*પ્રેરણા*
બારકોડ સ્ટીકર પણ લગાવી ગયા હતા. બધાની હોલ ટિકિટમાં સાઇન પણ થઈ ગઈ હશે અને આન્સર કી માં પણ સાઈન થઈ ગય છે હવે અનામિકાનું ઓલમોસ્ટ લખવાનું બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું ત્યારે તે પરીક્ષા ખંડમાં રાઉન્ડ મારે છે અને પાછળની તરફ જઈને જુએ છે કે આજે ગણિતનું પેપર હોવાથી બધા જ બાળકો પોતાના આન્સર પેપરમાં પરિકર અને પેન્સિલ ની મદદથી વાહન ઘણી બધી રેખાઓ મેળવી હતી બનાવી રહ્યા છે પણ પણ તેને ધ્યાન એક પાટલી પર જઈને અટકે છે એ એક બાળકીને જુએ છે કે...
જોકે પરીક્ષા ખંડમાં આવીને જ તેણે એક બાળકીને જોઈ કે જે શારીરિક રીતે થોડીક અશક્ત હતી અને એને મદદ માટે પણ આગ્રહ કર્યો પણ તેણે કોઈ મદદ નથી જોઈતી એના માટે થઈને અસ્વીકાર કરેલો અને અનામિકાના સ્વભાવ આધારિત એ ફરીથી બાળકીને પૂછે છે કે બેટા બેસવામાં કોઈ તકલીફ થતી હોય તો નિસંકોચપણે કહી દેજે હું તારી મદદ માટે હાજર જ છું પણ એ દીકરીના મોઢા પરનું હાસ્ય અનેરું હતું ...
વળી ફરીથી કોઈ કાગળ ની ડિટેલ્સ પૂરી કરવાની હોવાથી પોતાના કામમાં ફરીથી અનામિકા વ્યસ્ત બને છે ફરીથી જ્યારે પરીક્ષા ખંડમાં ચક્કર લગાવે છે અને પાછળની તરફ જાય છે ત્યારે પાછળની રો થી બીજી પાટલી પર તેનો નંબર આવેલો અને પાછળના ભાગમાં જઈને જ્યારે અનામિકા બધા જ વિદ્યાર્થીઓ તરફ નજર ફેરવતી હોય છે ત્યાં જ તેની નજર આ દીકરી પર આવીને અટકી જાય છે એ આ દીકરીની જે શારીરિક સ્થિતિ માં ઉણપ છે એમાં તેને ખભામાં ખૂંધ નીકળી ગયેલી છે એનાથી તો અનામિકા પરિચિત જ હતી કે જ્યાંથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ત્યારથી તેનું ધ્યાન તેવા બાળકો પર હોય છે અને તેના માટે તે પ્રયત્નશીલ પણ રહે છે પણ અનામિકા પરીક્ષા ખંડમાં જુએ છે કે આજે ગણિતનું પેપર હોવાથી બધા જ બાળકો પેન્સિલ પરિકરની મદદથી દોરવામાં મશગુલ હોય છે પણ આ દીકરી જે વર્તુળ બનાવવા ઈચ્છે છે એમાં તેને પડતી મુશ્કેલીઓ વચ્ચે પણ એના મોઢા પરનું સ્મિત અનામિકાની એની આંખોને અશ્રુ થી છલોછલ કરી દે છે એ આ દીકરીની જમણી તરફથી ખૂંધ નીકળી ગયેલી અને તેનો જે ડાબો હાથ છે કે જે આપણું સપોર્ટિંગ સિસ્ટમ હોય એ જે વર્તુળ બનાવવા માટે થઈને આપણે પરિકરની મદદથી તેનો ઉપયોગ કરવો જ જરૂરી બને છે ત્યારે જ અનામિકાનું ધ્યાન જાય છે કે આ દીકરીના ડાબી સાઈડના અંગૂઠામાં એક પણ હાડકા જ નહીં એટલે તે સ્ટ્રેટ રહી જ ન શકે કોઈપણ જાતના સપોર્ટ કરીને એને વર્તુળ બનાવ્યું અનામિકાએ મદદ માટે પણ ઈશારાથી સમજાવ્યું પણ આંખોથી જ એણે ના કહી દીધી અને ખુબ સરસ મજાનું વર્તુળ બનાવી અને તેમાં કેટલીક રેખાઓ બનાવી પણ દીકરી પોતાના કાર્યમાં સતતને સતત મથ્યા જ કરી ખાસો સમય લાગ્યો હશે એને એક વર્તુળ બનાવવામાં...
તો મને વિચાર આવ્યો કે આવા તો દુનિયામાં કેટલાય બાળકો હશે જે શારીરિક રીતે અશક્ત છે અને રોજ રોજ પોતાના કાર્યમાં કેટલી મુશ્કેલીઓ વેઠતા હશે અને કોઈ પાસેથી મદદની અપેક્ષા વગર પોતાનું કાર્ય કરતા જ રહેતા હશે જ્યારે આપણને તો ઈશ્વરે બધું જ આપ્યું છે છતાં પણ આપણે રોજ તેની પાસે ફરિયાદો કરીએ છીએ જે આપણી પાસે છે ને એની આપણને ખરેખર કદર જ નથી અને આપણી પાસે જે નથી ને એના પાછળ જ આપણે દોડ દોડ કર્યા કરીએ છીએ આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવ્યા છે અને આપણે ધારીએ તે કરી શકીએ છીએ તમે માત્ર ખાલી એટલું જ વિચારો કે એક રાઉન્ડ બનાવવા માટે થઈને ડાબા હાથના અડધા જેટલી આંગળીઓ છે એ વળી જ નથી શકતી તો એક હાથેથી વર્તુળ કઈ રીતે બનાવી શકાય આવા તો ઘણા દાખલાઓ છે..
જો કે હું સમજી શકું છું તમે બધા એ પણ વિચારી લીધું હશે કે ઘણા તો પગથી પણ ડ્રોઈંગ કરે છે પણ પ્રેરણા મળે છે આ બાળકી પાસેથી આપણને ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં અને આપણા કામમાં આપણે મથ્યા જ કરવું જોઈએ આપણને આપણા મહેનતનું ફળ અવશ્ય મળે છે.. જય દ્વારકાધીશ 🙏🏻
04:05 AM
18/03/23