Nishachar - 5 books and stories free download online pdf in Gujarati

નિશાચર- 5

બહાર હવા તેજ હતી. પડદા ખેાલી નાખવામાં આવ્યા હતા. ડેન હીલાર્ડ સાંજનું છાપું વાંચી રહયો હતો. તેમાં છપાયેલા ફોટા જોઈ તેણે ડાઈનીંગ રૂમમાં નજર નાખી તો ખાત્રી થઈ ગઈ કે આ ફોટા આ ભાગેડુઓના જ હતા.

રાલ્ફી સાથે સોફા પર બેઠેલી સીન્ડી વાંચવાનો ડોળ કરતી હતી અને ત્રણ કેદીઓથી સાવધ હતી. તે વારેઘડીએ સ્કર્ટ સરખું કરી લેતી હતી. એલીનોર તેની રાબેતા મુજબની ખુરશીમાં બેઠી હતી. કોઈ રાહદારી જુએ તે આખું કુટુંબ શાંતિથી બેઠેલું દેખાય એ રીતે સૌ બેઠા હતા.

ભાગેડુઓએ ઘણી સિફતથી બધુ આયોજન કર્યુ હતું. ડાઈનીંગ રૂમની આગલી બારીના પડદાની ફાટમાંથી ગ્લેન ગ્રીફીન આખી શેરી જોઈ શકતો હતો. ઉપરાંત લોન અને ડ્રાઈવવે પણ સારી રીતે નિહાળી શકતો હતો. લાયબ્રેરીમાંથી રોબીશ પાછલા ભાગ અને ગેરેજ પર ચોકી કરતો હતો.

ડેને ધડિયાળમાં જોયુ. ૮:૩૪ થઈ હતી. મધરાત થવાને ત્રણ કલાક અને છવ્વીસ મીનીટની વાર હતી. ડેનને લાગ્યું હતું કે બાકીનેા સમય પણ તે કાઢી નાખશે. જેની ઈચ્છાશક્તિ પડી ભાંગી છે એવા માણુસનો તે ડોળ કરશે. આ લોકોને ઘરની બહાર કાઢવા વ્યાજબી એટલુ તે બધું કરી છૂટશે.

સાંજ કોઈ પ્રસંગ વિના જ પસાર થઈ. તેમણે ભોજન કર્યુ હતું, ત્રણે જણાએ ગ્લેને ડેનનુ સ્પોર્ટસ  જેકેટ પહેર્યુ અને અત્યારે ડાઈનીંગ રૂમમાં હતો. હેઁક લાયબ્રેરીમાં અને રોબીશ કીચનમાં હતો. એલીનોર રાંધતી હતી અને સીન્ડી તેમને પીરસતી હતી. જમ્યા પછી રોબીશે પૂછયું હતું કે ડેન શરાબ કયાં રાખતો હતો. ધરમાં શરાબ હતો જ નહિ. રોબીશ બબડયો કે ડેન જુઠું બોલતો હતો. રોબીશે ખેાળખંખોળ કરી પણ શરાબ તેના હાથ લાગ્યો નહિ.

ટેલીફોન રણકયો. ઘરમાં હલચલ મચી ગઈ. ડેન ઉભા થયો. હાથમાં પીસ્તોલ સાથે ગ્લેન ગ્રીફીન હોલમાં આવ્યો. હેંક સીડી ઉપર ચડી ગયો.

‘ઓકે રેડહેડ તશરીફ લાવ. ફોન ઉપાડી જવાબ આપ પણ સંભાળજે જો કોઈ મિ. જેમ્સ વિશે પૂછે તો તે હું છું. જો કોઈ તારા કુટુંબ વિશે પૂછે તો વાત કરવા દેજે ચાલ જલ્દી કર.'

ત્રીજી રીંગે સીન્ડીએ રીસીવર ઉપાડયુ .

‘હલે...ઓહ...યસ...ચક......હું....હું ઠીક છુ પણ મારી તબીયત જરા ઠીક નથી...ઓહ જરા શરદી થઈ ગઈ છે તું જાણે છે....હૂં....મારાથી નહિ અવાય...મે તને કહ્મું ને કે હું બીમાર છું.' તેણે એક ક્ષણ સાંભળ્યુ. ના, ચક સમજતો કેમ નથી? સરસ...તો આવતી કાલે ત્યારે ગુડનાઈટ.' તેણે રીસીવર મૂકી દીધું અને ગ્લેન ગ્રીફીન તરફ જોયું ‘હું પાસ થઈ ટીચર?' તેણે તિરરકારથી પૂછ્યું.

સીડી ઉતરી નીચે આવતા હેંકને જોયા પછી ગ્લેને હકારમાં ડોકું હલાવ્યું.

‘તું પાસ થઈ,' ગ્લેને કહ્યું, ‘મેં ધારેલું તેનાથી તારામાં વધારે અકકલ છે, તે કોણ હતો તારો બોયફ્રેન્ડ?’  

‘એન્થની ઇડન હતો' સીન્ડીએ કહ્યુ અને સોફા પર જોઈને બેઠી. ગ્લેન હસ્યો.

‘કર મજાક કર મારું શું જાય છે?' ડેને કહ્યું ‘રાલ્ફી હવે ઉંધવાનો

સમય થઈ ગયો.' રાફી ઉભો થયો અને સીડી ચડવા હોલમાં ગયો. ડેન તેની પાછળ ગયો.

બેડરૂમમાં રાલ્ફી બેચેની અનુભવી રહ્યો. તેણે કપડાં બદલ્યા અને બાથરૂમમાં જઈ ઉતાવળે બ્રશ કર્યું. ડેન પલંગમાં જ બેસી રહ્યો. આવી વસ્તુ દસ વર્ષના છોકરાને શી રીતે સમજાવવી?

રાલ્ફીએ કહ્યું ‘તેઓ એટલા બધા કરડા લાગતા નથી.’

‘તેઓ ધણા નિષ્ઠુર છે રાલ્ફી. એ સમજવામાં જરા થાપ ખાતો નહિ.' 

‘તમે ડરી ગયા છેા.’ તે નિવેદન નહોતું, આરોપ હતો.

'હા બેટા,’ ડેને કહ્યું ‘હુ ડરી ગયો છું ...અને તારે પણ ડરવુ જોઈએ.’

‘તમે પેલાને કેવો માર્યો?’

‘ના હું પિત્તો ખોઇ બેસેલો બસ. હુ ફરી તેને મારી શકીશ નહિ.'

‘મમ્મી ડરી ગઈ છે. પણ સીન્ડી ડરી નથી. હુ પણ ડરતેા નથી?'

સત્ય બોલ્યા સિવાય છુટકો નહાતેા તેથી ડેને રાલ્ફીના કાનમાં ગુસપુસ કરી. વાત કર્યા પછી ડેને તેને પૂછ્યું ‘તું ગમે તે વિચારતો હોય રાલ્ફી, મે કહ્યું તે યાદ રાખજે.’

‘તમે એ લાકોને શા માટે કહ્યું કે તમારી પીસ્તોલ પલંગ નીચે હતી?'

ડેન ધુંધવાઇ ઉઠયો. મુક્કી વાળી પણ ચૂપ રહ્યો. ‘હું પાછલી સીડીથી બહાર જઉં?' રાલ્ફીએ પૂછ્યું પેલો રોબીશ લાયબ્રેરીમાં છે. પાછલું બારણું ખોલીશ તેને સંભળાશે ય નહિ કીચનમાં અત્યારે કોઈ નથી.'

‘સાંભળ રાલ્ફ,’ ડેન ઘુરકયો. ‘તું આ ધરનો હેાંશીયાર છોકરો બનવા માગે છે? તો આજથી જ શરૂઆત કર. તું અહીંથી દોડીને પેાલીસ બોલાવવા જઈશ તો તું જાણે છે શું થશે, તેઓ તારી મા અને બહેનને મારી નાખશે. અને તેઓ તારી આ ભૂલનો ભોગ બનશે સમજયો રાલ્ફી?’

છોકરાના ચહેરા પર આશંકાના વાદળ ઘેરાયાં. તે પથારીમાં ઉંધા મોંએ સૂઇ ગયો. ડેન તેના ઉપર નમ્યો અને પીઠ પર હાથ ફેરવ્યો.

‘બોલ શું કહે છે બેટા?'

‘તેએ મને સાથે લઇ જાય એમ હું ઈચ્છતો નથી.' રાલ્ફી બોલ્યો.

‘શુ?'

‘મમ્મીએ વાંચ્યું તે તમે સાંભળ્યું નહિ? પેલી છેકરી વિશેની છાપાની કાપલી. તે જતી વખતે મને લઈ જશે તો ડેડી?’

‘તેઓ તને નહિ લઈ જાય.' ડેને ધીમેથી કહ્યું. ‘ તેઓ તને નહિ લઈ જાય અને બીજા કોઈને ય નહિ લઈ જાય. ચિંતા ના કરીશ રાલ્ફી, ઉંધી જા અને મારા પર વિશ્વાસ રાખજે.’ 

‘પણ તમે શું કરી શકો?' તમારી પાસે તેા પીસ્તોલ પણ નથી.’ 

‘તેં મને સાંભળ્યેા, ડેને કહ્યું, ‘મેં કહ્યું ને કે ચિંતા ના કરીશ?' 

‘મને ડર લાગતો નથી.’ રાલ્ફીએ કહ્યું ‘હું ગભરાતો નથી.’

ડેન મુઢ બની ચૂપચાપ ઉભો રહ્યો. તેણે એક ક્ષણ માટે રાલ્ફીનો ખભો પકડી રાખ્યો. પછી તેણે બત્તી બંધ કરી બારણું બંધ કર્યું અને હોલમાં ગયો.

જેલમાં અને શેરિફની ઓફિસમાં ઇલેકટ્રીક ઘડી ગોળ ગોળ   અને કાળા ઉપસી આવતા આંકડાઓ વાળી હોય છે જેસી વેબ એટકીસે ધડિયાળ ટીકી રહ્યો હતો ટેલીફીન રણકયો. ફોનમાં તેણે એનું નામ કહ્મું પછી તેણે સાંભળ્યુ. એક મીનીટ પછી તેણે કહ્યું ‘ ચેક ' અને રીસીવર મુકી દીધુ. તે ઉભો થઇ આંટા મારવા લાગ્યો. તેને કંઈ કરવાનું નહોતું તે કંઈ કરી શકે તેમ નહોતો. હવેથી રાહ જોવામાં પણ સમયની બરબાદી હતી. હેલન લામર અદશ્ય થઈ ગઈ હતી. જેસી વેબે જમણા હાથની મુઠી ડાબા હાથમ પછાડી અને સાડા સાતે કાકા ફ્રેંક જે ટેલીફોન કર્યો હતો તેના વિશે ફરી વિચારવા લાગ્યો. તે વખતે જેસીએ  તેના કાકાને ધીરજ બંધાવેલી કે બધું ધાર્યા પ્રમાણે થઈ રહયું હતું અને જો હેલન લામર તેની ચાલુ ગતિએ હંકારતી રહે તો લગભગ અગિયારના સુમારે શહેર આવી પહેાંચશે.

અને હવે તે આવવાની નહોતી. હેલન લામરની બારણાવાળી મરૂન રંગની સીડન કોલમ્બસ ઓહીયોની પૂર્વે દેખાઈ હતી. હેલન લામ એક ભૂલ કરી બેઠી. શહેરની બહાર પરાવિસ્તારમાં ગતિમર્યાદાનું ઉલ્લંધન કર્યું. એક ટ્રાફીક પેટ્રોલ કા તેને રાકવાના પ્રયાસ કર્યો.

જેસીએ વિચાયું કે તે ગભરાઈ ગઈ હશે અને તે એક્રીલરેટર દખાવ્યું હશે. પેટ્રોલ કારે તેને પીછે ક પરંતુ શું થાય તેમને પણ આદેશા મળ્યા હતા. તેની ધરપક્ડ કરશેા નહિ. પીટસબર્ગ અને ઈન્ડીયાના પેાલીસ વચ્ચે સો પેાલીસોને આ આદેશ આપવામાં આવ્યો હતો.

તેણે પીછો કરતી કારને કેવી રીતે હાથતાળી આપી હશે? તે કેવી રીતે તેને છકકડ ખવડાવી શકે? હેલન લામર હાલની પરિસ્થિતિમાં જરાપણ જોખમ ખેડે તેવી નહોતી. તે ઘણી બધી મોટી રકમ સાથે લઈને નીકળી હતી. કોઇ તેને રોકે એ પોસાય તેમ નહોતું. તેને પૂછપરછ પોસાય તેમ નહોતી.

તે આઠથી નવની વચ્ચે શહેરમાં આવી, નાની ગલીમાં વળી, ફુટપાથ આગળ કાર થોભાવી અને બહાર કુદી. પેાલીસે કાર શેાધી કાઢી પણ તત્કાળ નહિ. હેલન લામર ગાયબ હતી.

અને અત્યારે તે ગ્રીફીનનો સંપર્ક સાધવાના પ્રયત્નમાં વ્યસ્ત હશે.

અને સંપર્ક સધાય ત્યારે ? પછી ગ્રીફીન શું કરશે? પૈસા પણ નહિ, ચાલાકી પૂર્વકની નાસી છુટવાની યોજના પણ નિષ્ફળ જાય પછી ગ્રીફીન શું કરશે ?

તેને પૈસા તો જોઈશે જ તેણે નાસી છુટવા માટે નવો રસ્તો અજમાવવો પડશે. કોઈ એક જગ્યાએ તે લાંબા સમય સુધી સંતાઈ રહેશે નહિ. પરંતુ ગ્લેન ગ્રીફીન શું કરશે અને શું નહિ કરે તે વિચારવું જેસીની શક્તિ બહારનું હતું.

પરંતુ તે દરમ્યાન શું કરવુ? ગ્લેન ગ્રીફીનની સંતાવાની બધી જગ્યાઓ, બધા અડ્ડાની પૂરેપૂરી તપાસ થઈ ચૂકી હતી. તેના દોસ્તોની પૂપરછ પણ કરવામાં આવી હતી. તો કયાં હતેા ગ્રીફીન?

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED