અનોખો પ્રેમ - ભાગ 12 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 12

અનોખો પ્રેમ ભાગ 12

" તેમાં લખ્યું હતું કે, મને માફ કરજે સુપ્રીતા, હું તને પ્રેમ ન આપી શક્યો. હું આ ઘર છોડી જાઉં છું. ઇન્ડિયાથી ઘણે દૂર. મને શોધવાની કોઈ કોશિશ ના કરતા. હું જેની પણ સાથે છું બહુ ખુશ છું. તું પણ તારા પિતાના ઘરે જતી રહેજે અને બીજા લગ્ન કરી દેજે."

" ઓહ..તો તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. પછી શું થયું..?"

" દીકરો આમ, કોઈને લઈને ભાગી ગયો હોવાથી મારા સસરાની ઈજ્જત અને માનને ઠેસ પહોંચી. હવે સમાજમાં શુ મોઢું બતાવશે લોકોને..! આ વિચારથી તેઓએ જીવન ટૂંકાવ્યું. સસરાના મોતનો આઘાત સાસુમા સહન કરી ન શક્યા. થોડા દિવસ પછી તેઓને એટેક આવતા તેઓ પણ અવસાન પામ્યા. એ સમયે હું સાવ એકલી પડી ગયેલી. હું મારા પિતાના ઘરે જવાનું વિચારતી હતી ત્યાં જ મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. આમ પણ હું મારા માતા પિતાના ઘરે બોજ બનવા નહોતી માંગતી અને બીજા લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, આથી મારા આવનાર સંતાન સાથે જ જિંદગી વિતાવવાનું નક્કી કર્યું. "

" ઓહ..સેલ્યુટ છે તને સૂપી...! આટઆટલી મુશ્કેલી હોવા છતાં તું હિંમત ન હારી અને તારા સંતાનને જનમવા દીધું. આઈ પ્રાઉડ ઓફ યુ..!"

" થઈ ગઈ શાંતિ હવે બધું જાણીને...! " સુપ્રીતાએ તેના આંસુઓને છુપાવી હસીને કહ્યું.

" એક વાત કહું તને..!"

" હા, બોલને..!"

" તું મને મારીશ તો નહીં ને..?"

" અરે નહીં..તું બોલ..!"

ત્યાં અચાનક સુપ્રીતાની નઝર પ્રિતની પાછળ ઊભેલા વ્યક્તિ પર પડી.

"પ્રિત...! " ચીસ પાડીને સુપ્રીતાએ પ્રિતને હાથ પકડી ખેંચી લીધો. પ્રિતે પાછળ વળીને જોયું તો બાજુમાં બેઠેલો માણસ ઝોમ્બી બની ગયો હતો અને પ્રિતને ખાવા જતો હતો. હજુ તેની ગતિ ધીમી હતી. પ્રિત અને સુપ્રીતાએ આજુબાજુ નજર ફેરવી. તો થોડા ઘણા એવા વ્યક્તિઓ નજરે પડ્યા કે જેઓ ધીમેધીમે ઝોમ્બીનું રૂપ ધારણ કરી રહ્યા હતા. આખા હોલમાં ફરી દોડાદોડ મચી ગઇ હતી.

" આ લોકો વધુ શક્તિશાળી થાય તે પહેલાં આપણે તેઓને મારી નાખવા પડશે નહીં તો તેઓ કોઈને જીવતા નહિ રાખે." સુપ્રીતાએ બંદૂક કાઢી પ્રિતને સંબોધીને કહ્યું.

" તારી વાત તો સાચી છે..પણ જોજે કોઈ નિર્દોષ વ્યક્તિને ભૂલથી ગોળી વાગી ન જાય." પ્રિતે કહ્યું.

" પણ આટલા બધામાંથી કોણ ચેપી થયું છે અને કોણ સ્વસ્થ છે તે કેવી રીતે નક્કી કરવું..? કંઈ પણ થાય આપણે અહીંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનું છે." પોતાના રક્ષણ માટે બંદૂક ચલાવતાં સુપ્રીતાએ કહ્યું.

" સૂપી..મને નથી લાગતું કે હવે આપણે બચી શકીએ..આ લોકો તો ખૂબ ઝડપથી શક્તિશાળી થતા જાય છે."

" એમ, હાર થોડી માની લેવાય..! આપણે હજુ ઘણું જીવવાનું છે. મારે મારા દીકરા માટે સુરક્ષિત રીતે અહીંથી બહાર નીકળવાનું છે..સમજ્યો..!"

પ્રિત અને સુપ્રીતા ઝોમ્બિઝથી રક્ષણ મેળવતાં એકબીજા સાથે વાતચીત કરે જતા હતા. ઝોમ્બી વધુને વધુ શક્તિશાળી બની રહ્યા હતા. કોને બચાવવા અને કોને મારવા તે સમજાતું નહોતું. બહાર ખબર પડતાં જ કોઈએ હોલનો દરવાજો બહારથી જ બંધ કરી દીધો. જેથી કોઈ બહાર આવીને ખતરનાક વાઇરસ ફેલાવે નહિ.

" આ પરિસ્થિતિ જોતા..એવું લાગે છે કે મોત સામે ઉભું છે. મારી રાહ જોઇને. હું મરી જાઉં એ પહેલા તને કંઈક કહેવા માગું છું."

" શુ..? બોલ..!"

" I LOVE YOU SUPRITA..! પહેલી નજરે જ હું તારા પ્રેમમાં પડી ગયો હતો. મર્યા પછી ભૂત થઈને તારી આજુબાજુ ભટકવું એના કરતાં જીવતા જીવ જ તને કહી દઉ, જેથી મર્યા પછી મારા આત્માને શાંતિ મળે."

To be continue...

મૌસમ😊