મિત્ર અને પ્રેમ - 19 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 19

કિસ્મત નો ખેલ પણ ગજબ કહેવાય. આલોક અને આકાશ બંનેના તાર એક જ વ્યક્તિ સાથે જોડાયેલા હતા એ હતી આશીતા.
તું પૈસા માટે આશીતા સાથે લગ્ન કરે છે - આકાશે કહ્યું
આલોક ચોંકી ગયો....તમે આશીતાને કેમ ઓળખો અને તમને કોણે કહ્યું હુ પૈસા માટે તેની સાથે લગ્ન કરૂ છું - આલોકે કહ્યું
મેં કહ્યું - આલોક ની પાછળથી અવાજ આવ્યો
તે દર્શન હતો.. આકાશે દર્શનને વોટ્સએપ કરીને ડોક્ટર હાઉસ બોલાવી લીધો હતો.
તમે અહીં
તે જેમનું એક્સિડન્ટ કર્યું છે તે મારો દોસ્ત છે : દર્શને બંને હાથથી કોલર પકડતા કહ્યું
દર્શન છોડી દે એમને - પાછળથી આશીતાએ આવીને તેમને છોડાવ્યો.
તને કોણે બોલાવી? - દર્શને કહ્યું
આલોકે કોલ કરીને કહ્યું હતું.. તેમને અહીં કોઈ ઓળખતું નથી એટલે મારે આવવું પડ્યું
તેમને દર્શન સાથે એક્સિડન્ટ કર્યું છે
આશીતા ચોંકી ગઈ... કેમકે તેમને એ વાતનો ખ્યાલ જ નહોતો
તુ કેમ છે. વધારે વાગ્યું તો નથી - માથા પર હાથ ફેરવતા આશીતાએ કહ્યું.
હું બરાબર છું. વધારે નથી લાગ્યુ
તું કેવી રીતે ગાડી ચલાવે છે આને કાંઈ થઈ ગયું હોત તો? - આશીતાએ કાંઈ પણ જાણ્યા વગર આલોકને કહી દીધું
તને કેમ આટલી બધી ચિંતા થાય છે - આલોકે કહ્યું
તે મારો દોસ્ત છે
મારો એકલાનો વાંક નહોતો..અમારા બંનેનો વાંક હતો
તુ કહે અને અમે માની લઈએ - દર્શને કહ્યું
એ સાચું કહે છે - આકાશે કહ્યું
આ પૈસા માટે આપણી ફ્રેન્ડ સાથે દગો કરીને લગ્ન કરે છે. આવા દગાબાજ પર વિશ્વાસ ન કરાય...હું પોલીસને ફોન કરૂ છું
એની કોઈ જરૂર નથી..રહેવા દે - આશીતાએ કહ્યું
મેં બધી સચ્ચાઈ આશીતાને જણાવી દીધી છે - આલોકે કહ્યું
હા.. એમણે મને આ પૈસા વાળી વાત છોડીને બધું કહી દીધું છે - આશીતાએ કહ્યું
એ તો મેં ગુસ્સે થઈ કહ્યું હતું...તુ જાણે છે મારા પપ્પાને પૈસાની કોઈ તંગી નથી
ગુસ્સા માં જ વ્યક્તિ સાચું બોલી નાખે છે કેમકે તે ત્યારે ભાનમાં નથી રહેતો - આકાશે કહ્યું
તારી વાત માની લીધી..તારા પપ્પાને પૈસાની તંગી નથી પણ તારે તો હશે? - દર્શને કહ્યું
શું મતલબ
એક વાત તો પાકી છે કે તું ખોટું બોલે છે. શું કામ બોલે છે એ અમે નથી જાણતા પણ તું સારી રીતે જાણે છે - દર્શને કહ્યું
બસ હવે તમે જવા દો આ વાત ને - આશીતાએ કહ્યું
નહીં...આ વાતનું કાંઈ નિરાકરણ આવવું જ જોઈએ. આજે તું છો કાલે બીજી કોઈ છોકરી હશે પછી બીજી કોઈ - દર્શને કહ્યું
મારો વિશ્વાસ કર..હું ગુસ્સે થઈને એવું બોલી ગયો હતો મારો એવો કોઈ ઈરાદો નથી - આશીતા સામે જોઈ આલોકે કહ્યું
જે હોય તે હકીકત કહી દે..અમારી પાસે બીજા ઘણા રસ્તા છે - આકાશે કહ્યું
જો આમપણ આપણે લગ્ન નથી કરવાના તો પછી હવે તમારે શું જાણવું છે - આલોકે આશીતા સામે જોઈ કહ્યું
સાચુ કહ્યું આપણે લગ્ન નથી કરવાના...પણ રીલેશનમા તો આપણે ફ્રેન્ડ જ છીએ તું તારા ઘરના વ્યક્તિ સમજીને કે મિત્ર સમજીને જે હોય તે હકીકત કહી દે - આશીતાએ કહ્યું
આલોકને હજુ સુધી આવા લોકોનો ક્યારેય સંગ નહોતો થયો. તેમની અંદર અચાનક બદલાવ આવ્યો અને આંખો માથી આપોઆપ આંસુ બહાર નીકળી આવ્યા.
મિત્રતાનો સંબંધ શરુઆતમા બહુ નાજુક હોય છે અને તે વિશ્વાસથી બહુ સ્ટ્રોંગ અને મજબુત બની જાય છે - આલોકે કહ્યું
પ્રિયા તારી મિત્ર છે કે પ્રેમ - આકાશે કહ્યું
અત્યારે તો બે માંથી એક પણ નહીં
તો તે મોલમાં આઈ લવ યુ કેમ કહ્યું? - આકાશે કહ્યું
સાચુ કહુ તો મને કદી મુંબઈમાં તમારી જેવા મિત્રો તો શું લોકો જ નથી મળ્યા.
તે મારા પપ્પાના મિત્રની છોકરી છે.. તેમણે મારી મિત્રતા, પ્રેમ, પ્રામાણિકતા, વિશ્વાસ બધાને ભેગા કરીને વધારાનો કચરો સમજી ડસ્ટબીનના ડબ્બામાં નાખી દીધા છે.
તું પહેલેથી શરુઆત કર ક્યારે તમે પહેલી વખત એકબીજાને મળ્યા હતા. શું થયું હતું? - આશીતાએ કહ્યું