રોહિતનો લવ Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોહિતનો લવ

હિતેશ પ્રસ્તુત

રોહિતનો લવ

"રોહિત, આઇ લવ યુ!!!" રોહિત અને પૂર્વી ધાબે હતા. બંને એકલા જ હતાં.

"ના યાર... પણ તું તો બીજાને લવ કરું છું ને... ખબર છે મનેં" રોહિતે બોલ્યો.

"ઓ પાગલ, મે તને જ લવ કરું છું..." પૂર્વી એ કહ્યું.

"હા એ તો ખબર ને મને તું પ્રયાગના વાળ સાથે કેવું કરતી..." રોહિતે હસ્યો.

"ઓ ભાઈ છે એ તો મારો!!!" પૂર્વી એ સ્પષ્ટતા કરી.

"ખબર છે... પાગલ... મજાક કરું છું... સાચ્ચું કહું ને તો મે પણ તને ખૂબ લવ કરું છું... ડે વન થી..." રોહિત એ કહ્યું.

રોહિત શરમાળ હતો... પણ હોશિયાર પણ એટલો જ... કોઈને એના દિલ ની વાત ના કહેતો પણ જેને પણ કહેતો એ એના દિલથી કરીબ હોતું...

પૂર્વી પણ હોનહાર છોકરી હતી... બધ્ધા સાથે હળીમળીને રહેતી... રોહિત સાથે પણ અમસ્તાં જ દોસ્તી થઈ ગઈ હતી... આમ તો બંને ના દિલ માં આ વાત હતી જ.. બસ કહેવાતી નહોતી.

આખો દિવસ બસ રોહિત એને જોયા કરતો અને એ રોહિત ને... કહે કઈ જ નહિ.

વાતો પણ બંને ખૂબ કરતા.

રોહિત એમના ઘરેથી જ ભણતો હતો ... બંને એક જ ક્લાસમાં હતા ... પ્રયાગ જ ઉપલા ધોરણ માં હતો.

રોહિતના કાકાના છોકરાની એ મામાની છોકરી થાય... બંને એકબીજાને બચપણ થી ઓળખતા... પણ છેલ્લા કેટલાક સમયથી રોહિત એના કાકાના છોકરા સાથે એના મામાના ઘરે રહેતો તો એ લોકો વધારે નજીક આવી ગયા.

ત્રણેય એક જ સાથે રહેતા. રોહિત એના કાકા ના છોકરા પ્રયાગ સાથે બહુ જ ગાઢ રીતે જોડાયેલો હતો.

બંને ભાઈઓ એમના ઘરે અવાર નવાર આવતા.

એકવાર તો તાળી પી ને ગયા ને તો... પૂર્વી બે દિવસ સુધી વાત નહોતી કરતી. એ પછી રોહિત એ તાળી ને હાથ જ ના લગાવ્યો.

રોહિત પ્રયાગ ને જાણતો હતો એની હરકતો થી વાકેફ હતો.

"રોહિત, સોરી!!!", એકવાર પૂર્વી એ રોહિત ને કહ્યું... બંને પૂર્વી ના ઘરના ધાબે હતા.

"કેમ પાગલ, શું થયું?!" રોહિત એ એના ગાલ ને હળવેથી મારતા પૂછ્યું.

"યાર, એક વાર તું નહોતો આવ્યો પ્રયાગ સાથે ત્યારે એને તાળી પી ને મને એમ કહ્યું કે ..." એ અટકી ગઈ.

"એની તો ..." રોહિત ગુસ્સામાં હતો.

"ના કહેતો હતો ને પણ તું માનું તો ને પાગલ છું તું પાગલ!!!" રોહિત એ કહ્યું.

"આઇ એમ સો સોરી... હવે તું જેમ કહીશ મે એમ જ કરીશ... યાર..." પૂર્વી રડ મસ હતી.

"રોહિત, એક બીજી પ્રોબ્લેમ છે... યાર .. તારી બહેન આકાંક્ષા એ મને ભાભી કહેલું ને તો મા સાંભળી ગઈ ... એને મને એક ઝાપટ મારી!!!" પૂર્વી કહ્યું.

♥♥♥

"રોહિત આ મેં શું સાંભળ્યું? તું અને પૂર્વી ... અરે હું તને મારો છોકરો માનતો..." પ્રયાગ ના મામાને મામીને આકાંક્ષા એ કહેલી વાત જણાવી દીધી હતી.

"પણ અંકલ, મારી વાત તો સાંભળો..." રોહિત કરગર્યો.

"તું બસ અહીંથી જતો જ રહે ..." એમને કહ્યું.

એક બાજુ લોટ દરાતો હતો અને એના મનમાં વિચારો ચાલતા હતા.♥♥♥

પૂર્વી જ્યારે દરાવીને આવી ત્યારે એ સીધી રડવા જ બેસી ગઈ... એને બધ્ધું જ દેખાયા કરતું હતું... બંને એ જોયેલા સપના મેરેજ કરીશું એ બધું જ.

"અરે ઓ પાગલ," રોહિત બોલ્યો.

"રોહિત," પૂર્વી એને ભેટી જ પડી... "મમ્મી એ કહ્યું કે પાપાએ તને જવા કહ્યું..."

"ના હો... અંકલ એ તો એમ કહ્યું કે... તારા કરતા વધારે સુખી મારી પૂર્વી ને કોઈ નહિ રાખી શકે... એમને એમ પણ કહ્યું કે... બસ તું જ તો છે જેને અમે ઓળખીએ છીએ... ફેમિલી ને પણ... ભવિષ્ય માં તું સારું જ કમાતો હોવાનો ... " રોહિત એ કહ્યું.

"હા, રોહિત એ તો ખરું જ... આઇ લવ યુ... " પૂર્વી એ કહ્યું.

"અંકલ ને તો મારી ઉપર પહેલા થી જ ઘણો ગર્વ અને વિશ્વાસ છે..." રોહિત એ કહ્યું.

"એ તો ખાલી મસ્તી કરવા માટે અમે આવું નાટક કરેલું... અને તું પાગલ આટલામાં તો રડી પડી..." રોહિત એ કહ્યું.

"આવું કરાવાય, કઈ" એને કહ્યું.

"જો બકા... આઇ લવ યુ... તને અને મને કોઈ જુદા નહિ કરી શકે... બકુડી..." રોહિત એ કહ્યું.