A unique proposal books and stories free download online pdf in Gujarati

એક અનોખું પ્રપોઝલ

આશા પોતાના જીવનના 22 વર્ષની યાદ કરતા જુએ છે કે કેટલું બધું તેણે જિંદગીમાં ગુમાવ્યું અને હવે જે પ્રાપ્ત કરવા જઈ રહી છે

તે કેટલું અલગ છે હા ક્યારેક ક્યારેક જીવનમાં પણ મુવીની જેમ ફ્લેશ બેકમાં જઈને જોઈએ તો ખ્યાલ આવે કે ખરેખર પાછળ જે છોડ્યું છે ને તે છોડીને આપણને જે પ્રાપ્ત થઈ રહી છે ને તે કેટલું અનેરૂ છે પણ આપણે પાછળ જે છૂટ્યું છે ને એને પામવા માટે જ મથતા હોય છે જે નવું મળે છે ને તેની તરફ આપણે જોતા પણ નથી પણ ક્યારેક ક્યારેક ઈશ્વર આપણને આપણા સારા કર્મનું જાણે ફળ આપતો હોય છે હંમેશા આપણે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે કેટલી મોટી હરણફાળ ભરીએ છીએ અને તે પરિસ્થિતિમાં જ્યારે કંઈક નથી મળતું ને ત્યારે એટલા હતાશ થઈ જઈએ છીએ ને તેની ખબર પણ નથી રહેતી કે આપણા ભવિષ્યમાં શું લખાયું હશે બસ આવી અગમ્ય લાગણી આશા અનુભવી રહી હતી ...
કે જીવનના એ 22 વર્ષ જે તેને પોતાના પરિવાર માટે ખર્ચી કાઢ્યા હતા કે જે હંમેશા પરિવારના લોકો પાસેથી તેને માનસન્માન અને પ્રેમ મળે ..પ્રેમ તો ક્યારેય પ્રાપ્ત જ ન થયો પણ માન સન્માન પણ તેને ક્યારેય ન મળ્યું.

હંમેશા આપણા જીવનમાં આપણે જે જોઈએ ને તેની અપેક્ષાઓ હોય છે તેવું તે પ્રાપ્ત થતું નથી. આ એક નરી વાસ્તવિકતા છે પણ આજ તો આશા પોતાના વર્તમાનમાં એક નવું જીવન જીવવાનું છે તે વિચારી આશા બેચેન થઈ જાય છે કે તેના જીવનનું એક અંગત પાસું કે જે તેનાથી તેના પરિવારના લોકો વાકેફ પણ નથી શું થશે આશા નું ખબર નહિ આ કેવી એક ક્ષણ આવી ગઈ જીવનમાં અનેરી કે જેની ક્યારે તેણે કલ્પના પણ ન કરી હોય.. અક્ષયના આવા પ્રસ્તાવ બદલ આશા અવાચક બની જાય છે અને તે પોતાના ભૂતકાળમાં સરી જાય છે...

આશા કોલેજમાં અભ્યાસ કરતી હતી તે સમય દરમિયાન જ તેના લગ્ન આકાશ સાથે પરિવારના લોકોને મંજૂરીથી થઈ જાય છે આશાની કોલેજ પણ હજી પૂર્ણ ન થઈ હતી ત્યાં જ તેના લગ્ન થઈ ચૂક્યા હોય છે આશા ના લગ્ન એક સુખી સમૃદ્ધ પરિવાર સાથે પરિવારના સભ્યોની સંમતિથી થાય છે આકાશ આશાનો પતિ જે આશાની પસંદ ન હતી પણ પરિવારની પસંદગીનું એક પાત્ર હતું પણ આકાશ નું વ્યક્તિત્વ એટલે નિરુત્સાહી , તે પોતાના પપ્પાના નામ અને સોહરતથી આકર્ષાઈને આશા ના માતા પિતાએ તેની દીકરીને સારું ઘર મળ્યું છે એમ ધારીને લગ્ન કર્યા હતા પણ આશા ની ઈચ્છાઓ પર કોઈએ ધ્યાન ન આપ્યું હતું આશા પોતે નૃત્ય અને સંગીતમાં પારંગત હતી માટે તેની ઈચ્છા હતી કે તે શીખીને પગભર થશે પણ આશા ના માતા પિતાને એ મંજૂર ન હતું સમાજની રૂએ, દીકરીને યોગ્ય જીવનસાથી મળી ગયો છે એમ વિચારીને તેની પસંદ જાણ્યા વગર જ તેના લગ્ન કરી તો દેવામાં આવે છે તેઓ વિચારે છે કે દીકરીને યોગ્ય ઉંમરે વરાવી પરણાવી જોઈએ , આમ સમાજ માટે થઈને આશાની મરજી ઇચ્છાઓને જાણ્યા વગર જ તેના માતા-પિતા આકાશ સાથે તેના લગ્ન કરી દે છે. આશાનુ કોલેજ નું ત્રીજું વર્ષ પણ પૂર્ણ નહોતું થયું અને તે એક દીકરાની માં પણ બની ગઈ કારણ એટલું જ કે બસ એક પરિવારને વંશ તો મળવો જોઈએ ને અને આમને આમ તેનું ગ્રેજ્યુએશન તો પૂર્ણ થયું પણ પોસ્ટ ગ્રેજ્યુએશન તો બાકી જ રહી ગયું. બીજા સંતાની માતા પણ તે બની ગઈ હવે તો આશાની બધી ઈચ્છાઓ ઉપર ફુલ સ્ટોપ મૂકી દેવામાં આવ્યું હતું.

પહેલા એક દીકરી માતા પિતા માટે વિચારી રહી હતી ત્યારબાદ એક પુત્રવધુ પોતાના સસરા અને પતિ માટે વિચારીએ હતી હવે એક માં પોતાના બાળકો માટે થઈને પોતાના સપનાઓ અને ઈચ્છાઓને ત્યાં જ સ્ટોપ કરીને સંસારમાં ઓતપ્રોત થઈ ગઈ છે પોતાના બધા જ સપનાઓ પર ફુલ સ્ટોપ મૂકી દે છે આશા..
માતા પિતાના ઘરે હતી ત્યાં સુધી સમાજની રૂએ દીકરીને વરાવી પણ બનાવી જોઈએ તો વળી સાસરે આવી એટલે તેના પરિવારને એક વંશ કે તેના પરિવારના વંશ આગળ વધે એટલા સંતાનના જન્મ બાદ માટે દીકરાઓના લાલન પાલનમાં જીવનના 15 વર્ષ બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય માટે બોર્ડિંગમાં મૂકવામાં આવે છે અને આ બાજુ આશા ના સસરા નું મૃત્યુ થાય છે અને આકાશમાં પોતાના વ્યવસાયની સંભાળવાની આવડત ન હોવાથી ધંધામાં તેની ખોટ જાય છે અને ધીરે ધીરે એક સમૃદ્ધ ઘર સાધારણ બનતું જાય છે અને સાધારણમાંથી પણ નિમ્ન સાધારણ બનતા તેને વાર નથી લાગતી અને ઘરના ખર્ચ પુરા કરવા માટે આશાએ એક કંપનીમાં નોકરીમાં જોડાવું પડે છે બે સંતાનોની માતા પણ આશા હજુ પણ એટલી જ સુંદર લાગતી હતી. આશા દેખાવમાં તો સાધારણ હતી એનો સ્વભાવ એટલું સારું હતું કે ભલભલા લોકો તેનાથી આકર્ષાઈ જાય આશા નો નમ્ર સ્વભાવ મીઠી વાણી લોકો આકર્ષાય જ ને..આમ નોકરી દરમિયાન તેની મુલાકાત અક્ષય સાથે થાય છે અક્ષય જીવનમાં ખૂબ જ દુઃખી થયેલો માણસ હતો પરિવાર કે સમાજથી નહીં પણ તે પોતાની યુવાનીમાં કોઈ યુવતીને પ્રેમ કરતો તે પાત્રની બેવફાઈ ના કારણે તેણે નક્કી કર્યું હતું કે આજીવન તે કુવારો જ રહેશે પણ જ્યારથી આશાને કંપનીમાં જોબમાં જોડાયેલી જુએ છે ત્યારથી તેના સ્વભાવ પ્રત્યે તે આકર્ષાય છે હંમેશા બીજાને મદદરૂપ થતી આશા ક્યારે અક્ષયના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે તેનો પણ તેને ખ્યાલ નથી રહેતો. પણ તે પોતાના મન પર કાબુ રાખે છે અને રોજ આશાને જુએ છે અને તેના વર્તનથી પ્રભાવિત થઈ અને તેના પ્રેમમાં ગળાડૂબ થઈ જાય છે પણ તે કોઈને કહી નથી શકતો કે બતાવી નથી શકતો...

આ બાજુ આશાનો પતિ પોતાના પિતાના મૃત્યુ અને ધંધામાં ખોટ પડવાથી આખો દિવસ સુનમુન પડ્યો રહે છે અને ક્યારેક ક્યારેક તો પૈસાની અછતનો અછત, આશાની હાલત જોઈને તેને આ દુનિયામાં કોઈ રસ રહેતો નથી અને તે પોતાના જીવને ત્યજી દે છે હવે આશાની સ્થિતિ તો ખૂબ દુઃખમય બની જાય છે..

આશાના દુઃખની અસર તેના મોં પર દેખાય છે તેને આંખો હવે ઊંડી ઉતરી ગય છે અને ગાલ પણ સુકાઈ ગયેલા દેખાય છે તેમ છતાં ઘરની પરિસ્થિતિને જોઈને તે કંપનીમાં જોબ કરવા આવે છે પણ તેનું વર્તન જોઈને સૌ કોઈ દુઃખી થાય છે સૌને આશાની આ હાલત જોઈને તેના પર કરુણા ઉપજે છે અક્ષયને આશાની આ હાલત જોઈને ચિંતા થાય છે અને આશાને ક્યારેક કંઇ ના કહેવા વાળો અક્ષય જીવનમાં શું ચાલી રહ્યું છે તે પૂછી બેસે છે હંમેશા હસતો ચહેરો રાખનારી આશા ના હોઠ પર મૌન છવાઈ જાય છે તેમ છતાં અક્ષય આશા ને દિલાસો આપે છે કે સૌ કોઈ સારું થઈ જશે બસ તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને અક્ષયના આ શબ્દો આશાના દુઃખને જાણે ભીતરથી ભીંજવી જાય છે.. સમાજમાં સૌ કોઈ લોકો આશાના સંતાનો અને પરિવારથી જિંદગી વિશે ચિંતિત રહેતા પણ કોઈ આશા નું દુઃખ સમજી શકવા માટે સક્ષમ ન હતું પણ ઘણા સમય પછી એને એવું એક વ્યક્તિ મળે છે કે જે તેની પોતાની તબિયત પર ધ્યાન આપવા કહે છે.. આમ આશાને પણ અક્ષય માટે હૃદયમાં એક કૂણી લાગણી જન્મે છે..
અક્ષય તો ઈચ્છતો કે આશા ના દરેક દુઃખને તે સમજીને એમાં એને મદદરૂપ થાય પણ સમાજના નીતિ નિયમો થી ડરતો અક્ષય ક્યારેય આશાને પોતાના હૃદયની વાત કહી નથી શકતો.
થોડા સમય પછી એવો સમય આવે છે કે હવે કંપનીમાં આશા ડબલ સિફ્ટ માં કામ કરવા લાગે છે પોતાના બાળકો માટે થઈને કમાવાની ધૂનમાં પોતે રાતે દિવસ નથી જોતી પણ અક્ષય તેના આ દુઃખને જોઈ નથી શકતો તે જાણે છે કે આશા શા માટે થઈને બંને પાળીમાં કામ કરવા ઈચ્છે છે હવે તે એક મક્કમ નિર્ણય લઈ લે છે અને તે આશા પાસે જાય છે...
અને એક દિવસ અક્ષય આશા ના ઘરે જઈને એક પ્રસ્તાવ મૂકે છે કે શું આશા તું મારી સાથે લગ્ન કરીશ? મારે તને કશુંય પૂછવું નથી કે કશું તારા વિશે હું જાણવા નથી માગતો હું બસ તને એટલું જ કહેવા માગું છું કે હું તને ખૂબ જ ચાહું છું શું તું મારી જિંદગી માં અજવાળું ફેલાવીશ શું તારી જિંદગી તું મારી સાથે વિતાવવાનું પસંદ કરીશ? હું તારી સાથે આપણા બાળકોની પણ જવાબદારી બખૂબી નિભાવીશ શું તારી હા છે???
જય દ્વારકાધીશ 🙏🏻


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED