સાચું ધ્યાન લાગતાં મેં મારી નજર સમક્ષ ધરાનું ચિત્ર
સમુદ્રની અંદર નિહાળ્યું. થોડી જ ક્ષણોમાં હું એને મેહસૂસ કરવા લાગી હતી. એ જીવંત જ હતી.આમ,પાણીમાં ડુબતા એને એકપણ પ્રકારની ખરોચ આવી ન હતી.
પ્રાતઃકાળના એ નાદની ગહેરાઈ રોજ રોજ ધ્યાનથી સાંભળીને ધરાએ માપી લીધી હતી.એટલે આજ સમુદ્રમાં ઝંપલાવ્યા પછી ત્યાં સુધી પહોંચવા માટે એને એનાં મન પર થોડું જોર આપ્યું, તેથી એ ગહેરાઈઓ કેટલે ઊંડે સુધી જતી હતી એ સમજવું એનાં માટે સરળ બની ગયું હતું.હા,એને તરતાં તો આવડતું હતું,પરંતુ થોડે ઉંડે હજુ તો 600,700 સો ફીટ ગહેરાઈ સુધી જતા એને શ્વાસ સંબંધિત સમસ્યા થવા લાગી હતી.થોડી ઉંડાઈ પાર કરવા ગઈ ત્યાં વધારે પડતો પાણીનો દબાવ એનાં શરીરને આગળ જતાં ધકેલવા લાગ્યો હતો.એની આંખો સામે ઘનઘોર અંધારૂ છવાઈ રહ્યું હતું ત્યાં અચાનક લાઈફ બેંગ એનાં હાથમાં અટવાઈ, એ બેંગ જોતાં જ તરત જ એણે એ પહેરી લીધી અને શ્વાસ ભરવાં લાગી.
"કુદરતનો ખેલ તો નિરાળો છે.ક્યારે કંઇ બાજી ઉલટી કરી નાંખે ને ક્યારે કંઇ બાજી સુલટી...! એતો બંધુ એ જ જાણે.જો ક્યાંય પહોંચવાની લગન હોય.ઈરાદા મક્કમ હોય.મનનું આશન ઉંચુ હોય ત્યાંરે વારંવાર તૈયાર કરેલાં આવાં દ્ઢમન સામે આસમાનને પણ ઝૂકી જતાં વાર નથી લાગતી."
સમુદ્રની ગહેરાઈથી વાગેલી વાંસળીનાં સૂર ધરા માપતી ગઈ અને ઊંડે સુધી ઊતરતી ગઈ.આમ કરવાથી જ્યાં એનું મન વસી ગયું હતું,એ રસ્તો એને જલ્દીથી મળી ગયો. સમુદ્રની થોડી ગહેરાઈ સુધી પહોંચતાં એ ઉંડા શ્વાસ ભરી આગળ વધી રહી હતી ત્યાં એને જોયું કે,સમુદ્ર અહીંથી બે ભાગમાં અલગ અલગ દિશાઓમાં ફેલાય રહ્યો હતો.
આગળ જવા માટે કંઈ દીશા પકડવી એ જ એનાં માટે વીચારવા જેવુ હતું.ડાબી સાઈડની દીશા પકડી એ આગળ વધી રહી હતી ત્યાં અચાનક એનો પગ સમુદ્રની રેતમાં ગરકાવ થઈને ફસાવા લાગ્યો.
ઝડપથી ઉંડા શ્વાસ ભરીને ધરાએ પાછળ ફરીને જોયું તો અંદરથી રહસ્યમય લાગતી આ કોઈ સુરંગ હતી.
જ્યાં તેનો પગ ફસાઈ ગયો હતો તે જગ્યામાં એ અંદર ઉતરતી ગઈ. અંદર તરફ વધુ જતાં એની આંખો સામે ઘનઘોર અંધકાર છવાઈ ગયો હતો.એ થોડું કંઈ વિચારી શકે એટલો પણ વચ્ચે સ્ટોપ આવતો ન હતો.એ અંદરને અંદર એ સુરંગમાં લસરતી ઉંડે સુધી ઘુસતી જતી હતી.
થોડીવાર આમ થયા પછી હવે એને ધૂધલુ ચિત્ર આંખ સામે દેખાય રહ્યું હતું.જ્યાં પહોંચી હતી એથી થોડે દૂર એક નેમ પ્લેટ જેવું દેખાય રહ્યું હતું.
સમુદ્રમાં અંદર કોઈ છે!"એવી જાણવા માટેની તલબ સાથે તે એ અંધારામાં ઝીણી નજર કરી બધું નિરીક્ષણ કરતાં આગળ વધી રહી હતી.
ત્યાં એક રેતમહેલનો પથ્થર ધરાના શરીર સાથે ટકરાયો. પાછળ વળીને એ દ્રશ્ય જોઈને એ વિસ્મયમા પડી ગઈ કે,
"ઓહો,આટલો વિશાળ મહેલ!"
રેતમહેલનો વિસ્તાર નજરથી માપી ન શકાય એટલો ઓરસ ચોરસ ચારેબાજુથી ફેલાયેલો દેખાતો હતો. રેતમહેલની વિશાળતા જોતા ધરા અવાક્ રહી ગઈ.આ મહેલ એક સુરંગની અંદર બનેલો હોય એવું દેખાતું હતું. આટલી મોટી સુરંગ જોઈને તો એમ લાગતું હતું કે,"આ કોઇ રાવણની જેમ દસ માથાં વાળાનું જ કામ હોય શકે."
આગળ જતાં ઓક્ટોપસ શિવમ્નયુનાં નામની નેમ પ્લેટ જોઈ ખબર પડી કે,આ મહેલ માટે સુરક્ષિત સ્થાન શોધવાનું કામ આ આઠપગ અને ત્રણ હ્દય સાથે નવ મગજ ધરાવતા ઓક્ટોપસે કર્યું હતું.
સમુદ્રમાં અચાનક સુનામી જેવાં ઉંચા મોજાઓ સાથે ઉછાળ આવ્યો, અને એ શિવમ્નયુનાં નામની નેમ પ્લેટ પલટાઈ ગઈ.એ નેમ પ્લેટ પલટાતા પાછળનાં ભાગમાં આ રેતમહેલનો ઈતિહાસ સાફ સુંદર અક્ષરોમાં લખ્યો હતો.
અ સુરંગમાં રેતમહેલ બનાવવા પાછળનો શિવમ્નયુનો હેતુ,નિલક્રિષ્નાનાં ઉછેરમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે એવો હતો.
હતો કળીયુગ પરંતુ એનાં નવ મગજ, દસ માથાં વાળા રાવણની જેમ જ ચાલતા હતાં,અને એ પણ સારાં કાર્ય માટે જ !
શિવમ્નયુને તો સારું કાર્ય કરીને ભાઈ તરીકેનાં ઋણમાંથી મુક્ત થવું હતું.
શિવમ્નયુએ પોતાનાં મગજ પર જોર આપી જાણ્યુ હતું કે,"પોતાનાં મગજનો ઉપયોગ કરી વિશાળકાય પથ્થરોને પણ તોડી શકાય છે,ને ત્રણ હ્દય ધરાવતો હોવાથી હું થાક્યા વગર મારી તાકતને મહેનત કરી ગમે ત્યાં પહોંચાડી શકું છું."
આમ શિવમ્નયુ પોતા વીશે જાણી પોતાનું પરાક્રમ બતાવવા સજ્જ થઇ એ સુરંગ ખોદતો ગયો હતો.અને મનને લેશ માત્ર ચલિત કર્યા વગર આગળનાં કામને મુકામ આપતો ગયો હતો.આ કાર્ય એણે હજારો વર્ષો પહેલાં શરૂ કરી દીધું હતું.ત્યારે તો હજુ નિલક્રિષ્નાનો જનમ પણ નહોતો થયો.પરંતુ એને જાણ હતી કે,"એક દિવસ મારી બહેન દરિયાઇ જ્ઞાન પ્રાપ્ત કરવા અહીં જરૂર આવશે."
એજ વિચારે પિતા તુલ્ય ભાઈ શિવમન્યુએ પોતાનો વાત્સલ્ય ભાવ પ્રગટ કરવા એણે સોથી મોટો સુરંગ પ્રગટ કર્યો હતો.અને તેમાં સૌથી સુંદર રેતમહેલ અગાઉથી જ નિલક્રિષ્ના માટે બનાવી લીધો હતો.
આ કાર્યને અંજામ આપવા છેલ્લે પોતાનાં દેહને પણ એણે મહેલમાં લીન કરીને જીવંત રૂપે વિહાર કરાવ્યો હતો.છેવટે ગળી ગયા પછી પણ જે શેષ રહ્યું,એ જીવને જીવંત રાખીને પોતાની નાની બહેનનાં ભાવે નિલક્રિષ્નાને એ મળી રહેતો હતો.આ વાત્સલ્ય મુર્તિ ઓક્ટોપસ શિવમ્નયુનું કાર્ય ખરેખર સૂતરના તાણાની જેમ ગોઠવાતું બિરદાવવા લાયક હતું.
આમ તો દૂરથી જોતાં એ રેતમહેલ જ દેખાય રહ્યો હતો.પરંતુ એમાં રાજમહેલથી પણ મોટો આલીશાન દરવાજો દેખાય રહ્યો હતો.એ દરવાજા પર અનેક દરિયાઇ જીવસૃષ્ટિની છાપો જેવું નકશીકામ કરવામાં આવ્યું હતું. આટલી સુંદર કારીગરી જોતાં જ આ કામ કરનારની નિપુણતા પણ પ્રગટ થતી હતી.
પાણીની મોટી મોટી ધારાઓ એ રીતે વહેતી દેખાતી હતી, કે, 'જાણે પહાડો પરથી મોટાં ધોધ વહેતાં હોય.'
મોટાં મોટાં પથ્થરોએ ઉપરા ઉપર ગોઠવાઈને અનેક આકારોથી રેતમહેલની દિવાલો બાંધી દીધી હતી.પથ્થરોએ એની રક્ષા કરવાનું જાણે વચન આપ્યું હોય, એ રીતે એકસાથે ગૂંથાઈને તરતા હતાં.મેગી,નૂડલ્સનું ટેઢી મેઢી રીતે ગુંચળુ પડ્યું હોય એમ,પોતાનાં આકારથી તળીયાને સુંદર રીતે સજાવતા જલસાપો આખાં રેતમહેમાં પથરાયેલા હતાં.
એનાં ઉપર લાલ,ગુલાબી સી ફીસનું ઝૂંડ એ રીતે દેખાઈ રહ્યું હતું કે, 'જાણે ત્યાંના ઉદ્યાનમા ગોઠવેલા તાજાં ખીલેલા એ કમળો હોય.'આખાં મહેલમાં જ્યાં જુઓ ત્યાં અદ્ભુત સુંદરતા પાથરેલી હતી.મહેલની છત કાળા,ભુરા પથ્થરોથી બનેલી દેખાતી હતી.એનાં પર પોતાનાં શરીરના પાંચ છેડાં ધરાવતી સ્ટાર ફીસ એવી રીતે પોતાના પક્ષ્મોથી તરતી આગળ વધતી હતી કે,જાણે એ આકાશમાં તરતા તારલાઓ લાગતાં હતાં.
રેતમહેલની કાચની બારીઓમાંથી જોતાં દરિયાઈ રંગબેરંગી જાત જાતની માછલીઓ પોતાનો આગલો વણાંક ઘડીએ ઘડીએ બદલી રહી હતી.એટલુ સુંદર મનોહર દ્રશ્ય દેખાય રહ્યું હતું.
અહીં એવું શાંત અને રમણીય વાતાવરણ હતું કે દરિયાની ઉત્તુંગ લહેરોની એને ભણક પણ ન હતી.આ લહેરો રેતમહેલ સામે ટકરાઈને સેવાળ ને ગંદકી દૂર કરી રહી હતી.સૂર્યનો પ્રકાશ ત્યાં સુધી પહોંચવા સમર્થ હતો.આ કિરણો દ્વારા ભેજવાળો રેતમહેલ સુકાઈ જતો હતો.
નિલક્રિષ્નાના બંને હાથોનાં ટેરવા પર ઝુલા બાંધીને ઝુલતી હોય,એવી કેટલીય માછલીઓ રમત કરતી દેખાય રહી હતી.
મનમાં ધારેલાં એજ સ્વરૂપનાં ધરાને સાક્ષાત દર્શન થઈ
રહ્યા હતા.એજ સ્વરૂપ એજ બદન જાણે ધરા પરથી સમુદ્રમાં ઉતરી આવ્યું હતું.એના અધરોનું મધુર હાસ્યમાં જીવન સંગીત ગુંજતું હતું.મનમાં એ રૂપ ભરીને નીહાળતી ધરાની લાગણીઓમાં મીઠો ઉભરો આવતા આંખો છલકાઇ રહી હતી.નિલક્રિષ્નાને જોઈને એનું મન પુલકિત થઇ ગયું હતું.હરકોઈને એને જોઈને છાતી સરખું ચાપવાનું મન થાય એટલો નિખાલસ એનો દેખાવ હતો.
રેતમહેલના અંત: પુરમાં નજર કરતાં ઘરાના કાનમાં
"ૐ નમઃ શિવાય"નાં જાપ સંભળાવા લાગ્યા હતાં.
(ક્રમશઃ)
- કૃષ્ણપ્રિયા✍️