નિલક્રિષ્ના - ભાગ 13 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 13

આ બાજુ હેત્શિવાની બોટ ભયાનક તૂફાનમાંથી તો નિકળી ગઈ.પરંતુ એ વસ્તુ કોઈ જ જાણતું ન હતું કે,સમુદ્રની આ કંઈ જગ્યાએ પહોંચી ગયા હતાં.પરંતુ જે હવે મુસીબત ઉભી થવાની હતી એ વધુ ખોફનાક હોય એવું લાગી રહ્યું હતું.

આ સમુદ્રી જંગલમાં બોટ એવી જગ્યાએ ફસાઈ હતી કે,ત્યાંથી એનું નિકળવું અશક્ય હતું.ત્યાંથી આગળ જવાનો રસ્તો સાવ બ્લોક જ થઈ ગયો હતો.તેથી બધાં પ્રાણીઓ પોતાના વિશાળ સ્વરૂપ ફરી ધારણ કરી બોટલમાંથી બહાર નિકળીને એ સમુદ્રી જંગલની સારી જગ્યા શોધી છુપાઈ રહ્યાં હતાં.પરંતુ રેતમહેલ વગર બધાં જીવોની સુરક્ષા અસંભવ હતી.કેમ કે,બીજા દરિયાઈ જળચર પ્રાણીઓ અને રેતમહેલના પ્રાણીઓ વચ્ચે ઘણો ફેર હતો. 

   આ અરબ સમુદ્રના જંગલમાં એક સારી જગ્યાએ પહોંચ્યા પછી બધાંએ નિરાંતનો શ્વાસ તો લીધો.આટલા મોટા તોફાનમાંથી નિકળ્યા બાદ પણ એનાં પર હજું કોઈ ખતરો મંડરાયેલો હોય એવું લાગી રહ્યું હતું.અડધું પાણીમાં અને અડધું કોઈ અજાણ્યા પ્રાણીઓથી બચવા માટે સતેજ કરેલું શરીર અરબ જંગલમાં એ રીતે છુપાવીને સંતાયા હતાં.ત્યાં અચાનક ધરાની નજર સમુદ્રમાં રહેલા એક વૃક્ષ પર પડી.નજરે ચડતા આ પર્ણ વગરનું વૃક્ષ ધરાનાં મનમાં એક પહેલીને જન્મ આપી રહ્યું હતુ.પૃથ્વી પર હતી ત્યારે એ આવાં વૃક્ષને જોતી કે એનાં તરફ નજર જતી,ત્યારે ત્યારે એના મનમાં હલચલ મચી હતી.
આવો અદ્ભૂત મનોભાવ અહીં દરિયાઈ વૃક્ષને જોતાં જ એનાં મુખ પર આવી રહ્યો હતો.વૃક્ષ સાથેનો આ લગાવ એ સમજી શકતી ન હતી.આ વૃક્ષને જોઈને મનમાં ઉદભવતા સવાલો સુલઝાવવાની એ કોશિશ કરી રહી હતી.ત્યાં એ હજું કંઈ વિચારે એ પહેલાં જ મુસીબત એની આસપાસ ઘેરાવા લાગી ગઈ.

   મુસીબત હજુ ક્યાં વિસામો લઈ રહી હતી.બધા જ્યાં છુપાયેલા હતાં એની ઉપર શૈતાન સમુદ્રનું એ કર્મવૃક્ષ હતું.એ ભુલથી એની છાંયામાં આવી ગયા હતાં.ત્યાં મુશ્કેલીઓનો પાર ન હતો.આકાશમાં અચાનક અંઘકાર છવાઇ ગયો.પવનની ડમરીઓથી દરિયા કિનારાની ઘૂળ ઉડવા લાગી.આ ધૂળનાં ગોટા ઉડવાથી જે થઇ રહ્યું હતું એ જોવાં બધાં અસમર્થ થય ગયા હતાં.

   જે કિનારે એ બધાં વિસામો લઈ રહ્યા હતા ત્યાં અચાનક એ વૃક્ષની વડવાઈઓ બધાનાં શરીર ઉપર બંધાવા લાગી ગઈ.એ વડવાઈઓ એ બધાને વીંટીને એક અજબ દુનિયામાં લઇ જવાં લાગી.ત્યાં એ દુનિયામાં ઠુંઠા વૃક્ષો ને કાંટાળા વેલાની વાયળું જ દેખાઈ રહી હતી.

  આગળ પહોંચતા"કર્મવૃક્ષ"ની નીચે આવીને ધરાનું આખું શરીર થંભી ગયું.એ વૃક્ષમાં કોઈ ફળ,ફૂલ,પાન દેખાઈ રહ્યા ન હતા.પરંતુ એ ઠુંઠા જેવા વૃક્ષની શાખાઓમાં પ્રાણ હોય એવું લાગતું હતું.એની ડાળે ડાળે અદ્શ્ય આત્માઓ હોય એવી રીતે ચમકારા થઇ રહ્યાં હતાં.

  આખા વૃક્ષમાં માત્રને માત્ર કાંટાઓ જ દેખાય રહ્યાં હતાં.
એની ડાળીઓ પર મોટા મોટા કાંટા અને અંદર થડના ભાગમાં નાના નાના કાંટા પોતાનો ભયંકર દેખાવ બનાવવા એક દૈત્ય જેવો આકાર બનાવી રહ્યા હતા.

   આ કર્મવૃક્ષનો ભયંકર આકાર જોઇને એને ખતરાનો સંકેત આવી ગયો હતો.પોતે મૂકેલો પગ જરા ખસેડે એ પહેલાં એનાં પગ પાસે કાંઈક સળવળાટ થયો.

  ધરાએ નીચું જોયું ત્યાં જ વડવાઈઓ એને ભરડો લઇને ઉંચે ઉંચકી લીધી.એમાંથી છુટવા એને પોતાથી બનતી કોશિશ કરી છતાં,પણ એની મહેનત વ્યર્થ નીકળી.એ કોઈ રીતે આ વડવાઈના ભરડામાંથી નીકળી શકી નહીં.

   એ કર્મવૃક્ષનાં કાંટા એનાં શરીરમાં ખૂંચવા જાય એ પહેલાં પીડાને કારણે ધરાએ ચીસ પાડી.તેથી ત્યાં હાજર હેત્શિવાનું ધ્યાન પડતાં જ એને પોતાના શરીરની બધી જ તાકત આ વડવાઈને કાપવામાં લગાવી દીધી.વારંવાર કેટલાંય પ્રહારો કર્યા બાદ એ વડવાઈઓ ને એ કાંપી શકી.

    ધરાએ મુક્ત થઇ એક રાહતનો શ્વાસ લીધો.પરંતુ આ પ્રાચીન વડની વડવાઈઓ ધરાને શું કામ નુકશાન પહોંચવા માંગતી હતી.એ હેત્શિવા માટે એક વિચારવાનો વિષય બની ગયો.શું થઇ રહ્યુ છે એ બધું હેત્શિવા વિચારે એ પહેલાં ઘણાં જીવો ચીસ પાડતાં ત્યાં ઢળી પડ્યાં.અંઘકાર ચીરતો એક ચિરપરિચિત પ્રકાશ ધીમે ધીમે સામે આવ્યો.

   હેત્શિવા કાંઈ સમજે વિચારે એ પહેલાં એ કર્મવૃક્ષની વડવાઈઓ પાછળ છુપાયેલો એક પડછાયો રેતમહેલનાં જળચર પ્રાણીનાં શરીરને તીરથી વીંધવા લાગ્યો.ઘણાં જીવો ચીસ પાડતાં જ ત્યાં ઢળી પડ્યા.આ અંઘકાર ને ચીરતો એક અપરિચિત પ્રકાશ સામે આવ્યો.આમ થતાં બધાં રેતમહેલનાં પ્રાણીઓએ એની સામે ટક્કર યુધ્ધ કરવાનો નિર્ણય કર્યો.

    એ સાથે જ હેત્શિવાએ પોતાનાં અડધાં સૈન્યને પોતાની સાથે રાખીને આ પડતા પડછાયા પર આક્રમણનો હુકમ આપી દિધો.અને અડધા જીવોને ત્યાંથી દૂર જઈ છુપાવાનો આદેશ આપ્યો.કેમ કે,એને આ પડછાયો વધું શક્તિશાળી લાગી રહ્યો હતો.

    હેત્શિવા એ યુદ્ધનાં તીર છોડતાં છોડતાં પોતાની જાદૂઇ તાકાતથી અદ્શ્ય જાળ બીછાવી દીધી.એ જાળમાં પગ પડતા જ એ અપરિચિત પડછાયો લથડી પડ્યો.આમ થતાં,હેત્શિવાએ પોતાના સૈન્યને ઉંચો હાથ કરી ખતરો ટળી જવાનો સંકેત આપી દીધો.

   એ જાળમાં નજર કરતાં હેત્શિવાને છુપીને વાર કરનારનો ચહેરો સાફ સાફ દેખાય ગયો.એને પુરી રીતે ઓળખતી હોય એમ એ બોલી ઉઠી,

 "સમુદ્રક તું અહીં...!

આ તું શું કરે છે? 

પોતાનાં જ સભ્યોનો કોઈ આમ વધ કરે ? 

વૃજા સાથેના યુદ્ધ વખતે પણ તું મારી સાથે જ હતો.યાદ કર સમુદ્રક!તારાં દિમાગ પર રાક્ષસી વૃજા હાવી થઈ ગઈ છે.એટલે જ તે આજે પોતીકાઓ સાથે યુધ્ધ કર્યું.તારામાં તાકત છે,આમાંથી બાર નિકળવાની!તું વિચાર તો ખરી...! "

   કેમેય કરતાં સમુદ્રક પોતે જે હતો એ ફરી બની શકતો ન હતો.પોતાના સર્વ બળનો પ્રયોગ કરી એ ભૂતકાળમાં જવા લાગ્યો.પરંતુ એ કંઈ પણ યાદ કરી શક્યો નહીં. હેત્શિવાએ એના મગજ પર જોર લગાવતાં એને યાદ કરાવતા કહ્યું કે,

"યાદ કર નિલક્રિષ્ના નાની હતી ત્યારે વૃજા સાથે થયેલ યુધ્ધની સ્થિતિ...!તું આ યુધ્ધમાં મારી સાથે જ હતો.
વૃજાએ તારાં પર કાળો જાદુ કર્યો છે.અને તને શૈતાનોની દુનિયામાં મોકલી દીધો છે. ફરીથી તારાં મગજ ઉપર જોર આપ...!યાદ કર તું એ બધું !"

   આ જે થઇ રહ્યું હતું એ બધું બધાની સમજ બાર હતું. બધા જ આ બધું આશ્ચર્યથી નિહાળી રહ્યા હતા.

  સમુદ્રકના કાનથી નીચે સુધી પહોંચતાં વાળને લીધે એનાં ચહેરાનો દેખાવ કોઈ દેવદૂત જેવો દેખાતો હતો.દાઢી,મૂંછ વગરનો એકદમ ચહેરે ગોરો વાન સૌને આકર્ષિત કરી રહ્યો હતો.બ્લૂ કલરની ધોતી દ્વારા એની ખુલ્લી બોડી સુદ્ઢ દેખાવ બનાવી રહી હતી.

   પોતાના અંતરમનને પ્રફુલ્લિત કરતું આ અજાણ્યું મૌન શું છે એ દૂર ઉભેલી ધરા સમજી શકતી ન હતી.એની નજર ને કેદ કરતો સમુદ્રકનો શ્વાસ એની આસપાસ ઘૂમી રહ્યો હતો.આજ હજારો વર્ષો પછી એક અધુરું મિલન જાણે પૂર્ણ થવા જઈ રહ્યું હોય,એવી તડપ ધરાની આંખમાં વલખાં મારી રહી હતી.

  સમુદ્રક એક હાથમાં પકડેલા તીરથી ધરા તરફ કંઇક જુદી રીતે તાકી રહ્યો હતો.ધરાની આંખો એનાં સુદ્ઢ શરીરને જોઇને આકર્ષાઈ રહી હતી.સમુદ્રકની આંખો ધરાને પોતાનો હાથ પકડીને સ્વતંત્ર દુનિયાની નવી સફર કરાવતી હોય,એવી એને ઉંડી દેખાઈ રહી હતી.એની કોરી આંખોમાં અચાનક હજારો મહેરામણ ઉમટી આવ્યા હોય એ રીતે પાણીનાં વહેણ વહેવા લાગ્યા.‌નિરૂત્તર બનેલાં સવાલો જાણે સામ સામે ઉભા હોય એવું લાગતું હતું. 

     એ અર્ધમૃત અવસ્થામાં સમુદ્રકે ધરાનાં હ્દય તરફ એકનિશાન તાક્યું.એ તીર મ્યાનમાંથી છુટતાં જ ધરાનાં ઉરની ઉર્મિઓ ઉઠી અને એની સામે આછો આછો ભુતકાળ દેખાવા લાગ્યો.

    થોડાં અંઘકાર વચ્ચે એનાં મનમાં દિવ્ય પ્રકાશ ફેલાયો
એની સાવ સામે અચાનક ધરા આવતી હોય એવું દેખાઈ રહ્યું હતું.ઘરાને જોતાં સમુદ્રકે થોડું સ્મિત વેર્યું. 

   એ સ્મિત ભર્યા ચહેરે ઘરા તરફ આવી એને એકીટશે જોયું,ત્યાં જ અચાનક !

  (ક્રમશઃ)

- કૃષ્ણપ્રિયા ✍️