુકાઈ જશે.

 

વાંચવા માટે તમારો સમય આપવા બદલ આભાર.