અનાયાસે Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનાયાસે

ઘણી વખત આપણે જે છોડીને ભૂતકાળને આગળ વધવા કોશિશ કરીએ છીએ એ જ અનાયાસે વર્તમાનમાં પાછું આવે છે એવા સમયે આપણે દ્વિધા માં પળી જઈએ છીએ કે જેના માટે થઈ કેટલો મનમાં સંઘર્ષ થયો આજે તે જ પાછું જીવનમાં જો વણાશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે ... અનાયાસે...
મુદ્રિકા અને તન્મય બાળપણથી જ ખૂબ ગાઢ આત્મીય સંબંધ થી જોડાયેલા, બાળપણથી યુવાનવસ્થા સુધી તેઓ સાથે જ રહ્યા પાડોશી હોવાની સાથે સાથે તેઓ એક જ જ્ઞાતિના પણ હોવાથી બંનેના ઘર વચ્ચે ઘણો ઘનિષ્ઠ સંબંધ સ્થપાયેલો વળી બંને હમ ઉમ્ર તો બાળપણથી લઈને યોવન અવસ્થામાં સાથે જ એક ઘણી બધી યાદગાર ક્ષણો તેઓએ વિતાવેલી મુદ્રિકા સ્વભાવે શાંત ઠરેલ ડાહી અને હોશિયાર તો વળી તન્મય ઉતાવડો, ગુસેલ અને થોડું તામસી સ્વભાવે માટે નાનપણથી જ મુદ્રિકા તન્મયનું ખૂબ જ ધ્યાન રાખે નાની નાની વાત પર ગુસ્સે થતા તન્મયને મુદ્રિકા સમજાવી અને પોતાની વાત મનાવી લે અને તનમ્યના માતા-પિતા પણ નાની-નાની વાતોમાં મુદ્રિકા ને જ કહે કે તન્મય ને સમજાવને આમ બાલમંદિર માંથી જ બંને સાથે જ હતા ત્યારે તેમની કંઈકને કંઈક કોઈકને કોઈક સાથે જગાડવું કે માથાકૂટમાં મુકાય તો મુદ્રિકા તેને શાંત પાડે વળી બાલમંદિરથી પ્રાથમિકમાં પણ મુદ્રિકા અને તન્મયને એક ગ્રુપ રાસ કરવાનું હતું પણ તન્મય ના ગુસ્સાવાળા સ્વભાવ થી કોઈનું તે માને નહીં પણ મુદ્રિકા સમજાવે એટલે તન્મય સ્વીકારી લે નાનપણથી જ તન્મય ને મુદ્રિકા માટે અનેરી લાગણી ધીમે ધીમે બાળપણથી જે યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે આ બંને મિત્રો એકબીજા માટે ખૂબ જ ગાઢ આત્મીય સંબંધથી જોડાઈ જાય છે તેની પોતાને પણ તેમને ખબર જ રહેતી નથી
તો વળી તન્મય ના માતા પિતાની સમૃદ્ધિ માં દિવસેને દિવસે વૃદ્ધિ થતા બંનેના પરિવારો વચ્ચે અંતર વધવા લાગી જાય છે પણ મુદ્રિકા અને તન્મયના હૃદયમાં તો હજુ પણ અકબંધ લાગણીઓ ક્યારેય ઓટ આવે જ નહીં પણ તેઓ એકબીજા સાથે ખુલીને વાત ન કરી શક્યા ક્ બસ બને એકબીજાને આદર આપતા પણ અંદર ધરબાયેલો પ્રેમ એવો ન દર્શાવી શક્યા કે ક્યાં ચૂક રહી ગઈ બંને તરફ...
હવે કોલેજમાં પ્રવેશતા જ તન્મય ના માતા-પિતા તો પોતાના વ્હાલસોયા દિકરાનું ખૂબ સુખી સમૃદ્ધ પરિવારની કન્યા સાથે તેમનું સગપણ નક્કી કરે દે છે જ્યારે તન્મય તો વિચારી રહ્યો હતો કે તે મુદ્રિકા ને પોતાના હૃદયની વાત કરશે તો મુદ્રિકા પણ તેની જ રાહમાં હતી પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે કે તન્મયની માતા તન્મયના ની પોતાના પસંદ કરેલ કન્યા સાથે સગાઈ કરવા વાત કરે છે ત્યારે તન્મય માં ને નનૈયો ભણે છે તો વળી તન્મયના માતા-પિતા મુદ્રિકા ને કહે છે કે બેટા તું જ નાનપણથી તન્મયને સમજાવે છે તારી વાતને તે ના નથી કહેતો તો તું સમજાવ જો એ ઘરમાં
સગપણ પાકું થશે ને તો અમારા વ્યાપારમાં પણ ખૂબ જ ફાયદો થશે અને મુદ્રિકા પણ પોતાના હૃદયની વાત દાબી દે છે અને એ જાય છે તન્મય ને સમજાવવા
તન્મય પોતાના બેડરૂમની બારીમાંથી આકાશમાંના ચંદ્રની નિહાળી રહ્યો હોય છે અને મુદ્રિકા પ્રવેશે છે જાણે પૂર્ણિમાનનો ચંદ્ર પણ ઝાંખો લાગે છે મુદ્રિકા પાસે તન્મય કહે છે કે મુદ્રિકા મારે તને કંઈ કહેવું છે પણ સમજદાર મુદ્રિકા તો તન્મય ની આંખોને વાંચી લે છે અને તન્મયના માતાનો પ્રસ્તાવ જ રજૂ કરી દે છે અને મુદ્રિકા તન્મયને સમજાવે છે કે માતા-પિતાનું ઋણ ચૂકવવાનું સમય હવે આવ્યો છે લગ્ન માટે હામી ભરી દે તન્મય પણ કશું જ કહેતો નથી બસ નિહાળ્યા કરે છે મદ્રિકા ને અને વિચારે છે કે જેને મેં નાનપણથી માત્ર મારી ચિંતા કરતા જોઈએ છે જેના માટે મનમાં કેટલી કલ્પનાઓ ઘડી છે મેં ,શું એ મારા હૃદયની વાત નહીં જાણી શકતી હોય જ્યારે બીજી તરફ મુદ્રિકા સમજે છે કે તન્મય તેની વાત સ્વીકારી લે તે હૃદયથી ચાહે છે તન્મયને પમ પરિવાર માટે થઈને તે તન્મય ના જીવનમાં કોઈ જ તુફાન લાવવા માંગતી નથી અને તન્મય ને સમજાવીને તે સડસડાટ તે રૂમમાંથી જતી રહે છે
ઘરે આવીને માતા પિતાને મુદ્રિકા કહે છે કે મારે હવે આગળ અભ્યાસ માટે બહારગામ જવું છે માતા-પિતા પણ તેના હૃદયની વાતથી અજાણ અને સમજે છે કે તે તેની કારકિર્દી મારે વિચારી રહી છે અને મુદ્રિકા ની વાત માનીને તે તેને મોટા શહેરમાં આગળ અભ્યાસ માટે મોકલી દે છે
આ બાજુ તન્મય ના લગ્ન તેની માતા પિતાની પસંદગી અને વ્યાપારના સ્વાર્થ ખાતર ખૂબ સમૃદ્ધ પરિવારની દીકરી ઈશા સાથે થાય છે અને તન્મયની શરણાગતિ તેના જીવનમાં એક મોટું વાવાઝોડું લાવે છે ઈશા ખૂબ જ દોલતવાન બાપની દીકરી હોય છે માટે તેનું ધાર્યું તે કરાવે છે વળી તન્મયના માતા-પિતા પણ તન્મય કરતા વધારે ઈશાને પોતાના સ્વાર્થ ખાતર માન આપે છે અને સ્વાર્થમાં તન્મયના માતા-પિતા તમે તન્મયને ઘર જમાઈ કરી દે છે તન્મય તો ભૂલી જાય છે ઘર જમાઈ કરતાં પણ વધારે તો એક ગુલામની જિંદગી જીવે છે નાની નાની વાતો પર ગુસ્સો કરતો તન્મય હવે જી હા ,જી હા કરવા લાગે છે તેનું સમગ્ર વ્યક્તિત્વ જ જાણે બદલાઈ જાય છે વળી ઉદ્યોગમાં તન્મય ના પપ્પા પણ ખૂબ મોટું નુકસાન વેઠે છે અને વ્યાપારની સાથે સાથે દીકરાથી પણ હાથ ધોઈ બેસે છે તન્મય અને ઈશાની ઘરે લક્ષ્મીનો જન્મ થાય છે જેનું નામ રાખવામાં આવે છે ઈવા. ઈવિ ખૂબ જ વ્હાલી હોય છે તન્મયને ઈવા માટે થઈને હવે ઘરમાં ઝગડવાનું તે ટાળે છે બધો જ બિઝનેસ સંભાળી લે છે ઈશા. જોત જોતામાં કોરોનાની મહામારી આવી જાય છે અને ઈશાના વ્યાપાર ધંધાની ઠપ થઈ જાય છે એ સહી નથી શકતી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે તન્મય થોડી ઘણી મૂડી હોય છે એ એકઠી કરીને એક નાના શહેરમાં રહેવા જાય છે જ્યાં અનાયાસે જ તેની મુલાકાત મુદ્રિકા સાથે થાય છે
તન્મય ઇવા માટે એક શાળામાં જાય છે અને ઓફિસમાં જતા જુએ છે કે ત્યાં પ્રિન્સિપાલી ખુરશી પર મુદ્રિકા બેસેલી હોય છે વર્ષો પછી જિંદગીની ઝંઝાવતમાં એ મુદ્રિકા ને ગુમાવ્યા નો અફસોસ તેને રાહત નો અહેસાસ તો કરાવે છે પણ અંદર એક મોટો નિશાશો નાખીને તે પોતાની જાતને કોસે છે
ઇવા જે શાળામાં દાખલ થાય છે ત્યાં મુદ્રિકા પ્રિન્સિપાલ ની ફરજ બજાવતી હોય છે તન્મય મુદ્રિકા ને જોઈને મુગ્ધ થઈ જાય છે પણ તે કશું જ બોલી શકતો નથી મુદ્રિકા તન્મયને હસીને આવકાર આપે છે અને પટાવાળા ને કહે છે કે તન્મયને ભાવતી ઈલાયચી વાળી ચા લાવવાનું અને ઈવા માટે એની ફેવરિટ ચોકલેટ મંગાવવાનું કહે છે પટાવાળા પણ મેડમની વાત સાંભળીને ત્યાંથી રજા લે છે ઈવા પણ શાળા જોવા માટે પટાવાળા સાથે જ બહાર જાય છે ઓફિસ રૂમના ઓરડામાં તન્મય અને મુદ્રિકા એકબીજાને નિહાળ્યા કરે છે તન્મય પૂછે છે કે તમે કેમ છો ત્યારે મુદ્રિકા કહે છે કે એટલું બધું માન ન આપ તું મને ,તું કહીને જ બોલાવી શકે છે અને તન્મય ની પાંપણો ભીની થઈ જાય છે ત્યારબાદ મુદ્રિકા પણ પોતાની દ્રષ્ટિને નીચે કરી દે છે ...
અને મુદ્રિકા અને ઈવા ને સાથે વાતો કરતા જોઈને તન્મય ખૂબ જ ખુશીની લાગણી અનુભવે છે એ જોઈ પટાવાળા કહે છે કે અમારા બેન શ્રી નો સ્વભાવ જ ખૂબ જ સુંદર છે અને મતાવડો છે દરેક બાળકને માનથી બોલાવે છે અને વાલીઓને પણ એટલું જ આદર આપે છે માટે તો આ શાળા બંજર થતી બચી ગઈ અને આજે આ શાળાનું નામ ખૂબ જ રોશન તેના લીધે થઈ રહ્યું છે તે મુદ્રિકાના જીવન વિશે વાત કરતા કરતા એને જણાવી દે છે કે મુદ્રિકાએ આજીવન પોતાનું આ શાળાને સમર્પિત કર્યું છે અને તે અપર્ણિત રહેવાનો તેને નિર્ણય કર્યો છે
ભાંગો તો તૂટે નહીં તેવી ક્ષણ તન્મય અનુભવે છે તે જાણતો હોય છે કે શા માટે મુદ્રિકાએ આવું જીવન વ્યતીત કર્યું છે તે ક્ષણ તે ભૂલી નથી શકતો કે જ્યારે મુદ્રિકા તેને ઈશા સાથે લગ્ન કરવા માટે સમજાવવા આવે છે ત્યારે તેની આંખો ખૂબ જ લાલ હતી તે સમજી ચૂક્યો હોય છે કે મુદ્રિકા મને હૃદયથી તો ચાહતી હતી પણ હું નઠારો એના પ્રેમને જ ન સમજી શક્યો આમ અનાયાસે જ તન્મય અને મદ્રિકા મળે છે... અનાયાસે જ
(પ્રેમ ક્યારે કશું જ માગતો નથી પ્રેમ તો સમર્પણ છે કોઈના માટે પોતાનું સર્વસ્વ જતું કરવું એ જ તો સાચો પ્રેમ છે પ્રેમ નિઃસ્વાર્થ હોય છે જેના માટે પ્રેમ હોય છે તેના માટે એ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે...)
જય દ્વારકાધીશ 🙏🏻