નિલક્રિષ્ના - ભાગ 12 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 12

આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્યાં જવાનું હતું.પરંતુ નિલક્રિષ્નાની નાવ સાવ ખુલ્લી હોવાથી હેત્શિવા ને એની વધારે ચિંતા થતી.એને એવું લાગતું હતું કે, "ત્યાં પહોંચવામાં એને કોઈ ખતરોં નહીં આવે ને ?" 'માનું હ્દય હરવખત સંતાન છુટું પડતાં આવું જ વિચારતું હોય.' મેં એમ વિચારી નિલક્રિષ્નાની પાછળ ધ્યાન લગાવ્યું.

નિલક્રિષ્નાએ નાવ આગળ તરાવી અને ફરી વિરાસત તરફ જવાનો રસ્તો પકડ્યો.નિલક્રિષ્નાની નાવ વળી ત્યાંથી હવે શાંત રસ્તો જ દેખાતો હતો.જે તૂફાન હતું એ
પાછળનાં ભાગમાં જ હતું.નાવ થોડી આગળ ચાલી ત્યાં એને વિરાસત તરફ જવાનો રસ્તો ફરી મળી ગયો. એ રસ્તો પકડીને એને પોતાની નાવની ગતિ વધારી દીધી.

એ જે રસ્તે વધી રહી હતી ત્યાં શાંત વાતાવરણમાં કોઈ એક જીવ એની નાવના તળીયેથી વારંવાર ધક્કો મારી રહ્યું હતું.એ આગળ જતાં રસ્તામાં એને ખલેલ પહોંચાડવા માગતું હોય એવું એને લાગ્યું.એને નિરીક્ષણ કરતા એવું લાગ્યું કે 'આ કોઈ દરિયાઈ જીવ છે.' એટલે ડર્યા વગર એ ત્યાંથી આગળ વધી ગઈ. આગળ વધ્યા પછી કલાક પછીનો રસ્તો બહુ અઘરો હતો.ખુલ્લી નાવ હોવાથી એ ઊંડાઈમાં આગળ જતાં રસ્તે ખતરનાક સમુદ્રી જીવો એની નાવ સામે પ્રગટ થવા લાગ્યા.નિલક્રિષ્નાને પોતાની નાવ આગળ કોઈ જળચર પ્રાણી દેખાય એટલે એ ત્યાં એની નાવમાં રાખેલી સત્ય ભભૂતી સમુદ્રનાં ઉંડા પાણીમાં પધરાવી દીધી! એટલે આ જીવોએ આપોઆપ નિલક્રિષ્નાને આગળ વધવાનો રસ્તો આપી દીધો.
ભદ્રકાલીનાં મંદિરમાં અગ્નિ મહોત્સવ દરમિયાન બધાં પ્રાણીઓએ પોતાના શરીરનાં ખરાબ હિસ્સાને બાળેલ રાખ એ જ આ સત્ય ભભૂતી હતી.એ ભભૂતી એટલી પાવન હતી કે, "અસત્યનાં રસ્તે ચાલતા જીવને સત્ય તરફ વાળી દયે."

નાની નાવ લઈને નીકળેલી નિલક્રિષ્નાની પાસે વિરાસતનો ખજાનો જોઈ એક દૈત્ય રાક્ષસ એની પાછળ આવી એનો પીછો કરવા લાગ્યો હતો.પરંતુ એ વાતથી અજાણ એ પોતાના લક્ષ્ય સુધી આગળ વધી રહી હતી.આ જતાં રસ્તામાં ઘણીવાર એ રાક્ષસે એનાં પર જાળ બીછાવવાની કોશિશ પણ કરી, પરંતુ સમુદ્રમાં ઉપસ્થિત બીજી ગૃપ્ત શક્તિઓએ એને એ કામમાં સફળ થવા ન દીધો.પોતાની કોઈ કારી ન ફાવતા એ દૈત્ય રાક્ષસ ત્યાંથી પાછો વળી ગયો.આવાં નાનાં સૂનાં રાક્ષસો તો એનું કાંઈ બગાડી શકે એમ ન હતાં. ભલેને એને એની શક્તિઓનું જ્ઞાન ન હતું. પરંતુ એને પ્રોટેકટ કરવા માટે અગોચર દેવી શક્તિઓ એની આસપાસ હાજર જ રહેતી.

ખજાનાની પેટીમાં એ રાજ હતું જે આજ સુધી કોઈ જાણી શક્યું ન હતું.આગળ જતાં એ પેટીનુ સ્વરૂપ વિશાળ બની ગયું અને તે દૂર જઈને એ એક ગૂફાની અંદર ગોઠવાઈ ગઈ. આ પેટી આ ગુફાના દરવાજે એનાં હાથમાંથી અદ્શ્ય થઇ ગઈ.

ગુફાનો દરવાજા પર એક ગોળ પથ્થર મુકેલો હતો. પથ્થર પર પ્રાચિન કારીગરી દેખાતી હતી.બહારથી એવું પ્રતીત થતું હતું કે, 'અંદર પ્રાચીન વસ્તુઓ પડેલી હશે.'
નિલક્રિષ્નાએ પોતાના હાથનાં જોરથી એ ગુફાના દરવાજા પરનો પથ્થર ખસેડવાની કોશિશ કરી પરંતુ એ ખસ્યો નહીં.તેથી એને પોતાના પગથી એ પથ્થર હડસેલ્યો, ત્યાં જ એ તરત દરવાજાની જેમ ત્યાંથી ખસકી ગયો.અંદર જવાનો રસ્તો થતાં નિલક્રિષ્નાએ અંદર પગ મૂક્યો.
અંદર પગ મુકતા જ ગંધ મારતાં જીવોનો સળવળાટ થયો. આ ગુફા હજારો વર્ષોથી બંધ પડેલી હતી. ત્યાં એવાં દુર્ગંધ મારતાં કિડાં હતાં અને એકદમ ધુમ્મસ જેવું ઝાંખું વાતાવરણ હતું. કોઈ અગ્નિમાં સળગેલા દેહ પછી જે ધુમાડો વળ્યો હોય એવાં જ ગોટાથી આખી ગુફા ઘગઘગતી હોય એવું પ્રતીત થતું હતું. પરંતુ આગ એક પણ જગ્યાએ દેખાતી ન હતી. વિચિત્ર પહેલી જેવું દેખાતું હતું. અંદર એવું છે જેનાથી આ ધુમ્મસ ફેલાઈ રહી હતી
એ જોવા માટે નિલક્રિષ્ના એ જોવા આગળ વધી રહી હતી.ત્યાં એની આંખે જે દ્રશ્ય જોયું એ કંપારી છૂટી જાય એવું હતું.

આ ગુફા ચારેબાજુ હાડપિંજરોથી ભરેલી હતી.
આખું શરીર હાડપિંજર થઈ ગયેલું હતું,પરંતુ માથાના વાળ વેલીઓની જેમ ઉગી રહ્યા હતાં. એ લાંબા મોટા વાળ પોતાના શરીરનાં હાડપિંજરને વીંટળાઈ ગયાં હતાં. આ હાડપિંજર જોવામાં વિચિત્ર દેખાતાં હતાં.
ઘણા હાડપિંજર સફેદવાળ વાળા અને ઘણાં કાળા વાળ વારા દેખાતાં હતાં. નિલક્રિષ્ના એક હાડપિંજરના મોઢા પાસેથી વાળ હટાવી જરાક જોવાં ગઈ તા અંદર લાલચોળ તગતગતી આંખોએ નિલક્રિષ્ના પર આગ ફેંકી.
એ દ્વારા નિલક્રિષ્નાને ખબર પડી કે, "આ લાંબા વાળ દ્વારા એ પોતાનું ખોખું શરીર ઢાંકવા માંગે છે."

ગુફાની પ્રાચિનતા જોઈ એવું લાગતું હતું કે,
"આ સાત,આઠ હજાર વર્ષ પહેલાંનો ઈતિહાસ સમુદ્રની ગહેરાયોમાં છુપાયેલો છે."

એ ગુફામાં અંદર પ્રવેશતા જ નિલક્રિષ્નાએ જોયું કે, હજું સુધી કોઈની રાહમાં બેઠાં હોય એવાં જળચર પ્રાણીઓનાં મૃત હાડપિંજર એક જ જગ્યા તરફ નજર ચીંધીને બેઠાં હતાં.'એ આવશે' એવી રાહમાં વિશ્વાસ રાખીને બેઠાં હોય,એવા અલગ અલગ હાડપિંજર સંકેત આપી રહ્યા હતાં.

નિલક્રિષ્ના ખજાનો લઇને ત્યાં પહોંચી તો એ ખજાનો ત્યાં સહીસલામત જ હતો.ખજાનાની પેટી દેખાવમાં પણ બન્ને એક જેવી જ લાગતી હતી.એક એની પાસે હતી અને બીજી એ રાજ્યની વિરાસતમાં પડેલી હતી. આ પેટી અકાલે કરેલો ભ્રમ હતો.એને નિલક્રિષ્નાને હેત્શિવાથી અલગ કરી અને એને ડરાવીને હેરાન કરવી હતી.
એટલે જ પહેલાં દૈત્યને એની નાવની પાછળ દોડાવ્યો હતો. પરંતુ દેવી શક્તિ સામે એ થાકી ગયો અને પોતાના પ્રાણ જાય એ પહેલાં ત્યાંથી નીકળી ગયો.

આ ગુફામાં એવાં પ્રાણીઓનાં હાડપિંજર હતાં જેની અગ્નિ મહોત્સવમાં પ્રગટેલી અગ્નિની જ્વાળાઓનાં શ્રાપથી એની કાયા ભસ્મ થઈ ગઈ હતી.

પરંતુ ઘણા હાડપિંજર અમર હોય એમ એક જ બાજું નજર રાખીને બેઠાં હતાં.કોઈ બુરી શક્તિ આવશે અને હાડપિંજરમાં ફરી પ્રાણ પુરી દેશે એવો જ સંકેત એ આપી રહ્યા હતાં.અને બીજા હાડપિંજર એ રીતે નીચે પડ્યાં હતાં કે,એ ફરી કોઈ શક્તિ મળે તોય શૈતાની કાર્ય માટે ઊભા થવા માગતા ન હતાં.

માન્યતા પ્રમાણે એ બુરી દૈત્ય શક્તિ સમુદ્રની નીચે હજારો વર્ષોથી સુતેલી હતી.સમ્યક મણી પ્રાપ્ત કરવા એ એક દિવસ જાગશે.અને ત્યારે આ શ્રાપિત હાડપિંજર બનેલાં રાક્ષસી જીવો ફરી બુરાઈના દ્વારમાં પ્રવેશવા શરીર પ્રાપ્ત કરશે.

ત્યાં નિલક્રિષ્નાનો હાથ એક જગ્યાએ અડતાં એનામાં વધારે શક્તિઓનો સંચાર થવા લાગ્યો.એ દ્વારા એને ખબર પડી કે, "આ જગ્યાનાં એક એક પથ્થરમાંથી શક્તિઓનો સંચાર થાય છે."

નિલક્રિષ્ના વિચારતી હતી કે,
"પોતે તો હજુ કલાક જેટલો સમય અહીં વિતાવ્યો તો ઘણી શક્તિઓ મળી ગઈ, તો આ બધાં હાડપિંજર તો કેટલાં વરસોથી આ શક્તિશાળી પથ્થરોની વચ્ચે જ પડેલા છે.એમાં જીવ આવી જશે તો એની શક્તિ અમાપ હશે."

તે માંથી સારી વૃતિ ધરાવતાં મૃત હાડપિંજરો જે નીચે પાણીની ગુફાના તળીયે જેમ તેમ પડ્યા હતા એમાંથી અવાજો આવવાં લાગ્યાં કે,

"વિરમન્યુ એ સમ્યક મણી માટે અમને ભસ્મ કરી નાખ્યાં છે.અમારા શરીરમાં વિરમન્યુએ આસુરી વૃત્તિ ઠલવી દીધી હતી, તેથી અગ્ની સામે લડવાની અમારામાં તાકત ન હતી.
તેથી એ જ્વાળાઓમાં અમારી કાયા બળવા લાગી.પરંતુ મૃત્યુ પામ્યા પછી પણ અમારી સાથે દગો થયો.હજું પણ અમારા આ હાડપિંજર બંદી રાખવામાં આવ્યાં છે.
અમારા હાડપિંજરમાં શૈતાની શક્તિ જાગશે ને અમને બુરાઈના દ્વારમાં પ્રવેશ કરાવશે. અમે જ્યારે શૈતાની શક્તિથી જાગશુ ત્યારે અમારાથી ખરાબ કાર્ય જ થશે. નિલક્રિષ્ના આ ખરાબ કાર્ય થતું તું અટકાવી લે. અમને મોક્ષ જોઈએ છે. તું મોક્ષનાં દ્વાર ખોલી દે !
તું અમારાં માટે મોક્ષનાં દ્વાર ખોલી દે...!"

નિલક્રિષ્ના આવાં દર્દ ભર્યાં અવાજોનો સામનો કરી શકતી નથી.અને એ આ બધું હજી સમજી પણ શક્તી ન હતી.આ અવાજોથી વધુ ઘેરાતા એ કહેવા લાગી કે,

" મને જવા દો, મને જવા દો!"

" તને અહીં કંઈજ નહીં થાય; તું અમારો ખોફ રાખીને ભાગ નહીં. આવું તો તારી જિંદગીમાં ઘણું આવશે."

એટલામાં બીજા અનેક રહસ્યો છુપાવતા આ હાડપિંજરોમાંથી એકસાથે અલગ અવાજો આવવાં લાગ્યાં.
"આ શૈતાન દૈત્યોએ રમેલી રમતનું ઊંઘું પાછું ચલાવી આ બાજી આપણે જીતવી જ છે.અને ભારતભૂમિ ને સુરક્ષિત કરવાની છે.અમારા આ હાડપિંજર તારી શક્તિઓને વધાવવા બેઠાં છે.ભલે વિરમન્યુનાં જાગતાં અમારામાં જીવ આવે, અનેક શૈતાની શક્તિઓનો અમારામાં સંચાર પણ થાય,પરંતુ વિજય હંમેશા તારો જ થશે.આ શૈતાનની શક્તિઓથી ડરીશ નહીં. યાદ રાખજે,પોતાની તાકાતનું પ્રદર્શન કરતો શક્તિશાળી જીવ કરતા, પ્રયત્ન કરવાં વાળો જીવ હંમેશા વિજય પ્રાપ્ત કરે છે. પોતાના મગશદ સુધી પહોંચવામાં ક્યારેક વધુ હેરાન કરતા શૈતાનો હારે દોસ્તી કરવી પડે તો પણ કરી લેજે...!"
द्वार किलकिले स्वर्गाचे सताड उघड़े नरकाचे
સ્વર્ગનું બારણું નાનું છે.પણ નરકનું બારણું ખુબ મોટું છે. તેમાં હાથી ઉપર અંબાડીમાં બેસીને પણ જવાય." મારી આ વાતથી તને પુર્ણ સમજાય ગયું હશે કે,વિનાશ થશે અને કોનો થશે ? હર હર મહાદેવ!" આમ કહી એક હાડપિંજર પોતે જે રીતે સ્થાન પર હતું એજ જગ્યાએ ગોઠવાઈ ગયું.

પોતાની કાને સાંભળેલી અને આંખે જોયેલી આ વાત હવે એ કેમ કરીને ઠુકરાવી શકે કે,"પોતે કંઈક મગશદ માટે જન્મી છે.પરંતુ કયું મગશદ? જીવનનું શું સત્ય? "
આવાં એના મનમાં ઉદભવતા સવાલોનો જવાબ કોઈ પાસે ન હતો.

બીજી તરફ જતાં નિલક્રિષ્નાનાં ફરતે કાળા રંગનો ગોળ ગોળ છાયો વિટાઈ રહ્યો હતો.પાછળ જોતાં ભયાનક ડરામણી ચીસો સંભળાવા લાગી.અમુક હાડપિંજર એનાં સામું જોરજોરથી હસવા લાગ્યા અને અમુક ક્રોધે ભરાઈ પોતાનું જડબું ખોલી ઉંચા અવાજો કરી નિલક્રિષ્નાને ખાવાં માટે તડપ મારી રહ્યા હતાં.

સાફ સાફ દેખાતા આ ડરામણા દ્રશ્યના પ્રકાશને પોતાનાં હાથમાં લેવાની કોશિશ કરી રહી હતી. એ એનાં પ્રકાશ હાથમાં આવતા જ એ હાડપિંજરોનો ડરામણો પ્રભાવ છૂટી ગયો. વરસોથી એ ધુમાડાની ભઠ્ઠી બંધ નહોતી પડી
પરંતુ આજ એ જગ્યાએ ધુમાડો હટીને સૂર્યનો પ્રકાશ પથરાયો.

ત્યાં દરિયાઈ ચામાચીડિયા માતાનાં
મઢનો દરવાજો ભટકાતાં ઉડ્યા અને નિલક્રિષ્નાની પાછળથી એ ગુફામાં આવી ઉડવા લાગ્યા.એની પાછળ એક એવું જળચર પ્રાણી આવ્યું જે આ ચામાચીડિયાની ઉડાનને પકડીને ખાવા લાગ્યું.આ પ્રાણીની વિશેષતા એ હતી કે એ પાંખવાળા જીવોનો જ ખોરાક પસંદ કરતાં હતા.એ પ્રાણી અત્યારે આ ગુફામાં આવી ગયું હતું. પરંતુ એ ખોરાક માટે સમુદ્રની ઊંડાઈથી ઉપર ઊઠીને બગલા,બતક વગરે જેવા ઉડતા પંખીઓનો જ ખોરાક એ પસંદ કરતું હતું.આ શૈતાન પ્રાણીઓ આ બધું એટલાં માટે કરતાં હતાં કે, એણે આકાશમાં ઉડવા પાંખ જોતી હતી.
"જે મળ્યું છે એમાં મન મનાવી ન રાખે,ને જે નથી મળ્યું એને પકડવા પોતાની જીંદગી ગુમાવી દે."
માણસની જેમ આ શૈતાની જીવો પણ સંતોષ વગરનાં જ હતાં.

હાડપિંજરો ઘણાં સારા અને ઘણાં ખરાબ જીવોનાં હતાં.
આમ, સારો અને ખરાબ બંને અનુભવ થતાં એને ખબર પડી ગઈ હતી કે,સારાં હાડપિંજરો હતાં એ એને મોક્ષ આપવાનું કહીં રહ્યા હતા.અને શૈતાની હાડપિંજરો નિલક્રિષ્નાને ઘેરી રહ્યા હતાં.હજુ આ અટપટી પહેલી સુલજાવવા માટે એની શક્તિઓ સમર્થ ન હતી.

પરંતુ એ આ ગુફાની હરેક જગ્યાની બધી જ માહિતી પુરી રીતે મેળવવા માંગતી હતી.સૂર્યની રોશની ત્યાં સુધી પહોંચતાં હવે ગંધ હટી રહી હતી.આ સૂર્ય પૃથ્વીનો સૂર્ય ન હતો આ સૂર્યે અહીંના બ્રહ્માંડનો સૂર્ય હતો.જે રેતમહેલમાં પણ પ્રકાશ પાથરતો હતો.એ જ સૂરજનો પ્રકાશ અહીં નિલક્રિષ્નાના આવવાથી વધવા લાગ્યો.તેથી,એક પીળા રંગના પથ્થરમાંથી તેજસ્વી પ્રકાશ નીકળવા લાગ્યો હતો.નિલક્રિષ્ના એ પ્રકાશ સુધી પહોંચી,ત્યા આગળ એક પ્રાચીન ગ્રંથ પડેલો હોય એવું દેખાયું.એ લાલ ગ્રંથના પૂઠાં પર સૂર્યનો તેજ પ્રકાશ પડતા ઘાંટા લાલ રંગના કિરણો એ ગ્રંથ પરથી ઉંચે ઉઠી રહ્યાં હતાં.


( ક્રમશઃ)

- કૃષ્ણપ્રિયા ✍️