પ્રેમ ગોષ્ઠી bharatchandra shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ગોષ્ઠી

*પ્રેમ ગોષ્ઠિ*          


             એક છાપામાં કટાર લેખકની ટૂંકી સત્યકથા પર આધારિત વાર્તા વાંચીને અને પ્રેરાઈને હું મારા મનના વિચારો માંડું છું.  કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ પર ટીકા ટીપણી કરવાના હેતુથી મારા વિચારો કહેતો નથી. મહેરબાની કરીને કોઈએ ગેરસમજ ન કરવી.

શાળામાં અમે ભણતા હતા ત્યારે એક વાર્તા અમે વાંચી હતી.એક ગામમાં ૫-૬ અંધજનો એક બીજાનો હાથ પકડી ચાલતા હતા.રસ્તામાં  છોકરાઓ  બૂમબરાડા પડતા હતા, " હાથી આવ્યો. હાથી આવ્યો "

અંધજનોને કુતુહલ જાગી કે હાથી કેવો છે.?

એક અંધજને હાથીના પૂંછડીને સ્પર્શ કર્યો તો એ કહે હાથી પૂંછ જેવો છે,બીજા અંધજને કાનને સ્પર્શ કરતા બોલ્યો કે હાથી સૂપડા જેવો છે તો ત્રીજાએ હાથીના પગને સ્પર્શ કર્યો તો કહે હાથી થાંબલા જેવો તો ચોથા અંધજને સૂંડને સ્પર્શ કરતા બોલ્યો કે હાથી પાઇપ જેવો. પ્રેમમાં પણ એવુજ કઈ છે .

પ્રેમમાં સફળ થનારાઓના મતે:

પ્રેમ એક  પૂજા છે
પ્રેમ એક આરાધના છે
પ્રેમ એક નિષ્ઠા છે
પ્રેમ એક તપસ્યા છે
પ્રેમ એક પવિત્ર બંધન છે
પ્રેમ એક અમૃતનો પ્યાલો છે
પ્રેમ એક નજાકત છે
પ્રેમ એક નસીહત છે
પ્રેમ એક પવિત્ર ગ્રંથ છે
પ્રેમ એક દુનિયા માટે સંદેશ છે
પ્રેમ એક સુંદર જીવન છે
પ્રેમ એક સુંદર ખીલેલાં ફૂલોના બગીચા જેવું છે
પ્રેમ એક મધુર રસ છે
પ્રેમ એક શ્રદ્ધા છે
પ્રેમ એક વિશ્વાસ છે.

પ્રેમ સ્વર્ગ સમાન છે
  
જ્યારે પ્રેમમાં નિષ્ફળ થનારાઓના મતે:

 પ્રેમ એક ઝેર છે
પ્રેમ એક બદનામી છે
પ્રેમ એક અપવિત્ર વસ્તુ છે
પ્રેમ એક બક્વાસ છે
પ્રેમ એક મતલબી, સ્વાર્થી છે
પ્રેમ એક પાખંડી છે
પ્રેમ એક આત્મહત્યાનું બહાનું છે
પ્રેમ એક ગુનો છે
પ્રેમ એક સ્મશાનવશ છે જેમાં નીરસતા જ છે
પ્રેમ એક બેવફાઈ નું નામ છે
પ્રેમ એક લુચ્ચાઈ છે
પ્રેમ એક અવિશ્વાસુ છે.

પ્રેમ નરક સમાન છે

                        મારા મતે કહું છું કે આજનો પ્રેમ મતલબી, સ્વાર્થી થઈ ગયો છે. જેમાં ભૌતિક સુખોની ઝંખના છે.  વાસનાની ગંધ આવે છે.  પહેલાના જેવો  સાત્વિક પ્રેમ નથી રહ્યો જે આજે મરી પરવરેલો છે. બધાનેજ ખબર છે, બધાજ જાણે છે કે પ્રેમ આંધળો છે.  પ્રેમ જાતપાત,ધર્મ,શ્રીમંત ગરીબ ,ઉંમર કંઇક જોતું નથી. પ્રેમને કંઇજ નડતું નથી. કોઈ સીમાડા નડતા નથી. તો પણ ઘણા પ્રેમમાં કેમ નિષ્ફળ નીવડે છે? પ્રેમ કરવો ગુનો નથી એ તો દુનિયા જાણે જ છે તો પણ પ્રેમના કરુણ અંજામ કેમ આવે છે? પ્રેમ કરવું એ અપરિણિતોનીજ મોનોપોલી છે? શું પરણેલા સ્ત્રી પુરુષ પ્રેમ ન કરી શકે? જો એ બંને વચ્ચે સાચી મિત્રતા હોય તો એક બીજાના સુખ દુઃખની વાત ના કરી શકે? બેઉ જણા પોતપોતાનો પરિવાર સાચવીને અને પરિવારમાં ભંગાણ ના પડે તેનું ધ્યાન રાખી સાચો પ્રેમ કરતા હોય,એક બીજાનું સુખ દુઃખ સમજતા હોય તો તેમાં ખોટું શું? તેને લફરું કહેવામાં આવે છે.

તેઓની સામે શંકાની નજરે જોવાય છે. બદનામ કરવામાં આવે છે.  બધાને જ ખબર છે કે પ્રેમ જાત પાત ,ઊંચ નીચ,ઉમર જોતું નથી.પ્રેમને  કોઈ સીમાડા નથી હોતા છતાંય ઘણાય પ્રેમનો એકરાર કર્યા પછી  એવા બહાના કાઢી પ્રેમથી ફરી જતા હોય છે કે " હવે ઉમર થઇ ગઈ.પ્રેમ રોમાન્સ કઈ શોભે  નહિ . આ ઉમર  ભજન કીર્તન અને આધ્યાત્મિક તરફ દોરવાની હોય છે " તમે સસરા બની ગયા કે સાસુ બની ગયા,,દાદા ,દાદી  બની ગયા". અરે પણ તમારા દૃષ્ટિએ ભલે પ્રૌઢ કે ઘરડા થઇ ગયા હોય પણ  જયારે યુવાન હતો,આધેડ હતો ત્યારે કેમ તમને  પ્રેમ કરવાનું નહિ સૂચવ્યું? કેમ તમે સાચું પ્રેમ પારખી ના શક્યા ?

સાચું પ્રેમ કઈ યુવાનીમાં જ થાય છે એવું કોઈ જગ્યાએ લખાયેલું નથી . ઉંમરને કંઈજ લાગે વળગે નહિ.૮૦-૮૧ વર્ષના ઘરડાઓ પણ યુવાનોને શરમાવે એવું સાચું પ્રેમ કરતા હોય છે.ઉંમરથી ભલે ઘરડા થઇ ગયા હોય પણ તન,મન,પ્રેમથી તો સદૈવ યુવાન જ હોય છે

“મારા દિલમાં કે મનમાં તમારા પ્રત્યે તમે સમજો તેવી તેવી કોઈ લાગણી જ નહોતી. હું તો મિત્રતાના ભાવે જ જોતી હતી કે જોતો હતો.”  એવું કહીને પણ  ફરી જતા હોય છે

ઘણાને કદાચ ખબર હશે કદાચ ના પણ ખબર હોય આપણા દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુનું ઉદાહરણ લઈએ કે જેમણે ભારતના છેલ્લા વાઇસરાય લોર્ડ માઉન્ટબેટનના પત્ની એડવિન માઉન્ટબેટન જોડે ગાઢ એવી મિત્રતા હતી.  એવું મેં કોઈક છાપામાં વાંચ્યુ છે.( બહુ દિવસ થયા એટલે મને ચોક્કસ યાદ નથી) એ વાતમાં ખરું કેટલું અને ખોટું કેટલું  તો બેઉનેજ ખબર. પરંતુ ઈતિહાસકારોએ લખ્યું છે એમાં કંઇક તો સત્યતા હશેજ જે  એમણે જાણવા મળી હશે તોજ એ વાત બહાર દુનિયાની સામે આવી છે.

એમની દિકરી પામેલા માઉન્ટબેટન આ વાતને પુષ્ટિ આપતા કહે છે હા બંને એકબીજાના પ્રેમમાં હતા પણ એ સાચું પ્રેમ.શારીરિક આકર્ષણ જરાય નહોતું

આપણા હિન્દૂ ધર્મના આરાધ્ય દેવતા ભગવાન  શ્રીકૃષ્ણને કેટલીય પટરાણીઓ હતી છતાંય રાધા જોડેનું તેમનું સાચું પ્રેમ નિરંતર રહ્યું. એ ભગવાન હતા એટલે સાચા પ્રેમની તેમને પારખ હતી એવું નહિ  પણ ભગવાને પણ દરેક માનવીને એક અમૂલ્ય ભેટ આપી છે જે બીજા કોઇ  પ્રાણીમાં નથી તે છે "બુદ્ધિ " બસ તેનો ઇસ્તેમાલ કરો અને સાચું પ્રેમ પારખો .પણ આજના યુગમાં સાચું પ્રેમ પારખવાની શક્તિ ખોઈ બેઠા છે .એવું એક સર્વેક્ષણમાં અને અનુભવી લોકોના અનુભવથી સર્વેક્ષણ મુજબ તારણ કાઢવામાં આવ્યું છે.

ઘણા પ્રેમમાં નિષ્ફળ નીવડે એટલે ટૂંકો રસ્તો અપનાવી લઈ આત્મહત્યા તરફ પ્રેરાય છે.  અથવા ઘરવાળાઓની મંજૂરી ના હોય તો તેમના વિરુદ્ધ જઈ પલાયન થઈ ચૂપચાપ લગ્ન કરી લે છે. પરંતુ આમાં જોખમ એ છે કે પરિવારના વિરુદ્ધ લગ્ન તો કરી લે છે પણ આવનાર ભવિષ્યમાં જો કોઈ મુસીબત આવી પડે તો આવા સંજોગોમાં પરિવારજનોની હુંફની જરૂરિયાત ઊભી થઈ જાય છે. કારણ કે બંને જણાં એટલા પરિપક્વ થયેલા હોતા નથી કે જીવનમાં દરેક મુસીબતોનો સામનો કરી શકે. જીવનના ચઢાવ ઉતારની તેમને કલ્પના નથી હોતી.  મુસીબતોનો સામનો કેવી રીતે કરવો તેનો અનુભવ નથી હોતો.

એવાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેઓ કાચા પડે છે.  પરિવારોની મરજી વિરુદ્ધ ગયા એટલે પરિવારે મોં ફેરવી લીધેલું હોય. સોમાંથી માંડ માંડ દસ ટકા જેટલા પ્રેમમાં સફળ થાય છે. રાજીખુશીથી જીવન જીવે છે. બાકી નેવું ટકા તો અસફળતા અથવા આંશિક સફળતા મળે છે. તેમાં ફક્ત સામાજિક બંધન જ રહી જાય છે, દિલના બંધન તો

ક્યારના ખતમ થઈ ગયેલા જોવા મળે છે.  સૂઝબૂઝથી, શાંત મગજ રાખી શાંતિથી જીવનના દરેક પાસાઓના , પહેલુનો અંદાજ રાખી, વિચારીને અને સારા લોકોની સલાહથી જ આ અંગે નિર્ણય લેવો જોઈએ. ઉતાવળથી, હુસ્સા તુસ્સીથી ઉલટાની બાજી ન બગડતી હોય તો પણ બગડે છે. પછી તો આપણેજ તેનો જીવનભરનો પસ્તાવો થાય છે.  નાની નાની અમસ્તી વાત પરથી તું તું મેં મેં થઈ જાય છે. પરિણામે સંબંધ ગંભીર સ્વરૂપ લઇ લે છે.  આપણું જ મન આપણને ધિક્કારે છે.  ગમે તેટલો પૈસો હોય, સુખ સાહ્યબી હોય, ભૌતિક સુખ હોય પણ પરિવારજનોની હુંફ જ ન હોય તો આવા સુખ સાહ્યબીનો શું અર્થ? જરા અપને દિલસે પૂછો.

