Stage of Siege Temple Attack - Movie Review books and stories free download online pdf in Gujarati

Stage of Siege Temple Attack - Movie Review - (મારી નજરે)

નમસ્કાર મિત્રો હું વિશેષ આજે એક એવી ફિલ્મ ની વાત કરીએ જેની કહાની તમે જાણતા જ હશો પણ એકવાર એને તમે ફિલ્મ સ્વરૂપે નિહાળશો તો ખૂબ જ મજા આવશે ,

સોથી પહેલા તો એટલું જ કહીશ કે આ એક દેશ ભક્તિ વાળી અને ફેમિલી ફિલ્મ છે 😊

ફિલ્મ નું. નામ છે stage of siege temple attack આ ફિલ્મ ને હિન્દી સાથે અન્ય પ્રાદેશિક ભાષાઓ માં પણ relese કરવામાં આવી છે,ફિલ્મ ની કહાની આપણા ગુજરાત ના ગાંધીનગર માં આવેલા અક્ષરધામ મંદિર (કૃષ્ણ ધામ) ઉપર થયેલા એક હિંસક આતંકિત attek ની તારીખ હતી 24 suptember 2002 મારા જન્મ ના પણ પહેલા ની વાત છે આ કારણ કે હું જામ્યો december માં,


ફિલ્મ માં જોવા મળતા મુખ્ય કલાકારો માં એક્ટિંગ ને હકીકત માં બદલે એવા રિયલ એક્ટિંગ ના કલાકાર અક્ષય ખન્ના તેમની સાથે ગૌતમ રોડે જેમને તમે સરસ્વતી ચંદ્ર અને સૂર્ય પુત્ર કર્ણ
જેવી સિરિયલો માં મેઈન રોલ માં જોયા હશે ,ફિલ્મ માં બીજા પણ ઘણા જ પાત્રો જોવા મળે છે જે મંદિર માં પોતાની શ્રદ્ધા થી દર્શન માટે આવેલા હોય છે અને આતંકીઓ તેમની શ્રદ્ધા ને નિશાનો બનાવી તેમની ઉપર ગોળીઓ ની વર્ષા કરે છે ,


ફિલ્મ ની કહાની માં અક્ષય ખન્ના નું પાત્ર પોતાના અગાઉ ના એક મિશન માં પોતાની એક અજાણતા થયેલી ભૂલ ને લીધે મિત્ર ગુમાવ્યો એનું દુઃખ હોય છે અને તેના ગુનેગાર આતંકીઓ ને એક એક કરી ને મારવા માટે તે સજ્જ હોય છે,આ ફિલ્મ માં અક્ષય ખન્ના એ nsg (The National Security Guard) નો રોલ બખૂબી પડદા ઉપર ભજવ્યો છે એવું જરાય નથી લાગતું કે આ એક્ટિંગ છે. બધું જ રિયલ હોય એવો આભાસ આપણ ને થાય છે,ફિલ્મ માં એક સિન છે જ્યાં પિક કડ્યા વગર નો બોમ્બ એક nsg કમાન્ડો આતંકી ને ડરાવવા તેની તરફ ફેકે છે તો એ તે જગ્યાએ થી ભાગી જાય છે અને અક્ષય ખન્ના તેને ક્લીન શોટ થી કિલ કરે છે, એ સિન માં એક કમાન્ડો એક dilouge બવ જ મસ્ત બોલે છે દિમાગ પણ નથી પિન નીકળ્યા વગર બોમ્બ ફેક્યો હતો દેખાણું પણ નહિ અને જન્નત નસીબ થઈ ગઈ તને 😂 જો એટલી અકલ હોતી તો એ આતંકવાદી ના હોતો , એ પણ પોઈન્ટ છે,ફિલ્મ માં પ્રવાસી લોકો પણ જોવા મળે છે જે મંદિર ને જોવા આવેલા હોય છે અમુક ભક્તિ કરવા પોતાની અતૂટ શ્રધ્ધા થી આવ્યા હોય છે એ બધો જ લાગણી સભર રીતે આ ફિલ્મ માં ઉલ્લેખ કરાયો છે,


ફિલ્મ માં આતંકીઓ ની ક્રૂરતા એકદમ સત્ય રીતે દર્શાવવા માં આવી છે એ કેટલી બે રહેમી થી આપણા લોકો ને લોહી થી રંગી દે છે,

બંધકો બનાવે છે ત્યારે નાના બાળકો જ્યારે રઘુપતિ રાઘવ રાજા રામ ભજન ગાય છે અને nsg comando અક્ષય ખન્ના ની બહાદુરી થી ભરેલી એન્ટ્રી એ ફિલ્મ માં ખૂબ જ જોશ ભારે છે,
એક એક કરી ને બધા જ આતંકીઓ ને ક્લીન કરવામાં આવે છે,

ખરેખર જે લોકો એ આ ઘટના પોતે અનુભવી હશે એમનું તો દુઃખ આપને વિચારી ના શકીએ એટલું હશે,


ફિલ્મ તમને રડાવી દેશે એટલી તો મારી ગેરંટી છે,
ફિલ્મ માં જ્યારે આતંકીઓ ને એમના નર્ક માં અક્ષય ખન્ના મોકલે છે ત્યારે મંદિર ના મહંત ( સંત) એમની માટે પણ પ્રાથના કરતા હોય છે કે ભગવાન આમની આત્મા ને શાંતિ આપે ,

આ વખતે અક્ષય ખન્ના એમને કહે છે કે આતો ખરાબ માણશો હતા તો સંત એમને એક મસ્ત જવાબ આપે છે એના dilouge🌺 હિંસા નો ઉત્તર અહિંસા છે ,આ પૂરા વિશ્વ ને સમજાવવું પડશે ,કે હિંસા હજાર પ્રશ્નો ને જન્મ આપે છે પણ એક પણ પ્રશ્ન નો ઉત્તર નથી બની શકતી,હિંસા સમાજ ના દરેક સ્તંભ ને કમજોર બનાવવા નું જ કામ કરે છે,પોતાના લોકો ને તોડવા નું જ કામ કરે છે,થોડા કલાક ની હિંસા ઘણા વર્ષો ની માયુસી ને છોડી ને જાય છે,આવા ક્રૂર ઇરાદા વાળી હેવાનિયત ને રોકવી પડશે નહિ તો આખું વિશ્વ આની ઝપેટ માં આવી જશે ,

આવી સંત વાની પણ સાંભળવા મળે છે આપણ ને ફિલ્મ માં

અમુક ફિલ્મો આપના સાધુ સંત અને મહાત્મા ને ,ગલત બતાવે છે તેમને હેવાન બતાવે છે પણ આ ફિલ્મ રિયલ સાધુ કેવા હોય તેની પરિભાષા બતાવે છે ,બીજી ફિલ્મો જેમ આપણા ધર્મ ને ઠેશ નથી પહોકાડતી અને એક વાસ્તવિકતા દર્શાવે છે,


હું તમને બીજી ફિલ્મો નું ભાર આપી ને નથી કહેતો કે આ તમે જોવો જ પણ આ ફિલ્મ ને એક વાર દેખાજો તમને દેશ ભક્તિ નો મહિમા દેખાશે અને કરુણા ,લાગણી અને સાચી શ્રદ્ધા મિત્રતા નો પણ ગુણ જોવા મળશે ,


ફિલ્મ માટે કહું એટલા શબ્દો ઓછા છે અને એક મહત્વ ની વાત કહાની હજી પૂરી નથી થઈ લાસ્ટ માં એક suspence મૂકે છે ફિલ્મ એનો ઈશારો એ છે કે બીજો ભાગ પણ આવી શકે છે કોઈ બીજા મિશન સાથે,
એકવાર ફિલ્મ જરૂર જીવી જોઈએ ,કઈક અલગ અને ફેમિલી ફિલ્મ છે આ બધા સાથે ઘરમાં જોઈ શકીએ એવી છે ખાલી અમુક બ્લાસ્ટ અને gun shot seen છે પણ ફેમિલી સાથે જોઈ શકીએ ,ફૂલ ફેમિલી ફિલ્મ છે આ,


તમને કેવી લાગી આ ફિલ્મ હજી કાલે જ આવી છે Zee 5 ઉપર તમે જોઈ શકો છો ,

તમને રિવ્યૂ કેવો લાગ્યો એ જણાવજો અને ફિલ્મ કેવી લાગી એ પણ કહેજો મને આવા વિષય ઉપર લખવા પ્રોત્સાહન અને સહકાર મળે તે માટે પ્રતિભાવ જરૂર આપજો,

લાસ્ટ માં એટલું જ કહીશ

ભારત માતાકી જય, જય હિન્દ, જય ભારત,ભારત માતા કી જય🇮🇳


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED