નિલક્રિષ્ના - ભાગ 5 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 5

આંખોથી જ્વાળામુખી ઝરતા હતાં,ને મુખેથી ભાવો વીસરતા ન હતા,એવી એક શિવભક્ત રાક્ષસી હેત્શિવાનુ વિકરાળ સ્વરૂપ ધરાની નજર સામું દેખાય રહ્યું હતું.

"ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય !
ૐ નમઃ શિવાય ! ૐ નમઃ શિવાય !"

શિવ મંત્રનો એકધારો ધ્વનિ એવી રીતે ગૂંજી ઉઠ્યો હતો કે,એક મંત્ર જાણે ચાર વાર ઉત્પન્ન થતો હોય એમ પડઘાં પડી સંભળાવા લાગ્યો હતો.એનાં અવાજમાં ધણો જોમ અને જુસ્સો દેખાતો‌ હતો.નિત્ય-નિરંતર મંત્રોનો જાપ કરી એ મહાદેવ સાથે રેતમહેલમાં રહીને પણ જોડાયેલી હતી.

થોડું આગળ ખસી ધરાએ જોયું તો ખબર પડી કે,હેત્શિવાનુ મસ્તક શિવમાં લીન પૂજા આરાધના કરી રહ્યું હતું,અને એનું ધડ રેતમહેલના સર્વ રાક્ષસી જીવો અને જળચર પ્રાણીઓની દિનચર્યા સંભાળી રહ્યું હતું. જોવામાં એનું સ્વરૂપ માણસ કરતાં થોડું અલગ દેખાતું હતું.પરંતુ એનાં ચહેરાનાં ભાવોથી એનું હૃદય સાવ ફુલની માફક કોમળ હોય એવું દેખાતું હતું.

રેતમહેલના ખૂણે ખૂણે એનો પગરવ સંભળાતા જ બધી પ્રજામાં સન્નાટો છવાઈ જતો હતો.એવો બધાં પ્રાણીઓમાં હેત્શિવાનો ખોફ દેખાય રહ્યો હતો.એના ગુસ્સા પાછળ એનો અઢળક પ્રેમ પણ છુપાયેલો હતો.એનાં શરણમાં આવનારની એ પોતાનો જીવ આપીને પણ રક્ષા કરતી હતી.

પુજન અર્ચન પુરું કરી એને તરતજ પોતાનું મસ્તક ધડ પર પહેરી લીધું.અને પોતાનાં આશન પર બીરાજમાન થઇ રહી હતી.

એ આશન પર બેસીને પોતાના મનની ગહેરાયોમાં વહી રહી હતી.હેત્શિવાના આશનની પાસે એની તદ્દન નજીક જ એક અન્ય રમણીય શોભાયમાન આશન દેખાય રહ્યું હતું.જે હેત્શિવાના આશનને પણ ઝાંખું પાડી રહ્યું હતું.જોતાં અનેક વિચાર આવી રહ્યાં હતાં કે,"આવું દેદીપ્યમાન આશન આખરે હશે કોનું?"

પ્રેમ,લાગણીઓ સાથે એને વધારે પ્રસન્ન રાખવા માટે એ આશન હેત્શિવાએ જ નિલક્રિષ્ના માટે બનાવ્યું હતું.
અને નિલક્રિષ્નાને એની બાજુમાં જ સ્થાન આપ્યું હતું.એ એની માનીતી પુત્રી બની ગઇ હતી.

સભાખંડમાં ભવ્ય દ્વાર પર નિલક્રિષ્નાના આગમનની તૈયારીઓ રૂપે ચોતરફ પુષ્પવર્ષા અને રંગબેરંગી પુષ્પોની
ઝાઝમ પાથરવામાં આવી રહી હતી.આ પ્રસંગે બધાં સમુદ્રી જીવો જુદા જુદા વેશ ધારણ કરીને આવ્યા હતાં.

નિલક્રિષ્નાને સભાખંડમાં જોતા જ એ એનો સત્કાર સમારંભ ચાલુ કરવાનો આદેશ આપી રહી હતી.
નિલક્રિષ્નાનુ આગમન થતાં જ ધણાં જીવો પોતાના ઘબકાર પણ ભુલી ગયા હોય એમ એનાં રૂપમાં ગળાડૂબ થઈ ગયા હતાં.નિલક્રિષ્નાનુ આ પૂર્ણ પુરુષોત્તમ રૂપ નિહાળી હરેક પ્રાણી એમાં લીન થઈ રહ્યો હતો.એનું સ્વરૂપ સૌને એવી રીતે આકર્ષતું હતું કે,જાણે એ વિશ્વનાં અનુપમ સૌંદર્યની માલકીન હોય એવું લાગી રહ્યું હતું.

હેત્શિવાએ પોતે પહેરેલો ક્રીસટલ મોતી અને ડાયમંડથી જડિત ક્રાઉન, પોતાનાં મસ્તક પરથી ઉતારીને પોતાનાં જ હાથથી લુછીને નિલક્રિષ્ના તરફ એ આવી રહી હતી.

હેત્શિવા નિલક્રિષ્નાની નજીક આવી એ હીરા માણેકથી જડીત ક્રાઉન એનાં મસ્તક પર પહેરાવી અને એનું મુખ એ નીહાળવા લાગી ગઈ હતી.આ તેજ કોઈ સામાન્ય ન હતું એ બધુ જ એ જાણતી હતી.નિલક્રિષ્ના તરફ જોતાં એને કહ્યું કે,

"આજથી આ ગાદી તારી છે પુત્રી!ધર્મની રક્ષા કરવા માટે તારો અવતાર થયો છે.તારી વીસ વરસની થવાની હું રાહ જોઈ રહી હતી.અત્યાર સુધી આ બધું સંભાળવા માટે માત્ર હું નટની જેમ ચેષ્ટા જ કરતી હતી."

આમ કહી હેત્શિવા આદરપૂર્વક નિલક્રિષ્નાને આશન પર બેસાડ્યાં પછી એ ફરી પોતાના આશન પર બિરાજતી દેખાઈ રહી હતી.

આજે નિલક્રિષ્નાનાં મનનાં મનોરંજન માટે ઉત્સવ યોજવામાં આવી રહ્યો હતો.હેત્શિવાનો આદેશ મળતાં જ નિલક્રિષ્નાને આનંદિત કરવા માટે નર્તકીઓ અને નર્તકોએ પોતાની એક પછી એક કળાઓ એની સામે પીરસવાની શરૂ કરી દીધી. આ નાચ,ગાન,નૃત્ય,સાથે અનેક દરિયાઈ જીવો અને રાક્ષસી પ્રજાએ પણ આ ઉજાણી ઉત્સવ માણવાનો શરૂ કરી દીધો હતો.

બધાં નર્તકો અને નર્તકીઓએ નિલક્રિષ્નાને ખુશ કરવા પોતાની બધી કળાઓ એની સામે પીરસી રહ્યા હતાં.
છતાં પણ એનાં માટે નિલક્રિષ્નાને ખુશ કરવું બહુ મુશ્કેલ બની રહ્યું હતું.

હેત્શિવા નિલક્રિષ્નાનું નિરાશાયુક્ત વદન જોઈ શકતી ન હતી.એને ખુશ કરવા માટે એ પોતાનુ આશન છોડી આગળ વધી અને પોતાની તાકાતથી એક નૃત્યાંગનાનું રૂપ ધારણ કર્યું.પોતે પોતાનું સ્થાન કે ક્ષણનું ભાન કર્યા વગર એ નર્તકીઓ વચ્ચે કૂદી પડી.હેત્શિવા નિલક્રિષ્નાને ખુશ કરવા માટે નૃત્યાંગના બનીને તાલ સાથે તાલ મેળવી નૃત્ય કરવા લાગી ગઈ. વધુ સારો નાચ બતાવવા માટે એ નૃત્યમાં એટલી લીન બની ગઇ કે,એનું આખું શરીર એકાકાર થઈ ગયું.આવી સુંદર કૃતિ જોઈ બધાં જીવો કિલકારી કરવા લાગ્યા અને સાથે નિલક્રિષ્ના પણ સૌથી વધુ પ્રસન્ન થઇ ગઈ.

આમ થતાં હરેક જીવો પોતાનું આશન છોડી નૃત્ય સ્થળે આવી નૃત્ય કરવા લાગી ગયા.આ એક અનેરો લ્હાવો તે માણી રહ્યા હોય એવું અદભૂત દ્રશ્ય દેખાય રહ્યું હતું.નિલક્રિષ્ના પણ પોતાના પગ આગળ વધતાં રોકી શકી નહીં એ પણ પોતાની જાતને નૃત્ય કર્યા વગર રોકી શકી નહીં.એવો માહોલ સર્જાયો કે બધાં એકસાથે આનંદભેર નાચી ઉઠ્યાં.આખરે શિવભક્ત હેત્શિવાએ નટરાજની સ્થિતિમાં નૃત્ય પૂર્ણ કર્યું.

હેત્શિવા અને નિલક્રિષ્ના એકબીજાને ભેટી પડ્યા. હેત્શિવાએ મમતા ભરી નજરે નિલક્રિષ્નાને કહ્યું,

"હું તને આમ અપ્રસન્ન જોય શકતી નથી.તારાં મુખ પર પ્રસન્નતા લાવવા હું એક ક્ષણ પણ મારી જાતને રોકી શકી નહીં...!પછી ભલે એ સ્થળ મારા માટે ઉચીત ન હતું.તો પણ હું બધું ભૂલી માત્ર માતૃવંશ થય ગઈ હતી."

આ સમારોહમાં ઉપસ્થિત બધા જ વ્હેલ,શાર્ક, ડોલ્ફિન,અન્ય દરિયાઈ જીવસૃષ્ટિ,જળચર પ્રાણીઓ,
બધાની આંખોમાંથી આંસુ સરતાં જતા હતાં.કાર્યકમ પુરો થતાં,હરકોઈ એને લાગણીઓ ભરી ગળે ચાંપી રહ્યા હતાં.રેતમહેલનાં રાક્ષસી જીવોને નિલક્રિષ્નાથી દૂર રહેવું ગમતું ન હતું.પરંતુ આજ નીતિ હતી,એની પાસે કોઈનું કંઈ જ ચાલે એમ‌ ન હતું.

"આવ નિલક્રિષ્ના મારી પાસે આવ ! આવીને થોડી મને આગોશમાં લઈ લે..! આવ તને પંપાળી લઉં,પછી ફરી એ મોકો મળે કે,ન મળે ! હું જાણતી નથી કે તું પોતાની છો કે પારકી પરંતુ મને તો તું મારી લાડકી જ લાગે છે."હેત્શિવાએ પ્રેમથી નિલક્રિષ્નાની પાસે આવીને કહ્યું.

"ઓહ,મા તું મને આમ કેમ પૃથ્વી પર છોડી જવા તૈયાર થય છો?શું તું જાણે છે કે કેવી રીતે આ બધી પરિસ્થિતિઓમાંથી હું પસાર થઈશ ?"

"હું જાણું છું મારાં વગર તારું જીવન અધૂરું છે. છતાં પણ તને પૃથ્વી પર જવા માટે મજબૂર કરું છું...!એ માટે હું વિવશ છું પુત્રી..‌.!

માતાની યાદો સાથે રાખવા માટે નિલક્રિષ્નાએ વાત કરતાં કરતાં એક પથ્થર પર નજર કરીને કહ્યું કે,

"મા,આ ચમકીલો દરીયાઇ પથ્થર હું સાથે લૈ જઈ શકું?"

"સોમનાથ દરીયાનાં રેતમહેલમાં રહેલી બધીજ વસ્તુઓ તારી છે, પુત્રી! તું ગમે ત્યારે ગમે તે લઈ જઈ‌ શકે છે."
હેત્શિવાએ મહેલમાં આગળ ડગ ભરતાં બધી જગ્યાઓ તરફ હાથ ફેરવતા આમ કહ્યું.

રેતમહેલમાં જે થઈ રહ્યું હતું એ બધું નીહાળતા એ વાંસળીનાં સૂર ન નિકળવાનું કારણ ધરાને સમજાઈ ગયું હતું કે,"નિલક્રિષ્ના માતૃવિયોગનાં વિચારથી દુઃખી હતી, તેથી એ વાંસળીમાં સૂર ભરી શકતી ન હતી.એને જોતાં લાગ્યું કે એ એની માતાથી દૂર ક્યાંય બીજી જગ્યાએ જઈ રહી હતી.એ જ્યાં જવાની હતી એની તૈયારી એક અઠવાડિયા પહેલાંથી જ કરવામાં આવી રહી હતી.જોતા જાણે એવું લાગી રહ્યું હતું કે,"આ એક અઠવાડિયું જ એનાં હાથમાં હોય."
આ અઠવાડિયામાં હેત્શિવા આખી જિંદગી જીવી લેવા માંગતી હોય એમ,એટલો બધો માતૃપ્રેમ એ નિલક્રિષ્ના પર છલકાવી રહી હતી.

સાંજ થવા આવી હતી પરંતુ હજું વધું જાણવાં અને આ રેતમહેલની રમણીયતા જોવા ધરા આમતેમ ફરતી હતી.હજું એ કોઈની નજર સામે આવી પણ ન હતી.

ત્યાં અચાનક એની સામે...

(ક્રમશઃ)

કૃષ્ણપ્રિયા ✍️