અનોખો પ્રેમ - ભાગ 2 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 2

અનોખો પ્રેમ ભાગ 2

"SORRY પાપા..! પ્લીઝ આવું ના બોલો..મને છોડીને તમે ક્યાંય નહીં જાઓ..! તમે જ તો મારા પાપા, મમ્મા,ભાઈ,બહેન અને યાર છો. SO SORRY પાપા..!" અનિરુદ્ધ પ્રિતેશભાઈને પાછળથી ભેટીને બોલ્યો. પ્રિતેશભાઈએ અનુનું માથું ચૂમીને ફરી તેને ભેટી પડયા.

" રમાબહેન...!ડાઈનીંગ પર જમવાનું પિરસો...આજ હું મારા હાથે મારા યાર ને જમાડીશ. જા દીકરા તું મોઢું ધોઈ ફ્રેશ થઈને ફાટફાટ ડિનર કરવા આવ. જમીને નિરાંતે વાત કરીએ.

જમીને બાપ દીકરો દરિયા કિનારે ચાલવા નીકળ્યા. દરિયાના મોજાં થોડી થોડીવારે બંનેના પગ ભીના કરે જતા હતા. પ્રિતેશભાઈ બોલે જતા હતા ને હજુ પણ અનિરુદ્ધ ચુપચાપ જ હતો.

" શુ થયું અનુ...? કોઈ છોકરીએ દગો દીધો..?" પ્રિતેશભાઈએ અનુની સામે જોઈ ધીમેથી પૂછ્યું.

" પાપા..! તમને કેવી રીતે ખબર પડી..?" અનિરુદ્ધએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

" તારો બાપ છું..તારી મમ્મી..ભાઇ..બહેન..યાર..બધું જ છું. તો મને ખબર તો પડી જ જાય ને..!" હસીને પ્રિતેશભાઈએ કહ્યું. પાપાની વાતથી અનુ પણ થોડો મલકાયો ને ફરી ગમગીન થઈ ગયો.

" અરે યાર..પ્રેમ પ્રકરણમાં આવા લોચા તો થયે રાખે..એમાં જીવવાનું થોડી છોડી દેવાય." પ્રિતેશભાઈએ દિકરાના ખભે હાથ મૂકી કહ્યું.

" તમને શું ખબર કે પ્રેમ અધુરો રહેતો શુ તકલીફ થાય..? પાપા I LOVE HER..તેના વગર હું કેવી રીતે જીવીશ..? અનુએ ગળગળા થઈ કહ્યું.

" કોણ છે એ છોકરી જેણે મારા લાડલાનું દિલ તોડ્યું છે..?"

" તમે તેને ઓળખો છો પાપા..મારી સાથે જ કોલેજ કરતી અભ્યર્થના...જેને હું અભિ કહું છું.એણે મારુ દિલ નથી તોડ્યું પણ મને કહ્યા વગર જ લંડન ચાલી ગઈ એની ફેમિલી સાથે..છેલ્લા બે દિવસથી હું તેનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરું છું પણ તેનો કોન્ટેક્ટ થતો નહોતો. આજ તો હું તેના ઘેર ગયો તો પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે તેઓ હંમેશા માટે લંડન ચાલ્યા ગયા છે.આવું થોડી ચાલે..? કીધા વિના જ આમ થોડી ચાલ્યા જવાય..?" અનુએ વ્યાકુળતાથી કહ્યું.

" શું અભ્યર્થના પણ તને પ્રેમ કરે છે..?" ઠાવકા થઈ પ્રિતેશભાઈએ પૂછ્યું.

" અફકોર્સ પાપા...ઈનફેક્ટ સૌથી પહેલાં તેણે જ મને લવ પ્રપોઝ કરેલો. છેલ્લા બે વર્ષથી અમે રિલેશનશીપમાં છીએ. અમારા વચ્ચે આજ સુધી કોઈ જ વાત છુપી નથી રહી. ખબર નહિ લંડન જવાની વાત કેમ તેણે છુપાવી..?" અનુએ કહ્યું.

" હોઈ શકે એ વાતની તેને પણ ખબર ન હોય..?"

" પણ કમસેકમ જવાની ખબર પડે પછી તો તેણે મને જણાવવું જોઈએ ને..? પાપા હું તેની સાથે વાત કર્યા વગર તેને જોયા વગર વ્યાકુળ થઈ જાઉં છું. મને તેની આદત પડી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી હું તેની સાથે વાત કર્યા વગર કેમનો જીવું છું એ મારું મન જાણે છે. પાપા તમે નહિ સમજી શકો મારી હાલત..! મારો પ્રેમ તો અધુરો રહ્યો ને..!" અનુએ રડમસ અવાજે કહ્યું.

" હું સમજી શકું છું તને દીકરા..! પણ એક વાત યાદ રાખ.. પ્રેમ ક્યારેય અધુરો હોતો નથી. પણ પ્રેમ કરનાર વ્યક્તિ ન મળવાથી માણસ અધુરો થઈ જાય છે. પ્રેમ કોઈ વસ્તુ નથી કે તે પૂરો કે અધુરો રહે. પ્રેમ તો એક અદ્દભુત લાગણી છે. જે એક આત્માને બીજા આત્મા સાથે જોડે છે.

" આ તમે કેવી રીતે કહી શકો..? તમે પણ કોઈને આમ પ્રેમ કરેલો..? " અનુએ પૂછ્યું. પહેલાં તો પ્રિતેશભાઈએ ઊંડો શ્વાસ લીધો અને થોડા મલકાયા. દીકરા સામે ઊભા રહી તેના બે ખભા પકડી કંઈક વિચારવા લાગ્યા. પછી તેમણે કહ્યું, " ઘેર ચાલ તને એક કહાની સંભળાવું..!"

* * * * *

લગભગ સોળ વર્ષ પહેલાંની આ વાત છે.પ્રિત નામનો એક છોકરો હતો. આમ તો તેની ઈચ્છા મનોરંજન ક્ષેત્રે કારકિર્દી ઘડવાની હતી પણ તેના પિતાની ઈચ્છાનું માન રાખી, કોલેજ કરી કેટલીક પરીક્ષાઓ પાસ કરીને પ્રિત પોલીસ ઇન્સપેક્ટર બન્યો. તેનું પોસ્ટિંગ અમદાવાદમાં જ થયું, જ્યાં તે ભણી ગણીને મોટો થયો હતો. દેખાવે તારી જેમ એકદમ હેન્ડસમ લાગે. સ્વભાવે ખૂબ રમુજી. તેનું મિત્રમંડલ ખૂબ મોટું.. તેમાં માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ સામેલ હતી.

નોકરીના પહેલાં જ દિવસે તે કાલુપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોતે હેન્ડસમ તો હતો જ પણ પોલીસ સ્ટેશનમાં પહેલાં જ દિવસથી વટ પાડવા તેણે અત્તરની સિસી પોતાના પર જ ખાલી કરી દીધી. તે સમયસર થાણામાં હાજર થયો.


To be continue...

મૌસમ😊