અનોખો પ્રેમ - ભાગ 3 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 3

અનોખો પ્રેમ ભાગ 3

નોકરીના પહેલાં જ દિવસે તે કાલુપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોતે હેન્ડસમ તો હતો જ પણ પોલીસ સ્ટેશનમાં પહેલાં જ દિવસથી વટ પાડવા તેણે અત્તરની સિસી પોતાના પર જ ખાલી કરી દીધી. તે સમયસર થાણામાં હાજર થયો.

"હેલો એવરિવન..! હું પ્રિત..પ્રિત રણજીતસિંહ રાજપૂત. ન્યુ એન્ડ ફ્રેશ પોલીસ ઇન્સ્પેક્ટર..!" પ્રિતે હસીને તેના આકર્ષક અંદાજમાં કહ્યું.

" વેલકમ..પ્રિત સર..હું વિવેક..અહીંનો સૌથી નાનો અને સૌનો પ્રિય એવો કોન્સ્ટેબલ..હું તમને દરેકનો પરિચય કરાવું." વિવેકે વિવેકતા પુર્ણ કહ્યું.

" આ રાણા સર..! આપના થાણાના સૌથી સિનિયર આ જ છે. અહીં પોલીસસ્ટેશન બન્યું ત્યારથી તેઓ અહીં કામ કરે છે."

" હેલો સર..કેમ છો..?" પ્રિતે વિવેક જાળવ્યો.

" બસ ઉપરવાળાની દયા છે..!" રાણાએ કહ્યું. રાણા સરની વાત સાંભળી પ્રિત ઉપર જોવા લાગ્યો. તેને જોઈ બધા હસવા લાગ્યા. પ્રિત પણ હસવા લાગ્યો.વિવેકે દરેકનો પરિચય કરાવ્યો.

દરેકનો પરિચય મેળવ્યો, પણ હેડ પોલીસ ઇન્સ્પેક્ટર જરૂરી ડ્યુટી થી કચ્છ ગયા હતા, આથી તેઓને પ્રિત મળી શક્યો નહોતો.

"જો પ્રિત..! આ બે ફાઇલ ના કેસ સોલ્વ કરવાના બાકી છે. બાકીના બધા કેસ મેડમ સરે ક્લીઅર કરી દીધા..." રાણાએ પ્રિતને કામ સમજાવતા કહ્યું.

" મેડમ સર..? અહીંના હેડ ઇન્સ્પેક્ટર કોઈ મેડમ છે..?" પ્રિતે આશ્ચર્યથી પૂછ્યું.

" હા, બહુ સ્ટ્રીકટ છે તેઓ..ભલભલાને ડરાવી દે તેવા છે. તું સાચવીને રહેજે..." રાણાએ કહ્યું.

" ઓહ..કેટલો સમય થયો એમનું અહીં પોસ્ટિંગ થયે..?" પ્રિતે પૂછ્યું.

" અરે હજુ તો માંડ બે અઢી મહિના જ થયા છે. પણ આટલા ટાઈમમાં તો આપણા વિસ્તારના બધા ગુંડાઓની ગુંડાગીરી બંધ કરાવી દીધી. જે આજ સુધી કોઈ ના કરી શક્યું તે આટલા ઓછા સમયમાં મેડમ સરે કરી બતાવ્યું." રાણાએ કહ્યું.

" ઓહ..! મળવું પડશે આવી મહાન વ્યક્તિને..!" પ્રિતે મનમાં જ કહ્યું જાણે..પછી તેના કામે લાગી ગયો.

નિત્યક્રમ પ્રમાણે પ્રિત રોજ સવારે કાંકરિયા મોર્નિંગ વૉક કરવા જતો. એક દિવસ તળાવના કિનારે ટોળું જોયું તો તે દોડતો દોડતો ત્યાં ગયો. જાણવા મળ્યું કે કોઈ યુવાનને પ્રેમ અધુરો રહેતા જિંદગી ટૂંકાવવા તળાવમાં કૂદકો માર્યો. આટલું સાંભળતા જ એક સ્ત્રીએ કાંકરિયામાં કૂદકો માર્યો.

પ્રિતને એમ કે આ સ્ત્રી પણ તે યુવાન સાથે જિંદગી ટૂંકાવવા તળાવમાં કૂદી છે. આમ વિચારી તરત જ પ્રિત તે સ્ત્રીને બચાવવા તળાવમાં કુદયો. તે ફટાફટ તરતાં તરતાં તે સ્ત્રીને બન્ને હાથથી પકડી લીધી અને બોલવા લાગ્યો.

" આ રીતે મોતને વ્હાલું કરવું યોગ્ય નથી. દરેકના જીવનમાં મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવતી જ હોય છે. હિંમતથી તેનો સામનો કરતા શીખો.." પ્રિતે તે સ્ત્રીને સમજાવતા કહ્યું.

" અબ્બે છોડ મને..!" તે સ્ત્રીએ કહ્યું.

" નાં, હું તમને આમ મારવા તો નહીં જ દઉં..." પ્રિતે કહ્યું

" કોણે કહ્યું હું મરવા પડી છું..? હું મરવા નથી પડી તળાવમાં..! પેલા યુવાનને બચાવવા પડી છું.. તું મને છોડ..અને પેલા યુવાનને પકડ...તેને તરતાં નથી આવડતું. તે યુવાન ડૂબીને મરી જશે..!" તે સ્ત્રીએ ચોખવટ કરતા કહ્યું.

તે સ્ત્રીની વાત સાંભળીને પ્રિત તો બરાબરનો ભોંઠા પડ્યો.

સૉરી..! કહી પ્રિત પોતાની જ મૂર્ખામી પર હસી પડ્યો. ત્યાર બાદ બંનેએ મળીને તે યુવાનને બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. સૌ કોઈએ તેઓની બહાદુરીના વખાણ કર્યા પણ પછીથી કોઈ ભાઈ બોલ્યા.

" એક વાત નાં સમજાઈ..આ ભાઈએ તે યુવાનની જગ્યાએ આ બહેનને કેમ પકડ્યા હતા..?" આટલું સાંભળતા તો પ્રિત ધીમે રહીને ટોળામાંથી બહાર નીકળી રસ્તો માપ્યો.


To be continue...


મૌસમ 😊