નિશાચર - 9 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નિશાચર - 9

‘આપણને તરત ખબર પડી જશે. આવા બધા કોલને રેકર્ડ રખાય છે.'  

‘ઇન્ડીયાના પોલીસ કોલ'

‘તને મળી જશે શેરીફ ' કારસને હસતાં હસતાં હસતાં તેને કહ્યું  ‘ વેબ એક વાત કહું. મારે આની સાથે કોઇ નિસ્બત નથી પણ તું આ કેસમાં  અંગત રસ લઈ રહયો હોય એમ લાગે.’

જેસી મલકાયો 'તે ધણો જટિલ કેસ છે.’   તેણે કહ્યું.  ‘મને એવું થયા કરે છે કે જેટલો હું ગ્રીફીન પાછળ પડયો છે તેટલો એ મારી પાછળ પડયો છે’

ગ્લેન ગ્રીફીન ડેનની હેટ માથા ઉપર મૂકી ટેબલના મથાળે બેઠો હતો. તેના હોઠ વચ્ચેથી સીગારેટ લટકતી હતી. પીસ્તોલ તેણે પાસે જ રાખી હતી. હેંક ખુણામાં ઉભો હતો. રાતના બનાવનો કોઈ અણગમો તેના ચહેરા પર વ્યક્ત થતો નહોતો, ડેન અને એલીનેાર પાસે બેઠાં હતા. સીન્ડી ડેનની સામે બેઠી હતી. રાલ્ફી તેની બાજુમાં બેઠો હતો.

‘પરિસ્થિતિ પલ્ટાઈ ગઈ છે, દોસ્તો' ગ્લેને કહ્યું. ‘મારી જે મિત્ર આવવાની હતી. તે આવી શકી નથી. લાગે છે. પોલીસોએ તેને ઝડપી લીધી છે.'

 બહાર વરસાદ હજી ચાલુ હતો.

‘હવે અમે અહીં વધુ રહેવા માગતા નથી. પરંતુ જતાં પહેલાં મારે થાડું કામ કરવાનું છે. અમે થોડા વધુ સમય માટે તમારા મહેમાન રહીશું.'    

‘કેટલા?’

‘ટપાલમાં મારૂ એક પરબીડીયુ ન આવે ત્યાં સુધી, હીલાર્ડ ’

‘કયારે આવશે?'

‘આજે.'

‘દરમ્યાન?’

‘દરમ્યાન, અહીં બધો વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહેશે. તું અને તારી આ છોકરી-બંને જણા કામે જશો. માત્ર તારો આ તોફાની છોકરો જરા ચાલાક છે એ ઘેર રહેશે. એક દિવસ નિશાળે નહિ જાય તો શું બગડી જવાનું છે? હું ઘણાં દિવસો સુધી નિશાળે ગયેલો જ નહિ. તોય જો, કેવો છું હું!' તે ખડખડાટ હસ્યો.

વરસાદમાં પણ તેનું અટ્ટહાસ્ય રૂમને ગજવી ગયું. 

‘સારુ ગ્રીફીન,’ ડેને ધીમેથી કહ્યું ‘હું પણ આજે ઓફીસે નહિ જઉં, મારી તબીયત સારી નથી.’

ગ્લેન હસ્યો,  ‘હજી તારી તબીયત વધુબગડે એમ છે, હીલાર્ડ.’

‘હું મારી ઓફિસે ફોન કરી દઈશ એટલે કોઈને શંકા નહિ જાય.’

‘તું ઓફિસે નહિ જાય તો મારૂં પરબીડીયુ કોણ લાવશે? અને એ પરબીડીયુ તારી ઓફિસે તારા નામે આવવાનું છે. પોલીસોને તેા અહીં આ જગ્યાએ ફરકવા દેવાનુ અમને થોડુ પોસાય?’

ડેને નકારમાં માથું હલાવ્યું  ‘હું તારા દારૂડીયા મિત્રની હાજરીમાં મારી પત્નિને એકલી મૂકવા માગતો નથી. ગઈ રાતે જે બન્યું તે પછી તો નહિ જ.' 

ગ્લેને કહ્યું ‘શ્રીમતિ હીલાર્ડ ઉપર તેના બેડરૂમમાં જ રહેશે. હું રોબીશને આખો દિવસ નીચે જ રાખીશ.’

‘ગઈ રાતના બનાવ પછી હું એ જોખમ ખેડવા  તૈયાર નથી.'

‘હીલાર્ડ, ચૂપ રહે હવે. મેં તને વચન આપ્યું છે પછી? મારી ધીરજની કસોટી ના કર. આખી જીંદગી મેં તારા જેવા હરામખોરાના હુકમો પાળવામાં ગાળી છે. હવે ફીશીયારી માર્યો વગર તુ સીધો તારી ઓફિસે જા, હીલાર્ડ, પછી જેવું પરબીડીયું આવે કે તે ખોલી તેમાંથી રકમ કાઢી બેંકમાં કે પછી બીજી કોઈ જગ્યાએ જઇ તેને વીસથી નીચેની નોટો માં બદલાવી મને ફોન કર કે તું પાછો ઘેર આવી રહ્યો છે. બરાબર ?  હવે ધ્યાનથી સાંભળ. હું મારા એક ખાસ સાગરિતના સંપર્કમાં  રહીશ. આ માણસ મારૂં ખાસ કામ કરવાનો છે.  ઘેર પાછા આવતી વખતે તું એને મહેનતાણું ચુકવતો આવજે.

જો તે આ વેળા કોઈ ચાલાકી અજમાવી છે તો તારા માથા પરનો જખ્મ હજી વધુ ઉંડો કરીશ. ઉપરાંત યાદ રાખજે કે તારી પત્ની અને છોકરો હજી મારી પાસે છે.’

એલીનોરે ડેનના હાથ ઉપર તેનો હાથ મૂકયો. ડેન જો ઉપર કોઈ આવવાનો પ્રયત્ન કર્યો તો હું એટલી મોટેથી ચીસો પાડીશ કે તેમને પીસ્તોલ વાપર્યાં સિવાય છુટકો જ નહિ રહે. સમજયો? હવે સમય ઘણો ઓછો છે.’ તે ઉભી થઈ. ‘ હું તારો રેઈનકોટ લઇ આવું છું.'

હોલમાં ડેને એલીનોરે લઈ આવેલો કોટ પહેર્યાં પછી તે ફર્યો અને એલીનોરનુ મોં બે હથેળીઓમાં લઇ ચુંબન કર્યું .

ગ્લેન આ જોઈ હસી પડ્યો. ડેને સીન્ડીને ઉભી થઈ તેની તરફ આવતી જોઇ. એ ઘડીએ હેંક ગ્રીફીન બોલ્યો  ‘ એમાં હસવાનુ શું છે?'

‘મને હસવું આવે ત્યારે હું મોકળે મને હસી લઉં છું.'   ગ્લેન ગ્રીફીને કહ્યું.   ‘તારે સફાઈ આપવાની જરૂર નથીં હેંક ઓકે? ’  

‘ઓકે’

ગ્લેન રોબીશ તરફ ફર્યો   ‘એય જાગ! હવે હું જરા ઉંધી લઉં અને હીલાર્ડ તું કોની રાહ જુએ છે જા જલ્દી.’

ડેન ગ્લેન આગળથી પસાર થયો. પછી તે રાલ્ફી પાસે ગયો.  

‘રાલ્ફી તેં સાભળ્યું  મિ. ગ્રીફીને શું કહ્યું ? તું તારી મમ્મી સાથે જ રહેજે હો ! અને તેને તકલીફ પહોંચાડતો નહિ સમજયો ને રાલ્ફી ? '

રાલ્ફીએ જવાબમાં માત્ર હકારમાં ડોકું જ હલાવ્યું ભયથી કે પછી લાચારીથી. એ ખુદ ડેન પણ સમજી શક્યો નહિ.

પછી તે સીન્ડીની કારમાં બેઠો. સીન્ડી તેની પાસે આવીને બેઠી.

કાર ઉંપડી.

બમ્પર ઉપર બે લાલબત્તીઓ છાપરા પર સાયરન અને બંને  બાજુએ શેરીફના સિકકાવાળી કાળી સીડન શહેરની સીમાની બહાર ઉત્તરે, હીલાર્ડ ના મકાનથી માત્ર પાંચ શેરીઓ દૂર હતી. કાચ ઉપર ધસાતા વાઈપરોથી પાછળ બેઠેલા જેસી વેબને ખ્યાલ આવી ગયો હતો કે આજનો દિવસ પણ નકામો જ જવાનો હતો રાતના દસથી સવારના ત્રણની વચ્ચે કોલંબસ ઓહિયોથી ઈન્ડીયાના પોલીસ ઈન્ડીયાનામાં પબ્લીક ફોન બુથથી આવેલા કોલના નંબર અને સરનામાંઓમાં હવે માત્ર એક જ ચેક કરવાનું બાકી રહેતુ હતું.

જેસી વેબે કાર થેાભાવી, ખીસામાં હાથ નાખ્યો, પીસ્તોલનો સ્પર્શ અનુભવ્યો અને બહાર નીકળ્યો. તે મકાન તરફ ચાલ્યો. તે પરસાળમાં આવ્યો. તેણે કાચના  બારણા પર જાંબલી રંગનો ફુલોની ભાતનો એક ટુકડો લટકતો જોયો. ફોલ્ડીંગ ખુરશીઓ પરસાળમાં વ્યવસ્થિત ગોઠવેલી હતી.

મધરાતના ટેલીફોન કોલનો ખુલાસો સ્પષ્ટ થઇ ગયો. જેસી પાછો ફર્યો અને કારમાં આવીને બેઠો. તેણે પેન્સીલ કાઢી, અણી જીભને અડાડી અને પછી પાટીમાં બીઆર-૮૪૭૦ નંબર અને જેમ્સ, રાઇલી નામ ઉપર છેકો માર્યો.

તેણે ડેશબોર્ડના ઘડિયાળમાં જોયું. ૯:૨૯ દિવસ લાંબો જવાનો હતો.

૯:૩૧ વાગે ત્રણ મેાટા થેલાએમાં ટપાલ આવી. મિ. હીલાર્ડ ટપાલરૂમમાં જ ઉભો રહેલો હોવાથી ટપાલ કારકુનોએ ઝડપથી ટપાલતનું સોર્ટીંગ કર્યું અને મેસેન્જર મારફત જુદા જુદા વિભાગોને ટપાલ, મોકલી આપી. પારસોનેલ ડીપાર્ટમેંટ અને મિ.ડેનીયલ હીલાર્ડના નામની બધી ટપાલ કારકુને તેના હાથમાં આપી ત્યારે કારકુન ડેનના માથામાં ચીકણી પટ્ટી ચોંટાડેલી જોઈ નવાઈ પામ્યો પણ કંઈ પૂછ્યું નહિ.

હવે પછીની ટપાલ ૨:૪૫ વાગે આવવાની હતી.

હજી તેને પ કલાક અને ૧૦ મીનીટની વાર હતી. તે લીફટમાં છઠા માળે ગયો. ટપાલ તેની સેક્રેટરીના મેજ ઉપર ફેંકી અને પછી તેની એફિસમાં જઈ ટેબલ પાછળ ખુરશીમાં બેઠો.

તેણે પેન્સીલ અને કાગળ લીધાં અને લખ્યુ.  ‘ જેને લાગેવળગે છે તેને. તમે જેને પકડવા માગો તે ત્રણ ભાગેડુ કેદીઓ સાથે નિર્દોષ વ્યકિતઓ કારમાં હશે. જો તમે ગોળીબાર કરશેા તો તે નિર્દોષ લોકોની જીંદગી લીધાના જવાબદાર ઠરશે. આ ચીઠીનું પગેરૂ શોધવાના પ્રયત્નથી આ નિર્દોષ લોકોનો જાન જોખમમાં પડશે અને તમારે જે જોઈએ છે તે મળશે નહિ. '   તે આરામથી બેઠો. અને જે લખ્યું હતું. તે વાંચી ગયો પછી તેણે કાગળની ગડી વાળી, ડેસ્ક પરથી કવર લીધું, ચીઠી કવરમાં બીડી અને સરનામુ કર્યું.

‘પોલીસ હેડકવાર્ટસૅ, દક્ષિણ અલ્બામા, સીટી. ’   પછી તેણે ટેલીફોન ઉપાડયો અને તેના ધરનો નંબર ડાયલ કર્યો.

‘એલી? કયાં છે તેઓ? ’

‘નીચે હું રાલ્ફી સાથે છું. બધું ઠીક છે ને, ડીયર? ’  કંઇ થયેલું? ’

‘ના માત્ર મિ. પેટરસન પાછલા બારણે આવેલો કચરો કાઢવા આવે છે ને તે. તે ગેરેજ ખોલવા માગતો હતો પણ મેં ચાવી ખોવાઈ જવાનુ બહાનું કાઢ્યું. તે જતો રહયો. બાકી કંઈ થયું નથી. તેણે ગેરેજમાં જોવાનો પ્રયત્ન કરેલો.

‘તેને કાઈ શક ગયેલો?’

‘ના.’

‘બસ એટલુ જ ને?’

‘હા’

લાઈનના બીજે છેડે ડેને ગ્લેન ગ્રીફીનનું કટાક્ષભર્યું હાસ્ય સાંભળ્યું. ગ્લેન ગ્રીફીન નીચેના ફોન ઉપર તેમની વાતચીત સાંભળતો હતો.

‘સવારની ટપાલમાં કઈ નથી, '  ડેને કહ્યું.‘ કદાચ અપેારની ટપાલમાં આવે ૨ઃ૪૫, બધું પતી જશે, એલી, ’  તે બોલ્યો. ‘ ચિંતા ના કરતી.'

‘ગુડ બાય, ડીયર.’

કલીક પછી બીજી એક કલીક : ધરમાં નીચેના ફોનની. ડને રીસીવર મેજ ઉપર મૂકયું. ડેન નિરાશ થઈ બેસી રહ્યો.

અચાનક ફોન રણકયો. તેણે રીસીવર ઉપાડ્યું હાથમાં ખૂબ પરસેવો થયો હતો.

‘ડેડી?’

‘સીન્ડી!’