આમાં પ્રેમી જો તેની એકની એક વાત દોહરાવે કે જેમાં અગાઉની પીડા,વેદનાના મોજા ઉફળતા હોય અને એને શાંત કરવા જો એ પ્રેમિકાને કહેતો હોય તો પ્રેમિકા છેલ્લે એમજ કહે છે કે તારામાં કઈ રોમાન્સ નથી.એક ને વાત કહ્યા કરે છે.અરે પણ પણ એની એકની એક વાત એની ખાસ વ્યક્તિને જ કહે ને ? બીજાને ,ત્રાહિતને થોડો કહેવાનો?  સહુથી નજીક સમજે એવી વ્યક્તિ તો તેની પ્રેમિકા કે પ્રેમી જ છે. અને પ્રેમિકા કે પ્રેમી છેલ્લે એના પ્રેમીની કે પ્રેમિકાની પીડા,વેદનાની હસી મજાક ઉડાવે છે અને તેની લાગણીઓને ઉડાડી દે છે

તેમાં વળી પ્રેમી ગરીબ અથવા મધ્યમ વર્ગનો હોય પૈસે ટકે શ્રીમંત ના હોય, તેમાં એની બિચારાની મજાક જ ઉડાવાય છે . ભૌતિક  સુખોને આધીન થઇ ગયેલી, ભૌતિક સુખમાં રાચતી  પ્રેમિકાઓને ગરીબ પ્રેમીના અંદર છુપાયેલી શ્રીમંતાઈ  કોઈ દિન નજરે નહિ ચઢે અને છેલ્લે એક દિવસ એવો આવે કે પ્રેમિકાને તેણે કરેલા કૃત્યોનો ઘોર પસ્તાવો થાય છે. આવા સમાચાર ઘણીવાર આપણે છાપાઓમાં વાંચ્યા હશે,ટી . વી.મા જોયા હશે.

પ્રેમિકા / પ્રેમી એવું નથી જાણતી કે સમય ક્યારે પલ્ટી મારશે તે પ્રેમી કંઈજ ના કહી શકાય. આજે તારો સિતારો ચમકતો છે અને જયારે સમય પલટાશે અને તારી પડતી શરુ થશે ત્યારે તારી પીડા,વેદના સાંભળવા વાળું કોઈ ફરકશે પણ નહિ

પ્રેમિકાના  સંકટ સમયે છેલ્લે એજ ગરીબ એના વ્હારે આવશે , પણ એક માનવતાના ધોરણે આવશે નહિ કે પ્રેમી તરીકે. આને કહેવાય સાત્વિક પ્રેમ ,સાચું પ્રેમ સમજે તેને સમજે નહિ સમજે તેના માટે આ એક વિષય જ છે.

આજના યુગમાં પ્રેમ એટલે જાણે રમતજ થઈ ગયું છે.  હમણાંજ પ્રેમ અને ઘડીભરમાં નફરતના બીજ રોપાઈ જાય છે. નાના છોકરાઓ જેમ રમતા રમતા લડી પડે છે અને બીજી જ મિનિટે સાથે રમતા પણ થઈ જાય છે. કઈ વાંધો પડે એટલે બેવફાઈ.  પછી સામે જો સાચા દિલવાળો કે દિલવાળી વ્યક્તિ હોય તો તેની ઉપર શું વીતે છે? તેના મનનું, દિલનું શું થાય છે? તેની હાલત કેવી કફોડી થાય છે? તે સમજતા નથી. એમ લાગે કે હવે આ વ્યક્તિ કઈ કામ લાગે એવી નથી અથવા ભૌતિક સુખ આપી શકે એવી નથી એટલે ધીમે ધીમે એ વ્યક્તિથી દૂર થતાં જાય છે. પોતાની જાતને બદલી નાંખે છે.સાચા દિલવાળાનું અપમાન કરે છે. ગમે તેમ બોલશે, ધમકીઓ આપશે. મોટા માણસની જેમ ( મોટા એટલે ઉંમરમાં નહી પણ સુખ સંપત્તિ,ભૌતિક સુખ સાધનોથી મોટા) દુનિયાભરની સલાહ આપશે. જાણે એનેજ બધું ખબર પડે છે.એનેજ દુનિયા જોઈ છે. અને અક્ષરશા: એવુંજ બને છે એમાં બે મત નથી." તારામાં કઈ લેવાનું છે જ નહી. ગામડિયો છે,માવડિયો છે,લુખ્ખો છે" એમ પણ કહી નાખે હો! તરતજ પલટી મારી દે છે. સાચા પ્રેમવાળાના દિલના ફુરચે ફુરચા થઈ જાય છે. ચા પાણી ગાળવાની ગળણીની જેમ છલની થઈ જાય છે. પલટી મારનાર વ્યક્તિ ભૌતિક સુખના બીછાનાપર આળોટતી હોઈ પડખા ફેરવતી હોય છે. એ ભૌતિક સુખના નશામાં હોય તો ક્યાંથી આ વાતનો અહેસાસ થાય? પ્રેમ કરવું નાના માણસના ગજા બહારનું થઈ ગયું છે. સાચું પ્રેમ કરવું ગુનો થઇ ગયો છે .

તેના જીવનમાં એક દિવસ કે એક કલાક કે એક સેકંદ ,એક પળ એવો આવશેજ જેથી એના દિલમાં સાચા દિલવાળાના પ્રેમનો અહેસાસ થયા વગર રહેશે નહી. પાછળથી એ વ્યક્તિ કદાચ થોડી માનવતા હશે તો

પસ્તાવો જરૂરથી કરશે પણ તેનો  કોઈજ અર્થ રહેશે નહી.કેમકે સમય સમયનું કામ કરે છે. સમય નીકળી ગયા પછી પસ્તાવો કરીને શું ફાયદો? તિર કમાનથી છૂટી ગયા પછી શું ફાયદો? એ કઈ પાછો નહિ આવે

પ્રેમના ઘણા સ્વરૂપો છે. પ્રેમ શબ્દ છે અઢી અક્ષરનો પણ તેનો અર્થ બહુ ઊંડાણ સુધીનો છે. પ્રેમ શબ્દ વાંચીએ, સાંભળીયે કે બોલીએ તો પ્રથમતા  યુવાન યુવતીનું પ્રેમ આપની નજરોની સામે આવે છે. માતા પિતાનું તેઓના સંતાનો જોડેનું પ્રેમ, સંતાનોનું માતા પિતા પ્રત્યેનું પ્રેમ, ભાઈ બહેનોનું પ્રેમ, ભાઈ ભાઈનું પ્રેમ આ થયા લોહીના પ્રેમ તે સિવાય પણ અન્ય નજીકના સગાઓનું પ્રેમ જેમ કે કાકા ભત્રીજા, મામા ભાણિયા , માલિક નોકર , ગુરુ શિષ્ય..


પ્રેમની વ્યાખ્યા કરવી અઘરી છે. પ્રેમ શબ્દોથી નહિ પણ હાવભાવ ,વર્તન, વાણી વિલાસથી વ્યક્ત થાય છે.

એક ગુજરાતી લેખકે બહુ સરસ લખ્યું છે. પ્રેમ શબ્દ બહુ છેતરામણો છે, લીલ ( શેવાળ) જેવો લપસણો છે, શાંત અને ઊંડા પાણી જેવો  મીંઢો છે , સાગર જેવો ગહેરો છે, લજામણીના ફૂલ જેવો છે , હિમશિખર જેવો બરછટ છે . પ્રેમ  હંફાવે છે. નાના કે મોટા, ગરીબ કે ધનવાન ,જ્ઞાની કે અજ્ઞાની , પાગલ કે હોશિયાર બધા માટે બરફના ગોળા જેવો છે જેને ચૂસવાનું મન થયા કરે.


પ્રેમ તડપાવે, તરસાવે, હસાવે, રડાવે,દૂર કરી દે છે,નજીક પણ લાવે છે,ક્રૂર પણ બને અને લાગણીશીલ પણ બને. અઢી અક્ષરનો પ્રેમ શું શું ન કરી શકે? પ્રેમ થકી જ દુનિયા જીતી શકાય છે. અદભુત શબ્દ છે પ્રેમ. પ્રેમની અંદર જ બધી લાગણીઓ ભરાયેલી છે. એ લાગણીઓ કાઢી નાંખો તો પ્રેમ ખાલી ખોખા જેવું છે.

આજના આધુનિક પ્રેમમાં સાચું પ્રેમ એટલે રોજેરોજ એક બીજાને મળવાનું,મોબાઈલ કે ફોનપરથી કલાકો સુધી વાતો કરવાની , ઇન્ટરનેટ પરથી વાત કરવી, થીએટરમા પિક્ચર જોવા જવું,હોટેલમાં ખાવા પીવા સાથે જવું,હરવા ફરવા ગાડીમાં જવું,એક બીજાને મોંઘી ભેટ સોગાદો આપવી વગેરે એટલા પૂરતું જ સીમિત થઈ ગયું છે. સંસ્કારોની તો વાટ લગાવી દીધી. આધુનિક યુવક યુવતી માટે કોઈક અનુભવી લેખકે લખ્યું છે ( મને યાદ નથી કોને લખ્યું છે. બહુ વર્ષો પહેલાં મે વાંચ્યુ હતું તે આધારે) કે જો તમે પ્રેમ કરવાનો  "પ્રયાસ " કરો તો પ્રયાસ નિષ્ફળ જશે. પ્રેમ મેળવવા માટે ઉતાવળ કરવાને બદલે પ્રથમ પોતાનું વ્યક્તિમત્વને ચારેકોરથી કેળવવી પડશે.  પ્રેમ ત્યારેજ મળશે જ્યારે તમારામાં પ્રેમ કરવાની ક્ષમતા હોય અને ક્ષમતા ક્યારે મળશે? જ્યારે તમારો અહમ પીગળી જાય ત્યારે.તમે નમ્ર બનો,પોતાની જબાનપર કાબૂ રાખો, સાચવીને બોલો,મન પર સંયમ રાખીને બોલો, હિંમતવાન બનો, શિસ્તબદ્ધ બનો. પ્રેમમાં શ્રદ્ધા રાખો.પ્રેમમાં રઘવાટ આવે એટલે એ પ્રેમ નથી પણ બહારવટું છે,લૂંટારા વૃત્તિ છે.તમે પ્રેમની પીડા ભોગવવાની ક્ષમતા , સહનશીલતા ધરાવતા હો તો  જ પ્રેમ કરજો.

 ભલે સાચું પ્રેમ કરનારે ભોગ આપ્યો હોય,બલિદાન કર્યું હોય,ડગલે પગલે અપમાનિત થયો હોય પણ સાચી લાગણી અકબંદ જ રહી  હોય. પ્રેમમાં ફરી જનાર કે બેવફાઈ કરનાર વ્યક્તિ ભલે તે પુરુષ હોય કે સ્ત્રી,અપરિણીત હોય કે પરિણીત લાંબે ગળે એના ભાગે પસ્તાવો જ આવે છે. એ સિવાય બીજું કાઈંજ હાથમાં નહિ આવે.અત્યારે એવા લોકો ભલે સુરક્ષિત સમજતા હોય પણ ભવિષ્યમાં તેઓ ખુદને અસુરક્ષિત મહેસુસ કરશે

એમની મુસીબતોમાં ,સંકટોમાં સાચું પ્રેમ જ વ્હારે આવેશે અને એમની દુઆઓ  કામ આવશે.ભૌતિક સુખો તો ચંચળ હોય છે ,ભૌતિક સુખોનો તો ઘડીભરનો સાથ હોય . લાંબેગાળે  તો સાચું પ્રેમ કરનાર જ તમારી ભૂલોને માફ પણ કરી દેશે

સાચા પ્રેમમાં અને પ્રેમ કરનારમાં એટલી પ્રચંડ શક્તિ હોય છે કે કોઈ યંત્ર,તંત્ર,મંત્ર,પૂજા પાઠ ,જ્યોતિષ કે ધાર્મિક કર્મો રોકી નહિ શકે કે નકારાત્મક વિચારો મનમાં ભરવાવાળા લાંબે ગળે સફળ નહિ થઇ  શકે અને તેના માઠાં પરિણામો પણ ભોગવવા પડશે

એટલે આજના સાચા  પ્રેમની પારખ ખોઈ  બેસનાર જાગૃત થઇ જાય અને સાચા પ્રેમની અને પ્રેમ કરનારની કદર કરે.ભલે એ જીવનમાં જીવન સાથી ના બન્યા  હોય તેથી શું ?

સાચા પ્રેમમાં અને પ્રેમ કરનારમાં એટલી પ્રચંડ શક્તિ હોય છે કે એ શક્તિ વડે એ લોકો ભટકી ગયેલ પ્રેમને ખેંચી જ લાવે છે ભલે એવા લોકો પ્રેમ કરીને ફરી ગયા હોય

દુનિયામાં મતલબી,સ્વાર્થી લોકોનો મેળાવડો જ છે અને તેઓ આવી વાતોને ચકડોળે ચઢવવા અને સાચા પ્રેમને નિષ્ફળ કરવા ટાંપીને જ બેઠા હોય છે

આ આજના યુગમાં સાચા પ્રેમ કરનારની અને સાચા પ્રેમની કડવી વાસ્તવિકતા છે. સાચા પ્રેમની નિષ્ફળતામાં સહુથી મોટો ભાગ ભજવતો હોય તે તે છે આર્થિક પરિસ્થિતિ ,આર્થિક નબળાઈ ,ભૌતિક સુખ સાધનો,સગવડો

સાચું પ્રેમ કરનાર પોતાની ભૂલ નહિ હોવા છતાંય સ્વીકારી લે છે અને માફી પણ માગી લે છે .એટલી હદે સાચું પ્રેમ રગેરગમાં ધગધગતું હોય છે

નકારાત્મક વિચારો ફેલાવનારા ઈર્ષાળુ  લોકો ભલે તે સગા વ્હાલામાંથી હોય કે,મિત્ર વર્તુળમાંથી હોય કે અડોસ પડોસમાંથી હોય કે જાણ પહેચાનવાળા હોય એવા લોકો પાપનું જ કર્મ કરતા હોય છે અને એવા લોકોના વાતોમાં આવી ફરી જનાર પુરુષ કે મહિલા,પરિણીત કે અપરિણીત સાચું માનવાની ભૂલ કરી બેસે છે.

સાચું પ્રેમ માટે કેટલાય પરિણીત કે અપરિણીત  પુરુષો,સ્ત્રીઓ તરફડીયા મારતા હોય છે ,વલખા મારતા હોય છે અને જેને સાચું મળે છે એ અન્ય પરિબળોથી ફરી જાય છે

 સાચું પ્રેમ કરનારની  જિંદગીમાં ઘણી વાર એવા દિવા પણ હોય છે જે સાચું પ્રેમ કરનારને જ  દઝાડતાં હોય છે જેને આપણેજ પવનથી ઓલવતા  બચાવ્યા હોય છે

પ્રેમ એક સિતમગર છે એવું એક લેખકે કહ્યું છે. જ્યારે એ લેખક વીસ વર્ષના હતા ત્યારે એમને જે ઠોકર લાગી હતી તેમાં એક શોકાંતિકા લખી છે. તેમાં એ આપણને સંદેશ આપે છે કે તમારી સહનશક્તિની અંતિમ મર્યાદા હોય ત્યાં સુધી પ્રેમ તમારી કસોટી કરે છે. બીજા એક લેખકે બહુજ સરસરિતે કહ્યું છે કે પ્રેમમાં સફળ થવા માટે શ્રદ્ધાળુ બનવું પડશે. ઉપર કહ્યા મુજબ અંતિમ મર્યાદા હોય ત્યાં સુધી તેની સહનશક્તિ કેળવવી પડશે. આ વાત દરેકે પોતપોતાના મગજમાં ઠાસી ઠાસીને કાયમ માટે સંગ્રહ કરી રાખવી જોઈએ જે મુદ્દાની વાત છે.

 પ્રેમમાં વ્યક્તિ કેમ મોડું ફેરવી લે છે તેમાં એક શક્યતા એમ હોઈ શકે કે કોઈ ત્રાહિત  વ્યક્તિ કે જે  સગામાંથી  હોઈ શકે,મિત્ર વર્તુળમાંથી  હોઈ શકે,અડોસ પડોસમાંથી  હોઈ શકે અથવા  ઓળખાણમાંથી હોઈ શકે યેન કેન પ્રકારે એ પ્રેમનું નાટક રચી સંબંધ બાંધવાની કોશિશ કરતો હોવી જોઈએ,જે ફક્ત  મૌજ માણવા પૂરતું સીમિત રાખવું હોય. એક વાર મન સરખું થઇ જાય પછી એ વ્યક્તિ છોડી દે છે અને સાચું પ્રેમ પણ દૂર થઇ ગયેલું હોય છે  .અને અહીં સાચું પ્રેમ પારખવામાં થાપ ખાઈ જાય છે.

 ઢોંગી એકાંતમાં મળવામાટે  માનસિક  દબાણ લાવવાની કોશિશ કરતો હશે. સાચું પ્રેમ કરનારને ધુત્કારવો,હડસેલી દેવો અને ઢીંગીના પ્રેમ ને સાચું માની લેવું આ પણ એક મોટું પાપ જ છે

 સાચું પ્રેમ કરનાર ભલે તે પરિણીત હોય કે અપરિણીત,પુરુષ હોય કે મહિલા એકાંતમાં મળવાની કોશિશ કરતો હોય પણ તેનો ઉદ્દેશ જુદો હોય.ઘણી ખરી એવી વાતો હોટ કે એકબીજાને એકાંતમાં કરવી હોય.બધાની સામે કરવા જેવી ના હોય.તેમાં બંને પક્ષે ભળી હોય,કંઈક સારી લાગણીમાટેની પણ હોય.

 સાચા પ્રેમની તો હવે સાબિતી આપવી પડે એવું થઇ ગયું છે કેમ કે સાચું  પ્રેમ પારખવાની શક્તિ,બુદ્ધિ,ક્ષમતા ખોઈ બેઠેલા છે.

 પારિવારિક સુખ દુઃખની વાતો,સારા નરસા પ્રસંગોની શુભેચ્છાઓ,શુભ દિવસ કે ખાસ દિવસની મંગલમય શુભેચ્છાઓ જ અટકી જાય છે. શૂન્યાવકાશ સર્જાય છે

 ટૂંકમાં કહું તો : બધાને હાથ જોડીને કહું છું એવા લોકોને ભલે એ પુરુષ હોય કે મહિલા પરિણીત હોય કે અપરિણીત સાચા પ્રેમને પારખો,પ્રેમનું નાટક કરનાર ઢોંગીઓને ઓળખો અને દૂર કરો કે ફરી બીજીવાર તમારા જીવનમાં આવે નહિ.

 સાચા પ્રેમની કદર કરો,માન સન્માન આપો પછી કોઈ દિવસ અબોલા નહિ થાય કે પસ્તાવો તો બિલકુલ જ નહિ થાય.અજમાવી જુઓ એકવાર.ફરી વાર પહેલા જેવી વાતચીત કરવાનું,મળવાનું,સુખ દુઃખની,હસી મજાકની અને પ્રેમની વાત કરતા ચાલુ થઇ જાઓ. સમજાય તેને વંદન નહીંતર અભિનંદન

 એજ અપેક્ષા સાથે ...

 જય શ્રી કૃષ્ણ

પ્રતીક્ષા કરું છું હું તારી ..

અને પરીક્ષા કરે છે તું મારી...

કરી લે ગમે તેટલી કસોટી મારી...

નહિ ખૂટે તારા પ્રત્યેનું સાચું પ્રેમ અને લાગણીઓ મારી.

**************************************************************************************************** સમાપ્ત.

............. ભરતચંદ્ર શાહ...............
          

( આ વૈચારિક ચિંતન લેખ છે જેમાં અનુભવના આધારે લેખકે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે . આ વિચારો સાથે સર્વ વાચકો સંમત થાય તેવો આગ્રહ નથી દરેક માનવીની જેવી  દૃષ્ટિ તેવી  સૃષ્ટિ અને  જેવા વિચારો તેવી વૃત્તિ )