નિશાચર - 22 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નિશાચર - 22

પાંચ મીનીટ પછી ટોમ વીત્સ્યને તેની ઓફિસેથી રેડીયો દ્વારા વોલીંગ્ઝના છાપરા ઉપર મૂકવામાં આવેલા એક નવા એફબીઆઈ એજન્ટ સાથે સંપર્ક સાધ્યો. મર્ક નામનો આ એજન્ટ નીચે ઉતરી ગયો અને લોનમાં ચોકી ભરતા જેસી વેબને ઈશારો કર્યાં.

જેસી મકાનના આગલા ભાગને ટેકવેલી સીડીના ટોચના પગથીયા ઉપર ઉભો ઉભો હીલાર્ડ ના મકાનની બારીઓની ચોકી ભરતો હતો. સીડી વોલીંગ્ઝના મકાનના છાપરાથી પણ ઉંચી હતી. જેસીએ પીળો પોશાક પહેર્યો હતો અને તે ટેલીવીઝનનું એરીયલ બેસાડતા બે મદદનીશોને સૂચના આપી રહ્યો હતો.

પરંતુ વાસ્તવમાં તે હીલાર્ડ ના મકાન ઉપર નજર રાખી રહ્યો હતેા.

તે સીડી ઉતર્યો અને બાજુના બારણામાં થઈને વોલીંગ્સના ઘરમાં જઈને મર્કને મળ્યો. હોલમાં જઇ તેણે પીળો પોશાક ઉતારી નાખ્યો, અને ટ્રેંચ કોટ તરફ હાથ લંબાવ્યો. ડાઈનીંગ રૂમમાંથી લેફ્ટેનન્ટ ફ્રેડરીકસ ત્રણ ટુપરો અને કારસન તેને જોઈ રહ્યા હતા. તે એ જાણતો હતો પરંતુ જેસી વેબ હમણાં જ મળેલી બાતમીનું મનન કરી રહ્યો નહોતો. જો કે ખૂનીઓ શા માટે ભરાઈ રહ્યા હતા તેને ખુલાસો પૈસાના દૃષ્ટિકોણે પૂરો પાડયો હતો. તે તો ધ્યાનથી વિચાર કરી રહયો હતો. સીડી ઉપર ઉભા ઉભા હીલાર્ડ ના ગેરેજ પાછળ જોયેલી હિલચાલનો અને એ હિલચાલ વિશે હાલ તે કાંઇ કરી શકે તેમ નહોતો.

૮:૩૦ વાગ્યા પછી ચક રાઇટ વોલીંગ્ઝના ધર પર થતી હિલચાલથી સાવધ થઇ ગયો હતો, હીલાર્ડ ના ગેરેજ પાછળ સંતાયેલો ચક ઈચ્છી રહ્યો હતેા કે પેાલીસ હીલાર્ડ ના મકાન ઉપર હલ્લો કરવાનું વિચારતી ન હોય તો સારૂં પરંતુ તે જાણતો હતો કે એ હલ્લો લાવતાં હવે જેસી વેબ વધુ સમય નહિ લે.

૧૦:૦૬ વાગ્યા હતા. રાહ જોઈ જોઈને ચક અક્કડ થઈ ગયો હતો. તેની ધીરજનો હવે અંત આવી રહ્યો હતો. પાછલી બારી પાછળ ઉભેલા માણસની હિલચાલ ચકે નિહાળી હતી પણ તે બહાર આવ્યો નહોતો.

તેને ખાત્રી હતી કે સીન્ડી જરૂર ઘેર પાછી ફરશે. કદાચ તેઓ એટલા માટે જ ઘરમાં રાહ જોતા ભરાઈ રહ્યાં હશે. જો તમે હોય તો, અને જો પોલીસ હોલાર્ડ ના મકાનને ઘેરવા માગતી હોય તો ચક ઓટોમેટીક સાથે મકાનમાં ઘૂસવાનો ઈરાદો ધરાવતો હતો.

પણ્ સીન્ડી હાલ કયાં હતી? તે ઘેર પાછી ફરવાની હતી તો કયારે? અને અત્યારે તે શું કરતી હતી?

તે એક લાંબો સાંકડો રૂમ હતો. એક બાજુએ બાર આવેલો હતો અને બીજી બાજુએ બુથ આવેલાં હતાં. વાતાવરણમાં વીસ્કીની વાસ હતી. સીન્ડીના નાકનું ટેરવું અઘ્ધર ચડી ગયું. બાર પાછળ ઉભેલા માણસે સીન્ડીને ધ્યાનથી જોઇ. સીન્ડી પહેલાં બુથમાં જઈ બેઠી. તેણે હાથ ટેબલ ઉપર મૂકયા. વેઈટ્રેસ આવી. તે ઘણી દેખાવડી હતી. સીન્ડીએ એક જુની ઢબના શરાબનો ઓર્ડર આપ્યો. ટેબલ પર ગ્લાસ આવ્યો. તેણે ઘડિયાળમાં જોયુ. ૧૦ :૨૯ વાગ્યા હતા.

ચક એફિસમાં આટલો મોડો કદી આવ્યો નહોતો મિ. હેપ્બર્ને તેના વિશે કેટલીય વાર પૂછ્યું હતું પણ સીન્ડી કે કોન્સ્ટન્સ એલન ચકની ગેરહાજરી વિશે કોઇ સફાઈ પેદા કરી શકયા નહોતા. ખુદ સીન્ડીને પણ ચકની ગેરહાજરીનું કારણ જાણવા મળ્યું નહોતું. તે અત્યારે એક મીનીટ બાદ ૧૦:૩૦ વાગે તેને મળનારા શખ્સનો વિચાર કરી રહી હતી. બાર ચલચિત્ર થીયેટરના સ્ટેજના બારણા પાસે એક બંધ ગલીમાં આવેલેા હતેા. એ શખ્સને શું જોઈતું હતું. શા માટે તે એને મળી રહી હતી તે એ સારી રીતે જાણતી હતી. વાસ્તવમાં તે એક ખૂન જ કરી રહી હતી. વાસ્તવમાં તે એક અપરાધમાં સાથ આપી રહી હતી. પરંતુ આ આક્ષેપોનો તેની પાસે એકજ જવાબ હતો. બીજું તે શું કરી શકે?

સીન્ડી હીલાર્ડ હજી પણ મનેામન ધુંધવાયેલી હતી. તેણે હમણાં જ બારમાં પ્રવેશેલાં ઠીંગણા માણસને જોયેા. એ માણસની નજર તેના ઉપર ઠરી, વેઈટ્રેસ જતી રહી હતી. બાર પાછળ ઉભેલા માણસે પીઠ ફેરવી લીધી હતી. સીન્ડી નવાઆગંતુકને જોઇ તેના તરફ ધ્રુણા અને તિરસ્કાર વ્યકત કર્યાં વિના રહી શકી નહિ આ ઠીંગણા માણસથી તે બીક અનુભવવા લાગી.

‘બેસું મીસ?' તેણે પૂછ્યું.

તે સીન્ડીની સામે બેઠો, સીન્ડી સૂનમૂન બેસી રહી હતી.

‘મારુ નામ જાણે છે?'

સીન્ડીએ નકારમાં માથુ હલાવ્યું. તે આ માણસથી દુર જતી રહેવા માગતી હતી. તે માની ન શકી કે આવો ઢીંગણો સામાન્ય લાગતો માણસ ખૂની હશે. ભાડૂતી ખુની તે સેલ્સમેન કે ઉઘરાણી કારકુનની જેમ વાત કરતો હતો.

‘ઠંડો થાય છે, ' તેણે ગ્લાસ તરફ આંગળી ચીંધી કહ્યું.  ‘તું આ પીવાની નથી?’

‘ના.’

‘થેંકસ મીસ.’ તે ગ્લાસ ગટગટાવી ગયો. પણ તેની આંખો તો સીન્ડી ઉપર જ ચોંટેલી રહી.

'હું મેસેન્જર છું’ એ શખ્સ બોલ્યો. ‘તારે મને કંઈ આપવાનું છે?’

સીન્ડીએ હેન્ડબેગ ખોલી. સફેદ પરબીડીયું કાઢ્યું. શખ્સે તે લીધુ. માથું હકારમાં હલાવ્યું. જોયા વિના જ ખીસામાં નાખ્યું.

પછી અચાનક એક વિશાળ પડછાયો ટેબલ પર પડયો. સીન્ડીએ ઉંચે જોયું તો એક પડછંદ, કદાવર માણસ દેખાયો.

‘તારા ખીસામાં શું છે, ફલીક?'  કદાવર માણસે પૂછ્યું, તેનેા અવાજ ધોઘરો અને અપ્રિય હતો.  ‘તને આ છોકરીએ શું આપ્યું?’

‘એક પત્ર સાર્જન્ટ,' ફલીકે જવાબ આપ્યો. સીન્ડીએ જોયું કે કદાવર માણસ પોલીસ ડીટેકટીવ હતો અને તેણે હાથ ખીસામાંથી બહાર કાઢયા નહોતા. તે ગભરાઇ રહી હતી.

‘ચાલ પોલીસ સ્ટેશને.’ ડીટેકટીવે કહ્યું. અને પેલું પરબીડીયું આપી દે, ફલીક.'

સીન્ડીના મોં પર આશ્રર્ય છવાઇ ગયું. તે ડીટેકટીવ ને ઉદ્દેશીને બોલી, ‘તું આ રીતે–’

કદાવર માણસે સીન્ડી સામે જોયું.  ‘હું તો ફકત આદેશોનું પાલન કરી રહયો છું મીસ. તે જો કંઈ કર્યું નહિ હોય તો તેઓ તને ઝાઝી વાર સુધી પોલીસસ્ટેશને રોકી રાખશે નહિ.'

‘ના,’  તે ડીટેકટીવના કદાવર શરીર આગળથી પસાર થઈ આગળ આવીને બોલી.

‘હું દિલગીર છું, મીસ, ડીટેકટીવે કહ્યું અને સીન્ડી ધુંધવાઈ ઉઠી.

‘મારી ધરપકડ કરવાની છે?’

‘ના, જો તું ડાહી થઇને પોલીસ સ્ટેશને આવવાની ના ન પાડે તો તારી ધરપકડ કરવાની જરૂર નથી.’ તેણે ગ્લાસ પૂરો કરતા ફલીક સામે જોયુ ‘તારા સાથી પરથી તારો કયાસ ન કઢાય તો સારૂં ’

અને સિન્ડી રડી પડી. તે કામ કરવામાં નિષ્ફળ રહી હતી. ગ્લેન ગ્રીફીને કહેલું તેમ ૧૧:૩૦ પહેલાં તે ઘેર પાછી નહિ ફરે તો શું થશે? બીજાઓનું શું થશે?

ડેન હીલાર્ડ તેની ઓફીસમાં પાછો આવી થયો હતો. તે સીન્ડીની રાહ જોતો હતો્ ગ્લેન ગ્રીફીનની સૂચના પ્રમાણે ડેને સીન્ડી સાથે ઘેર પાછા જવાનું હતું. ગ્રીફીને કહેલું કે જતાં પહેલા તે ખાત્રી કરવા માગતો હતો કે ફલીકને જે કામ સોંપવામાં આવ્યું હતું તે કામ માટે તેને રકમ ચૂકવાઈ હતી.

જયારે બારણું ઉડયું ત્યારે તે ઉભો થઈ ગયો. તે જાણતો હતો કે સીન્ડી સિવાય બીજું કોઈ ન હોય. પરંતુ અંદર પ્રવેશ્યો તે તો ઉંચો, ભીની હેટ પહેરેલો, લાલચેાળ આંખવાળો માણસ હતો જે ધીમી પણ મકકમ ચાલે ચાલતો ડેન હીલાર્ડ ના ટેબલ આગળ આવીને ઉભો રહ્યો. તે ડેન હીલાર્ડ તે ઘણીવાર સુધી જોઈ રહ્યો અને ડેનનુ તો લેાહી થીજી ગયું. તેણે કોટ પાછો. ખસેડયો અને ડેનની નજર બેજ અને પીસ્તોલના લેધરના હોસ્ટ ઉપર પડી.

ડેન અત્યંત ધીમેથી તેની ખુરશીમાં ફસડાઈ બેઠો.  ‘ગુડ મારનીંગ, મિ. હીલાર્ડ,' એ માણસે કહ્યું.  ‘મારુ નામ વેબ છે, ડેપ્યુટી શેરીફ, મેરીયન કાઉન્ટી મને તારો પત્ર મળ્યો, મિ. હીલાર્ડ.’

ડેન મનેામન આંચકો ખાઈ ગયો. ‘શેની વાત કરે છે, ડેપ્યુટી. કંઇ સમજાતું નથી.'  અને જેસી વેબને મિજાજ ગયો. તેણે ખીસ્સામાંથી હાથ કાઢી આગળ નમીને હથેળીઓ મેજ ઉપર ટેકવી.  ‘જો,' તેણે ખોખરા અવાજે કહ્યુ.  ‘જો, મિ. હીલાર્ડ મારી પાસે એ પત્ર ન હોત તો હું અહીં આવ્યેા ન હોત. એ પત્ર કોનો હતેા તે શોધતાં મને ઘણી વાર લાગી પણ આખરે મેં તે શોધી કાઢયો જ અને અહીં આવ્યો. તેથી હવે બાકીની વાત સીધે સીધી શરૂઆતથી કહી દે. પછી તેનું શું કરવું તે આપણે વિચારીશું. ચાલ, બોલવા માંડ, હીલાર્ડ.’

અગીયાર વાગવા આવ્યા હતા. ચક વિચારવા લાગ્યો કે આ રીતે હવે વધુ રાહ જોવી પોસાય નહિ. તે ગેરેજના ખૂણા આગળ આવેલી ઝાડી પાછળ સંતાયેલા હતો. ત્યાંથી તેને મિ. હીલાર્ડ ના રૂમના પારદર્શક પડદાઓ પાછળ હરતું ફરતું માથુ સ્પષ્ટ દેખાતુ હતું. ચકને લાગ્યું કે તેણે પોતે જ કંઈ કરવું જોઈએ, પોતે જ કોઈ રસ્તો કાઢવો જોઈએ. તેણે પીસ્તોલ પેન્ટના ખીસામાં મૂકી. પછી તેણે ડાબા હાથમાં ચાવી પકડી અને જમણા હાથમાં બે ફુટ લાંખી સૂકી ડાળી ઉપાડી. લાકડું સહેલું અને ખવાયેલું હતું. કદાચ તે પૂરતો ઘોઘાટ નહિ પણ ઉપજાવે. વળી તે ભારે પણ નહોતી. તેને ફેંકવામાં આવે તો તે છાપરા કે આગલી પરસાળની ટોચ સાથે કદાચ અથડાય પણ નહિ. તે  મકાનના પાછલા હિસ્સામાંથી ખૂનીને બહાર લાવવા માગતો હતો.

તેણે ડાળી જોરથી વીંઝીને નાખી. તે છાપરાની ટોચ ઉપર થઇને ગાયબ થઈ ગઈ. ચકે કાન સરવા કર્યાં. અવાજ સંભળાયો. પહેલાં થડકારો અને પછી ખખડાટ. ચકની આંખો બારી ઉપર હતી. પાતળા પારદર્શક પડદાં ખરયા. તેણે દાઢી કર્યાં વગરનો ચોરસ ચહેરો જોયો. આંખો ચકળ વકળ ચેામેર ફરી. પડદા પડયા. માથુ અદશ્ય થઈ ગયુ.

આ તક ઝડપી લેવા જેવી હતી. તે કમરેથી વળીને દોડતો દોડતો પરસાળમાં પહેાંચી ગયો, તેણે ચાવી તાળામાં ભરાવી. દૂર દૂર, ઘરમાં તેણે બે પુરૂષોના અને પછી એક સ્ત્રીનો અવાજ સાંભળ્યો. ચકે ધીમેથી બારણું ખેાલ્યું. અંદર જઇ તેણે તે બંધ કરી લેાક થઈ ગયા ની ખાત્રી કરી લીધી.

પાછલો હોલ નાનેા અને મંદપ્રકાશિત હતો. તેણે કાન સરવા કર્યાં. તેનેા શ્વાસ હવે ભારે થઈ ગયો. તેણે મકાનના પાછલા ભાગ તરફ આવતાં પગલાંનો અવાજ સાંભળ્યેા. ચક ભોંયરાની સીડીના અંધકારમાં સર્યાં. ઉપર, મિ. હીલાર્ડ ના રૂમની દિશામાંથી આવેલા પગલાં થોભ્યાં અને એક ઘેરો અવાજ બોલ્યો,  ‘અહીં બધું બરાબર છે, ગ્રીફીન.’

ઉંચો અવાજ સંભળાયો,  ‘ઓકે સ્ત્રીની વાત માની લઈએ છીએ.'

ચકે સીડી નીચે પોઝીશન લીધી જેથી તે પગથીયાં ઉતરી નીચે આવતી કોઈપણ વ્યકિતને આવરી શકે. તેણે જમણા હાથમાં એટોમેટીક પકડી નિરાંત અનુભવી.