Nishachar - 18 books and stories free download online pdf in Gujarati

નિશાચર - 18

અને તે ખીસામાંથી એક પછી એક વસ્તુ કાઢી અંધારામાં ટેબલ ઉપર મૂકવા લાગ્યો. અચાનક તેના હાથમાં એક વસ્તુ આવતાં તે થોભી ગયો. ઓફિસમાં તે સીન્ડીને આપવાનું ભૂલી ગયેા હતેા તે એ ચાવી હતી. હીલાર્ડના ઘરના પાછલા બારણાની ચાવી. તે એની ભીની હથેળીમાં ચાવીને મજબુત પકડી રહયેા. તેના મગજમાં એક વિચાર સ્ફુરી રહયો: કોઈ રીતે, કોઈ રસ્તે, તે આ ચાવીનો ઉપયોગ કરી શકે તેમ હતો?

એક વાગ્યા હતો.

ડેન હોલાર્ડ પલંગની બાજુમાં રાખેલા ટેબલ ઉપર પડેલા ઘડિયાળના ચમકતા ડાયલને જોઈ રહ્યો. ટપાલમાં પૈસા આવવાને હજી સાડા આઠ કલાકની વાર હતી પછી તે એકેએક મીનીટ ગણી રહ્યો હતેા. તેનામાં ખુંખાર હિંસા આકાર લઈ રહી હતી. તેમણે તારા ઘરને ધુરકટ, સંધર્ષ અને જંગલી બીકની વેરાનિયતમાં ફેરવી નાખ્યું હતું, તે સ્વગત બોલ્યો. ધર આગળથી પસાર થતી એકે એક કાર જ્યાં સુધી પસાર ન થઈ જાય ત્યાં સુધી તેને ધમકી, ભય, જોખમ લાગતી હતી, રોબીશ અને ગ્લેન ગ્રીફીનની નાની સરખી હિલચાલ તેને અક્કડ બનાવી દેતી હતી. એલીનેાર, સીન્ડી અને રાલ્ફી વિશે. તે તીવ્ર ઉગ્ન જાગૃતિ અનુભવતો હતો.

અને એ જાગૃતિમાં તેણે એને પ્લાન સંપૂર્ણ ઘડી કાઢયો હતો. સવારે તે એ પ્લાનને આખરી સ્વરૂપ આપવાની હતો.

તેના શરીરમાં લાચારી, વિવશતા ફેલાઈ ગઈ હતી પણ તે એ વિશે કંઈ કરી શકે તેમ નહોતો. ડેન બેઠો થયો. તેણે બાજુની પથારીમાં એલીનારનો સળવળાટ સાંભળ્યો.

‘ડેન?'

‘કંઇ નથી, એલી.’

‘એસ્પીરીન આપું?'

‘ના, વ્હાલી ઉંધી જા. તને ઉંધની જરૂર નથી?’

‘હવે ઝાઝો સમય નહિ લાગે. પ્લીઝ, હવે ચિંતા ના કરીશ.’

‘હું તને ચાહું છું એલી,' ડેન ધીમેથી બોલ્યો પણ તેનું ગળું સૂકાતું હતું.

‘આઇ લવ યુ ડેન’

આ શબ્દો સાંભળી તેણે ફરી જુવાની તાજી થતી અનુભવવી જોઇતી હતી પણ એ શબ્દોએ હાલ તેના પર કોઈ અસર ઉભી કરી નહિ.

હેંક ગ્રીફીન એક નિર્જન શેરીમાં રસ્તાબત્તીનો નીચે કાળી કારમાં બેઠો હતો. પોતે કયાં હતો અને શા માટે હતો તે સમજતાં એને થોડી જ વાર લાગી. તેણે એક નિણૅય  લીધો હતેા. તેણે ફરી કાર ચાલુ કરી. ઠંડી તેના હાડકા સુધી પહોંચી ગઈ હતી. તેણે કાર પશ્ચિમમાં હંકાર્યે રાખી. અડધા કલાક પછી તે મુખ્ય પૂર્વ-પશ્ચિમ હાઈવે નંબર યુએસ-૪૦ ઉપર પહોંચી ગયો હતો. તે હાઇવે શહેરમાંથી પસાર થતો હતો. તેણે ઘડિયાળમાં જોયુ ૨: ૧૫ વાગ્યા હતા. તેના મગજમાં એક જ વિચાર ઘેરાતો જતો હતો. ગ્લેનને સંપર્ક સાધવાનો.

હવે તેનામાં ભય કે બીક રહી નહોતી, પોતે શું કરી રહયો હતો અને તેનું પરિણામ શું આવશે તેનાથી એ સંપૂર્ણ અજાણ હતો. શહેરની મધ્યમાં કોઇક તો દવાવાળાનો સ્ટોર ચાલુ હશે જ. તે એ સ્ટોરમાં જઈ ટેલીફોન કરશે અથવા તેા કોઈ ૨૪ કલાક ચાલુ રહેતા હોય તેવા રેસ્ટોરન્ટમાં જઇ તે ફોન કરશે. આવા ૨૪ કલાક  ચાલતાં રેસ્ટોરંટો કયાં હોય છે. હાઈવે ઉપર ? તેથી તેણે હાઈવે ઉપર પશ્ચિમમાં જ આગળ જવાનું નકકી કર્યું. ફોન કરી તે ગ્લેનને ચેતવી દેશે તે ગ્લેનને તેને મળવા આવવાનું સૂચવશે અને સીનસીનાટીને બદલે શીકાગો જવા મનાવી લેશે. હેલન લામરને પછી તેઓ શીકાગો બોલાવી લેશે.

આ મૂડમાં તે મૂડમાં હવે તેને બધું સાફ દેખાવા માંડ્યુ હતું. તે હવે હાઈવેની ઘણી નજીક આવી ગયો હતો. તે ટ્રકોની  હેડલાઈટ જોઈ શકતો હતો. પાસેથી પસાર થતી ટ્રકોના એન્જીનેાની ધરધરાટી સાંભળી શકતો હતો.

તેને યાદ આવ્યું. તેણે રસ્તાઓની નાકાબંધીથી ચેતતા રહેવુ જોઈએ .

એક તોતીંગ ટૂંક તેની પાસેથી પસાર થઇ ગઇ તેની કાર ધ્રુજારી અનુભવી રહી. હેંકે ગાળ ભાંડી અને એકસીલરેટર દબાવ્યું પછી તેની આગળ ટ્રક હાઈવે પર જમણી બાજુએ વળી.

ટ્રકના ટ્રેલરના પાછલા ભાગ સાથે અથડાતા બચવા માટે હેંકને કારનું વ્હીલ ડાબી તરફ ઘુમાવવું પડ્યું. તે રેસ્ટોરન્ટથી વીસ વાર દૂર આગળ નીકળી ગયો. પછી તેને સમજાયું કે ટ્રક શા માટે જમણી તરફ વળીને થોભી હતી. તે ટેલીફેાન આગળથી પસાર થઈ ગયો હતો. તેણે કારને બ્રેક મારી આ રસ્તાની બાજુએ એક ખુણે ઉભી રાખી, તે કારની બહાર નીકળ્યો.

ઠંડી હવા તેના ચહેરાને ઝાપટી રહી. તે ચાલતો ચાલતો ફુટપાથ પરથી પારકીંગ એરીયામાં થઈને રેસ્ટોરન્ટમાં ગયો.

ત્યાં કોઈ ફોનબુથ નહોતું. પછી અચાનક તેને પાછલા ભાગમાં બાજુના બારણા નજીક ટાઈલ્સની દિવાલ પાસે કાળું ફોન બોક્ષ નજરે પડયું. હેંક ફોન આગળ ગયો. ટેલીફોન ડીરેકટરી દિવાલ ઉપર સાંકળથી લકાવેલી હતી. તેણે નામ શેાધવા માંડયું. નામ શેાધવાનો તેને પહેલેથી જ કંટાળેા આવતો હતો.

તેને હીલાર્ડ નામ મળ્યું નહિ. ફરી પ્રયત્ન કર્યો આ વેળા તેને હીલાર્ડનું નામ અને ફોન નંબર મળી આવ્યા. તેણે નંબર ડાયલ કર્યો ફોન સામે છેડે રણક્યો.  તેણે લાઈનના બીજે છેડે જ્યારે હીલાર્ડનો અવાજ સાંભળ્યેા ત્યારે તે ઉતાવળે બોલ્યેા  ‘હું મિ. જેમ્સ બોલું છું.’

અને તેની નજર બારણામાં ઘેરા વાદળી રંગના ગણવેશમાં ઉભેલા ટુપર ઉપર પડી. તે તેને તાકી રહ્યો હતો.   ‘હલેા? હલેા કાણુ છે?'  સામે છેડેથી હેંકને ગ્લેનનો અવાજ  સંભળાયો.

‘હેંક.' તેણે કહ્યુ પણ તે અકકડ બની ગયો. તેના ગળામાંથી અવાજ નીકળ્યો જ નહિ. ટુપર તેની તરફ આવ્યો. હેંક જલ્દી રીસીવર મૂકી દીધું. તેનો હાથ ડેન હીલાર્ડ ના સ્વેટરમાં મૂકેલી પીસ્તોલ ઉપર વીંટળાયેા..તે સાબદો બન્યો.

‘બહાર પડી છે તે કાળી કાર તારી છે મીસ્ટર?’  ટુપરે કરડાકીભર્યા અવાજે પૂછ્યું. તેના ઉપર લાયસંસ પ્લેટ નથી એની તને ખબર છે?’

હેંકને લાગ્યું કે ફાયર કરવાની કોઈ જરૂર નહોતી.ટુપરે તેને ઓળખ્યો નહોતો પરંતુ તે આવું વિચારે તે પહેલા તેા ટ્રીગર દબાઈ ગયું અને નાના રૂમમાં કાન ફાડી નાખે તેવો ધડાકો સાંભળાયેા કાઉન્ટર તરફથી આશ્ચર્ય અને  ભયની ચીચીયારીઓ આવી. ટુપરનું માથું બાજુએ ઢળી પડયું. તે ફસડાઈ પડયો.  હેંકે ફરી ગાળીબાર કર્યો. આ વેળા તેણે ઉપર ગાળી છેાડી હતી. તેણે ગોળી કાચની બારીમાં વાગતી સાંભળી. પછી તે બાજુનુ બારણું ખોલી દોડયો. તેણે પાર્ક થયેલી ટ્રક જોઇ. તે ટ્રક તરફ દોડયો.

પરંતુ તેવામાં તો ટ્રક ઉપર અજવાળું છવાયું. બીજો ટુપર કારમાં હતો. ઓટોમેટીક હજી હેંકના હાથમાં હતી પણ એ ચલાવવાનું તેનામાં જોર રહ્યું નહોતું.

પછી તેના પગ પાસે જમીનમાં એક ગોળી અથડાઈ. તેઓ એના પગ આગળ ફાયરીંગ કરી રહ્યા હતા. પછી તે પેાતાના ઉપર કેન્દ્રિત થતા અજવાળામાંથી છૂટવા અથડાતો ગબડતો, અડધો દોડતો હાઈવેની વચ્ચે પહેાંચી ગયો. તેના શરીરમાં ધ્રુજારીઓ ઉત્પન્ન થઇ. આ વેળા તેને લાગ્યું કે તે ચેાકકસ મરી જશે.

પછી તેણે હાઇવે ઉપર પૂરઝડપે ધસી આવતી ટ્રક જોઈ. તેનાં હેડલાઈટોના તીવ્ર પ્રકાશથી તેની આંખેા અંજાઇ ગઈ. તે સડકની વચ્ચેાવચ્ચ બીક અને ભયથી અકકડ બની ટટ્ટાર ઉભો રહી ગયો. પણ ટ્રક તેને ધસાઈને પસાર થઈ ગઈ. તેને લાગ્યું કે તે બચી ગયો હતો. પણ ત્યાં તો ટ્રકનું ટ્રેલર તેને જોરથી અથડાયુ.

મેાતની ઘડી પણ આશ્ચર્ય સાથે આવી હતી. મોત આવ્યું હતું.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED