અનોખો પ્રેમ - ભાગ 10 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 10

અનોખો પ્રેમ ભાગ 10

સુપ્રીતા,પ્રિત કે તેની ટીમના લોકોને કાંઈ જ સમજાતું નહોતું.

"આ બધું શુ થઈ રહ્યું છે. આ બે વ્યક્તિની આવી હાલત કોણે કરી ? તેઓની ડેથબોડીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા કેમ મોકલ્યા નથી ? અને તમે લોકો બાથરૂમ ના દરવાજે કેમ ઊભા છો..? અંદર કોણ ધમપછાડા કરી રહ્યું છે..?" પરિસ્થિતિને જોતા સુપ્રીતા એકીસાથે ઘણા પ્રશ્નો કરી બેઠી. પ્રિત પણ ડઘાઈ ગયો હતો.

" આ ડ્રગ્સમાં રહેલા ખતરનાક વાઇરસનું પરિણામ છે. આ બેમાંથી કોઈએ છુપી રીતે ડ્રગ્સનું સેવન કરેલું. તેના બે કલાક પછી તેમાં રહેલો વાઇરસ એક્ટિવ થયો. અને ડ્રગ્સ લેનારએ ઝોમ્બીનું સ્વરૂપ ધારણ કર્યું. તેના આંખ,નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. તેના મોઢામાંથી વિચિત્ર દુર્ગંધ સાથે લાળ ટપકવા લાગી.તેના નખ તિક્ષ્ણ થવા લાગ્યાં અને તે અન્યને ખાવા માટે દોડવા લાગ્યો. તેણે તેના મિત્ર પર જ હુમલો કર્યો. તે પણ ટૂંક સમયમાં તેના જેવો થઈ ગયો. મહામુસીબતે આ બન્નેને મોતને ઘાટ ઉતાર્યા છે." એક પોલીસ કર્મીએ વિગતે બધું કહ્યું.

" તો અંદર કોણ છે..? કોણ ધમપછાડા કરી રહ્યું છે. ?" પ્રિતે પૂછ્યું.

" પરિસ્થિતિને ઓળખતાં અમે સાવચેતી માટે આ બન્નેના લોહીના સંપર્કમાં આવનાર ચાર જણાને બાથરૂમમાં પૂર્યા હતા. પણ તેઓના આવા અવાજ અને ધમપછાડા પરથી લાગી રહ્યું છે કે તેઓ પણ ઝોમ્બી બની ગયા હશે."

" કમિશ્નર સાહેબને જાણ કરી..?" સુપ્રીતાએ કહ્યું.

" હા, જાણ કરી છે. તેઓએ સુરક્ષા માટે બીજી ટીમ મોકલે છે અને હોસ્પિટલમાંથી ડૉક્ટર અને તેઓની ટિમ પણ આવી રહી છે. અહીં બાકી રહેલા દરેકનો ટેસ્ટ થાય પછી જ તેઓને હોલમાંથી બહાર મોકલી શકાશે." પોલીસ કર્મીએ કહ્યું.

આ વાત ત્યાં રહેલા એક આરોપીએ સાંભળી. તેને થયું કે "આ લોકો અમને આસાનીથી છોડશે નહિ. અહીં રહેવું જોખમી છે. આનો બેસ્ટ ઉપાય કંઈ પણ કરીને અહીંથી ભાગવાનો જ છે."

તેણે ધીમે રહીને બાજુવાળાને વાત કરી. અંદરોઅંદર તેઓએ એક ગ્રૂપ બનાવ્યું અને પોલીસને માત આપી ભાગવાનો પ્લાન ઘડવા લાગ્યા.

બાથરૂમમાંથી જોર જોરથી અવાજ આવતા હતા. દરેક પોલીસ કર્મીઓનું ધ્યાન તે બાજુ હતું. બાથરૂમમાં પુરાયેલ ચાર વ્યક્તિઓ માંથી કોઈ પણ બહાર ન નીકળે તેવા પ્રયત્નો થઈ રહ્યા હતા. અંદર રહેલા લોકોની પણ શક્તિ જાણે ધીમે ધીમે વધી રહી હતી. આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવી ગ્રૂપ બનાવી સાત આઠ લોકો પ્લાન મુજબ એક સાથે પોલીસ સાથે મારામારી કરી ભાગવાની કોશિષ કરવા લાગ્યા.

આમ, અચાનક આવી દોડધામ અને મારામારી કરતા આરોપીઓને રોકવા દરવાજા પાસે ઉભેલા કેટલાક પોલીસ કર્મીઓએ દરવાજો છોડી પિસ્તોલ હાથમાં લીધી.ત્યાં અચાનક અંદરની બાજુથી જોરથી ધક્કો લાગ્યો અને અંદર રહેલા ચાર આરોપીઓ, જે શક્તિશાળી ઝોમ્બી બની ગયા હતા તે બહાર આવી ગયા. તેઓ સીધા લોકોને ખાવા માટે જ દોડવા લાગ્યા. દરેક પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યા.

આદેશ મુજબ કોઈપણ વ્યક્તિ આ બિલ્ડીંગની બહાર ન જવું જોઈએ. આથી સુપ્રીતા અને પ્રિતની સાથે કેટલાક પોલીસ તે પ્રયત્નમાં લાગેલા હતા. જ્યારે કેટલાક પોલીસ કર્મીઓ પોતાનો જીવ બચાવવા મનફાવે તેમ દોડાદોડી અને ગોળીબાર કરે જતા હતા. સુપ્રીતા અને તેના જેવા જાબાજ પોલીસ ઇન્સ્પેક્ટરોએ પોતાની પિસ્તોલથી ઝોમ્બી બનેલા ચારેય આરોપીઓને ઠાર કરી દીધા. આથી સૌ કોઈને જીવમાં જીવ આવ્યો. સૌએ રાહતનો શ્વાસ લીધો અને જ્યાં જગ્યા મળી ત્યાં જ થાકીને બેસી ગયા. પરંતુ ઝોમ્બી આરોપીઓએ કેટલાક લોકોને પોતાના તીક્ષ્ણ નખ અને દાંતથી વાઇરસના શિકાર બનાવી દીધા હતા, પણ તેની અસર ધીમે ધીમે થતી હોવાથી તેઓનામાં ઝોમ્બીના લક્ષણો દેખાતા નહોતા. આ બાબત પર કોઈનું ધ્યાન ન ગયું.

સુરક્ષા માટે બીજી પોલીસની ટીમો આવી. ડોક્ટર સાથે મેડિકલ ટીમ પણ આવી ગઈ. પોલીસની ટિમો બિલ્ડીંગ નીચે સુરક્ષા માટે ગોઠવાઈ ગઈ. કોઈપણ વ્યક્તિ બિલ્ડીંગની અંદર ન જવું જોઈએ અને ચેકઅપ કરાવ્યા વગર કોઈપણ વ્યક્તિ બિલ્ડીંગની બહાર ન નીકળવું જોઈએ તે દરેક બાબતોનું ધ્યાન રાખવા ખાખી વર્દી પહેરેલ જવાનો બંદૂક લઈ ખડે પગે બિલ્ડીંગની ફરતે ઉભા હતા.


To be continue...

મૌસમ😊