Movie Review - Ditective Byomkesh bakshi vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Movie Review - Ditective Byomkesh bakshi

Hello friends ,how are you , વિષેશ ને મિસ કર્યો કે નહિ ? ,ચાલો હું ફરી એક વાર તમને એક ફિલ્મ ની દુનિયા માં લઇ જવા આવ્યો છું અને ફિલ્મ કોની છે ખબર તમને ? અરે આપણા મનપસંદ અભિનેતા જે અત્યારે એક સિતારા છે હા બીજું કોઈ નહિ આપણા ssr , સુશાંત સિંહ રાજપૂત 😊

છે ને એકદમ મસ્ત આપણા હીરો ssr , હવે તમને ફિલ્મ માં લઇ જવ હું તો ફિલ્મ નું નામ Detective byomkesh bakshy🕵️ છે આ ફિલ્મ 2015 માં આવેલી હિન્દી ભાષા ની છે અને આ ફિલ્મ ની કહાની ફેમસ કહાનીઓ માંથી એક Detective byomkesh bakshy ની કહાની માંથી લેવામાં આવી છે જેના લેખક છે Saradindu Bandopadhyay છે અને આ જૂની કહાની છે જેને ઘણી બધી ભાષાઓ માં translet કરવામા આવી છે ફિલ્મ ની કહની નો પ્લોટ 20 મી સદી ઉપર આધારિત છે અને બક્ષી બાબુ ઉપર 😊🕵️

આ ફિલ્મ એક જાસૂસ ઉપર આધારિત છે ,ફિલ્મ ની મુખ્ય ભૂમિકા માં (ssr )સુશાંત સિંહ રાજપૂત ,સ્વસ્તિકા મુખર્જી,આનંદ તિવારી જેવા કલાકારો અને અન્ય સહાયક કલાકારો પણ જોવા મળે છે, ફિલ્મ માં ઘણા જ suspence છે,


ફિલ્મ ની સ્ટોરી ની વાત કરું તો સુશાંત એમના એક અજાણ્યા મિત્ર ના પિતા ની ખોજ કરવા એ ક્યાં ગાયબ છે શા માટે અપહરણ કે ફરાર છે એમની આખી હિસ્ટ્રી ચેક કરવા માટે કલકતા માં ફરતાં હોય છે એમને એક જ નોકરી હોય છે જાસૂસી ની એના સિવાય એ ટ્યુશન પણ આપતા હોય છે એક છોકરી ને ,એમાં પણ એક રહસ્ય છે 😊 એ તમને ફિલ્મ માં જોવા મળશે ,બાકી ફિલ્મ માં ઘણા જ ટવીસ્ટ છે અને કહાની બવ જ મસ્ત છે હા ,તમને જરાય બોર નહિ કરે આ ફિલ્મ જોતા જોતા બવ જ મસ્ત લાગશે અને મજા આવશે ,

ફિલ્મ ની કહાની માં અજિત માં પિતા ના મૃત્યુ પછી તો કહાની માં અલગ અલગ ટવીસ્ટ જોવા મળે છે હરેક પલે કહાની માં કઈક નવું જોવા મળે છે અને એની પાછળ કોણ જવાબદાર છે એ જાણવા ફિલ્મ જ તમને help કરશે હું અહી એ બધું કહી ને તમારી મજા ખરાબ કરવા નથી માંગતો 😊



ફિલ્મ માં જોવા મળતા પાત્રો ને એવી રીતે દર્શાવવા માં આવ્યા છે કે તમને બધું જ રિયલ લાઇફ જેવું લાગશે ,કહાની ની તો શું વાત કરું તમને ,જો આજ ફિલ્મ અત્યારે થિએટર માં લાગે ને તો હું ફરી થી જોવા જવા માંગુ હા 😊, એટલી સરસ ફિલ્મ મને આમ પણ suspence સ્ટોરી જોવામાં બવ જ રસ છે ,ફિલ્મ જેમ જેમ ધીમે ધીમે આગળ વધે એમ એમ રાઝ ખુલતા જાય છે બ્યોમકેશ બાબુ બંગાળી વેશ માં પોતાના ફેન્સ ને દિવાના કરી દે છે 😊🕵️

બ્યોમકેશ બાબુ ને ફસાવવા વાળા પણ ઘણા છે પણ બાબુ ક્યાં જુકે એવા એમને તો સત્ય જોઈએ કોઈ મોહ નથી ,રાઝ ને જાણવા ઘણી બધી મુશ્કેલીઓ સામે લડતા હોય છે એક તો આ પિક માં જ તમે જોઈ શકો છો બાકી ફિલ્મ દેખશો એટલે જાણી જશો ,

મે આ ફિલ્મ જોવાની બવ જ ઈચ્છા હતી amazon ઉપર ઉપલબ્ધ છે ત્યાં તમે આ ફિલ્મ ને જોઈ શકો છો મે આ ફિલ્મ થિએટર માં ના જોઈ એની થોડી મયુસી છે પણ જોઈ એજ ખુશી છે ,આવી ફિલ્મ ને મિસ ના કરાય જોઈ જ લેવાય હા ,

જે લોકો પોતાના લાગતા હોય છે એજ પારકા હોય છે અને જે પારકા લાગતા હોય છે એજ પોતાના બની જાય છે એ તમે આ ફિલ્મ માં જોઈ શકશો કેવી રમત રમાય છે પોલિટિકલ રીતે અને વ્યવહારિક રીતે પણ ,ફિલ્મ માં આખો જ સાર બ્યોમકેશ ઉપર જ છે ,ભલે કોઈ પણ સામે હોય પોતાની બુદ્ધિ થી તે લડતો જ રહે છે ,

આ ફિલ્મ માટે (ssr) સુશાંત સિંહ રાજપૂત એ ખૂબ જ મહેનત કરી છે,એમને 2 મહિના સુધી તો એ રોલ માટે એ સમય માં કેવી રીતે જીવન જીવતા માણશો કયો પોષક ,ચાલતા જતા એ બધી જ બાબતો ઉપર વર્ક કર્યું અને પોતાનો કિરદાર બખૂબી પડદા ઉપર ઉતર્યો એમને ,ખરેખર આવા જ એક્ટર ની જરૂર છે આપણા દેશ ને જે કામ ને પોતાના પૂરા તન મન થી કરે 😊

ફિલ્મ નો એન્ડ કઈક અલગ છે એક ઈશારો કરે છે કે બીજો ભાગ આવી શકે છે ,પણ હવે એ અશક્ય છે આપણા બક્ષી બાબુ ને જીવિત રાખનાર ssr એક સુંદર સિતારા બની ગયા છે પણ એમની દરેક ફિલ્મો આપણ ને હજી જીવિત રાખે છે એમનામાં ,😊

આ ફિલ્મ ને તમે એક વાર જરૂર દેખજો તમે દિવાના થઇ જશો અને મને યાદ કરશો કે ફિલ્મ જોવાનું કહ્યું મે એ તમને ગમ્યું ,

મોટા ભાઈ એવા સુશાંત સર ને એક નાનો ભાઈ અને એમના big fan તરફ થી ભાવ ભીની શ્રદ્ધાંજલી રૂપે આ નાનકડા શબ્દો વાળો ફિલ્મ ની વાતો નું લખાણ અર્પણ આમાં હમેશા અમારા મન અને આ દુનિયા માં ચમકતા રહેશો તમે હમેશા સર ,😊


જય ગણેશા😊