the fun of loving books and stories free download online pdf in Gujarati

મોહોબ્બતની મજા


"મેરે બાબુને થાણા ખાયા?!" બહુ જ લાડથી અનેં એનાથી વધારે તો હસતાં રીટા બોલી.

"ના... બાબુ નારાજ છે!" વિરાટે પણ ગુસ્સો બતાવ્યો.

"કેમ?! મેં શું કર્યું?!" રીટા એ સાવ ભોળા બનતા કહ્યું.

"કેમ આવું કરું છું તું?! શું મળે છે તને?! કેમ મને આમ તું રડાવું છું!" વિરાટે બહુ જ નારાજ થતા કહ્યું.

"અરે બાબા... એ તો મારી ફ્રેન્ડ મને કહેતી કે જોઈએ તો તું કેટલો લવ કરું એમ! તો તને તો ખબર ને કે તું મારી કમજોરી તો મે બ્લેડ મારી દીધી!" રીટા એ વધારે ને વધારે લાડમાં કહ્યું પણ વિરાટને તો ગુસ્સો આવ્યો!

"શું મારું નામ?! મારું નામ શું?! એટલે શું તું ગમે તેમ કરીશ?!" એ થોડું વધારે મોટેથી બોલ્યો તો એણે પણ ખ્યાલ આવ્યો કે રાતના બે વાગે છે! બધા ઊંઘે છે પણ બસ આ બે જ કૉલ પર મોં રાખી અલગ જ દુનિયામાં છે!

"જો એક તો મને તારી યાદ બહુ જ આવતી હતી... હું શું કરું?!" સાવ લાચારી બતાવતા એ બહુ જ લાડમાં બોલી.

"જ્યારે તારા લોહી વાળો હાથનો ફોટો મે વોટ્સેપ પર જોયો હતો ને બસ રડું છું!" વિરાટે કહ્યું.

"અરે પાગલ... હવે તો મટી પણ ગયું... સોરી!" રીટા બોલી.

"અરે પણ પાગલ છું તું કઈ?! આવું કરાવાય?!" વિરાટે કહ્યું પણ શબ્દોમાં ગુસ્સો ઓછો અને ચિંતા વધારે હતી.

"હવે ક્યારેય આવું નહિ કરું... આઈ એમ સો સોરી!" રીટા લાડમાં બોલી.

"મરવું છે યાર મારે તો... નથી જીવવું!" વિરાટે હળવેકથી પણ બહુ જ મોટી વાત કહી દીધી હતી.

"ઓ પાગલ! એવું તો ના બોલ... હું જ મરી જઇશ! હમણાં જ!" રીટા એ એટલી સિરિયસલી કહ્યું ને કે એક પળ માટે તો વિરાટ જ ગભરાઈ ગયો!

"ઓ એક ઝાપટ મારીશ ને?! હું આવું છું હમણાં જ ત્યાં!" વિરાટે પણ એટલી જ સિરિયસલી કહ્યું.

"હા... આવી જા ને પ્લીઝ!" રીટા હવે લાડમાં બોલી.

"અરે શું થશે આ છોકરી નું?! ખબર પડે છે તને?! બહુ નાટક વધ્યા છે હો તારા આજ કાલ!" વિરાટે કહ્યું.

"સોરી... બાબા! જો હું હવે એવું બિલકુલ નહિ કરું ઓકે! તું જમી લે!" રીટા હવે લાઈન પર આવી ગઈ.

"અરે... હવે અત્યારે ના ખવાય! કાલે જમીશ તારી સાથે, કોલેજ માં!" વિરાટે કહ્યું.

"કોલેજ! આ એક શબ્દ થી જ તો હું પાગલ થઈ છું! કેમ કે તું મને ત્યાં મળ્યો!" રીટા બોલી.

"સારું... હવે આવી પગલપંતી ના કરતી... બાય... લવ યુ બચ્ચા!" વિરાટે કહ્યું.

"લવ યુ ટુ... શોના! મિસ યુ! કાલે મળીએ!" કહી ને કૉલ કટ કર્યો.

કૉલ તો કટ થઈ ગયો હતો પણ રીટા હજી પણ વિરાટ ની યાદો માં હતી. એણે હજી પણ યાદ છે એ દિવસ જ્યારે એ બંને ફ્રેન્ડ બન્યા હતા. બહુ જ ઓછા સમયમાં બંને બહુ જ નજીક આવી ગયા હતા!

બંને આમ તો સમજી જ ગયા હતા કે બંને એક બીજા માટે બહુ જ મહત્ત્વના છે, પણ કોઈ પણ કહેવાની હિંમત જ નહોતું કરી શકતું!

એકવાર જ્યારે જાગૃતિ કોઈ કારણસર ગુસ્સામાં આવી ને બહુ જ શાંત અને ભલી ભોળી રીટા ને ઝાપટ મારવા જઈ રહી હતી કે એનો હાથ એક વ્યક્તિ એ પકડી લીધો. એ હાથ વિરાટ નો જ હતો!

"હાવ ડેર યુ, ટચ હર!?!" ગુસ્સામાં જ વિરાટ બોલેલો.

"રીટા શાંત રહે છે તો એનો મતલબ એ બિલકુલ નથી એ એ ગલત છે!" એણે કહ્યું અને એના હાથ ને એક ઝાટકા સાથે નીચે પછાડ્યો.

જાગૃતિ તો ત્યાંથી બસ ચાલી જ ગઈ.

"થેંક યુ સો મચ..." એ માંડ બોલી શકી હતી.

ઘરે જઈ ને રાત્રે જ જ્યારે વિરાટે રીટા ને કૉલ કર્યો તો શુરૂમાં તો બહુ જ એણે સમજાવ્યું કે આ દુનિયા તો આવી છે ને તેવી છે! તું પાગલ ના રહીશ, લોકો તો આમ જ કરશે એમ! પણ વાતો માં ને વાતોમાં જ રીટા એ એક ઝળહળતો સવાલ કર્યો - "તુંયે કેમ મારી માટે આટલું કર્યું?!"

પાંચ સેકંડ માટે કોઈ કઈ જ ના બોલ્યું!

"કેમ કે... કેમ કે, આઇ લવ યુ, રીટા!" વિરાટે કહી જ દીધું એ જે ક્યારનું કહેવાતું નહોતું!

"ઓહ! સારું હવે કૉલ બંધ કર!" ગુસ્સામાં રીટા બોલેલી!

આ બાજુ તો વિરાટને શરદી ની રાતમાં પણ પરસેવો આવી ગયો!

"અરે આ શું કહી દીધું! મારે તો ફ્રેન્ડ પણ ગઈ! શું આટલી બધી ઉતાવળ કરી હશે મેં?! બાપ રે બાપ... હું તો ગયો! કાલે જ મારી આવી બની!" વિરાટ વિચારી રહ્યો હતો.

ચિંતા માં ને ચિંતા માં અને ખાસ તો એ વિચારે કે, "બિચ્ચારી, આટલી ભોળી છોકરી વિશે હું એવું કેવી રીતે વિચારી શકું! હું અપરાધી છું!" એણે ક્યારે બ્લેડ એના લેફ્ટ હાથ માં મારી દીધી એણે ખ્યાલ જ ના રહ્યો.

અતિશય ડર, ચિંતા અને ભારોભાર અફસોસ સાથે એ આંસુ સારતો ઊંઘી ગયો.

જ્યારે એ ભારે દિલ સાથે કોલેજમાં એના ક્લાસમાં ગયો તો એણે બેન્ચ પર જ રીટા ને જોઈ.

"આઈ એમ સો સોરી! જો હવે હું એવું ક્યારેય નહી કહું... હા, મે બહુ જ મોટી ભૂલ કરી છે... પણ તું પ્લીઝ ફ્રેન્ડ શિપ ના તોડતી પ્લીઝ... જો હું માફી માંગુ છું!" યંત્રવત જ વિરાટ બોલી રહ્યો હતો.

એની વાત ને નજરઅંદાજ કરતા જ રીટા બોલી ગઈ - "આઇ લવ યુ ટુ, વિરાટ!" તો વિરાટને એક મીઠો ઝટકો લાગ્યો!

વિરાટ અને રીટા એકમેકને ભેટી પડ્યા.

આટલી ધૂંધળી યાદોં માં જ ક્યારે રીટા ને ઊંઘ આવી ગઈ એણે ભાન જ ના રહ્યું.

સવારે એણે મમ્મી એ જગાડી. તો એ તૈયાર થઈ ને કોલેજ જઈ પહોંચી.

"સાચ્ચું બોલ... તને મારી કસમ, કેમ બ્લેડ મારી?!" વિરાટે કહ્યું.

"એટલે બન્યું એવું ને કે હું તારી અને મારી લવ સ્ટોરી મારી ફ્રેન્ડ ને સંભળાવી રહી હતી તો મને ખ્યાલ આવ્યો કે તુંયે કેવી બ્લેડ મારેલી! હું જૂથ બોલી એટલે જ ને! તો હિસાબ બરાબર કરવા મે પણ..." એ આગળ બોલે એ પહેલાં જ વિરાટે એણે એક હળવી ઝાપટ મારી.

"જો હવે તું આવું કંઈ જ નહિ કરું! ઓકે!" એણે ભારપૂર્વક કહ્યું.

"એક ખુશ ખબર છે! મમ્મી અને પપ્પા બંને માની ગયા છે, મેરેજ માટે પણ એમ કહ્યું છે કે ગ્રેજ્યુશન પછી!" વિરાટ ની બહો માં રહેલી રીટા એ કહ્યું.

"અરે પણ આ ઉંમરમાં એ લોકો ફરી શાદી કરશે?!" વિરાટે એટલો સિરિયસ જોક માર્યો કે બધા જ હસવા લાગ્યા.

"અરે પાગલ, તારા અને મારા મેરેજ માટે!" રીટા એ ભૂલ સુધારી.

"ઓહ તો એવું બોલ ને!" વિરાટ ફરી હસ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED