અનોખો પ્રેમ - ભાગ 5 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 5

અનોખો પ્રેમ ભાગ 5

" હેલો..જી સર..ઓકે સર..!" મેડમ સર ફોન મૂકી તરત ઊભાં થયાં..અને બોલ્યા.

" રાણે..! રાણે..ક્યાં ગયા રાણે..?" મેડમ સરે બે વખત રાણેના નામની બૂમ પાડી પણ રાણા આવ્યો નહિ.પણ પ્રિત દોડતો આવ્યો.

" જી મેડમ શુ થયું..? કોઈ ઈમરજન્સી છે..?" પ્રિતે પૂછ્યું.

" રાણે ક્યાં છે..?"

" ખબર નથી..હમણાં તો અહીં જ હતા..! શુ થયું મને કહો ને..!"

" જલ્દીથી ગાડી કાઢો..દસ મિનિટમાં શાહીબાગ પહોંચવાનું છે. કમિશનર સરે તાત્કાલિક કોન્ફરન્સ માટે બોલાવ્યા છે."

" જી સર..! " કહી પ્રિતે ગાડી કાઢી. મેડમ સર અને પ્રિત શાહીબાગ જવા રવાના થયા. મેડમ સરને પોતાની બાજુમાં બેઠેલા જોઈ પ્રિતના તો ધબકારા વધી ગયા. ગાડી ચલાવતાં જ એક હાથ પોતાના હૃદય પર મૂકી ઊંડો શ્વાસ લીધો. બે ત્રણ મિનિટ તો બંને ગાડીમાં શાંત રહ્યા. પણ પ્રિતથી ચૂપ રહેવાય નહિ.

" કઈ બાજુના છો તમે..?" પ્રિતે વાત કરવાની શરૂઆત કરી.

" અહીંની જ છું..!"

" ઓહ..હું પણ અહીંનો જ છું..!" કહી પ્રિત થોડું હસ્યો.

" કાંકરિયા મોર્નિંગ વૉક કરવા રોજ જાઓ છો..?" પ્રિતે પૂછ્યું.

" અહીંથી ગાડી વાળી દો.. આ રસ્તે ટ્રાફિક નહિ નડે."

જી કહી પ્રિતે ગાડી વાળી દીધી. પણ પ્રિતને મેડમ સરનો જવાબ મળ્યો નહિ.ને પ્રિતે ફરી કંઈ પૂછ્યું પણ નહીં. બંને કમિશનરની કોન્ફરન્સમાં પહોંચ્યા. કોન્ફરન્સ હોલમાં વીસ પચીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર બેઠા હતા. કોન્ફરન્સ શરૂ થઈ.

" હું તમને એક કૉલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું. જે ઇન્ડિયાના જાબાજ અને ઇન્ટેલિજન્ટ જાસૂસ દ્વારા મળેલ ઓડિયો ક્લિપ છે.બાકીની ચર્ચા ક્લિપ સાંભળીને કરીએ." પોલીસ કમિશનરએ ઓડિયો ક્લિપ ચાલુ કરી.

" હેલો..સર..! સલામ માલેકુમ...કામ હો ગયા..!" પાકિસ્તાની એજન્ટે કહ્યું.

" કયા બાત હૈ...! બઢીયાં ખબર સુનાઈ હૈં..અબ હિંદુસ્તાનમેં મૌત કા કહર આને સે કોઈ નહિ રોક શકતા..!" અબ્બાસ મિયાંએ ખુશ થઇ કહ્યું. જે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિ કરનાર ખલનાયક હતો.

" આપકા ડ્રગ્સ મેં ખતરનાક વાઇરસ કો મિલાકર દુશ્મન દેશો મે આતંક ફેલાને કા આઈડિયા કાબિલે તારીફ હૈં..આજ ગુજરાત કે અહમદાબાદ મેં ઝહર ફેલા દિયા..અબ અગલાં ટાર્ગેટ હૈ રાજસ્થાન કા ઉદયપુર..!" પાકિસ્તાની એજન્ટે કહ્યું.

" ઉદયપુર મેં અભી ઝહર નહિ ફેલાના..પહલે ગુજરાત કો તબાહ હોતે દેખ લે..! ધીરે ધીરે પુરે હિંદુસ્તાન કો તબાહ હોતે દેખના હૈ મુજે.. બહોત ઘમંડ હૈ ના..હિંદુસ્તાન કો અપની શક્તિયો પર..! પર ઇસબાર ઉનકી કોઈ શક્તિ કામ નહીં આયેગી...હા..હા..હા..!" અબ્બાસ જોર જોરથી હસવા લાગ્યો.

" જી હુજુર..અબ મૈં રખતાં હું..ઇધર કી પલપલ કી ખબર દેતા રહુગા..ખુદા હાફિઝ..!"

" ખુદા હાફિઝ..!"

"ઓડિયો ક્લિપ સાંભળીને તમને એટલો અંદાજ તો આવી જ ગયો હશે કે મેં તાત્કાલિક કોન્ફરન્સ કેમ બોલાવી. આપણા અમદાવાદ શહેર પર કોઈ મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. પાકિસ્તાની એજન્ટે ડ્રગ્સમાં કયો વાઇરસ ભેળાવ્યો છે..? તેની અસર કેટલી ઘાતક હશે તે વિશે કંઈ જ કહી શકાય નહીં. પણ આપણે ખૂબ ઝડપથી ડ્રગ્સની ચેઇન તોડવી પડશે. આ માટે આપણે તાત્કાલિક પગલાં લેવા પડશે. તમારામાંથી કોઈને આ બાબતે કોઈ સુજાવ આપવો હોય તો તે આપી શકે છે." કમિશનરએ કહ્યું.

" સર આ ખબર ન્યુઝપેપરમાં અને ટીવી સમાચારોમાં આપવી જોઈએ, તો કદાચ લોકોમાં ડ્રગ્સ ન લેવાની જાગૃતતા આવે." કોઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર એ કહ્યું.

" સર જયાં જ્યાં ડ્રગ્સની લે વેચ થતી હોય ત્યાં ત્યાં દરોડા પાડી તેઓને અટકાવી શકાય." બીજા કોઈ ઇન્સ્પેક્ટરએ કહ્યું.

" એ કેવીરીતે જાણી શકાય કે ડ્રગ્સનો ધંધો ક્યાં થાય છે..?" બીજા કોઈએ કહ્યું.

" સર હવામાં તીર મારવાનો કોઈ જ મતલબ નથી. જે પગલાં લેવા હોય તે તાત્કાલિક લેવા પડશે. મારુ માનવું છે કે ન્યુઝમાં તો ખબર આપી જ દો પણ શહેરમાં નાકાબંધી થવી પણ જરૂરી છે. અને બીજી વાત એ છે કે ડ્રગ્સ જેવી વસ્તુ આસાનીથી મળતી નથી અને સામાન્ય લોકો ખરીદી શકે એવી..મતલબ બીડી સિગારેટ કે પાન મસાલા જેવી સસ્તી ચીજ નથી કે કોઈપણ ખરીદી તેનો નશો કરી શકે. ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું સેવન અમીર અને પૈસાદાર લોકો જ પોતાના મોજશોખ માટે કરતા હોય છે અને પછી તેની લતે લાગી જતા હોય છે...! તો આવા લોકોને પકડવા મુશ્કેલ છે પણ નામુંકીન નથી." મેડમ સરે કહ્યું.

" તમે જે કહ્યું તેનાથી હું સહેમત છું. પણ આવા લોકોને કેવીરીતે પકડશો સુપ્રીતા ગોહિલ..?" કમિશનરએ કહ્યું.

To be continue...


મૌસમ 😊