Rx 100 - An incredible love - Movie Review books and stories free download online pdf in Gujarati

Rx 100 - An incredible love - Movie Review (મારી નજરે)

નમસ્કાર વાંચક મિત્રો ....હું ફરીવાર તમારી સમક્ષ હાજર છું એક ફિલ્મ રીવ્યુ સાથે ,...કેમ બધા મજામાં ને ?

ચાલો ફિલ્મ વિશેનિ વાત કરીએ


Rx 100 ફિલ્મ એ telugu ભાષા નિ
રોમેન્ટિક,એકશન,dhrama ફિલ્મ છે ,ફિલ્મ માં મુખ્ય ભુમિકમા ,કાર્તિકેય અને પાયલ રાજપૂત છે

કાર્તિકેય નું આ ફિલ્મ માં નામ શિવા છે અને પાયલ રજપૂત નું ઇંદુ છે ,

ફિલ્મ નું નામ Rx 100 શિવા ની બાઈક ઉપર છે જેનું નામ Rx 100 છે ,

મને આ ફિલ્મ જોવાનું મન આ ફિલ્મ નું રીવ્યુ જોયા પછી થયું હતું ,એક દિવસ હું કોઈ લવ સ્ટોરી ફિલ્મ શોધતો હતો અને આ ફિલ્મ નો રીવ્યુ જોયો અને તે જોયા પછી લઘભગ 2 મહિના પછી ફિલ્મ જોઈ અને 15 દિવસ પછી રીવ્યુ લખું છું,

આ ફિલ્મ ની કહાની બે શબ્દો ઉપર જ્ આધારિત છે અને આખી ફિલ્મ ની કહાની સમાપ્ત ,તમને ખબર પડી હોય તો પ્રતિભાવ માં જરૂર કહેજો મને ,જ્યારે મેં આ ફિલ્મ જોવાનું શરૂ કર્યું ત્યારે જ્ મને થોડો અણસાર આવ્યો અને ખબર પડી હતી કે આ ફિલ્મ માં શું થશે જ્યારે હીરો ને પહેલી વાર હિરોઈન જે નજરે થી નિહાલે છે ત્યારેજ મને કંઈક ખોટ તો લાગી જ હતી પણ મેં વિચાર્યુ આવું ના હોઈ શકે ,અને આખી ફિલ્મ જોઈ અને લાસ્ટ માં એજ નીકળ્યું ,પણ નિરાશ કરશે નહીં અને ભાસ પણ નહીં થાય તમને કે લાસ્ટ માં આવું થશે ,


આ ફિલ્મ કોઈ જ્ સપના જેવી ફિલ્મ નથી ઘણી જગ્યાએ આવું રિયલ જોવા મળે છે અને આ ફિલ્મ એક રિયલ સ્ટોરી ઉપર આધારિત છે એટલે જોવાની વધારે મજા આવે છે ,

શિવા જે તેના પિતા સમાન ડેડી પાસે રહે છે અને ઇંદુ પણ ભણેલી ગનેલિ છોકરિ પોતાના હોસ્ટેલ થી ઘરે આવી હોય છે અને તેમની આ કહાની ની શરૂઆત પહેલી નજર થી થાય છે ,

આ ફિલ્મ માં શિવા નો સ્વભાવ બધા માં ભલવુ અને ધીમે ધીમે ઈંદુ સાથે પ્રેમ થવો એ જોવાલાયક છે અને તેમના પ્રેમ વચ્ચે આવતી મુશ્કેલીઓ ,અને એના પાછલ્ રહેલું રહસ્ય પણ જોરદાર છે ,ફિલ્મ માં ઘણી બાબતો ને બારીકાઇ થી દર્શાવવા માં આવી છે જેની આ સ્ટોરી હશે એનું દુઃખ ની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ ,

તમારે આ ફિલ્મ ની કહાની જણાવી હોય તો જ્યારે પહેલિ વાર હિરોઈન જ્યારે ફિલ્મ ના હીરો ને જોવે છે ત્યારે ધ્યાન થી દેખ્જો આ પ્રશ્ન નો જવાબ મળી જશે ,આ તમને એમ લાગતું હશે આ કઈ રીતે ,પણ અનુભવ કરજો ,

આ ફિલ્મ ને એમનેમ An incredible love stori નામ નથી અપાયું ,

ફિલ્મો એક સીન એવો છે જ્યાં શિવા ની બાઈક Rx 100 ને ઇંદુ ના પિતા ના માણસો સળગાવી નાખે છે એમના આદેશ થી કેમ કે આ તેના પ્રેમ ની આખરી નિશાની હોય છે ,
લાસ્ટ માં શિવા ને જે હાલત માં બાંધવામાં આવે છે અને તેને ખૂબ જ્ ઢોર માર મારવામા આવે છે એ સીન પણ કરુણ છે ,છેલ્લે જ્યારે તેને એ વાત ની ખબર પડે છે કે કોના આદેશ થી તેને મારવાની લોકો તૈયારી કરે છે ત્યારે તે મનથી તૂટી જાય છે ,

આ ફિલ્મ નો છેલ્લો સીન તો ખૂબ જ્ વેદના અપાવે એવો છે જ્યારે એ છેલ્લે બે શબ્દો બોલે છે જો મને કહ્યું હોત તો હું પોતે મારો જીવ તને આપી દેતો આ કરવાની શું જરૂર હતી એ વખતે ખરેખર આંખો ભીની થઈ જાય છે ,

હા આવી કહાનીઓ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે માત્ર ફાયદા માટે નું આકર્ષણ ,કામ પતે એટલે કોઈ ની લાગણી શું કહેવાય એ ભૂલી જવાનું ,

ટૂંક માં એટલું કહીશ આ ફિલ્મ એક વાસ્તવિકતા દર્શાવે છે જેને આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છિએ ,

આ ફિલ્મ ફેમિલી ફિલ્મ નથી હા થોડા એવા સીન ને કારણે યુ ટ્યૂબ ઉપર તમે આ ફિલ્મ ને જોઈ શકો છો ,પરંતુ એ સીન છે એનું પણ કારણ છે એ તમને લાસ્ટ માં જ્ ખબર પડશે ,


.

મને આ ફિલ્મ નું રીવ્યુ લખવાની ઇચ્છા એટલા માટે થઈ કારણ કે આ રિયલ સ્ટોરી ઉપર આધારિત છે અને કંઈક અલગ પણ ,

છેલ્લે એટલું જ્ કહીશ પ્રેમ તન થી કરવા વાળા તો ઘણા જ્ હોય છે પણ જેને મનથી પ્રેમ થયો એ પ્રેમ ભલે સાથે ન્ હોય પરંતુ એની મિઠાસ જીવન ભર રહે છે ,

તો વાંચક મિત્રો ફરી મળીશું કોઈ બીજી ફિલ્મ ના રીવ્યુ અને જાણકારી સાથે ,


મારો સપોર્ટ કરવા અને યોગ્ય પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો 😊🙏🙏

ફિર મિલેંગે ........................😊🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED