અનોખો પ્રેમ - ભાગ 6 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 6

અનોખો પ્રેમ ભાગ 6

" તમે જે કહ્યું તેનાથી હું સહેમત છું. પણ આવા લોકોને કેવીરીતે પકડશો સુપ્રીતા ગોહિલ..?" કમિશનરએ કહ્યું.

" સુપ્રીતા ગોહિલ...સૂપી...હા, હું મેડમ સરને સૂપી કહીશ..પ્યારથી..!" પ્રિત મેડમ સરનું નામ સાંભળીને મનમાં જ મલકાયો.

" સર મારી પાસે એક પ્લાન છે. જો તમે મને પરવાનગી આપતા હોય તો હું તેને અનુસરુ. હું ગેરંટી આપું છું કે સવાર સુધીમાં ડ્રગ્સની આખે આખી ચેઇન તોડી..ડ્રગ્સની લે વેચ કરનાર દરેકને અહીં હાજર કરી દઉં." મેડમ સરે કહ્યું.

મેડમ સરની વાત સાંભળીને પ્રિત તો અવાક જ રહી ગયો. તે મેડમ સરને ગર્વથી જોઈ રહ્યો. સાથે એ જાણવાની ઉત્સુકતા પણ હતી કે મેડમ સરના દિમાગમાં કયો પ્લાન છે. ત્યાં જ કમિશનર સર બોલ્યા,

" હા, જરૂરથી..! પહેલાં તમે પ્લાન કહો." મેડમ સરે સૌને પ્લાન સમજાયો. સૌને તેમનો પ્લાન થોડો ઓંકવર્ડ લાગ્યો પણ જો તેને અનુસરશું તો જરૂરથી સફળતા મળશે.

" આ પ્લાનમાં સુપ્રીતાને સૌ કોઈ સાથે આપશે. સુપ્રીતાને હું આ મિશનની જવાબદારી સોપુ છું. આશા રાખું છું કે જલ્દીથી જલ્દી આપણે ડ્રગ્સને લોકો સુધી પહોંચતા અટકાવી શકીએ અને મોટા સંકટને ટાળી શકીએ." કમિશનરએ કહ્યું.

સેલ્યુટ કરી સૌ એ કમિશનરનો આદેશ આવકર્યો. કમિશનરના ગયા પછી સુપ્રીતાના કહ્યા પ્રમાણે દરેક પી.આઈ કામે લાગી ગયા.

મેડમ સરના પ્લાન મુજબ સૌ કોઈ કામે લાગી ગયા. કેટલાક પી.આઈ. ફોન રેકોર્ડિંગ કરવા લાગ્યા. કેટલાક વેશ બદલી ડ્રગ્સ કસ્ટમર બન્યા. પ્રિત સુપ્રીતા મેડમ અને બીજા નામી ઇન્સ્પેક્ટર સાથે કામ કરતો થયો. સુપ્રીતા પ્રિતને ઊભો ને ઊભો રાખતા હતા. પ્રિત મેડમ સરનો પડતો બોલ જિલતો. જી મેડમ સર કહી દરેક કામ હોંશથી કરતો.

" મેડમ સર હું આવું છું...બે મિનિટ માં..!" પ્રિતે કહ્યું.

" નહિ તમારે ક્યાંય નથી જવાનું..ખબર છે ને..? કામ કેટલું છે..!"

" ઓકે સર..!" કહી પ્રિત કામે લાગી ગયો.

" સૂપીને કેવીરીતે સમજાઉ કે કેમ મારે બહાર જવું છે..!" પ્રિત મનમાં જ બાબડયો.

ચાર પાંચ ઇન્સપેક્ટર મેડમ સર સાથે મળીને કોલ્સની અને કસ્ટમર બની ગયેલ ઇન્સ્પેક્ટર પર લગાવેલ છુપા કૅમેરાથી ડાયરેક્ટ દેખરેખ રાખતા હતા. બે કલાકની મથામણ પછી પણ ડ્રગ્સની લે વેચ કરનારની કોઈ માહિતી મળી નહોતી. તેવામાં તેમાંથી એક ઇન્સ્પેક્ટર પર્સનલ ફોન આવતા બહાર નીકળ્યા. પ્રિત પણ તેમની પાછળ પાછળ બહાર નીકળવા ઊભો થયો.

" ક્યાં જાય છે..?" મેડમ સરે કહ્યું.

" ઇમરજન્સી છે..! હવે મારાથી નહિ રોકાય..! એક નંબર જવું જ પડશે.." પ્રિત આંગળીનો ઇશારો કરી દોડ્યો.

" તો બોલોને વોશરૂમ જવું છે..! જાઓ જલ્દી..!" સુપ્રીતા પણ મનમાં હસી ગઈ.

પ્રિત હળવો થઈ બહાર નીકળતો હતો ત્યાં તેણે કોઈને ફોન પર વાત કરતા સાંભળ્યા. તેણે તપાસ કરી તો આ તો એ જ ઇન્સ્પેક્ટર હતા જે મેડમ સર સાથે બે કલાકથી કામ કરતા હતા. પ્રિત તરત જ મેડમ સર પાસે જઈ કાગળ પેન લઈ કંઇક લખવા લાગ્યો અને વિચારવા લાગ્યો. સુપ્રીતા મેડમ આ જોઈ વ્યાકુળ થયા.

" ઈમ્પોર્ટન્ટ કામ છોડી તમે અત્યારે કક્કો અને ABCD લખવા કેમ બેઠાં છો..?" મેડમસરે વ્યાકુળતાથી કહ્યું. પણ પ્રિતે તેઓને કંઈ જવાબ આપ્યો નહિ અને પોતાનું કાગળ પર કામ ચાલુ રાખ્યું. સુપ્રીતા વધુ ગુસ્સે થઈ. પણ પ્રિત પર તેની કોઈ અસર ન થઈ.

" 4..18..2..17...અચ્છા...! તો આ મેટર છે.." મનમાં વિચારી પ્રિતે મેડમ સર સામે જોયું. તેઓ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતાં.

" મેડમ સર..!" પ્રિતે ધીમેથી કહ્યું. પણ મેડમ સર તો તેમના કામમાં લાગેલા હતા.

" મેડમ સર..! સામે બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર રાવત સર નો કોલ ટ્રેક કરી સાંભળો..ડાઉટફુલ લાગે છે." પ્રિતે મેડમ સરના કાન પાસે જઈ ધીમેથી કહ્યું. મેડમ સરે તરત રાવત સામે જોયું.

To be continue...

મૌસમ😊