વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 12 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 12

પ્રકરણ 12

સુકેશ ની વિચારધારા સેલફોન ની રીંગ ના અવાજ થી તૂટી તેને હોન હાથમાં લઇ જોયું તો ડિસ્પ્લે પર વિશાલ નો નંબર હતો. ફોન રિસિવ કરતા જ વિશાલે કહ્યું આજની અંતિમક્રિયા ની વિધિ પતિ ગઈ છે. હવે કાલે કોઈ કામ બાકી નથી. હું કાલે બપોરે ફ્રી જ હોઈશ. તો આપણે કાલે પેમેન્ટ અને બાનાખત ની વિધિ કાલે જ પતાવી લઇએ.સુકેશ પણ જવાબમાં સહમત થતા કયું તો આપણે કાલે બાર વાગ્યે રજિસ્ટ્રાર ઓફિસે એડવોકેટ ને બોલાવી ને મળી બધી કાયદાકીય પ્રક્રિયા પતાવી લઈશું. અને પછી કોલ ડિસ્કનેક્ટ કર્યો. કોલ પતાવ્યા બાદ બનેએ નિંદ્રારાણી  ને જાત સોંપી દીધી.

________________________________XXXXX _____________________________________


બીજા દિવસની સવારે વિશાલ અને વિનિતા નિત્યકર્મ પતાવી નીચે રેસ્ટોરંટ માં આવી ગયા જ્યાં બ્રેકફાસ્ટ પતાવી તેમની સ્ટાફ ટિમ દહેરાદુન જવા રવાના  થવાની હતી. બ્રેકફાસ્ટ લેતા લેતા પણ બધાના મુખે સંધ્યા ની જ ચર્ચા હતી. એ છોકરી બધાની પ્રિયા હતી. તેના પરગજુ સ્વભાવ ને લીધી તે બધાની માનિતી  હતી.  વિશાલે બ્રેકફાસ્ટ પતાવી ને બધા ને રજા આપી. વિશાલ ના કાકા પ્રતાપસિંહ પણ બ્રેકફાસ્ટમાં હાજર રહ્યા હતા.  તેઓ પણ બ્રેકફાસ્ટ પતાવી ને દહેરાદુન  રવાના થવાના હતા. કારણકે તેઓ સંધ્યાના મૃત્યુ ના કારણે પોતાની અગત્યની બિઝનેસ મિટિંગ પોસ્ટપોન કરીને આવ્યા હતા. જે તેમણે  આવતી કાલે રાખી  હતી. જેથી તેઓ પણ દહેરાદુન જવા નીકળ્યા હતા. તેઓ ગાડીમાં વિચારમાં ચડી ગયા હતા. તેમનો હોટેલ અને કન્સ્ટ્રકશન નો બિઝનેસ ત્રીજી પેઢી થી ચાલ્યો આવતો હતો. વિશાલ ના દાદા એ સિવિલ એન્જીનિયર નો  પતાવી કન્સ્ટ્રકશન લાઈનમાં કામ શરુ કર્યું હતું. ધીમે ધીમે તેઓ એ  કોન્ટ્રાક્ટ  ની સાથે સાથે પોતાનું મૂડી રોકાણ કરી બિલ્ડર નું કામકાજ શરુ કર્યું . પછી સમય જતા હોટેલ બિઝનેસ માં પણ ઝંપલાવ્યું હતું. જેમાં તેઓ  સફળ રહ્યા. કારણકે હાલ ના ઉત્તરાખંડ અને તે સમય ના ઉત્તરપ્રદેશમાં ટુરિઝમ નું ડેવલોપમેન્ટ સારું હતું દહેરાદુન ટુરિઝ્મનું મોટું હબ હતુ. વિશાલ ના પિતા જયેન્દ્ર ઠાકુરે તબીબ નો અભ્યાસ પતાવી ડોક્ટર થયા હતા. તેઓ દહેરાદુન ની ડિફેન્સ એકેડેમી ની હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેઓ ને દેશસેવામાં વધુ રસ હતો. તેઓ પોતાની સાથે અભ્યાસ કરતી છોકરી યશોદા પંડિત સાથે લગ્ન કર્યા હતા. યશોદા  ને દહેરાદુન ની સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી હતી. પછી બને લગ્ન કરવાનું નકી કરેલું પણ આ લગ્ન યશોદા નો પરિવાર  મંજુર  નહી રાખે તેવી યશોદા ને ખાતરી હોવાથી બનેએ કોર્ટ મેરેજ કરવાનું નકી કર્યું હતું. યશોદા અને જયેન્દ્ર ના લગ્ન માં જયેન્દ્ર ના પરિવારના સભ્યો અને બંનેના થોડા મિત્રો હાજર રહ્યા હતા. યશોદાના પરિવારે  લગ્ન ના સમાચાર મળતા જ તેઓ યશોદા સાથે ના સંબંધો તોડી નાખ્યા હતા આથી યશોદા નિરાશ જરૂર થઇ હતી. પરંતુ જયેન્દ્રના  પરિવારજનો ના પ્રેમ અને હૂંફ ને કારણે તેનું મનોબળ ટકી રહ્યું હતું. જયેન્દ્ર ને  ફેમિલી બિઝનેસમાં બહુ રસ ન હતો. પણ તેણે દેશસેવા અને ગરીબ દર્દી ની સેવામાં  રસ હતો. તેવું જ યશોદા નું હતું. તેથી જ બને એ નોકરી સ્વીકારી હતી. એક દેશના જવાનો ની સેવામાં સમર્પિત હતો. તો બીજી ગરીબો ની સેવામાં. જયેન્દ્ર ના ફેમિલી બિઝનેસ નો મોટા ભાગ નો વહીવટ હવે પ્રતાપસિંહે સંભાળી લીધો હતો.જયેન્દ્ર ને ભાઈ પર પૂરો ભરોસો હતો. અને લોકો પણ તેમને રામ-લક્ષમણ ની જોડી તરીકે ઓળખતા. આમ તેઓ નો પરિવાર ખુશી ખુશુ દિવસો પસાર કરી રહ્યો હતો.પ્રતાપસિંહ ના લગ્ન થવા ના બાકી હતા. પ્રતાપસિંહ જયેન્દ્ર કરતા ચાર વરસ નાના હતા. હમણાં તેઓ ને લગ્ન ની કોઈ ઉતાવળ ન હતી. લગ્નના બે વરસ બાદ વિશાલ નો જન્મ થયો હતો. વરસો પછી કુટુંબમાં બાળક નો જન્મ થતા કુટુંબમાં આનંદ ની સરવાણી વહેતી હતી. વિશાલના નો આખો પરિવાર ખુશ હતો. યશોદા ને એમ હતું પુત્રના જન્મ પછી તેના પરિવાર વાળા તેને માફ કરી દેશે. પરંતુ તેવું થયું ન હતું. આથી યશોદા ઉદાસ થઇ હતી. પરંતુ  વિશાલના પરિવાર ના પ્રેમ તેની ઉદાસી દૂર કરી દીધી હતી. આમ ને આમ દિવસો પસાર થઇ રહ્યા હતા. વિશાલ ના ઉછેર પાછળ પુરા પરિવાર નો સમય પસાર થઇ જતો હતો. આખો પરિવાર ખુશ હતો. આમ લગભગ બે વરસ જેટલો સમય પસાર થઇ ગયો હતો. વિશાલ બે વરસ નો થઇ ગયો હતો. એવામાં એક દિવસ યશોદાના પિતા નો ફોન આવ્યો હતો. તે  યશોદા ને માફ કરી પાછો સંબંધ બાંધવા માંગતા હતા. સદાશિવ પંડિતે યશોદા પંડિત ને ફોન કરી ને પિથોરાગઢ વાળા વિલા પર મળી જવા કહ્યુ ઘરના બધા સભ્યો તારી જમાઈ બાબુ ની અને દોહિત્ર ની આતુરતા પૂર્વક વાટ જોઈએ એ છીએ. યશોદા પિતાની આજીજી  જોઈ પીગળી ગઈ અને પોતે બને એટલી ઝડપે પિથોરાગઢ અવવવા નીક્ળશે. યશોદાએ જયેન્દ્ર ને પિતાના ફોન વાત કરી તો જયેન્દ્રએ પિથોરાગદ જવા એક કે બે દિવસમાં રજા નું ગોઠવીને નીકળશે તેવું જણાવ્યું. બે દિવસ પછી જયારે તાઓ પિથોરાગઢ જવા નીકળ્યા ત્યારે વિશાલે દાદા દાદી સાથે જ તેવી જીદ પકડતા બેન વિશાલ ને દાદા દઈ પાસે છોડી ને પિથોરાગઢ જવા નીકળ્યા. પણ તયાતે તેમને ખબર ના હતી કે એ હવે કયારેય દહેરાદુન પાછા નહિ આવે. નાને પિથોરાગઢ પસાર કરીને બાલકોટ તરફ આગળ વધી રહ્યા હતા.ત્યારે રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. અને તેમની કર ઊંડી ખીણમાં ધકેલાઈ ગઈ હતી .અને જયેન્દ્ર અને  યશોદા ના મૃત શરીર પણ એક અઠવાડિયા ની જહેમત પછી મળ્યા હતા. બે વરસ નો વિશાલ મા-બાપ વગર નો થઇ ગયો હતો. ઠાકુર અને પંડિત પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. યશોદા અને જયેન્દ્ર ના મૃત્યુ સમાચાર સાંભળતા જ સદાશિવ પર હ્રદયરોગ નો હુમલો થતા ત્યાંજ ઢળી પડ્યા હતાઅને દીકરી ના વિરહમાં જીવતા બાપે અનંત ની યાત્રા એ ચાલી ગયા હતા. તો આ તરફ જયેન્દ્ર ના માતા પિતા ની હાલત પણ ખરાબ હતી. પોતાના જ યુવાન દીકરા  ની અર્થી ને કાંધ આપનાર પિતા પણ ઉદાસીમાં સારી પડ્યા હતા. નાનકડા વિશાલ ને તો ઘરમાં શું બની રહ્યું છે તે સમજાતું જ ન હતું . તે બધું ટગર ટગર જોઈ રહેતો. પ્રતાપસિંહે વિશાલ નો હાથ પકડી ને માતા-પિતાના મૃતદેહ ને મુખાગ્નિ આપી હતી અને બધી અંતિમ વિધિ પતાવી હતી.  અને તે જ ઘડીએ  પોતે  આજીવન કુંવારા રહેશે તેવી પ્રતિજ્ઞા કરી હતી વિશાલ નો ઉછેર એ જ તેમના જીવનનું ધ્યેય હતો. અચાનક જ ડ્રાઈવરે ગાડી ને બ્રેક મારતા લાગેલા આંચકા ને કારણે પ્રતાપસિંહ વર્તમાનમાં આવી ગયા. તમેં બારી ભાર જોયું તો તેઓ પિથોરાગઢ થી દહેરાદુન ની અડધી સફર પતાવી ચુક્યા હતા. 

_______________________XXXXX _____________________XXXXXXX ________________

આ તરફ વિશાલ અને સુકેશ પિથોરાગઢ ની રજિસ્ટ્રાર ઓફીસે કાયદાકીય કાર્યવાહી પટાવા પહોંચી ગયા .હતા. અને પોતાના નંબર ની રાહ જોઈ રહ્યં હતા.

 

 

શું વિશાલ વિલા ખરીદી શકશે ?? તેનો વિલા સાથે નો શું સંબંધ છે ? તે જાણવા માટે વાંચતા રહો 

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