નિશાચર - 8 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નિશાચર - 8

સીન્ડી ઢળી પડતાં ડેને આશ્રર્યનો ઉંહકારો કર્યો અને સીન્ડી ઉપર ઝળુંબ્યો. હેન્ક ગ્રીફીન તેને તીરછી નજરે જોઇ રહયો. હેંક દ્વિધામાં પડયો. એક નજર તેના ભાઈ  ઉપર અને બીજી ડેન ઉપર હાથમાં બંદુક હોવા છતાં પણ તે ઢચુપચુ થઇ ગયો.

‘મને મદદ કરાવજે ગ્રીફીન,' ડેને તેની છેકરીને ઉંચકતાં કહ્યુ.

હેંક હજી ખચકાયો. તે ઘરની બહાર ગ્લેન અને રોબીશની વચ્ચે થતી વાતચીત સાંભળવાનેા પ્રયત્ન કરતો હતો.

'જોતો નથી,' ડેને કહ્યું,  ‘છેકરી માંદી છે? ’ અને એ વેળા તેણે બીજો નિર્ણય લીધેા. તે સીન્ડીની જ ઉંમરના આ નાનકડા છેાકરાને મારી શકશે નહિ . બીજાઓને તે જરૂર મારી નાખી શકે, પણ આ છોકરાને મારી શકશે નહિ. એક હાથમાં પીસ્તોલ પકડી રાખી હેંક આગળ આવ્યો, નીચે નમ્યો અને બીજો હાથ સીન્ડીની બગલમાં નાખ્યો.

પીસ્તોલ આગલા બારણા તરફ તકાયેલી હતી. ડેનને આ ઘડીની જ રાહ હતી. ચીલ ઝડપે તેણે છેાકરાનુ કાંડુ પકડી લીધું અને મચકોડ્યુ. પીસ્તોલ ભોંય પર પડી ગઈ. તે પકડવા ડેને કુદકો માર્યો. પીસ્તોલ તેના હાથમાં હુંફાળી લાગી, તેણે પાછળ વળીને જોયું તો સીન્ડી બેઠી થઈ હતી. તેણે હેંકના  કાંડા ઉપર જોરથી બચકું ભર્યુ હતું. દાંત કાંડામાં બેસતાં હેંકનો ચહેરો દર્દ થી વિકૃત થઈ ગયો હતો.

‘ગેટ આઉટ,' ડેને કહ્યુ, ‘ સીન્ડી બધાં બારણા  લેાક કરી દે અને પછી ઉપર જા એલી, જલ્દી ફોન કર. અને રાલ્ફીને તારી સાથે રાખજે.'

સીન્ડી દોડી અને ડાઈનીંગરૂમની બત્તી બુઝાવી દીધી. ડેન બાજુના બારણાનો ખટાકો સાંભળી રહ્યો  અને હેંકને આગલા બારણા તરફ જતો જોઈ રહ્યો. 

‘જલ્દી!' ડેને હેંકને બૂમ મારી.

હેંકે આગલું બારણુ ખોલ્યું. ડેન તેની પાસે ગયો અને ધક્કો મારી બહાર ધકેલી દીધેા. ડેને આગલુ બારણું લેાક કર્યું અને સીડી ચડવા જતો હતો ત્યાં જ તેણે ઉપરથી એલીનોરની ચીસ સાંભળી. તે સીડી ચડયો ત્યાં તો એલીનેાર પણ રાલ્ફીના રૂમમાંથી ચીસો  પાડતી બહાર આવી.

‘રાલ્ફી...ડેન...રાલ્ફી નથી!’

સીન્ડી તેની પાછળ દોડી આવી. તેણે હેલલાઈટ બુઝાવી દીધી હતી. તેઓ ત્રણે જણા અંધકારમાં ઠરી ગયેલાં ઉભા રહ્યા પણ તેમને ખબર નહોતી કે એક ચોથી વ્યકિત પણ અંધકારમાં ગરકાવ હતી.

‘કદાચ તે નાસી ગયો હશે,' સોન્ડી બોલી. પછી ગ્લેનનો ગેબી અવાજ સભળાયો.

‘અમે ગયા નથી, હીલાર્ડ. પાછલુ બારણુ ખોલી નાખ અને પીસ્તોલ બહાર ફેંકી દે.'

ડેન નીચે નમ્યો. સીન્ડી તેની માતાને બેડરૂમમાં લઈ ગઈ.

‘પોલીસને ફોન કરૂ?' એલીનોરે પુછ્યુ.

‘હીલાર્ડ, ગ્લેને બહાર મોટેથી બૂમ પાડી, ‘સાંભળ હિલાર્ડ!’

