નિશાચર - 26 - છેલ્લો ભાગ Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નિશાચર - 26 - છેલ્લો ભાગ

‘શુ છે આ બધું?' ગ્રીફીન બરાડ્યો.  ‘હીલાર્ડ, બહેરો છે તું? પીસ્તોલ ભરેલી છે, જો પીસ્તોલ–' ગ્રીફીન ડેનની નજરને તાકી રહ્યો અને બોલતો બંધ થઈ ગયો.  ‘રાલ્ફી,’ ડેને કહ્યું, ‘હવે તું મોટો થઈ ગયો છું હું કહું છું તેમ કર, બેટા.’

‘ચૂપ મર!' ગ્રીફીને બૂમ પાડી  ‘તું અહીં ખાલી બંદુક લઈને કંઈ થોડો પાછો આવવાનો હતો ?' ડેને તક ઝડપી લીધી. ‘રાલ્ફી !’ તે બગયો.  ‘દોડ, બેટા!’

અને ગ્રીફીન હાલે તે પહેલાં એક કૂદકામાં છોકરો ડેન પાસે દોડી આવ્યેા.  ‘નીચે થઈને બહાર જા!’ ડેન હીલાર્ડ બુમ પાડી.

અને પછી તેણે ગ્લેન ગ્રીફીનને બંદુક ઉંચી કરતાં જોયેા. તેણે પીસ્તોલનો ખટાકો સાંભળ્યો છતાં તેણે પણ તેની ઓટોમેટીક કોટના ખીસ્સામાં જ રાખી. ગ્રીફીને ફરી ફરીને ટ્રીગર દબાવ્યું. ફરી ફરી ખાલી ખટાકા સંભળાયા. તેણે રાલ્ફીને સીડી ઉતરી બહાર જતો સાંભળ્યેા. હવે તેને ખાત્રી થઈ ગઈ કે છોકરો બહાર જતો રહ્યો હતો.

અને એ ઘડીએ ડેને ખીસામાંથી આટોમેટીક બહાર કાઢી. ગ્રીફીને ડેનના ચહેરા પર છવાયેલો રોષ જોયો અને તે ખૂણામાં પાછા ડગલાં ભરી રહ્યો. તેની જીભ બે હોઠ વચ્ચેથી લટકી રહી, તેની આંખો તરડાઈ ગઈ.

ગ્લેન ગ્રીફીન દિવાલને ધસાઇને નીચે ફસડાતો હતો. તેના મોંના ખૂણામાંથી લાળ ટપકતી હતી. તેનુ મોં ખુલ્યું, બંધ થયું, ખુલ્લું બંધ થયું, પણ કોઈ શબ્દ બહાર નીકળ્યો નહિ.

પણ શા માટે ડેન ગેાળી છેાડતો નહોતો? શા માટે તે રેકાઈ રહ્યો હતો?

પણ ડેન હીલાર્ડ એ લોકોમાનો એક નહોતો. આ જ બેડરૂમ હતો. આ જ બેડરૂમમાં તે એની પત્નિ સાથે સુતો હતો. આા તેનું ઘર હતું. નીચે તેની પત્ની છોકરી અને છોકરો તેની રાહ જોતાં હતા. ડેન હીલાર્ડે બંદુક નીચે નમાવી. તે એમના જેવો નહોતો. એમનામાંનો એક નહતો.

‘ગેટ આઉટ,' તે ધીમેથી બોલ્યો.  ‘ગેટ આઉટ ઓફ માય હાઉસ.' તેણે શાંતિથી કહ્યુ.

ગ્લેન ગ્રીફીન લથડીયાં ખતો હોલમાં ગયો, સોડી ઉતર્યો અને આગલું બારણું ખોલ્યું. ડેને ઓટોમેટીક ફરશ પર ફેંકી.

પછી તેણે બારી ખોલી.  ‘વેબ!’ તેણે બુમ પાડી. ‘જલ્દી ડોકટર અને એમ્બ્યુલન્સ બોલાવ!’

તે સીન્ડીના બેડરૂમમાં ગયો અને ચક રાઈટ પાસે બેઠો. તેણે બહાર બે શેાટ સાંભળ્યા. ગોળીબાર દુરથી થયો હતો.

જેસી વેબે રાયફલ નીચે ઉતારી.

તેણે ગ્રીફીનને હીલાર્ડ ના ધરના આગલા બારણામાંથી નીકળીને દોહતેા જોયો હતો.

તેણે બે હાથ ઉંચે રાખ્યા હતા અને તે કશું ન સમજાય તેવું બબડતો હતેા. શું તે શરણાગતિના શબ્દો હતા?

પરંતુ જેસી વેબ તેના પર રાયફલ તાકી હતી અને બે વાર ગ્લેન ગ્રીફીન ઉપર ગોળીઓ છોડી હતી.

ગ્લેન ગ્રીફીન હાથ અને પગ પહોળા કરી લેાનમાં ઉંધા મોંએ પછડાયો હતો.

એલીનાર સહિત સૌ આગ્રહ કરતાં હતાં કે ડેન ઘેર રહે. સીન્ડી હોસ્પીટલમાં ચક સાથે હતી. ડેન હવે વધું કંઇ કરી શકે તેમ નહોતો. તેને આરામની જરૂ૨ હતી. તેનુ જડબું સખત સૂઝી ગયુ હતું. તે એલીનોર સાથે વેઈટીંગ રૂમમાં બેઠો હતો.

તેણે ડેપ્યુટી શેરીફ વેબને સામેથી કોરીડોરમાં આવતો જોયો. નર્સ ને તેની સાથે ચાલવા લગભગ દોડવુ પડતું હતું. વેઈટીંગ રૂમમાં આવી વેબે હેટ ઉતારી.

ડેન ઉભો થયો.  ‘જો છોકરો ભાનમાં આવ્યો હોય તો મારે તેને મળવું છે.'

'રૂમ ૪૦૨,' નર્સ  બોલી. ‘પણ–'

જેસી વેબ નર્સનેા હાથ પકડી બાજુમાં ખાસ્યો અને ડેન હીલાર્ડ સામે જોઈ હસ્યો. ‘મારે કંઈ કહેવુ છે.'

‘યસ?'

‘ફરી કદી કોઇ કામ પડે તો મને જરૂર મળજે,'

જેસી વેબે કહ્યું.

બંને સામસામે મલકયા.

‘હું પણ તને એ જ કહું છું', ' ડેન હીલાર્ડે કહ્યું તે તેની સાથે હાથ મિલાવ્યો. ‘રૂમ ૪૦૨,’ જેસી વેબે કહ્યું અને ડેન હીલાર્ડ નો હાથ છેાડયો. ‘અને સાંભળ, ઘેર જઈને ઉંધી જજે'

અને તે ડેન હીલાર્ડને કોરીડોરમાં ધીમેથી જતો જોઈ રહ્યો.

ડેન હોલને છેડે આવેલા રૂમમાં પ્રવેસ્યો. એક યુવાન પલંગ પર હડપચી સુધી સફેદ ચાદર ઓઢી ચત્તોપાટ સૂતો હતો. તેની પાછળ વહેલી બપેારના ઉંચી બારીઓમાંથી આવતા સૂર્યના પ્રકાશમાં એક પાતળી લાલ વાળવાળી છેાકરી બેઠી હતી.

ડેન રૂમમાં પ્રવેશતાં યુવાને બારણા તરફ જોયું અને તેની ગ્રે આંખો વધુ પહેાળી થઈ. ડેન પલંગ પાસે આવ્યો.

‘ડેડી, તમે એને કહે,’ સીન્ડીએ કહયું. ‘હું તેને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી. ડેડી, એ મૂર્ખ નહોતી ? હું પોલોસ-સ્ટેશનમાં પાગલ જેવી થઈ ગઈ હતી. હું માનતી હતી કે તે કશું કરવા તોળાઇ ઉઠયો હતો. મને શક ગયો હતો કે તે ત્યાં હતો. ડેડી, તમે જ એને સમજાવો કે જેથી ભવિષ્યમાં આ માણસ આવો અવિચારી મૂર્ખ ના રહે.’

સીન્ડીના ગુસ્સાથી ચક મૂર્ખ બની ગયો હતો. ડેને માંડ માંડ સ્મિત કરવાનું ખાળ્યું. તેણે એની છોકરીના ગાલ ઉપર શરમની સુરખી ઉભરાતી જોઈ.

‘ચક, સાચે જ તું અવિચારી મૂર્ખ હતો,' ડેને કહ્યું.

ચક ધણો ફિક્કો લાગતો હતો પણ તેના ચહેરા પરથી થોડીક કાળાશ જરૂર અદશ્ય થઇ હતી.

‘હું માનું છું એ સિવાય હું બીજું કંઈ કરી શકું તેમ નહોતો,’ ચકે કહ્યું. તેનો અવાજ ઘણો નબળો પડી ગયો હતો.

ડેને ગળું સાફ કર્યું.

‘હા,’  તેણે કહ્યું. ‘હા, હું તારી લાગણીઓ સમજું છું.' તે બારણા તરફ ફર્યો.  ‘પણ બેટા, સીન્ડી તને ખખડાવી જાય નહિ તેનુ ધ્યાન રાખજે. એ તને અમારે ત્યાં જમવા બોલાવે એવુ કરજે. હું માનું છું તું બહુ જલ્દી હોસ્પીટલમાંથી છુટો થઈશ.’

ડેન હીલાર્ડે બહાર નીકળી બારણું બંધ કર્યું. તે એક મીનીટ માટે હોલમાં થોભ્યો. તે એની છોકરીના ચહેરા ઉપર ઉભરાઈ આવેલી તેજસ્વીતાથી પ્રભાવિત થયેા હતેા. તેનું શરીર થાકી ગયું હતું પણ તેનું મન થાકી ગયુ નહોતુ.

તેણે હોલમાં ચાલવાનું શરૂ કર્યું.

આટલી બધી વારથી ચક રાઈટને તે જે કહેવા માગતો હતો. એ તેણે એને કહ્યું હતું ? કદાચ એ પૂરતું કહી શકયો નહોતો.

કેટલીક વાર તમે જે કહેવા માગતા હોય તે કહી શકતા નથી. પરંતુ તમે જે કહેતા નથી તે કહયા વિના પણ સામો માણસ સમજી જાય છે.

અને તે માટે તમારી જાણ બહાર તમારા ચહેરા પર એ પ્રકારના ભાવ ઉપસી આવતા હોય છે.

તે એલીનોર પાસે પહેાંચ્યો. એલીનેાર એકલી હતી.

તે ઉભી થઇ અને તેનેા હાથ પકડયો.

'તુ,' તે બોલી તેની બોલવાની અદા પણ તેની છોકરીના જેવી જ હતી.

‘તું હવે સૂઈ જઈશ. તારે પૂરા ત્રણ દિવસ સુધી ઉંધી જવાનું છે. સમજ્યો ડેન? આ દિવસ મેં તને કહી દીધું.’

ડેન હસ્યો.

તેઓ લીફ્ટમાં નીચે ઉતર્યાં અને હોસ્પીટલના પથ્થર અને આરસપહાણમાંથી બનાવેલા પ્રવેશ—હોલમાં ગયા.

બહાર વિશાળ પગથીયાંઓ ઉપર રેલાતા સુરજના તડકામાં ત્રણ માણસો રાલ્ફ હીલાર્ડને ઘેરી ઉભા હતા ડેનને શક ગયો કે તેઓ અખબારી પત્રકારો હતા. એક જણ પાસે કેમેરો હતો.

રાલ્ફે તેના માતાપિતાને જોયાં અને બોલતો અટકી ગયો. તે એમની રાહ જોવા લાગ્યે.

તેણે દસ વર્ષની ઉંમરના પ્રમાણમાં હવે તે ઘણો પાકટ થઇ ગયેા હતેા.

તેણે પેલા ત્રણ માણસો તરફ ફરી કહ્યું  ‘મેં જે તમને કહ્યું એ જો તમે એમને કહેશેા તો હું તમારા  પર બદનામીનો દાવો માંડીશ.’

ડેને રાલ્ફને પૂછ્યું નહિ કે પત્રકારો સાથે તેણે શી વાતચીત કરી હતી. એલીનોરે પણ તેને કંઈ પૂછ્યું નહિ

તસ્વીર ખેંચાયા પછી તેઓ ટેક્ષીમાં બેઠા અને ટેક્ષી ઉપડી ત્યારે તે ડેન તરફ ફરી અને તેના હોઠ ઉપર પોતાના હોઠ ચાંપી દીધા.

તેણે લાંબી વાર સુધી ચુંબન કર્યું.

રાલ્ફ હીલાર્ડ તે જોયું.

તે વિમાણસમાં પડી ગયો. પછી તેણે મોં ફેરવી લીધું અને બારી બહાર જોવા લાગ્યો.

 

 

વાંચક મિત્રોને નમ્ર અપીલ:

મિત્રો, તમને જો પુસ્તક પસંદ આવ્યું હોય તો પુસ્તકને રીવ્યુ જરૂર આપજો. આપનો રીવ્યુ મારા માટે ખુબ જ મહત્વનો છે.

આભાર

રોમા રાવત