નિશાચર - 23 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નિશાચર - 23

જેસી વેખ સમક્ષ હકીકતો રજુ કરતાં ડેન હીલાર્ડને પાંચ મીનીટથી વધુ વાર ન લાગી.

ખુલાસાને અંતે ડેને કહ્યું. ‘આ ફલીક તારું ખૂન કરવાનો છે, ડેપ્યુટી. મારી છેાકરી અત્યારે તેને જે ૩૦૦૦ ડોલર આપવા ગઈ છે તેના બદલામાં તે તારૂં ખૂન કરવાનો છે.'

‘તેા વાત એમ છે,’ જેસી વેબે તેની દાઢી ઉપર હાથ ધસતાં કહ્યું  ‘તેા એનો ઈરાદો એવો છે.’  ‘અમારે બીજો છુટકો નહેાતો, વેબ.’

‘કોણે કીધું તારી પાસે છુટકો હતો?' ડેપ્યુટી ગુસ્સે થઈ બોલ્યો.  ‘અમે ફલીકને સંભાળી લઇશું, મિ. હીલાર્ડ. આવા બદમાશોને સીધા કરવાના રસ્તા અમે જાણીએ છીએ.'

‘આ પત્ર મેં થોડીવાર પહેલાં લખેલો, ડેપ્યુટી. બીજો એક નનામો પત્ર, પણ આ વેળા તું એ પત્ર લખનારને જલ્દી ઓળખી જાત કારણ કે–’ ડેન આગળ ન બોલ્યો અને પત્ર વેબ તરફ સરકાવ્યો.

જેસી વેબે તે ઝડપથી વાંચ્યો. અને ડેન હોલર્ડ ના ત્રસ્ત અને બેડોળ ચહેરા તરફ જોયું.  ‘થેંકસ, મિ. હીલાર્ડ . મારા અને ફલીકના નામ પરથી અમે તે રેકી શકયા હોત. સરસ વિચાર્યું તેં આવા ટાણે પણ આ વિચારશકિત-દાદ દેવા લાયક છે.’

ડેન હીલાર્ડ કહ્યુ  ‘બીજું શું કરૂં હું ? ખૂનીને  તારી પીઠમાં ગેાળી મારવા દઉં? તારી કારમાં બોબં મૂકવા દઉં?’

ડેન હીલાર્ડ ના અવાજમાં રહેલો ક્રેાધ જેસી વેબને મલકાવી ગયો. ‘જો તારી છેાકરી ફલીક પાસે ગઇ હશે તો,' તેણે કહ્યું ‘તેને પકડી લેવામાં આવ્યો હશે. અત્યારે એક સીટી ડીટેકટીવ મીસ સીન્થીયા હીલાર્ડ નો પીછો કરી રહ્યો છે.'

ડેન ઉભો થઈ ગયો. ‘મૂર્ખ,' તેના મેામાંથી સરી પડયું. ‘મુર્ખ!’

‘ઉભો રો બહાર કાઢી નાખ્યો, હીલાર્ડ, મારી સામે જો. એ દિવસથી હું જ કોઈને ફસાવા ફરતો હતો. મને શી રીતે ખબર પડી હશે? હું તારી છોકરીને બચાવવાનો પ્રયત્ન કરતો હતો. મને શી રીતે ખબર પડે કે તેઓ તારી છોકરીને ક્યાં મોકલવાના હતા?’

ડેન હીલાર્ડ ઠંડો પડ્યેા. તેને પોતાના વર્તન પર શરમ ઉપજી. ‘હું તેની રાહ જોતેા હતેા. બહું મોડું થઇ ગયું છે. પેલા ખૂનીઓ અધીરા થઈ ગયા હશે, વેબ. તું જાણતો નથી એ લોકો શું કરશે. હું જાણું છું,’ તેણે કોટ પહેર્યાં મારે સીન્ડી વિના પાછા જવું જોઈએ,’  તેણે હેટ પહેરી.

‘તે સલામત હશે હીલાર્ડ તેની ચિંતા ના કરીશ. હું સોગંદપૂર્વક–'

‘સોગંદ?’ ડેન બરાડયો,  ‘સોગંદ ખાવામાં તને શું નુકશાન? ફલીક પકડાઈ જાય તો તેઓ માનશે કે મેં કે સીન્ડીએ તેને પકડાવ્યો નથી? મેં તેમને દગો દીધો છે એમ માની તેઓ મારી પત્નિ કે છોકરાને શુટ કરી નાખશે તો? શેના સોગંદ ખાય છે તું?’

ડેને બ્રીફકેસ ઉપાડી અને બારણે ગયો.  ‘સેરી વેબ. હું જરા વધુ પડતું બોલી ગયો.’ 

‘એમાં શું, હીલાર્ડ?’ તેણે હીલાર્ડ તરફ બે ડગલાં ભર્યાં.  ‘જો કોઈ તને દોષ દેતું નથી. કોઈ પણ સમજુ માણસ તેં જે કર્યુ છે તેની સામે અવાજ ઉઠાવી શકે નહિં. હું બધું સંભાળી લઈશ.'

ડેન હીલાર્ડ યુવાન ડેપ્યુટીની નજર સામે નજર મિલાવી બંને જણા એકબીજાને સમજી ગયા અને એક બીજા પ્રત્યે ઉમળકો અનુભવી રહ્યા. બંનેને લાગ્યું કે જાણે તે ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા.

‘વધુ કંઈક કરવું પડે તેમ છે, નહિ ?' ડેન હીલાર્ડ કહ્યું અને ઘડીયાળમાં જોયુ તો ૧૧ઃ૦૭ વાગ્યા હતા.

વેએ હકારમાં ડોકું હલાવ્યું.. ‘પેલા નાના ગ્રાફીનની વાત છાપામાં છપાવી જોઈતી નહેાતી.તે છપાય નહિ એ માટે મેં પ્રયત્ન કર્યો પણ દરેકને પોતાની નોકરી વ્હાલી હોય. છે. તેમણે એમનું કામ કર્યું, હું હવે મારૂં કામ કરીશ. મિ. હીલાર્ડ તારે પણ તારૂં કામ કરવાનું છે અને મારે પણ મારૂં. અને મારૂ કામ છે એ બે ખૂનીઓને નાસતાં રોકવાનું, બાનમાં પકડેલાઓનાં ખૂન ન કરે તે જોવાનું અને બીજી કોઈ જગ્યાએ જઈને બીજાના ખૂન ન કરે તે જોવાનુ.’

ડેને ઘડિયાળમાં જોયું અને કહ્યું, ‘એટલે તું એમ કહેવા માગે છે કે તું એમને કોઈ પણ ભોગે નાસવા નહિં દે?’

‘હા અને હું કોઈને મરવા પણુ નહિ દઉં. પરંતુ સમય શું દેખાડે છે. તે જોવા આપણે બંનેએ તૈયાર રહેવું પડશે.’

‘ડેન હીલાર્ડ ના ખભા નીચા નમ્યા.  ‘હું તને પણ દોષ દેતો નથી, વેબ.’

જેસી વેબે ગળું સાફ કર્યું.  ‘તેમને એકલા બહાર કાઢવાનો જો કોઈ રસ્તો હોય તે—'  તે બોલતો રોકાઈ ગયો. ‘લીફટ જોઇએ છે?' તેણે પૂછ્યું.

‘મારે ટેક્ષીમાં જવાનુ છે.’

‘ઓહ. પીસ્તોલ જોઈએ ?’

ડેને બ્રીફકેસ ઉંચી કરી અને નકારમાં ડોકું હલાવ્યું. ‘તું અંદર જઈશ ત્યારે તેઓ તારી જડતી લેશે ?’  વેબે કહ્યું.

‘હા,' તેણે કહ્યું અને બારણું ખાલી શાંતિથી બહાર ગયો.

‘ગુડ લક મિ. હીલાર્ડ.’

‘પીસ્તોલ વિશે મે. વિચાર બદલ્યો છે,’  ડેને હીલાર્ડે ફરીને કહ્યું.

‘પીસ્તોલ જોઈએ?’

‘હા.’

‘સાંભળ, હીલાર્ડ. જો તારે ત્યાં ગોળીબાર થશે તો અમે હલ્લો કરીશુ.’

‘મને પીસ્તોલ આપે છે કે નહિ?'

જેસી વેબે કોટમાં હાથ નાખ્યો અને હોલ્સ્ટરમાંથી ૩૮ કાઢીને ડેન હીલાર્ડ ને આપી. ડેન હીલાર્ડ ના હાથમાં ઓટોમેટીક ભારે અને અતડી લાગતી હતી. ડેન હીલાર્ડ બ્રીફ કેસ તેની બગલમાં દબાવી, ઓટોમેટીક ખોલી ગોળીઓ હથેળીમાં ઠાલવી. તે મેજ આગળ પાછો ફર્યાં.

‘પાગલ થઈ ગયો છે કે શું હીલાર્ડ?' જેસી વેએ પૂછ્યું 

‘હા. કોઈ પાગલ જ ખાલી પીસ્તોલ લઈ એ ધરમાં જાય, નહિ? ગ્રીફીન મને પાગલ માનતો નથી, ડેપ્યુટી.’

જેસી વેબે નકારમાં માથુ હલાવ્યું અને ડેન હીલાર્ડ પાછો બારણે પહોંચી ગયો.

‘બીજી એક વાત,’  જેસીએ કહયું.  ‘ચાર્લ્સ કે રાઈટ નામનો એક યુવાન.'

‘હા?’

‘ચોક્કસ કહી શકું નહિ પણ તે તારા ધરની આજુ બાજુમાં કયાંક સંતાયેલો છે.’

‘ગુડ ગોડ,’  ડેન હીલાર્ડે નિસાસો નાખતાં કહ્યું.  ‘ખેર, આભાર. ડેપ્યુટી.’ અને તે બારણમાંથી બહાર નીકળી ગયો.

‘કૂતરીનો બચ્ચો,’  જેસી વેબ તેની પાછળ બબડયો. પણ વાસ્તવમાં તેને આ માણસ માટે માન ઉપજ્યું હતું. 

ભોંયરાની સીડી નીચે ચક રાઈટ નિર્ણય લઈ રહ્યો હતો. ઉપર ક્યારે જવું ? કયાં સુધી અહીં સીડી નીચે ચીપકી રહેવું ? તેની ઘડિયાળ હાલ ૧૧ : ૩૦ બતાવી રહી હતી.

તેણે ધરના આગલા ભાગમાંથી યુવાન માસણનો અવાજ સાંભળ્યેા. તેણે ધારણા કરી કે તે ગ્લેન ગ્રીફીન હોવો જોઈએ.

‘પેલી છોકરીએ તેના પૈસા આપ્યા કે નહિ? શું થઈ રહ્યું છે? રોબીશ, તને શું લાગે છે ! નકકી કર્યાં પ્રમાણે તેને ફોન કેમ આવ્યો નહિ?’ 

‘હું જાણતો નથી,’  રોબીશે મિ. હીલાર્ડ ના રૂમમાંથી કહ્યું.  ‘આ પૈસા તે મને આપ્યા હોત તો  હું તારૂં કામ કરી આપત, ગ્રીફીન મને પીસ્તોલ આપ.’

રોબીશે પીસ્તોલ માગી હતી. ચકે વિચાયુઁ. એટલે શું તેની પાસે પીસ્તોલ નહોતી. ઉપર એ બેની વચ્ચે શું એક જ પીસ્તોલ હતી?

પછી ફરી પાછો ગ્લેન ગ્રીફીનનો અવાજ સંભળાયો  ‘હીલાર્ડ કયાં છે? તે શા માટે પાછો આવ્યો નહિ ?’ ચકને લાગ્યું કે હવે ઉપર જવું જ રહ્યું. હવે તે વધુ રાહ જોઈ શકયો નહિ.

ભેાંયરાની સીડીનાં પગથીયાં મજબુત હતા. પાછલા હોલમાં બારણાની બીજી બાજુએ તે રોબીશનાં પગલા સાંભળી રહ્યો. હાથમાં પીસ્તોલ પકડી રાખી ચક એક એક પગથીયું ચડવા લાગ્યો.

હીલાર્ડ ના ધરના ઉપરના હિસ્સામથી ચક પરિચિત નહોતો. દિવાલ સાથે પીઠ ચીપકાવી રાખી તે આગળ વધ્યો. નીચે ફરશનું પાટીયું ચીચૂડાટ બોલાવી રહ્યું પણ છતાંય તે રોકાયો નહિ. તે આગલા બેડરૂમના ખુલ્લા બારણા આગળ આવ્યો.