ડેન તંગ બની. સાંભળી રહ્યો. પહેલાં તો તેણે જે આવાજ સાંભળ્યો એ તેના માન્યામાં ન આવ્યો પણ પછી તેને તે અવાજની વાસ્તવિકતાની પ્રતીતિ તેમ થઈ ‘પપ્પા?’ એક જ શબ્દ. તે બહારથી આવ્યો. અવાજમાં ભય હતો. ત્રાસ હતોઔ.  ‘પપ્પા’

‘જો અમારે જવું પડયું, હીલાર્ડ,' ગ્લેન ગ્રીફીને  કહ્યુ,  ‘તો અમે તારા આ છોકરાને સાથે લઇ જઈશુ .’ડેને પીસ્તોલનું સેફટી કેમ પાડયુ અને ઉભો થયો  ‘બૂમા ના પાડીશ,' તેણે ગ્લેન ગ્રીફીનને ચેતવ્યો  ‘હું પાછલા બારણે આવું છું.’ મકાનના પાછલા ભાગના અંધકારમાંથી તેણે અંહંકારભર્યુ, વિજયનું હાસ્ય સાંભળ્યું.

‘બેડરૂમનુ બારણું લોક કર, સીન્ડી જો તું નીચે ગોળીબાર સાંભળે તેા ફોન કરશે. જો ન સંભળાય  તો એલનોરને અહીં જ રાખજે, બીજું ગમે તે સંભળાય તો ફોન કરતી. નહિ.'

ડેન સીડી ઉતરી નીચે ગયો અને પછી બારણું ખોલી નાખ્યુ.

‘પહેલાં પીસ્તોલ ફેંકી દે, હીલાર્ડ,’ ગ્લેન ગ્રીફીને તેને સલાહ આપી.

ડેને પીસ્તોલ ફેંકી દીધી. તેને ફેંકી દીધા સિવાય છૂટકો નહોતો, તે બારણામાં રાહ જોતો ઉભો રહ્યો. ગોળીના ફટકાના, કેદીઓના કે તેના છોકરાના આગમનની રાહ જોતો તે ઉભો રહ્યો.

ગ્લેન આાવ્યો. પછી રાલ્ફી આવ્યેા. રાલ્ફીએ તેનો હાથ પકડી લીધો. છેકરો ડુસકાં ભરતો તેને વળગી પડ્યો.

‘ઉપર જા, બેટા,’ ડેને કહ્યું.

છોકરો દોડતો દોડતો ઉધાડા પગે સીડી ચડી ઉપર જતો રહ્યો. ઉપર બારણું ખુલ્લું  અને ડેને રાલ્ફીને અંદર ખેચાતો સાંભળ્યેા.

હવે ડેનની સામે ગ્લેનનેા ઉંચો પડછાયો ઉભો હતો. ગ્લેનની પાછળ હેંક ગ્રીફીન દેખાયો.

‘રોબીશ પણ છે.' ગ્લેન ગ્રીફીને કહ્યું અને ડેનની આગળ થઈને તે અંદર આવ્યેા. ‘મારે તેને ઠંડો પાડવો પડ્યો, હીલાર્ડ. તેને ખબર તો પાડવી પડે ને કે બોસ કોણ છે' ગ્લેન ગ્રીફીન કોઈ પણ જાતના રોષ વિના બોલતો હતો.

ડેન સહેજ ઢીલો પડયો હશે ત્યાં જ તેના કપાળ ઉપર રીવોલ્વરની નળીનો જોરદાર ફટકો વાગ્યો. તે નીચે ઢળી પડયો. એ પહેલેા ફટકો હતો.

તે બેડરૂમમાં ભાનમાં આવ્યો ત્યારે નકકી કરી શકયો નહિ કે કેટલા સમય વીતી ગયો હતો. પછી તેણે એના ચહેરા પર એલીનેારના હાથનેા સ્પર્શ અનુભવ્યો. તે બેઠો થવા ગયો પણ એલીનેારે તેને સૂવાડી જ રાખ્યો.

‘ડેન બોલીશ નહીં’ એલીનોરે કહ્યું ‘હાલ તો નિહ વ્હાલા, પડયો જ રહે.’

તેણે હકારમાં ડોકું હલાવ્યું. રૂમમાં ચોમેર અંધકાર છવાયેલો હતેા.

‘રાફી?’

‘તેને ઠીક છે. ડાર્લિંગ ઊંધી ગયેા છે.’ 

‘ અને....... પેલા હરામખારો?’

‘તે હજી અહીં છે. સીન્ડી રાલ્ફી સાથે છે તેમનામાંનો એક સીન્ડીના બેડરૂમમાં છે. ડેન, તે આ ધણું મુર્ખામીભર્યું પગલું લીધું. તું આવુ હવે કદી ફરી કરતો નહીં. તારો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત, ડેન જો તારી એમને જરૂર ન હોત તેા ગઈ રાતે તેમણે તેને મારી નાખ્યો જ હોત અને જો તું મરી જાય તો પછી અમને કોણ બચાવે? સમજ્યો ડેન આવી બાલીશ હરકત ફરી ના કરતો. મને વચન આપ, ડેન.’

‘હું વચન આપું છું.’  તે બોલ્યો  ‘હા, ડારલીંગ તું સાચુ કહે છે.'

‘બહાદુરી બતાવવાની કોઈ જરૂર નથી, વ્હાલા, તે બોલી ‘અમારે તને બહાદુર નથી બનાવવો અમારે તેને જીવતો રાખવો છે. અમારી સાથે રાખવો છે.'

‘પેલી આવી નહિ?’ ડેને પૂછ્યું.

‘ટેલીફોન કરેલો.' એલીનોરે કહ્યું. ‘મીસસ જેમ્સને  તે નથી આવવાની ડેન, તે આવવાની નથી પણ આ લોકો અહીં જ રહેવાના છે. હવે ઉંધી જા. તારા કપાળ ઉપર ગંભીર જખ્મ  નથી એટલું સારૂં છે, પણ તેને આરામની જરૂર છે. ઉંધી જા.' અને તે એની પાસે સૂઈ ગઈ, તેની હુંફમાં ડેન પણ સૂઈ ગયો.

સવારના સાડા પાંચ વાગ્યે વરસાદ પડતો હતો. જેસી વેબ ઝોકાં ખાતો હતેા. એફ. બી. આઇનો કારસન આવ્યો અને જેસીને હાથ હલાવી જગાડ્યો.  

જેસીએ ઉંચે જોયુ તેા બ્રાઉન શુટમાં સજ્જ કારસનના હાથમાં બ્રીફકેસ હતી. કારસને રેઇનકોટ ઉતાર્યો અને જેસીની સામે બેસી તેને સીગારેટ ધરી.

‘લાગે છે અત્યારે આખા શહેરમાં આપણે બે જ જણ જાગતા હોઈશું.' તેણે કહ્યુ.

‘શુ લાવ્યો છે?' જેસીએ પૂછ્યું. ‘ ટેલીફોન કોલ હતો,’ કારસને કહ્યું ‘ખાસ મહત્ત્વનું કંઇ નથી પરંતુ આશાસ્પદ કડી ગણી શકાય. બેસી રહે. ધીરેા પડ. હાલ આપણે બીજુ કંઈ કરી શકીએ તેમ નથી. તેથી મારી વાત સંભાળ અહીં હીટર નથી રાખતા? કેટલી તીવ્ર ઠંડી છે.'

‘ટેલીફોન કાલ? ’

કારસને કોલમ્બસ  ઓફીસથી પ્રસારિત થયેલી વાત અક્ષરશઃ જેસીને કરી.

એક વાગે ત્રણ સાદા વેશધારી અને બે ગણવેશધારી પેાલીસેાએ કોલમ્બસના એક એપાર્ટમેંટ ઉપર દરોડો પડયેા હતેા. હેલન લામર ત્યાં સંતાઈ હોવાનો તેમને શક હતેા. પણ તે ત્યાં નહોતી. પણ એક બીજી સ્ત્રી ત્યાં જરૂર હતી. અડધા કલાકની પૂછપરછ પછી તે સ્ત્રીએ પોલીસને જણાવ્યું કે હેલન લામર તેની સાથે હતી પરંતુ તે કોઈ તકલીફમાં હતી એવું તેને જરાય લાગ્યું નહોતું. પોલીસના આગમનના લગભગ એક કલાક પહેલાં તે એપાર્ટમેંટ છેાડી ચાલી ગઈ હતી. તે ટેલિફોન કરવા જતી હતી એમ તેણે કહ્યું હતું. વળી તે કાર પણ ખરીદવાની હતી. બસ ત્યારપછી તેણે હેલન લામર જોઈ નહોતી.

આ બાતમીથી કોલમ્બસ વિસ્તારમાં ધમાલ મચી ગઇ હતી. કારસનને લાગ્યું કે ટેલીફોન કોલ સિવાયની વાત વાહિયાત હતી. ગ્રીફીનનો સંપર્ક સાધવા તેણે ટેલીફોન જરૂર કર્યો હશે પણ કયાંથી?

‘પબ્લીક ફોનબુથમાંથી.’ જેસી વેબે કહ્યું.