રહસ્ય રંજનનું... Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

રહસ્ય રંજનનું...


"અરે પણ કંઈ નહિ એમાં શું વળી?! હું છું જ ને! રામભાઈ એ કહ્યું અને બંને ઉપડી ગયા રંજન ના ઘરે.

"અરે એ આ જ તો ઘર હતું... રંજન ને હું લાસ્ટ ટાઈમ અહીં જ તો મળ્યો હતો!" રામ ભાઈ એ કહ્યું.

"હા... જો એ અહીં જ રહેતી હોય તો એ આમ ક્યાં ગાયબ થઈ ગઈ?!" પ્રેરણા બોલી.

"હા... એ જ તો! કાલે જ તો હું એને અહીં ડ્રોપ કરી ને ગયો હતો... પણ અત્યારે..." રામભાઈ એ કઈક વિચારી આજુ બાજુ પૂછી પણ જોયું... કોઈ એ પણ ત્યાં કોઈ રંજન હોવાનું ના જ કહ્યું.

"અરે કોઈ રંજન નામની છોકરી અહીં રહે છે... આ સામેના જ ઘરે!" રામભાઈ એ સામે ની ચા ની લારી ઉપર ચા બનાવી રહેલ એક વ્યક્તિ ને પૂછ્યું.

"અરે હમણાં તો અહીં શોપિંગ સેન્ટર બની ગયું છે... પણ હું તો અહીં કેટલાય વર્ષોથી ચા બનાવું છું... આ પહેલા અહીં એક ઘર હતું... ત્યાં એક છોકરી કાર એક્સીડન્ટ માં મરી ગઈ હતી... એનું નામ રંજન જ હતું!!!" ચા વાળા એ કહ્યું તો રામભાઈ તો ચોંકી જ ગયા...

"ઓહ માય ગોડ!!!" એમના મોં માંથી સરી પડ્યું.

"કેમ કઈ કામ હતું?!" ચા વાળા એ પૂછ્યું... "ના કઈ નહિ!" રામભાઈ એ ટાળી દીધું.

"પણ... પ્રેરણા મે એણે કાલે અહીં જ ડ્રોપ કરી હતી... અમે ઘણી વાતો પણ કરી હતી... 'રસ્તામાં જોઈને જવાનું... આજ કાલ એક્સીડન્ટ બહુ થાય છે...' એણે મને કહેલું! ઓહ ચા વાળા એ પણ તો એવું જ કહ્યું ને કે એનું એક્સીડન્ટ થયું હતું!" રામભાઈ એ એમના વિચાર પ્રેરણા ને કહ્યા.

"જો બેટા પ્રેરણા... હું કઈ પાગલ થોડી છું... મે કાલે જ તો... મે કાલે જ તો... કાલે જ તો રંજન ને અહીં ડ્રોપ કરી હતી..." એ વૃદ્ધ વ્યક્તિ વારંવાર બોલી રહી હતી અને પ્રેરણાને યકીન દેવડવવા ચાહતી હતી.

"ચાલો હવે ઘરે..." પ્રેરણા બોલી.

અને બંને રામભાઈ ના ઘરે આવી ગયા.

"એટલે થયું શું હતું?! મને પૂરી વાત જણાવો!" પ્રેરણા એ રામભાઈ ના ઘરે કહ્યું.

"એટલે કાલે હું મારા વડીલ મિત્ર રયજીભાઈ ને મળવા જતો હતો ને ત્યારે રસ્તામાં મને એ છોકરી મળી ગઈ, મને લાગી પણ ભલી ભોળી તો મે એણે કહ્યું કે ચાલ તને તારા ઘરે છોડી દઉં!" રામભાઈ કહી રહ્યા હતા.

"હા... બરાબર... પછી?!" પ્રેરણા બોલી.

"હા... તો મે એણે સ્કૂટર ની પાછલ બેસાડી લીધી! પણ આશ્ચર્યની વાત તો એ હતી કે એના બેસવાથી મને કોઈ વજન જ ના લાગ્યો! સ્કૂટર પર બસ હું જ હોવું એવું લાગી રહ્યું હતું... રસ્તામાં એણે મને કહેલું કે 'રસ્તામાં જોઈને જવાનું... આજ કાલ એક્સીડન્ટ બહુ થાય છે...' તો મે પણ કહેલું કે હા હો! એણે એનું નામ મને રંજન બતાવ્યું હતું. એ પછી મે એણે ત્યાં છોડી હું આવી ગયો!" રામભાઈ બોલી ગયા.

"હા... પણ ત્યાં તો કોઈ છે જ નહિ તો તમે કયા ઘરે ગયા હતા?! શું આ તમારી બસ કલ્પનાઓ જ તો નથી ને?!" પ્રેરણા એ કહ્યું.

"અરે ના... મે જાતે જ તો એણે બેસાડી હતી... હું કઈ પાગલ થોડી છું! પણ મને એનો વજન કેમ નહોતો મહેસૂસ થયો?!" રામભાઈ એ પૂછ્યું.

"કેમ કે... કેમ કે માર્યા પછી આત્માનું વજન નથી હોતું!!!" બહુ જ ગહેરા અને ડરાવાના અવાજમાં પ્રેરણા બોલી. ત્યારે જ રામભાઈ નો છોકરો રાજીવ પ્રેરણા ની આર પાર થઈ ને બીજા સોફા પર જઈ ને બેઠો! આ દૃશ્ય જોઈ ને રામભાઈ ના તો હોશ જ ઉડી ગયા!

"અરે પપ્પા... અહીં કોઈ જ નથી... તમે ક્યારના કોની સાથે વાત કરો છો?!" રાજીવ એ એવી રીતે કહ્યું જાણે કે એણે પ્રેરણા જોવા જ ના મળી હોય!

"અરે... આ પ્રેરણા! પડોશ માં જ તો નવી રહેવા આવી છે!" એ આટલું બોલે અને પ્રેરણા બાજુ જોવે એટલા માં તો પ્રેરણા ગાયબ હતી બસ એના છેલ્લા શબ્દો - "આત્મા નું વજન ના હોય!" રામભાઈ ના મગજમાં ગુંજાઈ રહ્યા હતા!

"કમ ઓન પપ્પા... સવારે પણ તમે કોઈ રંજન ને શોધી રહ્યા હતા અને અમસ્તાં જ રોડ પર કોઈ પ્રેરણા સાથે વાતો કરી રહ્યા હતાં... જ્યારે ત્યાં કોઈ જ નહોતું!!!" રાજીવ એ બીજાં ઓ પાસેથી જાણેલ કહ્યું.

"અરે હું પ્રેરણા ને જાણું છું... એણે ઓળખું છું!" રામભાઈ બોલી રહ્યા હતા.

"ઓકે તો તમે પ્રેરણા ને જોઈ છે ને તો હું એક સ્કેચ આર્ટિસ્ટ ને બોલાવું છું... તમે કહેશો એમ એ ડ્રો કરશે!" કહી ને રાજીવ એ એક આર્ટિસ્ટ ને બોલાવી લીધો.

રામભાઈ જેમ જેમ કહેતા એમ એમ એક છોકરી ની શકલ કાગળ પર ઉતારવામાં આવી... એક છોકરી નો ચહેરો બની પણ ગયો.

"ચાલ એક ચા વાળા એ મને અને પ્રેરણા ને જોયા હતા... આપણે એણે જ પૂછીએ!" કહી ને રામભાઈ અને રાજીવ રંજન નું રહસ્ય શોધવા આવી ગયા એ જ જગ્યા પર.

"અરે આ જ તો રંજન છે! આ જ તો અહીં રહેતી હતી... આનું જ તો એક્સીડન્ટ થયું હતું!" ચા વાળા એ કહ્યું તો રામભાઈ ને એક ઝટકો લાગ્યો.

"અરે પ્રેરણા... મેં તો આજે એક તારા જેવી જ છોકરી જોઈ! હૂબહૂ તારા જેવી જ! એનું નામ રંજના છે... ચાલ તને હું લઈ જાઉં એના ઘરે!" કાલ નો સંવાદ રામભાઈ ના મગજમાં ચાલી રહ્યો હતો.

"મતલબ કે... મતલબ... રંજન અને પ્રેરણા એક જ છે... જે આત્મા છે... હું આત્મા સાથે આટલા દિવસ વાતો કરી રહ્યો હતો?! શું એ મને જ દેખાય છે!" રામભાઈ વિચારી રહ્યા.