અજાણ્યું અપહરણ Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યું અપહરણ


"ના... તું તો પ્રિયંકાને લવ કરું છું ને..." ધરા એ કહ્યું.

"ઓ પાગલ, આઇ લવ યુ... નોટ પ્રિયંકા" હાર્દિક એ સ્પષ્ટતા કરી.

"હા... એટલે જ તો ત્યારે જ્યારે આપણને એના ભાઈ એ અપહર કર્યું તો તુંયે કહેલું કે ... તું તો પારુલ નો ભાઈ હોય જ ના શકું એમ... કે પ્રિયંકા તો બહુ જ મસ્ત છોકરી છે ..." ધરા એક શ્વાસે બોલી ગઈ.

"ઓ પાગલ, હા તો એનો મતલબ એ ના થાય ને કે મે એને લવ કરું છું એમ?" હાર્દિક બોલ્યો.

♥♥♥♥♥

હાર્દિક મોટા ઘર નો હોનહાર છોકરો હતો... સંસ્કારિતા એના વર્તનમાં ઝલકતી હતી. લાગે પણ એટલો જ હેન્ડસમ. જોતાવેંત જ પ્રેમ ઉભરાઈ આવે એવો લાગે. એની ઉપર એ ચશ્મા પહેરતો. જ્ઞાન તો એની વાત વાતમાં ઉભરાઈ જ આવતું. તેમ છતાં ક્યારેય ઘમંડ ના કરે. હોશિયાર અને ચાલક પણ એટલો જ.

ધરા એની બેસ્ટ ફ્રેન્ડ હતી. બંને કૉલેજથી એકબીજાને સારીરીતે જાણતા હતા. આમ જોઈએ તો એ પણ હોશિયાર જ હતી, પણ હાર્દિક જેટલી નહિ. બંને નું ખૂબ બનતું. એની ફેમિલી ગરીબ હતી. જેના લીધે હાર્દિકના ડેડી ને એ નહોતી ગમતી. પણ હાર્દિક ની તો એ જાન જ હતી. પહેલેથી જ એ લોકો એકબીજા વિના જરાય નહોતા રહેતા.

ધરા આમ જ ઘણી વાર હાર્દિકના ઘરે આવતી. બંને હાર્દિકના રૂમમાં ભણતા, વાતો કરતા, અને ખૂબ મજા કરતા.

♥♥♥♥♥

એક દિવસ સવારે બંને નું અપહરણ થઈ ગયુ હતું. બંને એક આંધરા રૂમમાં હતા. અપહરકર્તાએ કારણ એ આપ્યું કે એને પૈસા જોઈએ છે એમ...

કારણ એ જ નહોતું જોકે... કારણ બીજું પણ હતું.

"હું પ્રિયંકા નો ભાઈ છું... એને જ મને તારું અપહરણ કરવાનું કહેલું..." અપહરણકર્તા એ કહ્યું.

"ના... તું હોય જ ના શકું... પ્રિયંકા તો બહુ જ મસ્ત છોકરી છે..." હાર્દિક બોલ્યો ત્યારે ધરા તો હાર્દિક ને જોઈ જ રહી હતી ગુસ્સાથી... હાર્દિકે તુરંત સૂર બદલ્યો, "આઇ મીન એ તો આવું ઘીનોનું કામ કરી જ ના શકે..."

પ્રિયંકા પહેલેથી હાર્દિક પર ખૂબ જ હક કરતી... જેની ફરિયાદો ધરા હાર્દિકને અવારનવાર કરતી.

"આજની રાત, તમારે અહી જ રહેવાનું છે... તમારું ખાવાનું પીવાનું બધાની વ્યવસ્થા કરી દેવાઈ છે... કોઈ પણ કામ હોય તો હું બાજુના જ રૂમ માં છું... બસ આજની રાત તમે આમારા મહેમાન છો..." અપહરણકર્તા એ સૂર બદલ્યો તો સજજન માલૂમ પડ્યો.

"હાર્દિક, યાર લાગે છે કે કઈક ગરબડ છે... કેમ આ લોકો આપનને આટલા પોતીકાપણું કેમ આપે છે?!" ધરાએ કહ્યું...

"હાર્દિક, મને ખબર નથી કે કાલનો સૂરજ આપને જોઈ પણ શકીશું કે નહિ, પણ આજે મારે તને કઈક કહેવું છે..." ધરા ઈમોશનલ હતી.

બંને એ પારુલ ના ભાઈ એ આપાયેલું હોટલનું લાગતું ડિનર કાધુ હતું.

"મારે પણ તને કઈક કહેવું છે..." હાર્દિક બોલ્યો.

"દેખ, મે તને કોલેજ ના પહેલા દિવસથી બહુ જ લવ કરું છું... આઇ રિયલી રીયલી લવ યુ..." હાર્દિક એ કહ્યું.

"હાર્દિક, ખરેખર તો મે પણ જ્યારથી તને જાણ્યો તારા લવમાં જ છું... પાગલ, પણ તુંયે તો મને કહ્યું કેમ ના?" ધરાએ કહ્યું.

"હું આપની આટલી સરસ દોસ્તી તોડવા નહોતો માંગતો!!!" એને કહ્યું.

"ઓ પાગલ, તો તું તારી બેસ્ટ ફ્રેન્ડ ને આટલી જ જાણી શક્યો?!" એને કહ્યું.

"મને તો ખબર જ હતી, મે તારી આંખોમાં મારો લવ જોયો હતો, બસ મને તો તારી ફેમિલીનો જ ડર હતો..." એને રડમસ રીતે કહ્યું.

"ઓ પાગલ, મે જ તને અપનાવતો હોવું તો ફેમિલી શું કરી શકત!!!" એને કહ્યું.

"વૉટએવર!!!" કહી એને હાર્દિક ને એક કિસ કરી લીધી & હગ કરી રહી... એમને ખબર પણ ના પડી ને સવાર પડી ગઈ હતી.

પણ એ બંને હાર્દિકના રૂમમાં બિસ્તર પર હતા...

"હાશ...!!!" ધરાથી હાશકારો નીકળી ગયો...

પ્રિયંકાનો કોલ આવ્યો... હાર્દિક એ કોલ સ્પીકર પર મૂક્યો... "હાર્દિક, તમારું અપહરણ કરવા પાછળ મારો જ હાથ હતો... એટલે બન્યું એવું ને કે મારો બી.એફ. છે ને એના ફ્રેન્ડ ને તમારા બંનેનું અપહરણ કરવા નું કહેવામાં આવ્યું હતું... પણ મે તો તને અચ્છી તરહ જાણું છું તો મેં મારા ભાઈ મારફતે તમારું અપહરણ કરાવી દીધું... કેમ કે ગઈ રાત જો મે એવું ના કરત તો તારું અને ધરા નું અપહરણ થઈ જાત... તને ખબર છે એ આપહરણ નું કારણ ધરાનું મર્ડર હતું!!! અને એની સોપારી ખુદ તારા ફાધર એ આપી હતી!!!"

"પ્રિયંકા, તારો ખૂબ ખૂબ આભાર.... તારી લીધે મારી, ધરા બચી ગઈ... હા મે એને લવ કરું છું..." હાર્દિક એ કહ્યું.

"મે તમારી બેની ઓનલાઇન ટિકિટ બુક કરાવી લીધી છે, હવે તમે ત્યાં નહિ રહો."

"હાવ સ્વીટ ઓફ યુ..." કોલ કટ કરી દેવાયો.