અનોખો પ્રેમ - ભાગ 8 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ - ભાગ 8

અનોખો પ્રેમ ભાગ 8

" દેશની સેવા કરવા માટે અમને સરકાર પગાર આપે છે. તમે અડધી રાતે ઉઠીને અમને જમવાનું બનાવી આપ્યું તે જ બહુ મોટી વાત છે. અને બીજી વાત સરકારે અમને જનતાને લૂંટવા નહિ, જનતાની સેવા કરવા માટે નિમ્યા છે. આથી જે થતા હોય તે કહી દો ભાઈ..!" મેડમસરે કહ્યું. પ્રિત તો મેડમ સર સામે જ જોઈ રહ્યો હતો.

"એક નીડર..નિર્ભય સ્ત્રી..જે પોતાની ફરજને કેટલી નિષ્ઠા અને લગનથી નિભાવે છે..! ધન્ય છે દેશની આવી નારીને..!" પ્રિત મનમાં જ મેડમ સર પ્રત્યે ગર્વની લાગણી અનુભવવા લાગ્યો.

" 325 થાય મેડમ..!" ખચકાતા હોટલના ભાઈએ કહ્યું.

" લો આ 1000 રૂપિયા.. બીજા ચાર પોલીસ કર્મીઓ પણ અહીં જમવા આવશે. તેઓને પણ જમાડી દેજો." પૈસા આપી મેડમસર અને પ્રિત ચાલતા થયાં.

" પ્રિત એક વાત કહું..?"

" હા, બોલોને..!"

" પહેલીવાર હું આમ, કોઈ સાથે ખુલીને વાત કરી શકી છું. જાણે કોઈ બાળપણનો ભેરુ મળી ગયો હોયને..! એવું ફિલ થાય છે. "

" મને તો તમને પહેલીવાર જોયા ત્યારથી એવું થાય છે..!" પ્રિત મનમાં બબડયો.

" શુ કીધું..?"

" કંઈ નહીં..!"

" ફ્રેન્ડસ.. બનીશું..?" મેડમસરે પ્રિત સામે હાથ લાંબો કરી પૂછ્યું.

" મને તો ફ્રેન્ડ બનવામાં વાંધો નથી. પણ મિત્રતાના કેટલાક નિયમો તમારે પાડવા પડશે..!"

" મિત્રતાના નિયમો હોય વળી..?"

" હા, કેમ ના હોય..?"

" ક્યાં નિયમો..?"

" નિયમ નંબર 1... મિત્ર બન્યા પછી નો સોરી,નો થેન્ક્સ..!"

" ઓકે..પછી..?"

" નિયમ નંબર 2... કોઈપણ પ્રોબ્લેમ્સ હોય ગભરાયા વગર બેજીજક કહી દેવાનું..!"

" હા..હા..હા..😂 ઓકે..! પછી..?"

"નિયમ નંબર 3...થોડો ઓંકવર્ડ છે પણ ફોલો તો કરવો પડશે..!"

" શું..છે..બોલો તો ખરા..!"

" તમે માંથી તું..કહેવાનો..! મિત્રને તમે તમે કહેવાનું..! મજા ના આવે ..!"

" આ પૉસીબલ નથી..પહેલી વાત તો એ કે હું તમારાથી હોદ્દામાં મોટી છું. બીજું કે હું તમારાથી ઉંમરમાં પણ મોટી છું..તો તમારે મને માનથી જ બોલાવવી પડે. જાહેરમાં તમે મને તું કહીને બોલાવો તે શોભનીય નથી. તમારે રિસ્પેક્ટ તો કરવી જ જોઈએ."

" એનો પણ મારી પાસે ઉપાય છે..હું તમને જાહેરમાં તો માનથી જ બોલાવીશ..પણ ખાનગીમાં તો હું તને સૂપી જ કહીશ..અને મને તો તું જાહેર -ખાનગી ક્યારેય પણ તું કહીને બોલાવી શકે છે...!" પ્રિતની વાતો માં 'તું' કાર સાંભળીને સુપ્રીતાતો પ્રિતની સામે જ જોઈ રહી.

" તમે માંથી સીધા તું કહેવામાં મને થોડું અજુકતું લાગે છે અને તમે તો મને તું કહેવા પણ લાગ્યા..!"

" તમે નહીં..તું કહો..! એક બે દિવસમાં તું કહેવાની પ્રેક્ટિસ થઈ જશે."

" તું કહો..! તારે પણ પ્રેક્ટિસની જરૂર છે હો..!" કહી બંને હસવા લાગ્યા.

ડ્રગ્સના બધા આરોપીઓને એક સાથે એક જ હોલમાં પુરી રાખ્યા હતા. વહેલી સવારે કમિશનર તેઓને સંબોધીને ડ્રગ્સ સંબંધી અને તેમના માટે લેવાના કડક પગલાં વિશે જણાવવાના હતા. આખાય હોલમાં નીરવ શાંતિ છવાયેલી હતી. મોટાભાગના આરોપીઓ સુઈ ગયા હતા.

એકને ડ્રગ્સની તલપ લાગી. તે વ્યાકુળ થવા લાગ્યો. શુ કરવું શું ન કરવું તેને સમજાતું નહોતું. બધા પોલીસ કર્મીઓ ખડેપગે હતા. તેમની નજરથી ભાગવું મુશ્કેલ નહીં નામુંકીન હતું. તે વ્યક્તિ ઉભો થયો. તેનું શરીર અસ્વસ્થ લાગતું હતું. ખુદને સંભાળતો તે એક પોલીસ કર્મી પાસે ગયો.

" સાહેબ..વોશરૂમ જવું છે..ક્યાં છે..?" તે વ્યક્તિએ ધીમેથી ઈશારા સાથે કહ્યું.

" ચાલ હું આવું સાથે..!" કહી પોલીસ કર્મી વોશરૂમ તરફ ચાલવા લાગ્યો.

તે વ્યક્તિ વોશરૂમની અંદર ગયો. પોલીસ કર્મી બહાર જ ઉભો રહ્યો. તે વ્યક્તિએ અન્ડરવેરમાં છુપાવેલ એક નાની પડીકી કાઢી જેમાં ડ્રગ્સ હતું. તેને ફાટફાટ નાક દ્વારા તેનું સેવન કર્યું અને તે ખાલી રેપરને ટોઇલેટમાં નાખી ફ્લશ કરી બહાર નીકળી ગયો. ડ્રગ્સનું સેવન કર્યા પછી તેને જાણે રાહત થઈ.

થોડી જ વારમાં પોલીસ કમિશનર હાજર થયા. દરેકને પાકિસ્તાનનો આતંકવાદી પ્રવૃત્તિ કરનાર અબ્બાસ મિયાંનો ઓડિયો સંભળાવ્યો. તેમણે સૌને અપીલ કરતા કહ્યું,

" આપણા દેશ પર મોટી આફત મંડરાઈ રહી છે. અને તેનો માર્ગ ડ્રગ્સનું સેવન કરનારા છે. ડ્રગ્સનું સેવન કરવું.., ડ્રગ્સની લે વેચ કરવી..કાયદાકીય રીતે ગંભીર ગુનો છે. તમે સૌએ આ ગુનો કર્યો છે, તેમ છતાં હજુ પણ જો તમે ધારો તો દેશની રક્ષા કરવા આ પ્રવૃત્તિને આગળ વધતી અટકાવવામાં અમને મદદરૂપ થઇ શકો છો.કેમ કે આતંકવાદીઓએ ડ્રગ્સમાં કયો વાઇરસ ભેળવ્યો છે..? તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક હશે..? તેના વિશે કંઈ જ માહિતી નથી. આથી આપ સૌ મદદ કરો તો આપણે ડ્રગ્સમાં આ ખતરનાક વાઇરસ ભેળવનાર સુધી પહોચી શકીએ અને દેશના બીજા વિસ્તારોમાં વાઇરસને ફેલાવતો અટકાવી શકીએ."

કમિશનરની વાત સાંભળી હમણાં જ ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિ ચોક્યો. તે અંદરથી ડરવા લાગ્યો. કેમ કે તેણે જે ડ્રગ્સનું સેવન કર્યું હતું તે ગઈ કાલે જ લાવ્યો હતો.

To be continue..

મૌસમ😊