નિશાચર - 3 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિશાચર - 3

તે પછી જે કંઈ બન્યું તે એટલી તેા ચેકસાઈ અને વીજળીક ઝડપે બન્યું કે એલીનોર સ્તબ્ધ જ રહી ગઇ. તે મુઢ બનીને લાચારી ભોગવી રહી.

તેણે એની પાછળ બારણું ખુલતું સાંભળ્યું, હેન્ડલ તેના પાંસળા સાથે દબાતું અનુભવ્યું અને પછી બંધ થતું સાંભળ્યું મોટો માણસ પાછળના બારણામાંથી પ્રવેશ્યો હોવો જોઇએ. તે એની પાસેથી ફરીને સીડી ચડયો. ત્રીજો માણસ, જે ખૂબ જ નાનો હતો અને જેણે લીલા રંગના પટાવાળો વિચિત્ર પેશાક પહેર્યા હતેા તે ઝડપથી નીચે આવ્યો અને બારણાં ખોલબંધ કર્યા. હોલમાં ઉભા રહેનાર વાળી પોશાક- વાળા યુવાનના હાથમાં એલીનારે પીસ્તોલ જોઈ. એલીનોરને  ચીસ પાડવાની ઈચ્છા થઈ પણ ચીસ ગળામાં જ રૂંધાઈ ગઈ.

‘ગભરાતી નહિ,' યુવાને તેને કહયું. ‘ટેઈક ઈટ ઇઝી. પણ જો મો ખેાલ્યું છે તો સ્કૂલેથી આવતો તારો છોકરો તારી લાશ જ જોશે.'

છોકરિયાત જેવા લાગતા માણસે એલીનોર સામે જોયા વગર જ કહ્યું, ‘ અહીં’ બધુ ઠીક છે, ગ્લેન’ અને ગ્લેન તરફથી હકાર સાંભળ્યા વગર જ તે ડાઈનીંગ રૂમમાંથી કીચનમાં ગયો.

એલીનોરે પાછલું બારણું ખુલતું અને બંધ થતુ સાંભળ્યું અને પછી ડ્રાઇવવેમાં મોટરનો અવાજ સાંભળ્યો. પછી મધ્યમવયનો માણસ સીડી ઉતરી નીચે આવ્યો. તેના એક હાથ ઉપર ડેનનો શુટ લટકાવેલો હતેા. તેના જાનવર જેવા ચહેરા પર આનંદનો  અર્વિભાવ હતો પણ તેની લીલ-પીળી આંખો લખોટીઓ જેવી સપાટ અને અપારદશૅક લાગતી હતી.

‘મીસીસ સિવાય કોઈ ઘેર નથી.' મધ્યમ વયસ્ક માણસે કહ્યું. ‘ત્યાં જા, રોબીશ,' ગ્લેન ગ્રીફીને કહ્યું. ‘ અને બહાર આગલા ભાગ ઉપર નજર રાખ.’

રોબીશ લીવીંગરૂમમાં ગયો અને આગલી બારીઓ સામે મુકેલી ખુરસીમાંની એકમાં બેઠો. તેણે મોટેથી મોંમાંથી શ્વાસ બહાર ફુંકયો. ત્રણે ઘરમાં હતા અને કાર હીલાર્ડ ના ગેરેજમાં હતી. ‘હવે, ' ગ્લેને કહયું . ‘ મીસીસ હીલાર્ડ, સાંભળ. આપણે એક ફોન-કોલ કરવાનો છે, તારે અને મારે હું માનુ છું હવે તને સમજાઈ ગયું હશે. વાતચીત દરમ્યાન તે કંઈ આડુઅવળું કર્યું છે તો તેનું પરિણામ શું આવશે તે તું સારી રીતે જાણે છે. અમે અહીં માત્ર સંતાવા આવ્યા છીએ. અમે કોઈને ઈજા પહોંચાડીશું નહિ. ખાસ કરીને છોકરાંઓને તો નહિ જ. સાયકલ લઈને ગયેલો તારો છેાકરો જયારે પાછો ... '

‘મારે શું કરવાનું છે? ' એલીનોરે પૂછ્યું. ગ્લેન ગ્રીફીન હસ્યો. ‘સ્માર્ટ છે તું, આશા રાખુ કે તારૂં આખું કુટુંબ તારા જેવુ જ સ્માર્ટ હોય ચાલ હવે. ' અને એલીનારે ગ્લેન ગ્રીફીન તરફથી સૂચના સંભાળ્યા પછી તેણે રીસીવર ઉપાડ્યું અને લાંબા અંતરનો કોલ ડાયલ કર્યો. તેણે ઓપરેટરને પોતે જાણતી હતી પણ યાદ કરી શકતી નહોતી તેવો નંબર આપ્યો પીટસબર્ગ, પેન્સીલ્વા નીયામાં...

‘પીટસબર્ગ ! ’જેસી વેબ ધીમેથી બોલ્યો અને એફબીઆઇના કારસન તરફ જોયું. ‘ તેમણે હેલન લામરને શોધી કાઢી છે! '

ટોમ વીન્સ્ટને માથું ફેરવી પૂછ્યું ‘ તેને પકડી પાડી ? '

‘તે એક કલાક પહેલાં જ નીકળી ગઈ શા માટે ? ' કોઈ કહી શકયુ નહિ. અચાનક આવી અને જતી રહી. તેઓ હજી પણ હોટલના માણસને પૂછપરછ કરી રહ્યા છે. જો ગ્રીફીને તેને કોલ કર્યો હશે તો વચ્ચે કોઈ જરૂર હશે. એટલે હવે, ટોમ, આપણે ફરી એ જ કાર અને લાયસંસ નંબરના આધારે તપાસ કરવાની રહી. ’ તે બેઠો અને ડેસ્ક પર મુકી પછાડી કહ્યું ‘ ટોમ, એ  કાર કયાં હશે? '

એ આખી બપોર એલીનેાર પાર્કરનુ મગજ ભમી ભમીને ફરી ગેરેજમાં મુકાયેલી ધૂળથી ખરડાયેલી ગ્રે સીડન ઉપર આવીને અટકતું હતું.

રાલ્ફી સાડા ત્રણ વાગે ધેર આવ્યેા હતેા પણ ગેરેજના બંધ બારણા તરફ તેનું ધ્યાન ગયું નહોતું. એલીનોરે કહ્યું હતું કે તેને સખત માથું દુખતું હતું. પણ રાલ્ફી ભુખ્યો હતો. તેણે એને પૈસા આપ્યા અને બહાર જઈ સેન્ડવીચ ખાઈ આવવા કહયું. અત્યાર સુધી માથાના દુખાવાની કદી ફરિયાદ ન કરનાર માતા વિશે રાલ્ફીને મુંઝવણ તો થઈ પણ બહારની સેન્ડવીચ ખાવાના લોભે તે જલ્દી પાછો સાયકલ પર સવાર થઈને બુલવર્ડ તરફ ઉપડી ગયો.

‘સરસ સન્નારી ’ ગ્લેને પીસ્તોલ, ખીસામાં પાછી મૂકતાં કહ્યું.

‘જો તમે લોકો આ જ રીતે ખાધે જશો તેા મારે સાંજના ખાણા માટે બહાર ખરીદી પર જવું પડશે.'

‘હવે થોડા વધુ પ્રશ્રનો? '

ફરી પાછી પૂછપરછ શરૂ થઈ. ‘ છેકરી સીન્થીયા તે નોકરી કરીને ધેર કયારે પાછી આવતી હતી ? તે જાતે કાર ચલાવીને આવતી હતી. તે મેાડી આવતી હતી ? આ કે તેને અંદર આવવા દેજે.'

‘તારે બસ ચૂપચાપ રહેવાનુ છે?’

૫:૧૮ વાગે સીન્ડીએ તેની કાળી કાર ડ્રાઇવવેમાં ઉભી રાખી. લીવીંગરૂમમાં આવી. એલીનોર અકકડ અને શાંત સાફા પર બેઠી હતી. ગ્લેન ટેલીવીઝન સેટ પાસે ઉભો હતો. તેના હાથમાં પિસ્તોલ હતી. રોબીશ મકાનના પાછલા ભાગમાં આવેલી નાની લાયબ્રેરીમાં હતો. લાયબ્રેરી અને લીવીંગરૂમ વચ્ચેનું બારણું ખુલ્લું હતું હેંક કીચનમાં રેડીયો પર સમાચાર સાંભળતો હતો.

સીન્ડી તેની માતાને જોઈ થોભી ગઈ અને પછી ગ્લેન ગ્રોફીન પર નજર નાખી. ગ્લેન હસ્યો ‘ આવ રેડહેડ ' એકાએક સીન્ડી પાછલા પગે ચાલી, ફરી અને બહાર દોડી.

‘એકે, ' ગ્લેન ગ્રીફીને કહ્યુ ‘ પણ તારી માતા તો હજી અમારાં જ કબજારમાં છે.'

રેબીશ બહાર આવ્યો. સીન્ડીનાં પગલાં લથડયાં. તે પાછી ફરી ત્યારે કદાવર રોબીશ લીવીંગરૂમની વચ્ચો વચ્ચ ઉભો હતો.

‘સરસ રેડહેડ.' ગ્લેન ગ્રીફીને કહયું.‘ શું જોઇએ છે તારે ? ' તેણે પૂછ્યું.

‘આગના શોલા જેવી છે તું તેા.' ગ્લેને કહયું. ‘ રાબીશ બારી પાસે જા. હવે ધરનો માલિક આવવાની તૈયારીમાં છે.'

‘મારે પીસ્તોલ જોઇએ.' રાબીશે કહયું. ‘બારી પાસે જા.'

‘તું માને છે.’

‘ જા ! '

રોબીશ લાયબ્રેરીની બારી આગળ ગયેા. ‘બેસ, રેડહેડ’ ગ્લેને ધીમા અવાજે કહ્યું. ‘ બેસ હું તને જીવનનું સત્ય સમજાવું. તુ ભલે બાહાદુર હોય, કાદાચ લાગ મળે તો અહી જતી પણ રહે, પણ તારી માતા...કે તારા નાના ભાઈ...કે પછી તારા પિતાનુ શુ થશે તે વિચારી લેજે. અમે હવે તારા પિતાની રાહ જોઈ રહયા છીએ તેથી કોટ કાઢ અને પેલી ખુરશીમાં બેસ.’

સીન્ડી ચુપચાપ ખુરશીમાં જઈને બેઠી. તેણે સીગારેટ સળગાવી.

‘આ જાનવરો અહીં કયારના આવ્યા છે?' તેણે એલીનારને પુછ્યું.

‘ખબર નથી પણ બાર વાગ્યા પછી પાંચ દસ મીનીટે સીન્ડી...' તે ચેતવણીસૂચક સ્તરે બોલવા ગઈ પણ પછી ચૂપ થઈ ગઈ. ‘ કીચનમાં હજી એક બીજો છે.’

‘એટલે કે' સીન્ડી ધુમાડો ફુકતાં બોલી, ‘ ઘર તેમનાથી ઉભરાય છે.'

એલીનોર ગ્લેન ગ્રીફીનના ઠંડા, બરફીલા કાતિલ ચહેરાને જોઈ રહી.

અચાનક રોબીશનો અવાજ આવ્યો ‘ ગ્રીફીન ! '

ગ્લેન ગ્રીફીન સાબદો થયો. ‘ બત્તીઓ ચાલુ કરશો નહિ. કોઈ કંઈ બોલશો નહિ, સમજ્યા ? ' એલીનોરે મૂક મોંએ હકારમાં ડોકું હલાવ્યુ.

'સમજી, રેડહેડ?'

સીન્ડી કંઈ ન બોલી.

‘તે ગેરેજ ખોલી રહ્યા છે,' રોબીશે કહ્યું, ‘ પકડી લાવું તેને?'

‘ના, હમણાં નહિ.’ ગ્લેને અવાજ ઉંચો કર્યો ‘હું ક તું જુએ છે તે!'

‘તે આ બાજુ આવતો નથી,' કીચનમાંથી હેંકનો અવાજ આવ્યો. પગથીયાં પર પગલાં સંભળાયા. આ વેળા ગ્લેને

બારણા તરફ પીસ્તોલ ચીંધી સીધી ડેન હીલાર્ડ સામે ડેને પહેલાં તેની પત્નિ જોઇ-ફીકકું અને નિયામીત પુતળુ. તે ચાલતો રોકાઇ ગયો. રૂમમાં ઝાખુ આછુ પાતળુ સાંજનું અજવાળું હતું. પછી તેણે ધુધવાયેલી ક્રોધે ભરાયેલી સીન્ડીને જોઈ અને પછી તેની નજર ગઈ હોલની દિશામાંની હિલચાલ તરફ. તેણે ગ્લેન ગ્રીફનને હાથમાં પીસ્તોલ સાથે આવતો જોયો.

તેનો શ્વાસ થંભી ગયો. એલીનોર ખુરશીમાંથી અડધી થઇ ગઈ. ડેન હવે આખી બીના બરાબર સમજી ગયો. તેને દસ મીનીટ પહેલાં કારમાં રેડીયો પર પ્રસારિત થયેલા સમાચાર યાદ આવ્યા. ગેરેજની બારીઓમાંથી અંદર પડેલી ગ્રેસીડનને જોઇ ત્યારે પરિસ્થિતિ નહિ સમજવા બદલ તે પોતાની જાતને થાપ ખાઇ રહયો. પણ આવો લાંબો દૂરદર્શી વિચાર તેના મગજમાંથી કયાંથી આવે ? એલીનોર તેના પતિના ચહેરામાં ક્રોધ ઉભરાઈ આવતો જોઈ રહી.

‘પીસ્તોલ નીચે મૂકી દે, ગ્રીફીન, ' ડેને કહ્યુ. ‘ જો તુ ગોળીબાર કરીશ તો ત્રણ મીનીટથી પણ ઓછા સમયમાં પડોશીઓ અહીં હાજર થઈ જશે.'

‘કોઈ તરકીબ અજમાવી છે તો તારો હાલ તું જ જાણે,' રોબીશે લાયબ્રેરીમાંથી કહ્યું.

‘ના,' ગ્લેન ગ્રીફીને કહ્યું.

‘તે મૂખૅ નથી, રોબીશ. તે ચાલાક છે. આપણે માનેલો તે કરતાં ધાણો વધુ ચાલાક.'

‘શુ’ જોઈએ છે તમારે?' ડેને પૂછ્યું.