બે રૂપિયા Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે રૂપિયા

" ચાલો બાબુજી! આજ્ઞા આપો. હું જાઉં છું! "

" હા જમના જા. તારા લગ્ન નિર્વિઘ્ન પટી જાય તેવી પ્રાર્થના! "

જમના એ નીચા વળી અરુણ ની ચરણ રજ લઈ માથે ચઢાવી.

એક જ ઘરમાં 15 વર્ષની એક ઘારી નોકરી કર્યા બાદ અરુણ બાબુનું ઘર છોડતાં તેનું મન માનતું નહોતું. પણ તે મજબુર હતી વિવશ હતી. તેના લગ્ન નિર્ધારિત થયા હતા. આથી એક આંખમાં આંસુ અને બીજી આંખમાં લગ્ન જીવનના સોણલા રચી તે પોતાના બાબુલ સમા પિતાના ઘરમાંથી વિદાય લઈ રહી હતી.

આંગણામાં 21-22 વર્ષની વાઘરણ કોમની છોકરી ચિંથરે હાલ અવસ્થામાં એક કુમળા બાળક ને છાતીએ વળગાડી આજીજી કરી રહી હતી :

' બાબુજી - માઈ બાપ આ ગરીબ ને કાંઈ આલો. બાપ ત્રણ દિવસ થી અન્ન નો એક દાણો પણ પેટમાં ગયો નથી. ભગવાન તમારૂં ભલું કરશે. "

જમના તેને જોઈ છેડાઈ ગઈ. " ચાલ ચાલ! આગળ જા. સવારના પહોરમા તારૂ કાળું મોઢું જોઈ દી બગડી ગયો. "

બહાર કોઈ વાર્તાલાપ જારી હતો. તેનો ખ્યાલ આવતાં અરુણ ઘરની બહાર આવ્યો. અને જોયું તો જમના એક વાઘરણ - ભિખારણ જેવી લાગતી છોકરી ને હાંકી કાઢી રહી હતી.

અરુણે તે સિનરિયો સગી આંખે નિહાળ્યો. છોકરી નો ચહેરો જોઈ તે ખમચાઈ ગયો. જાણીતો ચહેરો નિહાળી તેના દિમાગમાં સવાલ ઉદભવ્યો :

શું તે આ જ છોકરી છે?

આ પ્રશ્ન સાથે જ તેના અંતર પટ સામે અતીત જીવિત થઈ ગયો.

એક વર્ષ પહેલા ની ઘટના તેની આંખો સામે નર્તન કરવા માંડી.

તે દિવસોમાં તેની પત્ની અતિશય બીમાર હતી. બે વર્ષથી તે પથારી વશ હતી. ડોકટરોએ તેને ઊઠવા બેસવાની મના ફરમાવી હતી. પત્ની ની બીમારી પાછળ તેણે લાખો રૂપિયા નું આંધણ કરી નાખ્યું હતું. પણ બીમારી મટવાનું નામ લેતી નહોતી.

પત્ની ની બીમારીએ તેને મૂંઝવી દીધો. કોઈ જાતની દવા કે ઉપચાર કારગત ના નીવડયા. આ કારણે અરુણ ખુદ પણ બીમાર પડી ગયો હતો. બે વર્ષથી તે પત્ની ભેગો સૂવા પામ્યો નહોતો. તેનામાં રહેલી જાતિય સુખની કામના અત્યંત પ્રબળ બની ગઈ હતી. તેના કૂદકા અરુણ ને જંપી ને બેસવા દેતા નહોતા. આ હાલતમાં તેને ગુમરાહ થઈ જવાની ભીતિ લાગતી હતી.

વારંવાર તેનું મન તેને વેશ્યા ગમન ભણી દોરી રહ્યું હતું. પણ પત્ની પ્રત્યેનો પ્રેમ તેની આડે આવી જતો હતો.

જાતિય ભૂખ પ્રબળ બની તેની આંખો સામે ડોળા કાઢી રહી હતી. તેને કારણે તે કોઈ વાર જમના ને વિકારી નજરે નિહાળતો હતો. પણ તેની ભીતર રહેલી નૈતિક તાકાત તેની રક્ષા કરતી હતી!!

તે જ ગાળામા અરુણ એક વાર ભૂખ થાક થી પરાસ્ત રાતના આઠ વાગ્યા ને સુમારે એક અંધારી ગલીમાં થી પસાર થઈ રહ્યો હતો. પત્ની ની બીમારી નો બોજ અને જાતિય સુખની કામના એકમેક જોડે આથડી રહ્યાં હતા!

તેણે નિર્ણય કરી લીધો હતો. અને ઇશ્વર પણ જાણે તેની સંગાથે થઈ ગયો :

" બાબુજી! કાંઈ આપો. મારો નાનો ભાઈ બીમાર છે. ચાર દિવસથી ઘરમાં ચૂલો પેટ્યો નથી. તેને માટે દૂધ પણ નથી. બાપુ! માત્ર બે રૂપિયા આપો. ભગવાન તમારૂં ભલું કરશે. "

સ્વર સાંભળી અરુણના બઢતા કદમ થંભી ગયા.

20-21 વર્ષ ની એક છોકરી આજીજી કરી રહી હતી. તેનો ભરાવદાર દેહ તેના પુષ્ટ અંગો અને જોબનવંતી કાયા અરુણને અંધારામાં પણ લલચાવી ગયા. અને તેની ભીતર નો કામશત્રુ હચમચી ગયો.

" શું બે રૂપિયા આપી મારી જરૂરત પૂરી કરી લઉં? "

તેના થોભી જવાથી છોકરીના હૈયે આશાનો સંચાર થયો. તેણે આજીજી ભર્યા સ્વરે ફરી કહ્યું :

" બાબુજી! માત્ર બે રૂપિયા! "

" છોકરી! બે રૂપિયા તો મળશે. પણ બદલામાં તું મને શું આપીશ? "

અરુણ ના પ્રશ્ને તે ખમચાઈ ગઈ.

તક ઝડપી તેણે છોકરી નો હાથ પકડી લીધો. તે અરુણ નો ઈશારો પામી ગઈ.

" તમે માંગશો તે! " કહી તેણે અરુણ ના હાથ પર હાથ મૂકી દીધો.

આ એકરાર થી અરુણ ની ઈચ્છા સાકાર થઈ. છોકરી ની જરૂરત પણ પૂરી થઈ ગઈ.

ચાર દિવસ બાદ ભાઈને દૂધ મળતા તેનો ચહેરો ખીલી ઊઠ્યો. અરુણે બે રૂપિયા ના બદલામાં 20 રૂપિયા છોકરી ને આપ્યા હતા. તેથી તેના પેટની આગ પણ ટાઢી થઈ હતી. જરૂરત સંતોષાતા કાંઈ ખોટું કર્યાનો અફસોસ ગાયબ થઈ ગયો.

ઘરે પહોંચતા જ સ્મશાન સમી શાંતિ નિહાળી અરુણ અકળાઈ ગયો. દબાતે પગલે તે પત્નીના કક્ષ મા દાખલ થયો.

ખાટલા પર લથડી ગયેલી નિષચેતન કાયા નિહાળી અરુણ હલબલી ગયો. ફાટી ગયેલી આંખો, ખુલી ગયેલા મોઢાને નિહાળી અરુણ રાડ પાડી ગયો.

તે સાંભળી જમના કમરાની ભીતર દોડી આવી.

અરુણે તરતજ ડોક્ટર ને ફોન કર્યો.

ડોકટરે તેને તપાસી નિદાન કર્યું :

" કેસ ખતમ છે! " કહી મૃતદેહ ને સફેદ ચાદર ઓઢાડી દીધી.

તેણે કરેલા પાપ ને કારણે જ પત્ની તેને છોડી ગઈ હતી.

વાઘરણ ભિખારણ નો ચહેરો નિહાળી અરુણ વિચારો મા અટવાઈ ગયો.

કોઈ પરિચિત ચહેરો છે તેવી અનુભૂતિ થઈ આવી. તેની સામે બે રૂપિયા માત્ર બે રૂપિયા અને મારો ભાઈ ભૂખ્યો છે તે જ વાતો દોહરાઈ રહી હતી.

ઘરમાં ખાવાનો દાણો નથી. બે રૂપિયા ના બદલામાં શું આપીશ?

એક સ્પર્શ!

આ બધું યાદ આવતા તેના પગ હેઠા પડ્યા.

બે રૂપિયાની લાલચમાં જેમાં ઘરની કરુણ પરિસ્થિતિ શામેલ થઈ હતી જેને કારણે તેણે પોતાનો દેહ અભડાવ્યો હતો. બદલામાં એક નાનકડો આકાર તેની કૂખમાં આકાર લઇ રહ્યો હતો. અને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

અરુણ તેની નજીક સરકયો. તેના હાથમા બેફિકરાઈથી દુનિયાથી અજાણ આંખો બંધ કરી પડેલા બાળકને જોઈ તે ચોંકી ઊઠ્યો. તેનો ચહેરો સચ્ચાઈ બયાન કરી રહ્યો હતો.
તે બાળકને એકીટશ જોઈ રહ્યો હતો. તે જોઈ વાઘરણે સવાલ કર્યો :

" શું બાબુજી! શું જોઈ રહ્યાં છો? આ તમારા પૈસાનો પ્રતાપ છે. આ તમારૂં જ બાળક છે. પણ વિશ્વાસ રાખજો. આ વાત કદી બહાર નહીં આવે. પણ આ બાળક ને કારણે જ મને ઘરમાંથી કાઢી મુકવામાં આવી છે. માઈ બાપ અમારી વાઘરણ કોમમાં પણ ઈજ્જત ને સાચું ભૂષણ ગણવામા આવે છે. પણ આ નિષ્ઠૂર દુનિયામાં કોઈને મારી દયા ના આવી તો પાપ પુણ્યના વિચારો અભરાઈ એ ચઢાવી મારૂં ભૂષણ થોડા રૂપિયાની લાલચ મા લીલામ કરી નાખ્યું.

તેની કથની સુણી અરુણ ઢીલો પડી ગયો. પોતાના સ્વાર્થ ને કારણે કોઈ પારકી છોકરી સજા ભોગવે તે વાત અરુણ સહી ના શક્યો.

તેનો આત્મા જાગી પડ્યો.

એક વખત મદદ કરવાથી તેનું દુઃખ દૂર નહીં થાય. તેને માટે કાયમી ધોરણે કોઈ વ્યવસ્થા કરવાની તેની નૈતિક ફરજ હતી. અને ભગવાને તેને માટે વિકલ્પ ગોતી આપ્યો.

જમના લગ્ન કરીને સાસરે વિદાય થઈ ગઈ હતી. તે અરુણના ઘરમાં રસોઈ ઉપરાંત બધા જ કામો કરતી હતી. તેની જગ્યા ખાલી થઈ હતી. અને અરુણને તેનું રીપ્લેસમેન્ટ
મળી ગયું હતું. Jo તે આ જગ્યા સંભાળી લે તો ઘણી બધી સમસ્યા દૂર થઈ જાય.

તેણે આ છોકરી ને સવાલો કર્યા :

" તને રસોઈ કરતાં આવડે છે. તું ઘરના કામ સંભાળી શકીશ? "

" હા બાબુજી! મને બધું આવડે છે. હું તમારા બધા કામ કરીશ! મારા સંતાનના ઉછેર ખાતર હું આગમાં પણ ચાલી શકીશ! '

" એ કેવળ તારું જ નહીં મારૂં બાળક પણ છે. હું એક વાલી તરીકે તેની સારી જવાબદારી વહન કરીશ! તું દિનભર ઘરના કામ કરતી રહેજે. અને રાતના પુત્ર સાથે અલગ રૂમમાં રહેજે. "

તેની વાત સાંભળી વાઘરણ ની આંખો મા કૃતજ્ઞા ના ભાવો ઉમટી પડ્યા. તેણે ભાવુક બની અરુણના ચરણોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો. પણ તેને રોકી લેતા અરુણે કહ્યું :

" ગાંડી આ શું કરે છે? આ કોઈ ઉપકાર નથી. માત્ર મારૂં પ્રાયશ્ચિત છે. લાવ બાળકને મારા હાથમા આપ અને તારૂં કામ શરૂ કર. "

અને ઘરથી પરિચિત હોય તેમ તે રસોડા ભણી દોડી ગઇ.

અરુણે બાળકને છાતીએ લગાડી હળવે સ્વરે ગાયું :

" તૂજે સુરજ કહું યા ચંદા, તૂજે દીપ કહું યા તારા. "

00000000000000000

આ વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈ જ સંબંધ નથી