નિશાચર - 6 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિશાચર - 6

ગ્લેન ગ્રીફીન હીલાર્ડ ના મકાનમાં જ રહયો.જ્યારે ડેન બહાર નીકળ્યો હતો. ૯:૧૫ વાગ્યા હતા.

પેટ્રોલપં૫માં જઇ પેટ્રોલ ભરાવતો હતો ત્યારે પણ ડ્રાઈવીંગ વ્હીલ પાછળ બેઠો બેઠો તે ધરનો જ વિચાર કરતો હતો. ડેનને બહાર જવા દેવા માટે રોબીશે ગ્લેનને મુખૅ જ ગણ્યો હતો પરંતુ જ્યારે ગ્લેને રોબીશને જ સંદેશો પહોંચાડવા જવાનું કહ્યું ત્યારે તે કદાવર માણસ ખમચાયો હતો. ગ્લેનને ખાત્રી હતી કે ડેનને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે એ જરૂર કરશે કારણ કે તેની પત્નિ, પુત્રી અને પુત્ર ધરમાં જ હતાં.

ગ્લેનની ધારણા સાચી હતી પણ ડેનની ગણત્રીઓ તેથી પણ આગળ વધી રહી હતી. તે પેટ્રોલ પંપની અંદર દિવાલ પર ટીંગાડેલા ફોનને તાકી રહયો હતો. તે ત્રીસ સેકંડથી પણ ઓછા સમયમાં પેાલીસને વાત કરી શકે તેમ હતો. શું તે એમને હકીકત સમજાવવા સમર્થ બની શકશે?

ધારો કે તેઓ સમજે તો પણ તેઓ  શી સાવચેતીઓ લેશે ? તેઓ પડોશમાં રસ્તાઓની નાકાબંધી કરશે કે જેથી ગ્રીફીનને પૈસા અને પ્રેમિકા મળી જાય પછી તેનો રસ્તો અટકાવી શકાય. તેમનું કામ ગ્રીફીન ભાઈઓ અને રોબીશની ધરપકડ કરવાનું અથવા તેમને મારી નાખવાનું હતું. તેનું કામ પોતાના કુટુંબની રક્ષા કરવાનું હતું ચોક્કસ, ગ્લેન ગ્રીફીન આ શકયતાનો વિચાર કર્યાં વિના રહયો નહિ હોય. તેણે જરૂરી દુરંદેશી વાપરી હશે.

ડેને ટેલીફોન કરવાનો વિચાર પડતો મુકયો, ડેન ઉપર વિફળતાની ધેરી લાગણી ફરી વળી. પેાલીસને જો તે વચ્ચે લાવે તો તે એક મેટું જોખમ ખેડી રહયો હતો, જો ન લાવે તો તે ગ્લેન ગ્રીફીનની દયા પર હતો. તે હવે ગ્રીફીનની પ્રેમિકા અને તેના પૈસાના આગમન વિશે વિચારી રહયો. ત્રણ કલાક કદાચ જો તે સ્ત્રી ઉતાવળ કરે તો ત્રણ કલાકથી પણ ઓછો સમય લાગે. તે ધણો લાંબો સમય હતો. તે અનિવાર્ય નહોતો. કંઈ અનિવાર્ય નહોતું. કદાચ વચગાળામાં...

કદાચ શુ?

તેણે વિચારવાનુ બંધ કર્યું. તેને જેમ કહેવામાં આવેલું તેમ જ તે કરશે.

ડેને પેટ્રોલપંપના છોકરાને પૈસા ચૂકવ્યા. પોતે ઓળખાઇ ન જાય તે માટે ડેન હંમેશ જયાં પેટ્રોલ પુરાવતો હતો તે પેટ્રોલપંપને બદલે બીજા જ પેટ્રોલપંપે આવ્યો હતો. તેણે કાર આગળ હંકારી.

હજી સ્ટોરો ખુલ્યા નહોતા. તેણે શરાબના સ્ટોરની  બારીમાં પ્રકાશ જોયો. કાર ઉભી રાખી.

બંધ કરવાની તૈયારીમાં કાઉન્ટર પાછળ બુઢ્ઢો વકરો ગણી રહ્યો હતેા. ડેનને અંદર આવેલો જોઈ તેણે ઉંચે જોયુ.

‘બોલો, શું જોઇએ?’ તેના અવાજમાં ઉમળકો નહોતો.

ડેને ‘એલ્ડગ્રેન્ડેડ’ની શીશી ખરીદી. રોબીશે તે ખાસ ફરમાઈશથી મંગાવી હતી. ડેને આયનામાં તેનું પ્રતિબીબં જોયું. વાંકો થઈ ગયેલી હેટ, ઢીલી પડેલી ટાઈ અને ફિકકો પડેલો ચહેરે. બુઢ્ઢો તેને શંકાની નજરે શા માટે જોતો હતો તે હવે તેને સમજાયું. ડેને તે માટે તેને દોષિત ઠરાવ્યેા નહિ.

ડેને સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેના મોં પર સ્મિત ફરકયું નહિ. તે પાછો જવા ફર્યો ત્યારે તેણે જોયુ કે તેની આંખો લાલ હતી.

તેણે ફરી કાર ચાલુ કરી ત્યારે પોતો જે કંઇ કરી રહયો હતો તે યોગ્ય હતું કે કેમ તે વિશે તેને શંકા ઉપજી. શું તેમની માંગણીઓને સંતોષીને તે કોઈને બચાવી શકશે ખરો?’

તે કંઇ નકકી કહીં શકે તેમ નહોતેા. તેણે કાર આગળ હંકારી અને વાળીને પાછી ધર તરફ લીધી.

તેને સૂચના આપવામાં આવી હતી તે જ રીતે તેણે કાર પાર્ક કરી. ચાર રસ્તા તરફ ચીંધેલી રહે તેમ, બરણાં લેાક કર્યાં વિના અને ચાવી ઇગ્નીશનમાં લટકાવેલી રાખીને જ, તેણે એન્જીન બંધ કર્યું.

તે બાજુના બારણામાંથી ઘરમાં ગયો. લોવીંગરૂમ પસાર કરી ગ્લેન ગ્રાફીન જ્યાં બેઠો હતો તે હોલમાં આવ્યો. ડાઈનીંગ રૂમમાંથી રોબીશે આવીને તેના હાથમાંથી શરાબની શીશી ન ઝુંટવી લીધી ત્યાં સુધી તેને ખ્યાલ આવ્યો નહિ કે લીવીંગરૂમ કંઇક વિચિત્ર લાગતો હતો.

‘કંઈ નવાજુની તો નથી કરીને?' ગ્લેને પીસ્તોલ પકડી રાખી, ડેનની જડતી લેતાં પૂછ્યું. તેણે ડેનનું એકેએક ખીસું ફંફાળ્યું. ડેન ખીજાયો. પણ ડેને તેમ કરવા દીધુ. તેણે લીવીંગરૂમ ઉપર નજર ફેરવી.

અને પછી તેના મગજે તેને પ્રશ્ન પુછવા સૂચના આપી.      

‘સીન્ડી કયાં છે?'

‘તે બહાર ગઈ છે,' ઓલીનાર ખુરશીમાં બેઠી બેઠી બોલી.  ‘વાંધો નથી. તે સાવચેત રહેશે.’

‘બહાર?'

‘ચાર્લ્સ રાઇટ સાથે. તે આવેલો. શા માટે તે ખબર નથી. આ લાકોએ તેને અંદર કાર હુંકારી લાવતો જોયો ત્યારે તે ઘરમાં આવે તે પહેલાં સીન્ડીને જ તેની પાસે બહાર મોકલી દીધી.’

‘મેં તેને વાત કરી દીધી છે. હીલાર્ડ,' ગ્લેન ગ્રોફીને કહ્યું ‘તે ઘણી ચપળ છેાકરી છે. તે કોઈ ભૂલ નહિ કરે. મેં તેને સમજાવી દીધું છે કે જો તે મોં ખોલવાની કશીશ કરશે તો અંજામ શો આવશે. અમારો આ રોબીશ બહુ અધીરો છે. તે મને મૂખૅ ગણે છે. તું મને શું માને છે. હીલાર્ડ? હું મૂખૅ છું?'  

‘ના.’

ગ્લેન હસ્યો. ‘તુ ખરૂં કહે છે, તું પણ મજાનો માણસ છે. હવે અંદર જઈને બેસ. હું અને રોબીશ જરા ડ્રીંક લઈશું. હું નહિ જઉં તો રોબીશ આખી શીશી પૂરી કરી નાખશે.'

ડેન લીવીઇંગરૂમમાં જઈને બેઠો.

‘સીન્ડી કેાઈ જોખમ નહિ ખેડે, ડેન,' ઓલીનારે સ્મિત કરતાં કહ્યું,  ‘તને સીન્ડીની ચિંતા છે ને?' 

‘અલબત્ત ના,' ડેન જુઠુ બોલ્યો.  ‘સીન્ડી ધણી સમજુ છે.'

‘ડેન...' ઓલીનોરે ધીમા અવાજે પૂછ્યું.  ‘કયાંક એવુ તો...'

ડેને નકારમાં માથું હલાવ્યું.

ઓલીનોરે રાહતનો શ્વાસ ફૂંકયો.  ‘કારણ કે હવે થોડો  જ સમય છે. અને પછી તેઓ જતા રહેશે. અને પછી નાસ્તો કરતી વખતે આપણે તે વિશે કેવાં હસી પંડીશુ!'

ડેન તેને તાકી રહ્યો. એલીનોરે એ કહ્યું હતુ પણ તેનેા ચહેરો જ કહેતો હતો કે તે કદી હસી શકશે નહિ. તે ગમે તે વાત પર હસી શકતી હતી, પરંતુ આ વાત પર તે કદી હસી શકશે નહિ.

સીન્ડીની આંખોમાં ઠંડી, બરફીલી ચમક હતી એ આંખેાની ચકળવકળ ચાર્લ્સ સમજી શકયો નહિ સદાની નમ્ર અને માયાળુ લાગતી સીન્ડીની આંખો આજે તેને વિચિત્ર ભાસતી હતી. એ આંખોનુ રમતિયાળ પણું જાણે અદશ્ય થઈ ગયું હતુ. ડ્રાઈવઈન રેસ્ટોરન્ટના પાકીઁઁગ એરીયામાં તેની સ્પોર્ટસ કારમાં બેઠેલી સીન્ડીની બાજુમાં બેસીને કોફી પીતા ચાર્લ્સે સાંજની ચૂપકીદીને સીન્ડી ફરતે ઘેરેા ધાલવા દીધો.

ચકને સીન્થીયા હીલાર્ડ નો માત્ર ત્રણ મહિનાનો જ પરિચય હતો. પરંતુ એ ત્રણ મહિના દરમ્યાન તેણે એનું આવું વર્તન કદી દીઠું નહોતું. ઓફિસમાં પણ જ્યારે તે ધંધાદારી વિવેકથી જ વર્તતી ત્યારે પણ ચોરીછુપીથી મીઠું સ્મિત તો ફરકાવી લેતી હતી જ. અને એ સીન્ડી આંખો અત્યારે શુન્ય અને સખત હતી.

‘જો, તું આ રીતે મારી અવગણના કરે તોય મને વાંધો નથી,' ચકે નાની સીટમાં તેની ઉંચી કસરતી કાયાને ફેરવતાં કહયું, ' પણ કંઇક તો વાત કર. હું ભલે એક વકીલ રહ્યો પણ હું મૂજી નથી.'

‘આઈ એમ સોરી, ચક' બસ એટલું બોલી સીન્ડી ચૂપ રહી.

ચકે ખભા ઉલાળ્યા, તેને સીગારેટ ધરી અને કોઈ જ જાતનેા પ્રત્યુત્તર ન મળતાં તેણે સીગારેટ સળગાવી હોઠ વચ્ચે મૂકી.  ‘ઓકે, ઓકે તેા હું જ વાત કરૂં છું. જો સીન્ડી એક જુવાનીયો હતો. મસ્તરામ મોજીલો તે એક શેરીમાં ચાલતો જતો હતો. સીટી વગાડતો વગાડતો તે પોતાની જાતને ઘણો સુખી દેખાડવા માગતો હતો. તે એક છોકરી સાથે ફરતો હતો. પછી તે એક ખૂણે વળ્યેા અને ધડામ ! કશું ક તેની સામે અથડાયું ! એક બારણું ! ખાલી બારણું! અને-’

સીન્ડી ધીમેથી તેની તરફ ફરી. તેનો નાનો નાજુક ચહેરો ધ્રુજતો હતો. તેણે માથું નીચે ઢાળ્યું, તેના હોઠ ધ્રુજયા અને પછી તે એકાએક ચકને વળગી પડી. ચકે તેને બાહુમાં સમાવી લીધી પકડી રાખી. તેના હાથ નીચે તે એક નમણી નાજુક કાયાને થથરતી અનુભવી રહયો. તેના મનમાં પ્રશ્નો ઉઠયા, પણ તે એણે પૂછ્યા નહિ. તે એના સુંગધિત વાળની સુવાસ લેતો રાહ જોઈ રહ્યો.