વ્યથા Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યથા

વિધિ એ ભણવામાં ખૂબ જ હોશિયાર ઘરે રહીને પણ તે કેટલી મહેનત કરતી કે ધોરણ 12 માં તેને સામાન્ય પ્રવાહમાં તેની શાળામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થાય છે અને તે પોતાના મોટાભાગના વિષયોમાં તો ટોપર્સ હોય છે પણ એકાદ વિષયના ઓછા માર્ક્સના કારણે
તે પ્રથમ ક્રમાંક માંથી બાકાત થઈ જાય છે અક્ષર પણ એટલા સરસ ને કે જાણે ટાઈપિંગ કરેલા હોય વિચારોની પણ ખુબ જ આંતરસુઝતા ધરાવતી નવા નવા વિચારો પેપર સ્ટાઇલમાં ખુબ સરસ રીતે તેનું પ્રેઝન્ટેશન હોય તેની ઈચ્છા હતી કે તે કંઈક ઊંચી પોસ્ટ પર જવાની છે અને તેની આ ઈચ્છા તો મનની મનમાં જ રહી જાય છે કારણ કે આગળના અભ્યાસ માટે પરિવારમાંથી કહેવામાં આવે છે કે ઘરે રહીને જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો જ્યારે બીજી તરફ વિધિની જ ઉંમરની ધોરણ 12 માં જ અભ્યાસ કરતી વિનીતા તેના મા બાપની ખૂબ જ લાડકોડ થી અને વધારે પડતા સ્વતંત્રતા ના કારણે ખૂબ જ અહમ ધરાવતી વિનિતા ધોરણ 12 માં બે વિષયોમાં ફેલ થાય છે છતાં પણ તેના માતા પિતા તેને પોતાના શહેરથી દૂર મોટા શહેરમાં ટ્યુશન ક્લાસીસ રાખીને હોસ્ટેલમાં ભણવા મૂકવા જાય છે તેની પાછળ અઢળક ખર્ચો કરે છે જુલાઈ માસમાં તેની બે વિષયોની પરીક્ષાની પણ તેને ત્યાં શાળામાં તૈયારી કરાવે છે અને આગળના અભ્યાસ માટે થઈને ત્યાં જ એડમિશનની પ્રોસેસ ચાલુ કરી દે છે પણ તેમ છતાં તે છોકરી એકદમ ઉચ્છદંડ જરા પણ પોતાના માતા-પિતાના પૈસા કે એની કોઈ પણ કાળજી નઈ બસ મોજ શોખ અને માતા પિતાના પૈસા ઉડાડવામાં જ તેને અનેરો આનંદ આવતો
આ બંને દીકરીઓને જ્યારે હું જોઉં છું ત્યારે મને એ નથી સમજાતું કે આ શું થાય છે આ તો કેવી વાત કે જે દીકરીને ભણવું છે ભણવામાં એટલી હોશિયાર છે પણ પરિવાર તરફથી તેને સપોર્ટ નથી મળતો અને જે દીકરી ભણવામાં પણ હોશિયાર નથી માતા પિતાના પૈસાનું પાણી કરે છે છતાં પણ તેની પાછળ તેના માતા પિતા કેટલાય પૈસાઓનું રોકાણ કરે છે
પૈસો તો ગૌણ વસ્તુ છે પણ મારું માનવું છે કે દીકરીઓને એનું જીવન જીવવા દેવું જોઈએ ચાલો ઘરે બેસીને તમે બધા જ વિષયોની તૈયારી કરાવી શકશો પણ જે આનંદની ક્ષણો છે કોલેજ કાળની એ તો તમે ચુકી જશો ને એ કેમ કોઈ સમજતું નથી જેમ દીકરાને ભણાવવા માટે થઈને પૈસાઓનું પાણી કરવામાં આવે છે તો દીકરીઓને તો સરકાર તરફથી ઘણી બધી સ્કોલરશીપ ફાળવવામાં આવે છે એમાં પણ આવી વિધિ જેવી હોશિયાર દીકરીઓ માટે તો સરકાર હોસ્ટેલ સુવિધા પણ ફ્રીમાં આપે છે કે સારા પર્સન્ટેજ હોય તો તેઓને હોસ્ટેલ રહેવા જમવાની વ્યવસ્થા કોલેજ લાઇબ્રેરી બધી જ વ્યવસ્થાઓ આપવામાં આવે છે બસ માતા પિતાએ તેમને એ જગ્યાએ મૂકવા જવાની હોય છે અને કદાચ બીજા એકસ્ટ્રા ખર્ચ હશે મારા ખ્યાલથી પણ એટલા બધા તો નહીં જ હોય
માટે આવા મારી આંખો સમક્ષ જ્યારે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે મને આ એક મોટી વ્યથા જ લાગે છે કારણ કે જે સક્ષમ છે ભણવા માટે તેને ભણાવવામાં નથી આવતા અને જે અક્ષમ છે તેની પાછળ પૈસાના ધુમાડા કરવામાં આવે છે શા માટે આવું થતું હશે
બીજું કંઈ જ નહીં બસ દીકરીઓને ભણાવી જોઈએ એને પગભર બનાવી જોઈએ એના માટે દહેજ ન આપો તો ચાલશે એને કરિયાવર આપવાની કોઈ જ જરૂર નથી પણ એક દીકરીને ભણાવી ગણાવીને પગભર કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય એને કોઈ પાસે પોતાનો હાથ લાંબો ન કરવો પડે એને પોતાનું ગુજરાન ચલાવતા આવડે ક્યારેય એ અબળા કે બિચારી ન બને

એવું કેમ દીકરીઓ ના મા-બાપ વિચારતા નથી કેમ સમજતા નથી મને સમજાતું જ નથી મારા માટે તો આ એક મોટી વ્યથા છે અને સાથે સાથે આપણે એના માટે કંઈ કરી પણ નથી શકતા હા સજેશન આપીએ છીએ પણ એમને એમ લાગે છે કે આ લોકો તો કહેવાવાળા છે કહેતા રહેશે પણ એક દીકરીનું ભવિષ્ય સુધરી જાય એનું કેમ એ લોકો વિચારતા નથી આ તો કેવી વ્યથા?? જય દ્વારકાધીશ 🙏🏻