અવિનાશ ની હાલત ખૂબ જ ગંભીર થઈ રહી હતી તેમ છતાં મોટા ડોક્ટરોના આદેશને માન આપીને નર્સ અને અન્ય હોસ્પિટલના સ્ટાફે અવિનાશને બેડ પર લઈ જઈને તેને બેભાન કરવા માટેનું ઇન્જેક્શન આપે છે અને તેના પિતા તથા તેની બહેનને જાણ કરે છે કે હવે અવિનાશના માટે આ સમય ખૂબ જ અઘરો હશે અને અવિનાશના મિત્રો તો અવિનાશની આ હાલત જોઈ જ નથી શકતા નાની બહેન તો રડી પણ નથી શકતી કે પિતા પોતાનું દુઃખ કોઈને વ્યક્ત પણ નથી કરી શકતા અને કાળજુ કઠણ કરી દે છે...
અવિનાશની માતાનું દેહાંત તો આર્વીના જન્મ એટલે કે તેની નાની બહેનના જન્મ પછી થયું હતું માટે અવિનાશના પિતાએ કેદારનાથ જ અવિનાશ અને આર્વીને કોઈ વાતની ખામી ન રહે સાવકીમાં કદાચ વ્હાલથી વંચિત રાખે તો એ વિચારીને આર્વી અને અવિનાશ માટે પોતાના જીવનમાં બીજા પાત્ર વિશેના વિચારો ને તીલાંજલિ આપી દે છે...
આમ અવિનાશ અને આર્વી નું નાનપણ માં વગર ના વ્હાલ વગર જ વીતે છે પણ કેદારનાથ તેની કમી ન રહે તેના માટે સતત ને સતત પ્રયત્નશીલ રહે છે હંમેશા તે આર્વી અને અવિનાશ માટે થઈને તેના ભવિષ્ય માટે થઈને ચિંતિત રહે છે અને ગમે તેમ કરીને તે તેમના માટે કંઈપણ કરી છૂટવા તૈયાર રહે છે તે રસોઈ પણ શીખી લે છે અને બંને બાળકોને ભાવતી ડીશો બનાવવાથી લઈ અને બંનેની સારી એવી સરભરા કરે છે અને રસોઈમાં પણ તે પોતાનો ફોઈ કે માસી કે જાણકારને પૂછીને એક બે વાર પ્રયત્ન કરે છે અને પછી જો એ વાનગી ખૂબ જ બંને બાળકોને ભાવે તો સારી રીતે બનાવતા શીખી જાય બાળકો માટે થઈને કેદારનાથ ક્યારેય એવું ન વિચાર્યું કે હું મારા જીવનમાં કોઈ બીજા પાત્રનું આગમન લાવું ક્યારેક ગૃહિણીની માફક રસોઈ બનાવતા, તો આર્વી નો ચોટલો ગૂંથતા, બાળકોને ટિફિન બનાવતા, અને બાળકોના માટે સ્કુલ ડ્રેસની યુનિફોર્મ ને ઈસ્ત્રી કરતા બધા જ કામ પોતે જાતે કરતા શીખી ગયા અને તેઓને તેનો ખ્યાલ પણ ન રહ્યો અને ધીમે ધીમે તેઓએ પોતાના બિઝનેસ અને ઘરને ખૂબ સારી રીતે સંભાળી લીધું અને તેઓ બધા જ ઘર તેમજ બાળકોને ધ્યાન રાખવાના કામ શીખી ગયા અને પારંગત થઈ ગયા અને બાળકોને તેની માં છે જ નહીં તેવું અણસાર પણ ન આવવા દેતા ઘણી વખત અનસુયા ની યાદ એટલે કે તેમની પત્નીની યાદ કરીને તે છાને ખૂણે રોઈ લે છે પણ કોઈને જતતાવતા નથી કે તેઓ કેટલા અંદરથી તૂટી ગયા છે આમ કેદારનાથે તેનું સમગ્ર જીવન બંને બાળકોને કાજે ન્યોછાવર કરી દીધું...
અવિનાશ અને આર્વી પણ એટલા જ આજ્ઞાંકિત પિતાને આદર આપતા અને તેની કહેલ દરેક બાબતને અનુસરતા અવિનાશ પણ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી પોતાના પિતાના વ્યવસાયને સંભાળી લે છે અને આર્વી પિતાની આજ્ઞાથી હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન માટે જોડાય છે અવિનાશ રોજ સવારે પોતાના બિઝનેસ પર જાય છે અને અચાનક જ તેની મુલાકાત એક દિવસ આરાધ્યા સાથે થઈ જાય છે..
ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને અવિનાશ પોતાની કારમાં જઈ રહ્યો હતો અને તેના પિતાનો ફોન આવે છે તેની સાથે વાત કરી રહ્યો હોય છે અને અચાનક જ તેને ગાડી સામે કોઈ એક સ્ત્રી ઉભી હોય તેવો અહેસાસ થાય છે અને માંડ બ્રેક મારે છે ત્યાં જ તેની સામે તેને આરાધ્યા દેખાય છે આરાધ્યા કહે છે કે આગળ મારી ગાડી ખરાબ થઈ ગઈ છે અને કોઈ મિકેનિક પણ મળતું નથી અને વરસાદ પણ ખૂબ વધી રહ્યો છે શું તમે મારી મદદ કરશો અને અવિનાશ તેને લિફ્ટ આપે છે અને તેને મદદ કરે છે ત્યારબાદ બંને ઘણીવાર કોફી શોપ પર મળતા થાય છે એકબીજાના નંબરની આપ-લે થાય છે અને બંને એકબીજાની નજીક આવવા લાગે છે અવિનાશ સુખી સંપન્ન પરિવાર નો દીકરો હોય છે અને નાનપણથી જ માત્ર પિતાની છત્રછાયામાં ઉછેર્યો છે માટે તે બીજાને પણ પોતાના જેવા સમજી લે છે બીજા લોકો પ્રત્યે પણ તેને સહાનુભૂતિ હોય છે તેની જાણ નથી હોતી કે તેના જીવનમાં આવનારું આ પાત્ર એટલે કે આરાધ્યા તેના જીવનમાં કેવો આઘાત આપીને જતી રહેશે અને આર્વી અને કેદારનાથના જીવનમાં પણ કેવા ઘા વાગશે..
ધીમે ધીમે આરાધ્યા અવિનાશના જ બિઝનેસ તેના પિતા આર્વી ના શોખ, ઈચ્છાઓ ,અણગમાં પ્રત્યે જાણી લે છે અને ઘરની દરેક નાની-નાની બાબતોનો જીણવટપૂર્વક જાણીને ઘરમાં એક સભ્યોની જેમ વરતવા લાગે છે અવિનાશ તો આરાધ્યાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો હોય છે કે તે આરાધ્યાના ફેમિલી કે તેના સામાજિક સ્ટેટસ વિશે પણ પૂરતી તપાસ નથી કરતો અને તેની દરેક વાતો તેના દેખાડાના દંભને તે અવગણે છે અને ધીમે ધીમે અવિનાશની એટલી કાળજી લે છે કે ,આરાધ્યાના જીવનમાં આગમનથી સંપૂર્ણ શરણાગત થઈ જાય છે આમ આરાધ્યા અવિનાશના જીવનમાં પોતાનું પ્રાધાન્ય સ્થાપી દે છે....
અને અવિનાશની જ કંપનીમાં તેની સાથે નોકરીમાં જોડાય છે અવિનાશને લાગે છે કે આરાધ્યા તેને કામમાં મદદ કરે છે પણ તે નથી જાણતો હોતો કે આરાધ્યા છે કોણ આરાધ્યા એનું સાચું નામ જ ન હોતી હોતું. તેનું સાચું નામ તો હોય છે કોમલ ચુનીલાલ
આરાધ્યા અવિનાશના જીવનનું બારીકાઈથી જીણવટપૂર્વક અવલોકન કરીને તેમના જીવનમાં પ્રવેશવાનો એક ષડયંત્ર જ રચે છે અને જોગાનું જોગ તેમાં સફળ પણ થાય છે તે અવિનાશના પિતા કેદારનાથના જુના બિઝનેસ પાર્ટનર ચુનીલાલ ની એકમાત્ર પુત્રી હોય છે અને તેના બિઝનેસ માંથી બરખાસ્ત કરવાથી તેના પિતાનો બદલો લેવા માટે થઈને તેણીએ આવું ષડયંત્ર રચ્યું હોય છે અને તે એમના ઘાટ ઘડે છે અને તેમાં તે કામયાબ થઈ જાય છે
ઘણી વખત અવિનાશની સામે પોતાના ફાઈલોની થપ્પી લઈને તે અવિનાશની પાસેથી ઘણી બધી સાઇનો કરાવતી હોય છે તેમાં ક્યારેય અવિનાશ તેને તપાસતો નથી હવે કેદારનાથે પણ અવિનાશને પોતાનો બધો જ બિઝનેસ સંભાળવા માટે આપી દીધો હોય છે અને આમ જ અચાનક એક દિવસ આરાધ્યા તેના બધા જ બિઝનેસના કાગળ પર અવિનાશની સાઇન કરાવી દે છે અને પોતાની બધી જ પ્રોપર્ટી ભૂલથી તે આરાધ્ય એટલે કે કોમલ ચુનીલાલ ના નામે કરી દે છે અને આ એક એવા ષડયંત્ર મા તે ફસાઈ જાય છે અને જ્યારે તેની તેને જાણ થાય છે ત્યારબાદ તે પોતાના વ્યક્તિત્વ પર કાબુ ગુમાવી બેસે છે આ વાતની જાણ જ્યારે કેદારનાથને થાય છે ત્યારે આર્વી અને કેદારનાથ તો પોતાની જાતને સંભાળી લે છે પણ અવિનાશના મન પર એટલી ઘાતક અસર થાય છે કે તે પોતાનો મનનો કાબુ ગુમાવી બેસે છે ને પોતાના જીવને જોખમમાં મૂકી દે છે તે હવે બધું જ ભાન ભૂલી ચૂક્યો હોય છે અને અત્યારે આ પરિસ્થિતિમાં તેને હોસ્પિટલમાં વારંવાર બેભાન થવાના ઇન્જેક્શન આપવામાં આવે છે અને ક્યારેક ક્યારેક ઈલેક્ટ્રિક શોટ પણ આપવામાં આવે છે આરાધ્યાય જે અવિનાશને આઘાત આપ્યો હતો એવો તો કેદારનાથને તેના પત્ની અનસુયા ના મૃત્યુ પછી પણ નહોતો લાગ્યો તેમનું જીવન ક્ષણભરમાં જ ચકનાચૂર થઈ જાય છે... જય દ્વારકાધીશ 🙏🏻