અનોખો પ્રેમ - ભાગ 11 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 11

અનોખો પ્રેમ ભાગ 11

બિલ્ડિંગમાં બધા મળીને સો કે સવા સો લોકો હશે. લોકોની સંખ્યા મુજબ ત્રીસેક લોકોની મેડિકલ ટીમ બિલ્ડીંગમાં ગઈ. મોટાભાગના લોકો ચોથા માળે ફસાયેલા હતા. થોડા આરોપીઓ અને પોલિસો ત્રીજા માળે આવ્યા હતા. મેડિકલ ટીમે નીચેથી ચેકઅપ કરતા કરતા ઉપર જવું..એ રીતે ચેકઅપની પ્રક્રિયા શરૂ થઈ. કોઈપણ આદેશ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાનું સ્થાન ન છોડવું એવું કહેવામાં આવ્યું.

" ધડ..ધડ..ધડ..ધડ..જોરદાર રીતે ઝોમ્બિઝને એક સાથે મારી નાખ્યા..બહુ બહાદુર બંદી છે તું..સલામ છે તારા જેવી નારી ને..!" સલામ ભરતા પ્રિતે બાજુમાં દિવાલના ટેકે બેઠેલી સુપ્રીતા સામે જોઈ કહ્યું.

" thanks..પણ મેં કંઇ નવું નથી કર્યું, બસ મારી ફરજ બજાવી છે...!" સુપ્રીતાએ હસીને કહ્યું.

" એક વાત પૂછું..?" પ્રિતે કહ્યું.

" હા, પૂછ...!"

" તારા હસબન્ડ તારી સાથે કેમ નથી રહેતા..? "

" બહુ લાંબી કહાની છે...પછી કહીશ..!"

" કેમ અત્યારે તારે શુ કામ કરવાનું છે..? મેડિકલ ટીમ ચેકઅપ ન કરે અને ઉપરથી આદેશ ન આવે ત્યાં સુધી તું શું કરે..? ઝોમ્બીની જેમ ધડ..ધડ .ધડ..માખીઓને મારીશ..?" નાટકીય અંદાજમાં પ્રિતે કહ્યું.

" તું બહુ ફની છે યાર..તું જાણીને શુ કરીશ..?" સુપ્રીતા હસીને બોલી.

" તેઓની લાઈફમાં કોઈ બીજી સ્ત્રી હતી." સુપ્રીતાએ કહ્યું.

" આ વાતની તને ક્યારે ખબર પડી?"

" લગ્નની પહેલી જ રાતે..!હકીકત જાણીને હું ખૂબ ગુસ્સે થઈ હતી. પરિવારના દબાણથી તેઓએ મારી સાથે લગ્ન કર્યા હતા. તેઓ જે સ્ત્રીને ચાહતા હતા તે નિમ્ન જાતિની હોવાથી પરિવારના લોકો તેને સ્વીકારવા તૈયાર નહોતા. "

" હકીકત જાણ્યા બાદ તે શું કર્યું..?"

" પિતાની ઈજ્જત અને તેઓની નાજુક તબિયતના કારણે મેં આ હકીકત જાણ્યા બાદ મારા નસીબનો દોષ માની હું તેઓના ઘરે જ રહેવા લાગી. તેઓ સ્વભાવે ખૂબ સારા માણસ હતા. પતિ પત્ની વચ્ચે માત્ર પ્રેમ નહોતો, બાકી બધું એકદમ સારું ચાલતું હતું. અમે મિત્રની જેમ ઘરે રહેતા. આમને આમ એક વર્ષ વીતી ગયું. પરિવારના લોકો હવે નાના બાળકની ઈચ્છા સેવતા હતા. સીધી કે આડકતરી રીતે રોજ મારી સામે સંતાનની વાત લાવી દેતા. સાસુમા એ તો અમારે સંતાન થાય તે માટે ઘણી બાધાઓ પણ રાખી. ક્યારેક ડોક્ટરને બતાવી આવવાની સલાહ પણ આપતા. રોજ રોજના આવા વ્યવહારથી હું કંટાળી ગઈ હતી. કેમ કે હું પણ એક સ્ત્રી છું. મારામાં રહેલી મમતા પણ સંતાનને વ્હાલ કરવા તરસી રહી હતી. પણ હકીકતથી વાકેફ હું સંતાન મેળવવાની ઈચ્છાને મનમાં જ દબાવી દેવી પડશે..આ વિચારથી હું વ્યાકુળ થઈ જતી."

" પછી શું થયું ? " આગળ જાણવાની ઉત્સુકતાથી પ્રિતે પૂછ્યું.

" પછી મેં મારા હસબન્ડને વાત કરી. તેઓ સંતાન બિલકુલ નહોતાં ઈચ્છતા. પણ પરિવારની માંગ અને મારી ઈચ્છાને ધ્યાનમાં રાખી તેઓએ ટેસ્ટટ્યૂબ બેબી નો ઉપાય બતાવ્યો. અમે હોસ્પિટલમાં ગયા અને પ્રોસેસ ચાલુ કરી. ડોક્ટરએ કહ્યું હતું કે પહેલાં ટેમ્પરરી બેઝ પર પ્રોસેસ ચાલુ કરી છે, સક્સેસ ન થવાય તો મેજર પ્રોસેસ કરશુ. થોડા દિવસ પછી જ્યારે હું જોબ પરથી ઘરે ગઈ તો મને મારા બેડરૂમમાંથી એક ચિઠ્ઠી મળી. જે મારા હસબન્ડે લખી."

" ચિઠ્ઠી..? શાની ચિઠ્ઠી હતી તે..?"

" તેમાં લખ્યું હતું કે, મને માફ કરજે સુપ્રીતા, હું તને પ્રેમ ન આપી શક્યો. હું આ ઘર છોડી જાઉં છું. ઇન્ડિયાથી ઘણે દૂર. મને શોધવાની કોઈ કોશિશ ના કરતા. હું જેની પણ સાથે છું બહુ ખુશ છું. તું પણ તારા પિતાના ઘરે જતી રહેજે અને બીજા લગ્ન કરી દેજે."

To be continue...

મૌસમ😊