The princess of the chocolate planet books and stories free download online pdf in Gujarati

ચોકલેટ ગ્રહની રાજકુમારી


મિત્રો તમે જાણો છો કે આ બ્રહ્માંડ કેટલું મોટું છે , આપણા આ બ્રહ્માંડ જેવા અનેકો બ્રાહ્મહન્ડ છે અને અનેક ગ્રહો આવેલા છે અને તેમાંથી એક છે ચોકલેટ ગ્રહ , ચોકલેટ ગ્રહ આખો ચોકલેટ નો બનેલો છે ,

ચોકલેટ ગ્રહ ની અંદર ચોકલેટની નદીઓ ઝરણા તળાવ સરોવરો અને વૃક્ષો પણ ચોકલેટથી બનેલા છે ચોકલેટ ગ્રહ ના રાજા નું નામ કેસર રાજા છે , અને તેમને એક પુત્રી છે તેનું નામ રાજકુમારી ગુલાબ છે

રાજકુમારી દેખાવમાં ખુબ જ સુંદર , વિજ્ઞાનની જ્ઞાન ની દ્રષ્ટિ એ બુદ્ધિશાળી છે તે આઈસક્રીમ સૈનિક દળ ની સેનાનાયક છે , તે આઇસ્ક્રીમ સેના નો બધો જ કારભાર સંભાળે અને જો કોઈકવાર યુદ્ધમાં જવાનું હોય તો પણ સેનાની દોરવણી તેજ કરે છે

ચોકલેટ ગ્રહ ખુબ જ પ્રચલિત થવા ને કારણે તેની આજુબાજુ ના ગ્રહો જેવા કે આઈસક્રીમ ગ્રહ ના માણસો ચોકલેટ ગ્રહ ની ઉપર ખુબ જ કાવતરા કરવા માટે તત્પર રહે છે , કારણ કે તેમના ગ્રહ ઉપર ચોકલેટ થતી નથી અને તેમના ગ્રહના લોકોને ચોકલેટ ખૂબ જ પસંદ છે અને તેમણે ચોકલેટ ને ખરીદવી પડે છે તે કારણે તેમના ગ્રહ ના લોકો પાસેથી સંપત્તિ ચોકલેટ ગ્રહ પાસે જતી રહી છે

આઈસક્રીમ ગ્રહના રાજા વેનીલા ચોકલેટ ગ્રહના રાજા કેસર રાજા થી ખૂબ જ રીસે બળે છે.

હવે આઇસ્ક્રીમ ગ્રહ ના રાજા વેનીલા ચોકલેટ ગ્રહ ઉપર મોટુ યુદ્ધ કરવાની રાહ જોઈ રહ્યા છે , 15 દિવસ પછી ચોકલેટ દિવસ આવવા નો છે તે દિવસે આઇસ્ક્રીમ ગ્રહ ના રાજા વેનીલા ચોકલેટ ગ્રહ ઉપર યુદ્ધ કરવાના છે, પણ આ બાજુ આ વાતની ખબર ચોકલેટ ગ્રહ ને નથી તે તો ચોકલેટ દિવસ ઉજવવાની તૈયારીમાં જ છે

ચોકલેટ ગ્રહની રાજકુમારી રાજા કેસર સાથે ચોકલેટ બજારમાં નવા પ્રકારની ચોકલેટ ની મીઠાઈ ખરીદવા જય છે અને ત્યાં તે ખુબ જ મનપસંદ ની ઘણી બધી ચોકલેટ ખરીદે છે , તેના પિતા એટલે કે રાજા કેસર તેને કહે છે કે બેટા ગુલાબ આપણો આંખો આ ગ્રહ ચોકલેટથી બનેલો છે તોપણ તું ચોકલેટ કરી દે છે , તે કહે છે કે આ ચોકલેટ બીજી ચોકલેટના આ મિશ્રણથી બનેલી છે તેથી આ ખાવા ની ખૂબ જ મજા આવે છે, બંને વાતો કરતા કરતા ચોકલેટ મહેલમાં આવે છે, અને રાણી કમળ એમનું સ્વાગત કરે છે , અને જમવાનું આપે છે

બીજા દિવસે રાજકુમારીની સહેલી કેજે આઇસ્ક્રીમ ગ્રહ ઉપર વસવાટ કરે છે તે ચોકલેટ માટે ચોકલેટ ગ્રહની ઉપર આવે છે, તે ડરતા ડરતા ધીમેથી રાજકુમારી ગુલાબ ને યુદ્ધની બધી જાણકારી આપી દે છે ,

રાજકુમારી આ વાત તેના પિતા રાજા કેસર ને કહે છે બંને જણા હવે આઇસ્ક્રીમ ગ્રહના રાજા ના ષડયંત્ર જાણી લે છે અને તે પણ પોતાના સૈનિકોને ચોકલેટ ગ્રહ ઉપર સાવચેતી રૂપે પહેરેદારી માટે સચોટરૂપે રાખો છે,

આખરે ચોકલેટ દિવસ આવે છે આંખો ચોકલેટ ગ્રહ ચોકલેટ દિવસની ખુશીમાં આનંદ મય થઈ રહ્યો હોય છે અને બીજી બાજુ આઇસ્ક્રીમ ગ્રહ ના રાજા ચોકલેટ ગ્રહ ઉપર યુદ્ધ કરવા આવે છે પરંતુ પહેલેથી જ સેના અને રાજા તથા સેનાનાયક ના યુદ્ધ માટે પહેલેથી જ તૈયાર થયેલા જોઈને ડરી જાય છે, પછી બંને ગ્રહો વચ્ચે યુદ્ધ થાય છે અને ચોકલેટ ગ્રહના રાજા નો વિજય થાય છે ,

પરંતુ ચોકલેટ ગ્રહ ના રાજા આઇસ્ક્રીમ ગ્રહ ના રાજા ને હરાવ્યા બાદ તેને સમજણ આપે છે કે માત્ર યુદ્ધ કરવાથી આપણને વેદના સિવાય કંઈ જ મળતું નથી માટે બને તેટલો અહિંસા નો ઉપયોગ વધુ કરવો જોઈએ

આઇસ્ક્રીમ ગ્રહ ના રાજા વેનીલા શર્મસાર બનીને ચોકલેટ ગ્રહ ના રાજા કેસરને કહે છે મારી ભૂલ હતી કે હું ઘમંડમા રાચી રહ્યો હતો અને તમારા જેવા મહાન રાજા અને સારા વિચારવાળા પડોશી મિત્ર ની ઉપર યુદ્ધ કરવા આવી ગયો મને માફ કરી નાખો હે દયાળુ રાજા હવે હું તમારો મિત્ર બનવા માંગુ છું મારી મિત્રતા સ્વીકાર કરો તેટલું જ કહેતા ચોકલેટ ગ્રહ ના રાજા કેસર કહે છે કે હવેથી તમારા લોકોએ ચોકલેટ ઉપર લગાવવામાં આવતો ટેક્સ આપવાની જરૂર નથી , બંને ગ્રહો વચ્ચે મિત્રતા સ્થપાય છે,

ત્યારબાદ ચોકલેટ ના લોકો ચોકલેટ દિવસ આઈસક્રીમ ગ્રહના લોકો સાથે આઈસ્ક્રીમ પર ચોકલેટ નાખીને આનંદથી આઇસ્ક્રીમ અને ચોકલેટનો આનંદ માણીને મનાવે છે ,

તો મિત્રો આ વાર્તા આપણને બોધ આપે છે કે પડોશી એ આપણા પહેલા મિત્રો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED