નમસ્કાર મિત્રો હું વિશેષ આપની સમક્ષ ફરીથી રજુ કરવા જઈ રહ્યો છું એક કોમેડી, ફેમિલીવેલ્યુ વાળી મુવીના રીવ્યુ સાથે...
ફિલ્મનું નામ તમે tittle માં જોયું એજ છે કંજૂસ માણસની કહાની...
આ માણસ ટૂથપેસ્ટને પણ વેલણ દ્વારા કાઢીને ચલાવતો હોય છે, અને એની પત્નીને પણ કંજુસી કરવાનું શીખવાતો હોય છે...
એના માતા પિતાને તે બહુ પ્રેમ કરતો હોય છે એટલે માટે તે દિન રાત મહેનત કરીને પૈસા બચાવે છે અને એક સેફ જગ્યાએ રાખે છે... આ ફિલ્મમાં ભરી ભરીને કોમેડી છે...
સરળ અને સીધી રીતે આ ફિલ્મને તમે તમારી આખી ફેમિલી સાથે જોઈ શકો તેવી ખુબસુરત ફિલ્મ છે...
એકદિવસ તે પૈસા સંતાડવા જતો હોય છે ત્યારે તેનો પરિવાર તેનો પીછો કરે છે અને તે પકડાઈ જાય છે અને બાદમાં તે કહે છે કે આ પૈસા મમ્મી પપ્પાની ચારધામની યાત્રા માટેના જ પૈસા છે......
આફિલ્મમાં ફેમિલીવેલ્યુ જોવા મળે છે અને એક્ટિંગા બધાએ પોતાની બેસ્ટ પર્ફોર્મેન્સ આપી છે, ખાસ કરીને કુણાલ જે મુખ્ય અભિનેતા છે એમની અને સ્વર્ગવાસી રાજુ સરની એકટિંગતો દિલને ખુશ કરી નાંખે એવી છે...
ફિલ્મનું ડાયરેક્ટન પણ ખુબ જ સરસ છે અને આપણને બોર થવા નથી દેતું...
ફીલમમાં દર્શાવવામાં આવેલું ઉત્તર પ્રદેશ પણ આપણને બહુ ખુબસુરત જોવા મળે છે અને તેની ખુબસુરતી આપણને આ ફિલ્મની ખાસિયતમાં જોવા મળે છે...
ફિલ્મનો નાયક જેનું નામ જમના છે તેના પિતાનું નામ ગંગા છે અને તેની માતાજીનું નામ સરસ્વતી જોવા મળે છે...
જમનાને એક દુકાન છે જ્યાં તે પૂજા અને અરથીનો સામાન વેચે છે, અને તો પણ તે તેના મંજુરને યોગ્ય પગાર આપતો નથી.. એ કહે છે 2 મહિનાથી પગાર કેમ નથી કરતા તમે...
કહાની આગળ વધે છે ત્યારે ખુબ જ મજા આવે છે, જમનાના માતાપિતા જયારે ચારધામની યાત્રા કરવા ટ્રેનમાં નીકળે છે ત્યારે તેમને જતા જોઈને જમના બહુ રડે છે આ સીન બહુ ઇમોશનલ છે...
ફિલ્મની કહાની માધ્યમ વર્ગના માણસને લાગતી છે એટલે દરેકને જોડતી હોય એવુ આપણને આભાસ થાય છે..
ફિલ્મ આપણને સુંદર અને રમુજી રીતે ઘણા દ્રશ્યો બતાવે છે, ઉત્તરાખંડ અને ત્યાંનું વાતાવરણ પણ આપણે આ ફિલ્મમાં આબેહૂબ જોઈ શકીએ છીએ...
ઉત્તરખંડના બાર્ફીલા મેદાનો, માં ગાંગા અને તેમનું જળ અને ધારા આપણને આબેહૂબ નજરે પડતી જોવા મળે છે..
મંદિરો અને ગંગા આરતી પણ આપણને જોવા મળે છે.. ફિલ્મમાં ઘણા ટ્વીસ્ટ આવે છે જેથી આપણી પકડ ફિલ્મ તરફ બનેલી રહેતી જોવા મળે છે...
ફિલ્મ પોતાના આગળના પડાવમાં વધુ રમુજી બને છે જયારે જમના ન્યાય માટે લડે છે અને તે ખોટા માણસોનો વિરોધ કરે છે...
ફિલ્મમાં આખી ફેમિલી ખુબ જ કંજૂસ બતાવવામાં આવી છે અને કઈ રીતે દુનિયાદારી પોતાની વિતાવી રહેલી આ ફેમિલી હંમેશા મળીને બધી મુશ્કેલીઓથી લડે છે તે આપણને જોવા મળે છે.....
ફિલ્મમાં દરેક સિનમાં કોઈને કોઈ બાબત આપણને ફિલ્મથી જકડી રાખવામાં સક્ષમ બનતી જોવા મળે છે અને આપણને ખુબ જ આનંદ આપતી રહે છે...
ફિલ્મની કહાની પણ બહુ જ જોરદાર છે જેથી આપણે તેને સાથે જોડાયેલા રહીએ છીએ, કંજૂસ માણસ કઈ રીતે પિતાનું જીવન વિતાવે છે અને પોતાના સ્કપનાઓને ઈમાનદારીથી જીવતો હોય છે તેનું ખુબ જ સુંદર વર્ણન જોવા મળે છે...
આ ફિલ્મ એવા માણસને આપણી સમક્ષ રજુ કરે છે જે કંજૂસ તો છે જ પરંતુ તે પોતાનું જીવન ઈમાનદારી પૂર્વક વિતાવે છે...
ફિલ્મના લેખકને પણ સેલ્યુટ છે કે આવી ફિલ્મ તેમને લખી છે...
મને આ ફિલ્મ બહુ પસંદ આવી તમને કેવી લાગી જરૂર જણાવજો.... 😇👍