શહેરની એક સાંજ શાનદાર બીજીવાર Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શહેરની એક સાંજ શાનદાર બીજીવાર


આખો દિવસ જાણે કે અહીં ફેરિયાઓ અને ચા વાળાઓ થી માંડી ને અનેક વિધ વસ્તુઓ વેચવા સૌ આવે અને ખરીદવા માટે પણ, આખો દિવસ જાણે કે એક માણસ જાય અને બીજો આવે, બીજો જાય અને ત્રીજો આવે! અને એમ જ એક પછી એક સૌ કોઈ આવ્યા કરે અને શહેર જાણે કે શ્વાસ લેતા મનુષ્ય ની જેમ ધબકી ઉઠે. હા, એક સામટો આવતો બધાનો અવાજ, ચા પીતા લોકો, ખરીદી કરતી સ્ત્રીઓ અને હા, આ શોરથી જ જાણે કે બચવા માટે જ મે પણ મારા કાનમાં વાયરલેસ બ્લુટૂથ (ઇયર ફોન) નાંખ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ નુ જ સરસ ભજન પણ ચાલે છે અને હું તો જાણે કે આ વાતાવરણ થી ક્યાંય દૂર હોય એમ મહેસૂસ કરું છું.

સાંજ ધીમે ધીમે આથમી રહી હતી અને જાણે કે સૌ કોઈ ને એક સાથે જ ઘરની યાદ પણ આવવા લાગી હતી. આખો દિવસ ભલે ને ગમે એવો કેમ ના ગયો હોય, ભલે ને બોસ ની ડાટ સાંભળી હોય, ભલે ને લેસન ના કરવા પર સરે બધા વચ્ચે સજા કરી હોય, એમ છત્તા હા, ઘરે જઈ ને જાણે કે આપણને ગમતી વસ્તુ કરવા માં જ જે આનંદ છે એની કોઈ જ સીમા નહિ. આખા દિવસનાં કામથી થાકીને જાણે કે ઘર ખુદ જ માલિકને અવાજ કરીને બોલાવે છે - "બસ બહુ થયું કામ, હવે થોડો આરામ પણ કરી લે.. જે થશે હવે એ કાલે!" અને હા એટલે જ સૌ કોઈ ઉતાવળમાં લાગી રહ્યાં હતાં.

નેહા જેવી જ આવી કે એને મારા કાનમાંથી બ્લુટૂથ જ કાઢી લીધા, એકદમ હું જાણે કે હોશમાં પણ આવ્યો અને મને આશ્ચર્ય પણ હતું!

"મન તો થાય છે કે આને ફેંકી જ દઉં!" એ બોલી.

"કેમ?" મેં પણ એને સ્માઈલ આપતા પૂછ્યું. જાણે કે એ ભૂલી જ ગઈ કે એને ગુસ્સો જ કઈ વાત પર હતો!

"ચાલ ને આઈસ્ક્રીમ ખાવા.." એ પણ આઈસ્ક્રીમ ની જ જેમ પીગળી ગઈ હતી. ગુસ્સો તો સાવ ગાયબ અને એના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ હતી.

ચોરસ જેવો ચહેરો, માથાના થોડા વાળ કપાળ સુધી આવતા હતા, પૂનમના ચાંદ જેવો ખૂબસૂરત ચહેરો કોઈ ને પણ પાગલ બનાવવા માટે કાફી હતો.

🔵🔵🔵🔵🔵

અમે બંને થોડા દૂર એક બ્રિજ પર હતા, એક બાજુ બાઈક પાર્ક કરી ને બાઈક પર જ આઈસ્ક્રીમ ખાતાં ખાતાં શહેર ને જોઈ રહ્યાં હતાં.

"બધાં ને પોતાના ઘરે જવાની ઉતાવળ છે, તું ક્યારે આવીશ તારા ઘરે?!" નેહાની આંખોમાં સવાલ, આશા અને ઇચ્છા બધું જ હતું.

"તારા પપ્પા એ મને ચેલેન્જ આપી છે તો હવે કેવી રીતે આવી શકું?! તને તો ખબર જ છે ને મેં લાઇફમાં બસ એક તને જ આટલો બધો લવ કર્યો છે, મારી કોશિશ જારી છે, બસ હવે બહુ વાર પણ નહિ લાગે, થોડા ટાઈમ માં જ મને અપોઇમેંટ મળી જશે એટલે હું મોટા શહેરમાં જોબ પણ કરતો થઈ જઈશ!" મેં શબ્દોમાં પણ સ્નેહ અને મીઠાશ ઉમેરતા કહ્યું.

"પપ્પાને ચિંતા થાય છે આપના ફ્યુચર ની એટલે જ તો તને આવું ચેલેન્જ આપ્યું!" નેહા એ આઈસ્ક્રીમ ખતમ કરી દીધી હતી. એને મારા ખભે ચહેરાને ઢાળી દીધો હતો. કઈ કહેતી તો નહોતી પણ હું મહેસૂસ કરી શકતો હતો કે એ પણ મને બહુ જ પ્યાર કરે છે.

મેં પણ આઈસ્ક્રીમ ખતમ કરી દીધી. એક બાઈક પર છોકરા ની પાછળ છોકરી એને વળગી ને જતી હતી, એને જોઈ ને મને પણ મારી ખુદની જ યાદ આવી ગઈ -

"નેહા, હું તને બહુ જ લવ કરું છું! હું તને બહુ જ ખુશ રાખીશ! પ્લીઝ તું મારી જોડે લગ્ન કરી લે!" એક કેફેમાં મેં એના હાથને મારા હાથમાં લેતા કહેલું.

"જો, હું પ્યાર માટે ના નહિ કહેતી, પણ, પપ્પા જે કહે મારે એ જ મંજૂર કરવું પડશે!" નેહા એ કહેલું.

અને જાણે કે નેહા ને પણ કઈક યાદ આવ્યું હોય એમ એ એકદમ જ બોલી -

"ચાલ, ચાલ, ચાલ!" મને પણ આશ્ચર્ય થયો, "કેમ, શું થયું?!" મેં સ્વાભાવિક જ પૂછ્યું.

"બહુ જ ઓછો સમય છે!" એને કહ્યું.

"શાનો?!" મેં પૂછ્યું.

"આપણા લગ્નની તૈયારીનો.." એ બોલી અને અમે બંને હસી પડ્યાં, હું પણ હવે થોડો આરામ લેવા માટે મારા ઘરે જઈ રહ્યો હતો!