Nishachar - 19 books and stories free download online pdf in Gujarati

નિશાચર - 19

૨:૧૫ વાગે ચક રાઇટ, બારણે ટકોરા પડતાં અર્ધ બેભાન અવસ્થા જેવી ઉંધમાંથી જાગી ગયો. સતત ઠોકાતાં જતાં બારણાના અવાજથી તે ઉભો થઈ ગયો અને બારણું ખેાલતાં પહેલાં દિવાલની લાઈટ ચાલુ કરી. બારણું ખોલ્યું તો ડેપ્યુટી શેરીફ જેસી વેબ નજરે પડયો.

‘મને ઉંધ ના આવી, મિ. રાઇટ,’  જેસીએ રૂમની અંદર પગ મૂકતાં કહ્યું,  ‘મને લાગે છે તને પણ ઉંધ આવી નથી.’ જેસીએ તૂટી ગયેલા ટેબલલેમ્પને જોયો.  ‘ઘણો ગરમ થઈ ગયો લાગે છે તું?’

‘તું જાણે છે તેા પછી પૂછે છે શા માટે?’

‘આ એક ગમે એવી વાત કરી. મધરાતે મૈત્રી ભાવભર્યો સહકાર.'  તે પલંગની ધારે બેઠો.  ‘અમે ધીમા છીએ, મિ. રાઈટ. તું અમારો સમય બચાવી શકે તમે છે. પેલા કેદીઓ ત્યાં ભરાઇ એઠા છે. તેમની પાસે પણ ઘણો ઓછો. સમય હોય એમ લાગે છે. સમજ્યો, હું શું કહેવા માગુ છું?’               ચક રાઇટે ખોખામાંથી સીગારેટ કાઢી ખોખા પર ઠપકારી કહ્યું, ‘ના.’  

‘ગોડ ડેમીટ!’ જેસી વેબ બરાડ્યો.  ‘હું જાણું છું તું શું જાણે છે. હવે સીધી વાત કરીશ, રાઈટ! તું વકીલ છે. તું જાણે છે. તું પોલીસને આ રીતે પાછળ ફેરવી શકે નહિ, સાંભળ, ઓકસફર્ડ ઉપર કોઈ એલન બેલન રહેતી નથી. તું કોન્સ્ટન્સ એલનની વાત કરે છે પણ તે તેા શહેરની બહાર આવેલા ફાર્મમાં રહે છે તેથી હવે જો તું સાચું નહિ બોલે તો મારે તારા પર આરોપ ઠોકી બેસાડવો પડશે.’  

‘વેઢા ધસવાનું બંધ કર, ડેપ્યુટી,' ચક રાઇટે શાંતિથી કહ્યું.   

‘હું –'

તેની નજર જેસીની નજરની દિશામાં ગઇ. જેસી ટેબલ પર પડેલી એટોમેટીક તાકી રહ્યો હતો.

‘મારી પાસે પરમીટ છે.' ચકે કહ્યું.

‘પરમીટ જાય ભાડામાં,’  જેસી વેબ બરાડ્યો.   ‘આ  ઓટોમેટીકનું તારે શું કામ પડ્યું છે? અને મને ચક્કર ખવડાવતો નહિ. આજે હું ઘણાં ચક્કર ખાઈ ચૂકયો છું.’

‘મારે તે એટોમેટીક વાપરવાની કોઈ જરૂર નથી.’  ચક રાઈટે કહ્યું.

જેસી વેએ શર્ટ ના ખીસામાં હાથ નાખી સીગારેટ સળગાવી અને ધુમાડો ફૂંકતા કહ્યું.  ‘તુ પણ એ હરામખોરોને મારી જેમ જ મારી નાખવા માગે છે, નહિ ?’  જ્યારે ચક કંઈ ન બોલ્યો ત્યારે તેણે સાહજિકતાથી પૂછ્યું,  ‘એનું નામ શું છે?'

‘એ મારું પોતાનું જ કુટુંબ પણ હોઈ શકે,’  ચકે કહ્યું.

જેસી વેએ જમણી મુઠ્ઠી તેની ડાબી હથેળીમાં પછાડી અને નાના રૂમમાં જોરદાર તડાકો સંભળાયો.  ‘મે તને કહ્યું ને, રમત કરવાની જરૂર નથી. ચાલુ હવે સીધી રીતે કહે છે કે નહિ ? કહે, એનુ નામ શું છે?’   ‘ઓલ રાઈટ, ડેપ્યુટી. સાંભળ, હું શા માટે તેને એનું નામ કહેતો નથી. તને તે ટુંક સમયમાં જ મળી જશે. ઉપરાંત પેલા હરામખોરો પાસે ઘણો ઓછો સમય છે એમ તે કહેલું એ સાચું છે. એ ગુન્હેગારોને પોલીસથી સાંતાઈ રહેવામાં ઘણી મુશ્કેલી પડી છે.'   ‘એ હું શોધી કાઢું ત્યારે શું કરવાનો છું એ તું જાણે છે?' જેસી વેબે કહ્યું. ‘પોલીસને એ લોકો મૂર્ખા ધારી બેઠા છે? તું શું એમ માને છે કે એ ગુંડાઓને બહાર કાઢવા હું મકાન ફુંકી મારવાનો છું?'

‘તો તું શું કરીશ?' ચક રાઈટે પૂછ્યું. જેસી વેબ ખમચાયો. તેણે કમરપટ્ટો પકડી કહ્યું.  ‘હું તેમના માટે તૈયાર રહીશ. તેઓ ત્યાં કાયમને માટે ભરાઈ રહી શકે નહિ.’

આ સાંભળી ચક રાઈટ ધ્રુજી ઉઠયો.  ‘તેઓ બહાર નીકળે ત્યારે કોઇ પણ જાતનું શુટીંગ થવું જોઈએ નહિ. તે પેલો પત્ર વાંચ્યો છે.’ 

‘હા.’

‘એ તું સંપૂર્ણ પણે કંટ્રોલ કરી શકીશ નહી, ડેપ્યુટી. સ્ટેટ પેાલીસ, એફબીઆઈ, ડેપ્યુટી શેરીફો, શહેરના પોલીસો-એકાદ જણે પણ જો ખેાટું પગલું ભર્યું છે તો બાજી બગડી જશે. કોઈ પણ જાતની ખૂનરેજી થવી જોઈએ નહિ. કારણ કે ખૂનરેજી થશે તેા કોની થશે તે તું જાણે છે. એ હરામખોરોને કંઈ નહિ થાય, નાહકના બિચારા નિર્દોષો માર્યા જશે.’

થોડીવાર સુધી શાંતિ ફેલાયેલી રહી. પછી જેસી વેબે કહ્યું, ‘લેાહી તો વહેશે જ, છોકરા. એ વસ્તુ ચોખ્ખીચટ સમજી જજે. ગ્લેન ગ્રીફીન કોઈને સાથે ફરવા લઈ જઈને તેને નીચે ઉતારી મજાની સંગત બદલ આભાર માને એવો નથી. છોકરા, એ માણસને જેટલો હું જાણું છું તેટલો તું જાણતો નથી. તક મળશે ત્યારે, બીજા કોઈની જાનહાનિ વિના એ ત્રણેત્રણને કે ત્રણમાંના કોઈને ઝડપી લેવાનું અમે ચૂકવાના નથી. બીજું અમે શું કરી શકીએ?

‘એમના વતી હું નિણૅય લઇ શકું નહિ, ડેપ્યુટી. હું તને કહી શકું નહિ.'

જેસીએ સીગારેટ બુઝાવી. ‘ઓકે. ઓકે. તું ભૂલ કરી રહ્યો છે  કે કેમ તે હું કહી શકતો નથી. તારી જગ્યાએ હું હોત તેા હું પણ નિણૅય લઈ શકત નહિ. પણ હું મારી જગ્યાએ છું અને મારે મારું કામ કરવાનું છે જો હું ભુલ કરૂં તો–’

ટેલીફોન રણકી ઉઠતાં તે બોલતો બંધથઈ ગયો. ચક સામે જોયા વિના જ તેણે ટેલીફોન ઉપાડયો. ‘હલો ’ જેસી બોલ્યો પછી ‘બોલુ છું’  જેસી વેમ ફોન ઉપર સાંભળી રહ્યો. તેની નજર ચક પર ગઈ. ‘મરી ગયો?’ તેણે ફરી સાંભળ્યું ‘અને ટુપર? તેણે હકારમાં માથું હલાવ્યું  ‘પંદર મીનીટ, ટોમ' ચકના ગળામાંથી જાણે અવાજ ખવાઈ ગયો હતો.

‘છોકરા, બુટ પહેરી લે. તારે હવે ઉંઘવાનું નથી.’  જેસી વેએ બગલમાં રાખેલા હોલ્સ્ટર પર હાથ ફેરવ્યો.  ‘હું તને મારી સાથે ઝડપી સફરે લઇ જઉં છું તે પ્રેક્ષકો કેવા કાતિલ ગુન્હેગારો સાથે છે તેનો તને ખ્યાલ આપવા.’ ચક બુટ પહેરવા લાગ્યો ત્યારે જેસીએ કહ્યું  ‘અને એ પણ સાંભળી લે તેમનામાંનો એક મરી ગયો છે.’

‘તને ખાત્રી છે આ એ જ છે?’  જેસી વેબે પૂછ્યું. લાશને જોઈને જેસી વેબ જેવા જવાંમર્દ પોલીસના મોમાં પણ ઉબકો આવી ગયો.   ‘જેસી, તે સૌથી નાનો કેદી હતેા એ છે, ' જાડીયા ટોમ વીત્સ્યને કહ્યુ.

બીજો એક અવાજ સંભળાતા ચક ફર્યો. જેસી વેબ અને ટોમ વીન્સ્ટન પણ ફર્યાં. તે સ્ટેટ પોલીસના ગણવેશમાં સજજ એક ઠીંગણો માણસ હતો. તેણે કહ્યું, મેકેન્ઝીને તો ખબર પણ નહેાતી કે બદમાશ પાસે પીસ્તોલ હતી. બે ખૂન થઇ ગયા. હવે તે તને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો ને?’

‘મારા પર ચડી બેસવાનેા પ્રયત્ન કરતો નહી, લેફ્ટેનન્ટ ફેડરીકસ,’  જેસી વેએ કહ્યું  ‘મેં તારા માણસને મરવા મોકલ્યો ન હેાતો,’   કહી તે ટોમ વીન્સ્ટન સાથે ચાલતો થયો. ‘કારનું શું થયું?'

પણ લેફટેનન્ટ ફેરીકસ તો જેસી વેબ પાછળ ચાલ્યો  ‘મેક ઓપરેટીંગ ટેબલ ઉપર છે, બેટા. હવે જો આપણે આખો દિવસ આ રીતે ફરતા રહયા તો–?’

જેસી વેબ ફર્યો અને ચક રાઈ ટે તેને બોલતો સાંભળ્યો.

‘જો લેફ્ટેનન્ટ, હું કંઈ સુપરમેન નથી. કારસન કયાં છે ? હું નથી માનતો જો આપણે ધરોના બારણાં ખખડાવ્યા હોત તો તારો આ મેકેન્ઝી બચી જાત, ડોરબેલ રણકાવવાથી કે લાલ બત્તીઓ ઝબકાવવાથી તેા ઉલ્ટા બીજા  નિર્દોષો માર્યાં જાત. મેક માટે હું ધણો દિલગીર છું પણ મારાથી તું દૂર રહેજે, લેફ્ટેનન્ટ. મારા મગજમાં પૂરતા વિચારો છે.’

લેફ્ટેનન્ટ ફેડરીકસે રૂમાલ કાઢી મોં લુછ્યું  ‘અંગત દ્રૈષભાવોનો,’   તેણે કહ્યું. પોલીસની કામગીરીમાં કોઈ સ્થાન ન હેાવું જોઈએ.’

‘જહન્નમમાં જય અંગત દ્રૈષભાવો, જેસી વેબ બરાડ્યો ‘તપાસ ચાલુ રાખેા. કાર કેાની માલિકીની હતી ? તેણે કયાંથી મેળવેલી ?’

‘ધીરો પડ,’  ટોમ વીન્સ્ટને કહ્યું. ચક ચાલતો ચાલતો હાઈવેની ધારે થોડે દૂર પડેલી કાર આગળ ગયો. અને કારને જોઈ ત્યારે તે ચોંકી ઉઠ્યો. તેને ખબર નહોતી તે ત્યાં કેટલી વારથી ઉભો હતો. તેના પગ ઢીલા  પડી ગયા હતા. તેના શરીરમાં ઠંડી ફેલાઈ ગઈ હતી.

‘વેલ, છેાકરા?’  જેસી વેબ તેના કાન આગળ બોલ્યો. ‘તું જાણે છે આ કાર કોની છે? અમારો સમય બચી જશે.’ ‘કદાચ બીજા બે ગુન્હેગારો પણ ભાગી છુટયા હોય.' ચકે કહ્યું.  ‘શકય છે. ચાલ તું અને હું એ ધેર જઈએ અને જાણી લઈએ.’

પણ ચકે નકારમાં માથું હલાવ્યું. ડેપ્યુટી વેબને ઘરનું નામ સરનામુ આપો પછી તે પેલો ઠીંગણો હઠીલો સ્ટેટ પેાલીસનો ઓફિસર હીલાર્ડ ની લોનમાં સાયરનો, સ્પોટલાઈટો, ટીયરગેસ અને મશીનગન ગોઠવી દે તેા? ના, આભાર.

ચકનો ઈન્કાર સાંભળી ધુંધવાયેલો જેસીવેબ સીન્ડીની કાર પાસે ગયો અને બારણું ખોલી અંદર ટોર્ચનો પ્રકાશ નાખ્યો. કારની પરિચિતતાથી અચાનક ચકને એક યુક્તિ સુઝી. તેને લાગ્યું કે તે કંઈ કરી શકશે.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED