the first rain of the first love books and stories free download online pdf in Gujarati

પહેલાં પ્યારનો પહેલો વરસાદ...




"વાઉ! કેવો મસ્ત ઝરમર ઝરમર વરસાદ વરસે છે!" મેઘના એ કહ્યું.

"ઓય પાગલ, મગજ તો છે ઠેકાણે કે નહિ?!" બાદલે કહ્યું.

"છે... ના નથી! બિલકુલ નથી! મને તો બહુ જ મજા આવે છે... જો તો ખરો શું વરસાદ છે!" મેઘના એ બહુ જ સાલસતાથી કહી દીધું.

"અરે બાપા... આ મુશળધાર વરસાદ આવે છે... ઘરે બધા ચિંતા કરે છે અને તને તો જો મસ્તી સૂઝી છે!" વરસાદ થી બચવા બંને બાઈક સાથે જ એક દુકાને આવી ગયા હતા. પહેલા તો અમુક લોકો ત્યાં હતા પણ અમુક વરસાદ માં જ પલળતા પલળતા જ ચાલ્યા ગયા તો આ બંને જ અહીં એકલા હતા.

એક જોરદાર મેઘ ગર્જના થઈ તો અરધી પલળી ગયેલો મેઘના બાદલ ને ચીપકી જ ગઈ.

"ડર લાગે છે?!" બાદલે એણે એના જેકેટમાં મો છુપાવતા કહ્યું.

"ના... તું સાથે છું તો હું કેમ ડરું?!" એણે કહ્યું અને ઉમેર્યું, "બસ થોડી ઠંડી લાગે છે!"

"બાદ... જસ્ટ વિચાર કર તો... અહીં થી મને ગુંડા ઓ લઈ જાય તો તું શું કરું?!" મોને ભાર કાઢતા જ મેઘના બોલી.

"અરે યાર... જો આપને અહીં એકલા છીએ... ફસાયા છીએ અને તું આવું ના બોલ!" એણે એના હોઠ પર એની પહેલી આંગળી મૂકી દીધી.

"અરે જવાબ તો આપ..." આંગળી ને ત્યાં જ રખાવી એ બોલી ગઈ.

"કોઈ ની પણ તાકાત નથી કે તને ટચ પણ કરે! હું મરી..." એ આગળ કઈ બોલે એ પહેલા જ બાદલ ની હોઠ પર રાખેલ આંગળી એ ભીનાશ અનુભવી. એ ભીનાશ એ મેઘના ના આંસુઓની હતી.

"ઓય... પાગલ છું, કેમ રડું છું?!" બાદલે પૂછ્યું.

"પ્રિયા... પ્રિયા... તો મને એવું કહેતી હતી કે તું એનો છું અને તને એનાથી કોઈ પણ કોઈ પણ નહિ છીનવી શકે!" એ નિર્જન સ્થળે મેઘાના વધારે ને વધારે રડતા બોલી.

"પાગલ! હજી મેં કઈ કહ્યું જ છે કે હું પ્રિયાને લવ કરું છું એમ!" બાદલે મુદ્દાની વાત કરી.

"બાદલ... જો હું તને શુરૂથી લવ કરું છું... નોટ જસ્ટ ફ્રેન્ડ!" મેઘના એ કહ્યું.

"તો અત્યાર સુધી કહ્યું કેમ ના?!" બાદલે એક ઝળહળતો સવાલ એણે કર્યો.

"અરે યાર..." મેઘના ની વાત વચ્ચેથી કાપતા જ બાદલ બોલ્યો - "તારા વિના હું રહેતો તો છું જ નહિ! તું હોય તો ખાઉં... તું હોય તો પીવું! તું હોય તો જ તો ખુશ રહુ! તો પણ તું ના સમજી શકી!"

"એટલે જ તો યાર... હું બિલકુલ નહોતી ચાહતી કે આટલી સરસ ફ્રેન્ડ શીપ તૂટી જાય! હું તને ક્યારેય ખોવા નહોતી માંગતી!" મેઘના એ કહ્યું તો એણે વધારે રડવું આવી ગયું.

"સારું ચાલ... હું તો પાગલ છું જ પણ તુંયે કેમ ના કહ્યું?!" મેઘના એ કહ્યું.

"અરે મને લાગતું તો હતું જ કે તું મને લવ કરું છું... પણ જો તું લવ કરતી જ હોય તો તારે અત્યાર સુધી કહી જ દેવું જોઈતું હતું ને! એમ વિચારી ને હું કહી જ ના શક્યો." બાદલે કહ્યું.

"પ્રિયા... તો તારી તારીફ કરી કરી ને પાગલ થઇ ગઇ... મને કહેતી કે મેરેજ કરીશ તો બાદલ સાથે જ બાકી ઝેર પી લઈશ!" મેઘના એ વધારે રડતા અને વરસાદ ને જોતા બાદલ ને વધારે ભિંસતા કહ્યું.

"એ કોણ છે... મને લવ કરવા વાળી?! મારું તો કોઈ વિચારો કે મારા દિલમાં શું છે?!" બાદલ એ બહુ જ નિખાલસતા થી કહ્યું.

"કોણ છે? તારા દિલ માં?!" મેઘના એ લાડમાં અને જાણી જોઇને જ પૂછ્યું.

"તું પાગલ! તું જ! એક હિન્ટ પણ નહોતો અપાતો?! લવ કરવો છે પણ કહેવું નથી! એ તો સારું થયું કે પ્રિયા એ તને આવું કહ્યું તો તું કહી શકી... બાકી આખી લાઇફ તું કઈ કહેત જ નહિ ને!" ગુસ્સા અને નારાજગી થી બાદલ બોલ્યો.

"ક્રેડિટ કઈ પ્રિયા એકલી નું જ નથી હો... આ સીઝન ના પહેલા વરસાદે પણ રંગ જમાવ્યો હો! મને તો આ જગ્યા બહુ જ યાદ આવવાની હો!" મેઘના બોલી.

એટલામાં જ એક કાર ની લાઈટ આવી... અંદર થી બાદલ ના મમ્મી પપ્પા છત્રી લઈને ને ઉતર્યા અને બંને ને એ જ કારમાં લઈ ગયા.

મેઘના એ જતાં જતાં મનમાં જ એક વાર એ વરસાદ, એ જગ્યા અને ઉપરવાળા ને ધન્યવાદ કહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED