એક ખૂબસૂરત સફર Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ખૂબસૂરત સફર

"વાઉ!" લક્ઝરીઅસ કારમાં સૌ કસકસાઈને બેઠા હતા તો પણ, બધાને મજા આવતી હતી... ઠંડી ઠંડી હવા તેમના ચહેરાને સ્પર્શ કરતી હતી.

2 ફોઈ અને 1 મામાના પરિવાર એ કારમાં હતા. બસ આ સૌમાં એક જ વ્યક્તિ અજાણ્યું હતું, જે હતી પ્રિયા. એ જ કેવળ નાની ફોઈની નણંદ ની છોકરી હતી. મતલબ આ પરિવારમાં અલગ હતી. બાકી બધા ભાઈ બહેન હતા.

બાકી સૌ તો મોટા હતા... પ્રિયા ના ઉંમર નો તો કેવળ મિત જ હતો... મિત લાગે પણ મસ્ત પણ એનો સ્વભાવ વધારે સારો હતો... કોઈ પણ ની સાથે દોસ્તી કરવા માં એ અવ્વલ હતો... વળી વાત વાતમાં હસાવે પણ એટલો કે એના કોલેજમાં તો સૌ એના જોકસ માટે ખાસ એનો વેઇટ કરે. એમાં ખાસ છોકરીઓ તો એની આજુ બાજુ જ રહ્યા કરતી. પણ હજી જેવી ની એને તલાશ હતી એને હજી મળી જ નહોતી.

પ્રિયા પણ સારી છોકરી હતી. સાંયોગિક રીતે જ એ પણ ભણવા પ્રત્યે પ્રેમ ધરાવતી હતી, મિત ની જેમ જ. બંને વચ્ચે સારી બોન્ડિંગ હતી. એકબીજાને કલોઝ પણ હતા.

આજે અમસ્તાં જ મળી જવાયું જેનાથી પ્રિયા ખૂબ જ ખુશ હતી. ખુશી એની વાત વાત માં છલકાતી હતી.

નાયરા અને જાગૃતિ બંને મિતની બહેનો એ ખાસ મિત અને પ્રિયાને સાથે બેસાડ્યા હતા... પણ એમની ફોઈ લત્તાબેને તો હસતા હસતા કહેલું કે બંને સાથે મસ્ત લાગે એમ. છેલ્લે મિતના ફુઆ એ બે આડી સીટ નંખાવી હતી. ડાબી બાજુ પ્રિયા - મિત અને જમણી બાજુ નાયારાં - જાગું બેઠા હતા.

નાયરા અને જગુએ તો પ્રિયાને ભાભી કહી ને બોલવાનું પણ શુરૂ કરી દીધું હતું. પણ કોઈ એમને રોકતું નહોતું.

"પ્રિયા, આ છોકરી એ કાલે મને પ્રપોઝ કર્યું," એને ફોનમાં એક છોકરી નો પિક બતાવતા કહ્યું.

"હા તો તુંયે શું કહ્યું?" પ્રિયાની ખુશી અચાનક જ ઓસરી ગઈ.

"ના જ તો વળી..." મિત હસ્યો.

"પણ એ રડી ને તો મને દયા આવી ગઈ, પણ એમાં મે શું કરું, મે એને નથી લવ કરતો" મિત એ કહ્યું.

પ્રિયા એ મિતને વળગીને બસ થોડો સમય ચૂપ રહી... ચાલુ ગાડીએ એને ભૂતકાળને વાગોળવું શુરૂ કર્યું.

એને હજી યાદ છે, તેઓ લતાબેન ના મોટા છોકરાના મેરેજમાં પહેલીવાર મળ્યા હતાં. મિત તો બસ એને જ જોયા કરતો હતો. જાગુ એ જ એમને મળાવ્યા હતા.

પિંક ડ્રેસ માં એ મસ્ત લાગતી હતી. એને પણ મિત ગમી ગયો હતો. પહેલી નજરમાં જ.

જ્યારે બીજી એની બહેનો સાથે બહુ જ નજીક રહેતા મિત ને એને જોયો તો એ ગુસ્સો કંટ્રોલ ના કરી શકી.

"જા તું એમની સાથે જ રહજે." એને કહેલું.

"અરે બાપા, મે એમની નજીક પણ નહિ જાઉં." એને કહેલું.

પણ સિરિયસલી એ કોઈ ની પણ નજીક જ ના ગયો... જાગૃતિ એ જ નંબર પણ અપાવ્યો હતો.

એ પછી તો વોટ્સેપ પર ખૂબ જ વાતો થતી. ઈવન બંને વાતો કર્યા વિના રહી જ નહોતા શકતા.

"આઇ લવ યુ, પ્રિયા" મિત એ એક વાર હિંમત કરી કહી જ દીધેલું.

"તારી પાછળ તો આટલી બધી છે તો તને મે જ કેમ ગમી?" ના જવાબ મા એને કહેલું કે, "તું પાગલ લાખો નહિ કરોડો મા એક છું... તારો સ્વભાવ પણ મને ખૂબ ગમે છે."

પછી મીતની લાત્તફોઈ સાથે તે તેમના ઘરે આવી હતી. તેઓ વધારે ક્લોઝ આવી ગયા.

તેઓ સૌ એમના ગામના ખેતરોમાં ફરતા. બંને ખૂબ જ વાતો કરતા. એ પછી અચાનક જ તેઓ આજે મળ્યા.

"ઓ કેમ એ પિક બતાવ્યો તુંયે, બિચારીને ઉદાસ કરી દીધી." જાગું બોલી.

"મે મરી જઈશ... યાર!" પ્રિયા ધીમેથી પેલાની બાહોને ભિંસતા બોલી એની સાથે જ મિત એ એના મોં ને બંધ કરતા કહ્યું, "ઓ મેન્ટલ મજાક કરતો હતો." એને હળવેકથી એના કપાળ ને ચૂમી લીધું.

એની સાથે જ એની ખુશી પાછી આવી ગઈ હતી.

સૌ જવાના સ્થાન પોઇચા પહોંચી ગયા. જગ્યા બહુ જ મસ્ત હતી. દૂર દૂર સુધી રહેલા એલ. ઈ. ડી. લાઇટ ની ઝગમગ થી વાતાવરણ રમણીય લાગતું હતું.

ફરતા ફરતા સૌ મેઈન મંદિર એ પહોંચી ગયા. "હે ભગવાન, મારો લવ મને છોડીને ક્યાંય ના જાય." પ્રિયા એ મનમાં માંગ્યું.

"હા પાગલ, નહિ છોડુ મે તને" મિત વાત કડી ગયો હતો.

પ્રિયા સ્નેહ અને આશ્ચર્યથી એને જોઈ રહી.

"યાર, મે તો આજે પણ પત્રી મારી!" પ્રિયા બોલી. સૌ નાસ્તો કરી કારમાં હતા. કાર શુરૂ થઈ ચૂકી હતી.

"ઓ કેમ પાછું શું થયું?" એને કહ્યું.

"પપ્પા કહે છે કે જા કોઈ ને લઇ ને ભાગી જા એમ... મે કઈ એવી થોડી છું!!!" એ રડમસ હતી.

"ઓ પાગલ, કેમ આવું કર્યું?!", એને એના હાથ માં જયા પત્રી મારેલું ત્યાં ચૂમી કીધું.

"તું ચિંતા ના કર. મે આપના મેરેજની વાત કરું છું ફોઈને." એને કહ્યું.

"ના. ઓ મારા પપ્પા જેવા તારા સસરા, યાર તું કેટલો હોશિયાર, તું તો સારું મેળવવી શકું એમ છું." એને કહ્યું.

"ઓ પાગલ, હવે થોડો જ સમય છે. ટી. વાય. પછી મે જોબ કરીશ અને તું વહુ મારા ઘરની. મને તો તારી ફેમિલી ખૂબ ગમે છે. મે તને અને તારી ફેમિલી ને પણ લવ કર્યો છે. ખબરદાર જો હવે પત્રી ને ટચ પણ કરી છે તો. તને મારા સમ." એને કહ્યું.

"હા, યાર." આ પોઇચા નો ખૂબસૂરત સફર તો પૂર્ણ થઈ ગયો હતો પણ તે બંનેના જીવનનો નવો ખૂબસૂરત સફર આરંભાઈ ચુક્યો હતો.